નમસ્તે મિત્રો આજે આપણે ગુજરાતી સેવ ખમણી બનાવવાની રીત શીખીશું. જે સુરતની famous વાનગી છે અને આપણે એમ કહી શકીએ કે જો તમારા ઘરમાં ખમણ ના ઢોકળા બચી ગયા હોય તો તેને અલગ સ્વાદ આપી તમે એક નવી જ વાનગી નો આનંદ માણી શકો છો જે બનવામાં ખૂબ જ ઝડપી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે તો ચાલો આજે બનાવતા શીખો સેવ ખમણી, sev khamani recipe in gujarati, gujarati sev khamani banavani rit
સેવ ખમણી બનાવવા જરૂરી સામગ્રી
સેવ ખમણી નું ખમણ બનાવવા જરૂરી સામગ્રી
- 2 કપ બેસન
- 1-2 ચમચી ખાંડ
- 2-3 ચમચી આદુ ,લસણ ,મરચા ની પેસ્ટ
- 1 લીંબુ નો રસ
- સ્વાદ મુજબ મીઠું
- ½ ચમચી હળદર
- 1-2 ચમચી તેલ
- 1 ½ કપ પાણી
- ઇનો 1 ચમચી
સેવ ખમણી ના વઘાર માટે જરૂરી સામગ્રી
- ¼ કપ તેલ
- રાઈ 1 ચમચી
- સફેદ તલ 1-2 ચમચી
- હિંગ ¼ ચમચી
- 1 દાડી મીઠો લીમડા ના પાન
- ¼ ચમચી હળદર
- ½ લીંબુ નો રસ
- 1 ચમચી ખાંડ
ખમણી ગાર્નિશ માટે જરૂરી સામગ્રી
- ¼ કપ લીલા ધાણા
- ½ કપ દાડમ ના દાણા
- 1 કપ જીની સેવ
sev khamani recipe in gujarati
સૌપ્રથમ એક વાસણમાં બેસન લ્યો, બેસન માં સ્વાદ મુજબ મીઠું, હળદર, ખાંડ, આદુ લસણ મરચાની પેસ્ટ, તેલ નાખી મિક્સ કરો ,હવે આ મિશ્રણમાં થોડું થોડું પાણી નાખી ને મીડિયમ ઘટ્ટ મિશ્રણ બનાવો, મિશ્રણ બરોબર મિક્સ થઇ જાય એટલે તેને એક બાજુ 10 મિનિટ ઢાંકી ને મૂકી દેવું
ત્યારબાદ ગેસ પર ઢોકરિયા માં પાણી ગરમ કરવા મૂકો, હવે એક થાળી માં થોડું તેલ લગાડી તૈયાર કરો , હવે બેસન ના મિશ્રણમાં 1 ચમચી ઇનો નાખો ને બરોબર મિકસ કરો, તૈયાર બેસન વાળું મિશ્રણ ને ગ્રીસ કરેલી થાળી માં નાખી દયો
હવે તૈયાર થાળી ઢોકળીયા મૂકી 15 મિનિટ સુધી ચડવા દયો , 15 મિનિટ પછી ચાકુ વડે ચેક કરી લ્યો ,બરોબર ચડી ગયું હોય તો તેને બહાર કાઢી ઠંડું થવા દો , ઠંડું થાય એટલે તનો હાથ વડે અથવા ચમચા વડે ભૂકો કરો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી રાઈ, તલ ને મીઠો લીમડો નાખી મિક્સ કરો , હવે તેમાં ½ ચમચી હળદર નાખો ત્યાર એમાં અડધો કપ પાણી નાખી મિક્સ કરો હવે
તેમાં અડધો લીંબુનો રસ અને એક ચમચી ખાંડ નાખી બરાબર હલાવો, ત્યારબાદ તેમાં ભૂકો કરેલ ખમણ નાંખી બરોબર મિક્સ કરો , હવે તેમાં સુધારેલા લીલા ધાણા ઝીણી સેવ અને દાડમના દાણા નાખીને મિક્સ કરો, ત્યારબાદ ગેસ બંધ કરી નાખો
સર્વિંગ પ્લેટમાં દાડમ ના દાણા સજાવી પીરસો
