નમસ્તે મિત્રો આજે આપણે ગોટલી નો મસાલા મુખવાસ બનાવવાની રીત – Gotli no masala mukhvas banavani rit શીખીશું. આ મુખવાસ માં વિટામિન બી 12 થી ભરપુર કેરી / આંબા ની ગોટલી તો છે, If you like the recipe do subscribe kitchen kraft recipes YouTube channel on YouTube , જ સાથે એમાં પાચન ને પેટની તકલીફ માં ફાયદા સાથે મોઢા ને ફ્રેશ કરતો મુખવાસ બનાવવાની રીત શીખીશું. જે ખૂબ જ ટેસ્ટી લાગે છે ને સાથે એક વખત બનાવી ને બાર મહિના સાચવી ને બી 12 ની ઉણપ ને દુર કરીએ, તો ચાલો Gotli masala mukhvas recipe in gujarati શીખીએ.
ગોટલી નો મસાલા મુખવાસ બનાવવા જરૂરી સામગ્રી
- કેરી / આંબા ની ગોટલી 15-20 / 500 ગ્રામ આશરે
- હળદર 1-2 ચમચી
- ઘી 1-2 ચમચી
- શેકેલ જીરું પાઉડર 1 ચમચી
- અજમા નો પાઉડર 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર / મરી પાઉડર ½ ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- સંચળ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
ગોટલી નો મસાલા મુખવાસ બનાવવાની રીત
ગોટલી નો મસાલા મુખવાસ બનાવવા સૌપ્રથમ કેરી કે આંબા ની ગોટલી ને ધાસ્તા થી તોડી ને અંદર થી ગોટલી કાઢી લ્યો આમ બધી જ ગોટલી કાઢી ને ધોઇ લ્યો ત્યાર બાદ એક મોટા વાસણમાં ધોઇ ને રાખેલ ગોટલી નાખો સાથે ગોટલી ડૂબે એટલું પાણી ને સ્વાદ મુજબ મીઠું, હળદર નાખી ને મિક્સ કરી ઢાંકી ને પાંચ છ કલાક પલાળી ને મૂકો.
છ કલાક પછી ગોટલી ને હળદર મીઠા વાળા પાણી સાથે કુકર માં નાખો ને કુકર નું ઢાંકણ બંધ કરી મીડીયમ તાપે ત્રણ સિટી વગાડી લ્યો ત્રણ સીટી પછી ગેસ બંધ કરી ને કુકર માંથી હવા નીકળવા દયો ને હવા નીકળી જાય એટલે કુકર ખોલી ચારણી માં કાઢી પાણી થી અલગ કરી લ્યો ને ઠંડી કરવા મૂકો.
ગોટલી ઠંડી થાય એટલે ગોટલી પર ના ફોતરા અલગ કરી લ્યો ને ઝીણી ઝીણી સુધારી લ્યો અથવા મોટી છીણી વડે છીણી લ્યો આમ બધી ગોટલી ને છીણી લીધા બાદ સાફ કપડા પર અથવા મોટી થાળી માં ફેલાવી ને ચોવીસ કલાક ઘરમાં સૂકવી લ્યો. ગોટલી બિલકુલ સુકાઈ ને ક્રિસ્પી થાય ત્યાં સુંધી સુકાવો.
હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં સૂકવેલા ગોટલી નાખી ધીમા તાપે હલાવતા રહો ચાર પાંચ મિનિટ સેકી ને ક્રિસ્પી કરી લ્યો ત્યાર બાદ એમાં શેકેલ જીરું પાઉડર, અજમા નો પાઉડર, મરી પાઉડર / લાલ મરચાનો પાઉડર, સંચળ, આમચૂર પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો.
મુખવાસ ને બીજા વાસણમાં કાઢી લ્યો ને ઠંડો થવા દયો ને મુખવાસ બિલકુ ઠંડો થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને ત્યાર બાદ બાર મહિના સુધી મજા લ્યો ગોટલી નો મસાલા મુખવાસ.
Gotli masala mukhvas recipe in gujarati notes
- જો તમને આ મુખવાસ નો બાર મહિના સુંધી ફ્રેશ સ્વાદ લેવો હોય તો જેમ આપણે વરિયાળી નો મુખવાસ દર મહિને શેકીએ એમ ગોટલી ને સૂકવી ને ડબ્બા માં ભરી લ્યો ને થોડી થોડી શેકી ને મસાલા નાખી મિક્સ કરી તૈયાર કરશો તો મુખવાસ ખૂબ ટેસ્ટી લાગશે.
- મસાલા તમે તમારા ટેસ્ટ મુજબ વધુ ઓછા કરી શકો છો.
