નમસ્તે મિત્રો, આજે આપણે જોઈશું ગુજરાત માં વધારે પસંદ કરાતી ગુજરાતી સફેદ કઢી બનાવવાની રીત. ગુજરાતી કઢી ખાટી મીઠી અને ખુબ જ ટેસ્ટી હોય છે, તેને દેશી સૂપ પણ કહીએ તો ચાલે કેમ કે શિયાળા મા તો આ કઢી ગરમા ગરમ એમ જ પીવાની પણ ખુબ જ મજ્જા આવે છે. આ કઢી ને ખીચડી, પુલાવ, રાઈસ, જીરા રાઈસ અથવા તો રોટલી ને શાક જોડે પીરસવામાં આવે છે. ને વળી શિયાળા મા તો આ કઢી ને બાજરા ના રોટલા સાથે ખાવાની ખુબ જ મજા આવે છે. તો ચાલો આપણે જોઈશું હવે આ ખાટી મીઠી ગુજરાતી કઢી બનાવવાની રીત, Gujarati kadhi banavani rit, Gujarati kadhi recipe in Gujarati.
Table of contents
ગુજરાતી કઢી બનાવવા જરૂરી સામગ્રી
- ૩.૫ કપ છાસ છાસ થોડી ખાટી લેવી
- ૩ મોટી ચમચી બેસન
- થોડાક મીઠા લીમડા ના પાન
- સ્વાદમુજબ મીઠું
- ૧ ઇંચ જેટલું આદુ
- ૧ આખું લાલ મરચું
- ૨ નંગ લીલું મરચું
- ૧ નાનો ટુકડો તજ
- ૨ મોટી ચમચી ખાંડ
- ૧ ચમચી મેથી દાણા
- ૧ ચમચી જીરું
- ૩ લવિંગ
- ૧ થી ૨ ચમચી સમારેલી કોથમરી
- ૧ ચમચી ઘી
Gujarati kadhi banavani rit
ગુજરાતી કઢી બનાવવાની રીત મા સૌ પ્રથમ આદુ અને મરચા લીધા છે તેની પેસ્ટ બનાવી લેવી.
પેસ્ટ બનાવી લીધા બાદ છાસ માં તે પેસ્ટ અને ૩ ચમચા બેસન નાખી બ્લેન્ડર થી પીસી લેવું.(બ્લેન્ડર ન હોય તો ઝરણી થી પણ મિક્સ કરી શકાય છે.)બેસન ના ગંઠા ન થાય એ રીતે બરાબર મિક્સ કરી લેવું.
હવે એ છાસ ને ગેસ પર ગરમ કરવા મુકવું અને હલાવતા રેવું જેથી નીચે ચોટી ન જાય. તેમાં ઉકાળો આવી ગયા બાદ હવે સાઈડ માં બીજા ગેસ પર એક પેઈન માં ઘી નાખી ગરમ કરવું.
ઘી થોડું ગરમ થાય એટલે તેમાં મેથી દાણા, આખું લાલ મરચું, તજ, લવિંગ, જીરું નાખી બરાબર સાંતળી લેવું. મેથી દાણા થોડા લાલ થાય ત્યાં સુદી સાંતળી લઇ હવે તેમાં મીઠા લીમડા ના થોડા પાન નાખી ગેસ બંદ કરી લેવું.
હવે આ તડકા ને આપણે જે કઢી ઉકળવા રાખી છે તેમાં નાખી બરાબર મિક્સ કરી લેવું. તેને ૨ થી ૩ મિનીટ માટે ઉકળવા દેવું જેથી કઢી અને તેમાં જે તડકા નાખ્યો છે તે બરાબર મિક્સ થઈ જાય.
કઢી થોડી ઉકળી ગયા પછી તેમાં સ્વાદાનુસાર મીઠું અને ખાંડ નાખી મિક્સ થવા દેવું. છેલ્લે તેમાં સમારેલી કોથમરી નાખી હલાવી લેવું. તો તૈયાર છે સર્વ કરવા માટે સ્વાદિષ્ટ ગરમા ગરમ ગુજરાતી કઢી.
NOTES
- આ કઢી ને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે જીણું સમારેલું એકાદ ટમેટું પણ નાખી શકાય છે.
- કઢી માં ખાંડ નું પ્રમાણ જરૂર મુજબ વધુ ઓછું લઇ શકાય છે.
