નમસ્તે મિત્રો આજે આપણે શીખીશું ગુલાબજાંબુ બનાવવાની રીત ગુજરાતીમાં. મિત્રો શું તમને ખબર છે આપણે જે ગુલાબ જાંબુ ને મીઠાઈ તરીકે ઓળખીએ છીએ અને ખાઈએ છીએ એ નામનું વેસ્ટ ઇન્ડીઝમાં એક ફળ પણ મળે છે જે ફળ ને તોડતા તેમાંથી ગુલાબ જેવી સુગંધ આવે છે ને તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે આ તો થઇ ફળ ની વાત હવે આજ આપને તો મીઠાઈ ની વાત કરતા હતા જે જોતા જ મોઢામાં પાણી આવી જાય છે તો ચાલો આજે આપણે બનાવતા શીખીશું માવા માંથી બનતા ગુલાબ જાંબુ ની રેસીપી , ગુલાબ જાંબુ બનાવવાની રીત, gulab jamun recipe in Gujarati, gulab jamun banavani rit.
ગુલાબ જાંબુ બનાવવા જરૂરી સામગ્રી
- 250 ગ્રામ મોરો માવો
- 3 ચમચી મેંદો
- 1 ½ કપ ખાંડ
- 3 કપ પાણી
- ½ ચમચી બેકિંગ પાઉડર
- 1 ચમચી ગુલાબજળ
- ½ લીંબુ નો રસ
- 2 ચમચી સોજી
- ¼ ચમચી એલચી પાવડર
- 1 ચમચી દૂધ
- તેલ/ ઘી તરવા માટે
Gulab jamun recipe in gujarati
ગુલાબ જાંબુ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક વાસણમાં 3 કપ પાણી ગરમ મૂકો
ત્યારબાદ તેમાં દોઢ કપ ખાંડ નાખી બરોબર હલાવી ખાંડ ઓગાળી એક તારની ચાસણી થવા દેવી,ચાસણી થવા આવે એટલે તેમાં એલચીનો ભૂકો અને ગુલાબજળ નાખી ગેસ બંધ કરી ચાસણી એક બાજુ મૂકી દો
હવે બીજા એક વાસણમાં મોરો માવો, મેંદો, સોજી અને બેકિંગ પાઉડર લઈ હાથ વડે બરોબર મિક્સ કરો, જો મિશ્રણ કઠણ લાગે તો તેમાં એક ચમચી જેટલું દૂધ ઉમેરો (જો જરૂર લાગે તોજ દૂધ ઉમેરો નહિતર ના ઉમેરવું)મિશ્રણ બરોબર મિક્સ થઇ ને સ્મૂથ કરો
હવે તેના નાના નાના લૂઆ તૈયાર કરો, દરેક લુઆ ની વચ્ચે કાજુ નો કટકો ,કિસમિસ અથવા પિસ્તા મૂકી બંધ કરી ગોળ આકાર આપી દો , હવે તૈયાર ગોલાની એક બાજુ મૂકી દયો , હવે ગેસ પર એક કડાઈમાં તેલ અથવા ઘી ને નવશેકું ગરમ કરો
તેલ/ ઘી નવશેકું ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલા માવાના ગોળા એક-એક કરી ઉમેરતા જાઓ , બધાજ ગોળા ને સાવ ધીમા તાપે બધી બાજુથી ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો, તળેલા જાંબુને ખાંડની ચાસણીમાં નાખતા જાઓ
ચાસણીમાં નાખેલા જાંબુ ને ઓછામાં ઓછા ચાર થી પાંચ કલાક ચાસણી માં ડૂબેલા રહેવા દેવા જેથી જાંબુ ની અંદર ચાસણી બરોબર જાય , ૪ થી ૫ કલાક બાદ જો તમને ગરમ ગરમ પીરસવા હોય તો ચાસણીને ફરી થોડી ગરમ કરી લો
અથવા ઠંડા પીરસવા હોય તો ફ્રીજ માં મૂકી ઠંડા-ઠંડા પીરસી શકો છો
Gulab Jambu recipe notes
- જો ગુલાબ જાંબુ ફરાળી બનાવવા હોય તો મેંદા અને સોજી ની જગ્યાએ તમે દુધના પાવડર નું અથવા તો સાઉં ના લોટ અથવા રાજગરા નો લોટનો ઉપયોગ કરવો
- જાંબુ ની વચ્ચે કાજુ નો કટકો કિસમિસ અથવા પિસ્તા મૂકવાથી જાંબુ બરોબર અંદર સુધી ચડી જશે તેમજ ચાસણીમાં નાખવાથી ચાસણી પણ બરોબર અંદર સુધી જશે