Gotli no masala mukhvas banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર kitchen kraft recipes ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Gotli masala mukhvas recipe in gujarati
ગોટલી નો મસાલા મુખવાસ બનાવવાની રીત | Gotli no masala mukhvas banavani rit | Gotli masala mukhvas recipe in gujarati
Equipment
- 1 કડાઈ
- 1 કુકર
Ingredients
ગોટલી નો મસાલા મુખવાસ બનાવવા જરૂરી સામગ્રી
- 500 ગ્રામ કેરી / આંબા ની ગોટલી15-20 / આશરે
- 1-2 ચમચી હળદર
- 1-2 ચમચી ઘી
- 1 ચમચી શેકેલ જીરું પાઉડર 1 ચમચી
- 1 ચમચી અજમાનો પાઉડર 1 ચમચી
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર / મરી પાઉડર ½ ચમચી
- 1 ચમચી આમચૂર પાઉડર 1 ચમચી
- 1 ચમચી સંચળ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
Instructions
ગોટલી નો મસાલા મુખવાસ | Gotli no masala mukhvas |Gotli masala mukhvas recipe
- ગોટલી નો મસાલા મુખવાસ બનાવવા સૌપ્રથમ કેરી કે આંબા ની ગોટલી ને ધાસ્તા થી તોડી ને અંદર થી ગોટલી કાઢી લ્યો આમ બધી જ ગોટલી કાઢી ને ધોઇ લ્યો ત્યાર બાદ એક મોટા વાસણમાં ધોઇ નેરાખેલ ગોટલી નાખો સાથે ગોટલી ડૂબે એટલું પાણી ને સ્વાદ મુજબ મીઠું, હળદર નાખી ને મિક્સ કરી ઢાંકીને પાંચ છ કલાક પલાળી ને મૂકો.
- છ કલાક પછી ગોટલી ને હળદર મીઠા વાળા પાણી સાથે કુકર માં નાખો ને કુકર નું ઢાંકણ બંધ કરી મીડીયમતાપે ત્રણ સિટી વગાડી લ્યો ત્રણ સીટી પછી ગેસ બંધ કરી ને કુકર માંથી હવા નીકળવા દયોને હવા નીકળી જાય એટલે કુકર ખોલી ચારણી માં કાઢી પાણી થી અલગ કરી લ્યો ને ઠંડી કરવા મૂકો.
- ગોટલી ઠંડી થાય એટલે ગોટલી પર ના ફોતરા અલગ કરી લ્યો ને ઝીણી ઝીણી સુધારી લ્યો અથવા મોટી છીણી વડે છીણી લ્યો આમ બધી ગોટલી ને છીણી લીધા બાદ સાફ કપડા પર અથવા મોટી થાળી માં ફેલાવી ને ચોવીસ કલાક ઘરમાં સૂકવી લ્યો. ગોટલી બિલકુલ સુકાઈ ને ક્રિસ્પી થાય ત્યાં સુંધી સુકાવો.
- હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં સૂકવેલા ગોટલીનાખી ધીમા તાપે હલાવતા રહો ચાર પાંચ મિનિટ સેકી ને ક્રિસ્પી કરી લ્યો ત્યાર બાદ એમાંશેકેલ જીરું પાઉડર, અજમા નો પાઉડર, મરી પાઉડર / લાલમરચાનો પાઉડર, સંચળ, આમચૂર પાઉડર નાખી મિક્સકરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો.
- મુખવાસ ને બીજા વાસણમાં કાઢી લ્યોને ઠંડો થવા દયો ને મુખવાસ બિલકુ ઠંડો થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને ત્યારબાદ બાર મહિના સુધી મજા લ્યો ગોટલી નો મસાલા મુખવાસ.
Gotli masala mukhvas recipe in gujarati notes
- જો તમનેઆ મુખવાસ નો બાર મહિના સુંધી ફ્રેશ સ્વાદ લેવો હોય તો જેમ આપણે વરિયાળી નો મુખવાસ દરમહિને શેકીએ એમ ગોટલી ને સૂકવી ને ડબ્બા માં ભરી લ્યો ને થોડી થોડી શેકી ને મસાલા નાખી મિક્સ કરી તૈયાર કરશો તો મુખવાસ ખૂબ ટેસ્ટી લાગશે.
- મસાલા તમે તમારા ટેસ્ટ મુજબ વધુ ઓછા કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
બે પડવાળી રોટલી બનાવવાની રીત | be pad vadi rotli banavani rit
સફેદ કઢી બનાવવાની રીત | safed kadhi banavani rit | safed kadhi recipe in gujarati
કેરી નું શાક બનાવવાની રીત | keri nu shaak banavani rit | keri nu shaak recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.