- જો આખા મેથી દાણા ખાવામાં પસંદ ન હોય તો તેના બદલે કસુરી મેથી નો ઉપયોગ કરીએ તો પણ સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે.
- જો ઘી નો તડકો ન કરવો હોય તો તેલ થી પણ વઘાર કરીએ તો ચાલે.
Gujarati kadhi recipe in Gujarati
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sheetal’s Kitchen – Hindi ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ગુજરાતી કઢી બનાવવાની રીત
ગુજરાતી કઢી બનાવવાની રીત | Gujarati kadhi banavani rit | Gujarati kadhi recipe in Gujarati | kadhi banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
કઢી બનાવવા જરૂરી સામગ્રી | kadhi banava jaruri samgri
- 3.5 કપ છાસ (છાસ થોડી ખાટી લેવી )
- 3 મોટી ચમચી બેસન
- થોડાક મીઠા લીમડા ના પાન
- સ્વાદ મુજબ મીઠું
- 2 નંગ લીલું મરચું
- 1 ઇંચ જેટલું આદુ
- 1 આખું લાલ મરચું
- 3 લવિંગ
- 1 નાનો ટુકડો તજ
- 2 મોટી ચમચી ખાંડ
- 1 ચમચી મેથી દાણા
- 1 ચમચી જીરું
- 1-2 ચમચી સમારેલી કોથમરી
- 1 ચમચી ચમચી ઘી
Instructions
કઢી બનાવવાની રીત | kadhi banavani rit | gujarati kadhi | kadhi recipe in gujarati
- સૌ પ્રથમ આદુ અને મરચા લીધા છે તેની પેસ્ટ બનાવીલેવી.
- પેસ્ટ બનાવી લીધા બાદ છાસ માં તે પેસ્ટ અને ૩ચમચા બેસન નાખી બ્લેન્ડર થી પીસી લેવું.(બ્લેન્ડર ન હોય તો ઝરણી થી પણ મિક્સ કરીશકાય છે.)બેસન ના ગંઠા ન થાય એ રીતે બરાબર મિક્સ કરી લેવું.
- હવે એ છાસ ને ગેસ પર ગરમ કરવા મુકવું અને હલાવતારેવું જેથી નીચે ચોટી ન જાય. તેમાં ઉકાળો આવી ગયા બાદ હવે સાઈડ માં બીજા ગેસ પર એકપેઈન માં ઘી નાખી ગરમ કરવું.
- ઘી થોડું ગરમ થાય એટલે તેમાં મેથી દાણા, આખુંલાલ મરચું, તજ, લવિંગ, જીરું નાખી બરાબર સાંતળી લેવું. મેથી દાણા થોડા લાલ થાયત્યાં સુદી સાંતળી લઇ હવે તેમાં મીઠા લીમડા ના થોડા પાન નાખી ગેસ બંદ કરી લેવું.
- હવે આ તડકા ને આપણે જે કઢી ઉકળવા રાખી છે તેમાંનાખી બરાબર મિક્સ કરી લેવું. તેને ૨ થી ૩ મિનીટ માટે ઉકળવા દેવું જેથી કઢી અનેતેમાં જે તડકા નાખ્યો છે તે બરાબર મિક્સ થઈ જાય.
- કઢી થોડી ઉકળી ગયા પછી તેમાં સ્વાદાનુસાર મીઠુંઅને ખાંડ નાખી મિક્સ થવા દેવું. છેલ્લે તેમાં સમારેલી કોથમરી નાખી હલાવી લેવું. તોતૈયાર છે સર્વ કરવા માટે સ્વાદિષ્ટ ગરમા ગરમ ગુજરાતી કઢી.
kadhi recipe in Gujarati notes
- આ કઢી ને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે જીણું સમારેલું એકાદ ટમેટું પણ નાખી શકાય છે.
- કઢી માં ખાંડ નું પ્રમાણ જરૂર મુજબ વધુ ઓછું લઇ શકાય છે.
- જો આખા મેથી દાણા ખાવામાં પસંદ ન હોય તો તેના બદલે કસુરી મેથી નો ઉપયોગ કરીએ તો પણ સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે.
- જો ઘી નો તડકો ન કરવો હોય તો તેલ થી પણ વઘાર કરીએ તો ચાલે.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
આખા રીંગણા બટેટા નું શાક | Akha ringan bateta nu shaak
મિક્સ દાળ નો હાંડવો બનાવવાની રીત | હાંડવો બનાવવાની રીત | mix dal no handvo recipe in Gujarati