સેવ ખમણી બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Meghna’s Food Magic ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ગુજરાતી સેવ ખમણી બનાવવાની રીત | gujarati sev khamani banavani rit
સેવ ખમણી બનાવવાની રીત | sev khamani recipe in gujarati | sev khamani banavani rit
Equipment
- 1 ઢોકરિયું
Ingredients
સેવ ખમણી નું ખમણ બનાવવા જરૂરી સામગ્રી
- 2 કપ બેસન
- 1-2 ચમચી ખાંડ
- 2-3 ચમચી આદુ ,લસણ ,મરચા ની પેસ્ટ
- 1 લીંબુ નો રસ
- ½ ચમચી હળદર
- 1-2 ચમચી તેલ
- 1 ½ કપ પાણી
- 1 ચમચી ઇનો
- સ્વાદ મુજબ મીઠું
સેવખમણી ના વઘાર માટે જરૂરી સામગ્રી
- ¼ કપ તેલ
- 1 ચમચી રાઈ
- 1-2 ચમચી સફેદ તલ
- ¼ ચમચી હિંગ
- 1 દાડી મીઠો લીમડા ના પાન
- ¼ ચમચી હળદર
- ½ લીંબુ નો રસ
- 1 ચમચી ચમચી ખાંડ
સેવ ખમણી ગાર્નિશ માટે જરૂરી સામગ્રી
- ¼ કપ લીલા ધાણા
- ½ કપ દાડમ ના દાણા
- 1 કપ જીણી સેવ
Instructions
સેવ ખમણીબનાવવાની રીત – sev khamani recipe in gujarati – sev khamani banavani rit
- સેવ ખમણી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બેસન લ્યો,બેસન માં સ્વાદ મુજબ મીઠું, હળદર, ખાંડ, આદુ લસણ મરચાની પેસ્ટ, તેલનાખી મિક્સ કરો
- હવે આ મિશ્રણમાં થોડું થોડું પાણી નાખી ને મીડિયમઘટ્ટ મિશ્રણ બનાવો, મિશ્રણ બરોબર મિક્સ થઇ જાય એટલે તેને એક બાજુ 10 મિનિટ ઢાંકી ને મૂકી દેવું
- હવે ગેસ પર ઢોકરિયા માં પાણી ગરમ કરવા મૂકો, હવે એક થાળી માં થોડું તેલ લગાડી તૈયાર કરો
- હવે બેસન ના મિશ્રણમાં 1 ચમચી ઇનો નાખો ને બરોબર મિકસ કરો, તૈયાર બેસન વાળું મિશ્રણ ને ગ્રીસ કરેલી થાળી માંનાખી દયો
- હવે તૈયાર થાળી ઢોકળીયા મૂકી 15 મિનિટ સુધી ચડવા દયો , 15 મિનિટ પછીચાકુ વડે ચેક કરી લ્યો ,બરોબર ચડી ગયું હોય તો તેને બહાર કાઢી ઠંડું થવા દો
- ઠંડું થાય એટલે તનો હાથ વડે અથવા ચમચા વડે ભૂકોકરો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમથાય એટલે તેમાં એક ચમચી રાઈ, તલ ને મીઠો લીમડો નાખી મિક્સકરો
- હવે તેમાં ½ ચમચી હળદર નાખો ત્યાર એમાં અડધો કપ પાણી નાખી મિક્સ કરો હવે
- તેમાં અડધો લીંબુનો રસ અને એક ચમચી ખાંડ નાખીબરાબર હલાવો, ત્યારબાદ તેમાં ભૂકો કરેલ ખમણ નાંખી બરોબર મિક્સ કરો
- હવે તેમાં સુધારેલા લીલા ધાણા ઝીણી સેવ અને દાડમના દાણા નાખીને મિક્સ કરો, ત્યારબાદ ગેસ બંધ કરી નાખો
- સર્વિંગ પ્લેટમાં સેવ ખમણી નાખી ઉપરથી સેવ અનેદાડમ ના દાણા સજાવી પીરસો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.
Yummmy I will try it
sure let us know hot it test