અત્યાર સુંધી આપણે બહાર કે ઘરે ઘણી વખત મંચુરિયન બનાવ્યા અને મજા લીધી છે પણ આજ આપણે થોડા હેલ્થી અને ખૂબ જ ટેસ્ટી લાગે એવા મંચુરિયન બનાવશું જે ઘર ના નાના મોટા દરેક ને પસંદ આવશે તો ચાલો Green Manchurian – ગ્રીન મંચુરિયન બનાવવાની રેસીપી શીખીએ.
મંચુરિયન બોલ્સ બનાવવા માટેની સામગ્રી
- છીણેલી પાનકોબી 2
- ઝીણું સમારેલું લસણ 1 ચમચી
- આદુ ની પેસ્ટ 1 ચમચી
- લીલા મરચા સુધારેલા 2-3
- લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
- ઝીણી સમારેલી પાલક 3-4 ચમચી
- મેંદા નો લોટ / ચોખા નો લોટ 4-5 ચમચી
- કોર્ન ફ્લોર 4-5 ચમચી
- હળદર ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- તરવા માટે તેલ
મંચુરિયન ના વઘાર માટેની સામગ્રી
- તેલ 2-3 ચમચી
- ઝીણું સમારેલું લસણ 2 ચમચી
- ઝીણું સમારેલું આદુ 1 ચમચી
- કેપ્સીકમ ઝીણું સમારેલું ½
- ગ્રીન ચીલી સોસ 1 ચમચી
- પાલક ની પ્યુરી ¼ કપ
- ડાર્ક સોયાસોસ ½ ચમચી
- પાણી ½ કપ
- કોર્ન ફ્લોર 3-4 ચમચી
- મરી પાઉડર ¼ ચમચી
- વિનેગર / લીંબુનો રસ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
Green Manchurian banavani recipe
ગ્રીન મંચુરિયન બનાવવા સૌપ્રથમ પાનકોબી ને સાવ ઝીણી છીણી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને પા ચમચી હળદર નાખી મિક્સ કરી દસ મિનિટ માટે એક બાજુ મૂકો. દસ મિનિટ પછી કોબી ને હાથ થી દબાવી પાણી નીચોવી કથરોટ માં નાખતા જાઓ. હવે એમાં ઝીણું સમારેલું લસણ, ઝીણું સમારેલું આદુ, લીલા ધાણા સુધારેલા, ઝીણી સમારેલી પાલક અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી બરોબર મોક્ષ કરી લ્યો.
હવે એમાં ચાળી ને મેંદા નો લોટ/ ચોખાનો લોટ, કોર્ન ફ્લોર નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાંથી નાની સાઇઝ ના બોલ્સ બનાવી લ્યો અને એક બાજુ મૂકો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ બોલ્સ નાખી બે મિનિટ એમજ રહેવા દયો અને બે મિનિટ પછી ઝારા થી હલાવી લ્યો અને ગોલ્ડ થાય ત્યાં સુંધી તરી લ્યો અને બીજા વાસણમાં કાઢી લ્યો.
મંચુરિયન ના વઘાર ની રીત
હવે પાલક ને સાફ કરી ધોઈ લ્યો ત્યાર બાદ ગરમ પાણીમાં નાખી પાંચ મિનિટ રહેવા દયો અને ત્યાર બાદ ઠંડા પાણી માં નાખી ઠંડી કરી વધારા નું પાણી નિતારી મિક્સર જાર માં નાખી પ્યુરી બનાવી લ્યો. હવે ગેસ પર કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં ઝીણું સમારેલું લસણ, ઝીણું સમારેલું આદુ, લીલા મરચા સુધારેલા નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
ત્યાર બાદ એમાં કેપ્સીકમ નાખી એક થી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ગ્રીન ચીલી સોસ નાખો અને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પાલક નો પલ્પ, મરી પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને એમાં સોયા સોસ નાખો મિક્સ કરી લ્યો અને અડધા કપ પાણીમાં કોર્ન ફ્લોર નાખી મિક્સ કરી તૈયાર પાણી ને ગ્રેવી માં નાખી મિક્સ કરી લ્યો અને એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો.
ત્યાર બાદ ગ્રેવી થોડી ઘટ્ટ થાય એટલે એમાં તરી રાખેલ બોલ્સ નાખો અને સાથે વિનેગર / લીંબુનો રસ નાખી મિક્સ કરી ગેસ બંધ કરી લીલા ધાણા સુધારેલા નાખી ગરમ ગરમ સર્વ કરો ગ્રીન મંચુરિયન.