Gulab jamun banavani rit | ગુલાબજાંબુ બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Anyone can cook with me ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ગુલાબ જાંબુ બનાવવાની રીત | ગુલાબ જાંબુ ની રેસીપી
ગુલાબ જાંબુ બનાવવાની રીત | gulab jamun recipe in gujarati | ગુલાબજાંબુ બનાવવાની રીત | ગુલાબ જાંબુ ની રેસીપી
Equipment
- 1 કડાઈ
Ingredients
ગુલાબ જાંબુ બનાવવા જરૂરી સામગ્રી
- 250 ગ્રામ મોરો માવો
- 3 ચમચી મેંદો
- 1 ½ કપ ખાંડ
- 3 કપ પાણી
- ½ ચમચી બેકિંગ પાઉડર
- 1 ચમચી ગુલાબ જળ
- ½ લીંબુ નો રસ
- 2 ચમચી સોજી
- ¼ ચમચી એલચી પાવડર
- 1 ચમચી દૂધ
- તેલ/ ઘી તરવા માટે
Instructions
ગુલાબ જાંબુ બનાવવાની રીત | gulab jamun recipe in gujarati | gulab jamun banavani rit
- ગુલાબ જાંબુ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક વાસણમાં 3 કપ પાણી ગરમ મૂકો
- ત્યારબાદ તેમાં દોઢ કપ ખાંડ નાખી બરોબર હલાવીખાંડ ઓગાળી એક તારની ચાસણી થવા દેવી
- ચાસણી થવા આવે એટલે તેમાં એલચીનો ભૂકો અને ગુલાબ જળ નાખી ગેસ બંધ કરી ચાસણી એક બાજુ મૂકી દો
- હવે બીજા એક વાસણમાં મોરો માવો, મેંદો, સોજી અને બેકિંગ પાઉડર લઈ હાથ વડે બરોબર મિક્સ કરો
- જો મિશ્રણ કઠણ લાગે તો તેમાં એક ચમચી જેટલું દૂધ ઉમેરો (જો જરૂર લાગે તોજ દૂધ ઉમેરો નહિતર ના ઉમેરવું ) મિશ્રણ બરોબર મિક્સ થઇ ને સ્મૂથ કરો
- હવે તેના નાના નાના લૂઆ તૈયાર કરો
- દરેક લુઆ ની વચ્ચે કાજુ નો કટકો ,કિસમિસ અથવા પિસ્તા મૂકી બંધ કરી ગોળ આકાર આપી દો
- હવે તૈયાર ગોલાની એક બાજુ મૂકી દયો
ગુલાબજાંબુ બનાવવાની રીત | ગુલાબ જાંબુ ની રેસીપી
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ અથવા ઘી ને નવશેકું ગરમ કરો
- તેલ/ ઘી નવશેકું ગરમ થાય એટલે તેમાંતૈયાર કરેલા માવાના ગોળા એક-એક કરી ઉમેરતા જાઓ
- બધાજ ગોળા ને સાવ ધીમા તાપે બધી બાજુથી ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો
- તળેલા જાંબુને ખાંડની ચાસણીમાં નાખતા જાઓ
- ચાસણીમાં નાખેલા જાંબુ ને ઓછામાં ઓછા ચાર થીપાંચ કલાક ચાસણી માં ડૂબેલા રહેવા દેવા જેથી જાંબુ ની અંદર ચાસણી બરોબર જાય
- ૪ થી ૫ કલાક બાદ જો તમને ગરમ ગરમ પીરસવા હોયતો ચાસણીને ફરી થોડી ગરમ કરી લો અથવા ઠંડા પીરસવા હોય તો ફ્રીજ માં મૂકી ઠંડા-ઠંડા પીરસી શકો છો
gulab jamun recipe notes
- જો ગુલાબજાંબુ ફરાળી બનાવવા હોય તો મેંદા અને સોજી ની જગ્યાએ તમે દુધના પાવડર નું અથવા તો સાઉં ના લોટ અથવા રજગરા નો લોટનો ઉપયોગ કરવો
- જાંબુ ની વચ્ચે કાજુ નો કટકો કિસમિસ અથવા પિસ્તા મૂકવાથી જાંબુ બરોબર અંદર સુધી ચડી જશે તેમજ ચાસણીમાં નાખવાથી ચાસણી પણ બરોબર અંદર સુધી જશે
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
મીઠા પુડલા બનાવવાની રીત | meetha pudla recipe in gujarati | pudla banavani rit | mitha pudla recipe
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.