Manchurian recipe notes
- અહી તમારા પાસે લીલું લસણ હોય તો એ પણ વાપરી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ગ્રીન મંચુરિયન બનાવવાની રેસીપી

Green Manchurian banavani recipe
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
- 1 છીણી
Ingredients
મંચુરિયન બોલ્સ બનાવવા માટેની સામગ્રી
- 2 છીણેલી પાનકોબી
- 1 ચમચી ઝીણું સમારેલું લસણ
- 1 ચમચી આદુ ની પેસ્ટ
- 2-3 લીલા મરચા સુધારેલા
- 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
- 3-4 ચમચી ઝીણી સમારેલી પાલક
- 4-5 ચમચી મેંદા નો લોટ / ચોખા નો લોટ
- 4-5 ચમચી કોર્ન ફ્લોર
- ½ ચમચી હળદર
- મીઠું સ્વાદ મુજબ
- તરવા માટે તેલ
મંચુરિયન ના વઘાર માટેની સામગ્રી
- 2-3 ચમચી તેલ
- 2 ચમચી ઝીણું સમારેલું લસણ
- 1 ચમચી ઝીણું સમારેલું આદુ
- ½ કેપ્સીકમ ઝીણું સમારેલું
- 1 ચમચી ગ્રીન ચીલી સોસ
- ¼ કપ પાલક ની પ્યુરી
- ½ ચમચી ડાર્ક સોયાસોસ
- ½ કપ પાણી
- 3-4 ચમચી કોર્ન ફ્લોર
- ¼ ચમચી મરી પાઉડર
- 1 વિનેગર / લીંબુનો રસ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Green Manchurian banavani recipe
- ગ્રીન મંચુરિયન બનાવવા સૌપ્રથમ પાનકોબી ને સાવ ઝીણી છીણી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને પા ચમચી હળદર નાખી મિક્સ કરી દસ મિનિટ માટે એક બાજુ મૂકો. દસ મિનિટ પછી કોબી ને હાથ થી દબાવી પાણી નીચોવી કથરોટ માં નાખતા જાઓ. હવે એમાં ઝીણું સમારેલું લસણ, ઝીણું સમારેલું આદુ, લીલા ધાણા સુધારેલા, ઝીણી સમારેલી પાલક અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી બરોબર મોક્ષ કરી લ્યો.
- હવે એમાં ચાળી ને મેંદા નો લોટ/ ચોખાનો લોટ, કોર્ન ફ્લોર નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાંથી નાની સાઇઝ ના બોલ્સ બનાવી લ્યો અને એક બાજુ મૂકો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ બોલ્સ નાખી બે મિનિટ એમજ રહેવા દયો અને બે મિનિટ પછી ઝારા થી હલાવી લ્યો અને ગોલ્ડ થાય ત્યાં સુંધી તરી લ્યો અને બીજા વાસણમાં કાઢી લ્યો.
મંચુરિયન ના વઘાર ની રીત
- હવે પાલક ને સાફ કરી ધોઈ લ્યો ત્યાર બાદ ગરમ પાણીમાં નાખી પાંચ મિનિટ રહેવા દયો અને ત્યાર બાદ ઠંડા પાણી માં નાખી ઠંડી કરી વધારા નું પાણી નિતારી મિક્સર જાર માં નાખી પ્યુરી બનાવી લ્યો. હવે ગેસ પર કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં ઝીણું સમારેલું લસણ, ઝીણું સમારેલું આદુ, લીલા મરચા સુધારેલા નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
- ત્યાર બાદ એમાં કેપ્સીકમ નાખી એક થી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ગ્રીન ચીલી સોસ નાખો અને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પાલક નો પલ્પ, મરી પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને એમાં સોયા સોસ નાખો મિક્સ કરી લ્યો અને અડધા કપ પાણીમાં કોર્ન ફ્લોર નાખી મિક્સ કરી તૈયાર પાણી ને ગ્રેવી માં નાખી મિક્સ કરી લ્યો અને એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો.
- ત્યાર બાદ ગ્રેવી થોડી ઘટ્ટ થાય એટલે એમાં તરી રાખેલ બોલ્સ નાખો અને સાથે વિનેગર / લીંબુનો રસ નાખી મિક્સ કરી ગેસ બંધ કરી લીલા ધાણા સુધારેલા નાખી ગરમ ગરમ સર્વ કરો ગ્રીન મંચુરિયન.
Notes
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Chukoni banavani rit | ચુકોની બનાવવાની રીત
ragi ni idli banavani rit | રાગી ની ઈડલી બનાવવાની રીત
Soji bataka ni stuffed idli banavani rit | સોજી બટાકા ની સ્ટફ્ડ ઈડલી
Murukku banavani rit | મુરુક્કુ બનાવવાની રીત
vatana bataka ni sandwich banavani rit | વટાણા બટાકા ની સેન્ડવીચ બનાવવાની રીત