નમસ્તે મિત્રો આજે આપણે સાઉથ ઈન્ડિયન વાનગી ગોલી ઈડલી બનાવવાની રીત શીખીશું. આમ તો સાઉથ ની દરેક વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે ને આજ કાલ તો ગોલી ઈડલી ખૂબ જ ખવાતી વાનગી છે ને ગોલી ઈડલી મોટા ને તો ભાવે છે જ પણ નાના બાળકો ને ખુબજ ખુશ થઈ ને ખાતા હોય છે જે બાળકો ને નાસ્તા માં , સ્કૂલ ના લંચ બોકસ માં કે સાંજ ના નાસ્તા માં આપો તો ખૂબ જ ખુશ થઈ ને ખાશે. તો એક વાર ચોક્કસ ઘરે બનાવજો ગોલી ઈડલી. તો ચાલો જોઈએ ગોલી ઈડલી બનાવવાની રીત, goli idli recipe in gujarati , goli idli banavani rit.
ગોલી બનાવવા જરૂરી સામગ્રી | goli idli recipe in gujarati
- ચોખા નો લોટ 1 ½ કપ
- પાણી 1 ½ કપ
- ઘી 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
ગોલી ઈડલી ના વઘાર માટે ની સામગ્રી
- તેલ 2 ચમચી
- રાઈ 1 ચમચી
- ચણા દાળ 1 ચમચી
- ઉદડ દાળ 1 ચમચી
- તલ 2 ચમચી
- 1-2 સૂકા લાલ મરચા
- છીણેલું આદુ 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- 1-2 લીલા મરચા સુધારેલા
- મીઠા લીમડા ના પાન 8-10
- ¼ કપ લીલા ધાણા સુધારેલા
ગોલી ઈડલી બનાવવાની રીત
ગોલી ઈડલી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં દોઢ કપ પાણી ગરમ કરવા મૂકો , પાણી ગરમ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું નાખો , ત્યાર બાદ એમાં એક ચમચી ઘી / તેલ નાખો ને પાણી ને ઉકાળો ,
પાણી ઉકળે એટલે એમાં દોઢ કપ ચોખા નો લોટ નાખી ચમચા વડે બરોબર મિક્સ કરો, ત્યાર બાદ ઢાંકણ ઢાંકી ધીમા તાપે 4-5 મિનિટ ચડાવો , પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી ને ચોખા નું મિશ્રણ બીજા વાસણ માં કાઢી થોડું ઠંડુ થવા દયો
મિશ્રણ ઠંડુ થાય એટલે હાથ વડે મસળી ને સોફ્ટ લોટ બાંધી લ્યો ( લોટ બાંધવા જરૂર લાગે તો થોડું ગરમ પાણી નાખવું) , લોટ બરોબર સમુથ થઈ જાય એટલે એમાંથી નાની નાની ગોળી બનાવી લ્યો બનાવેલી ગોલી ને ચારણીમાં મૂકો
હવે ગેસ પર એક ઢોકરિયા માં પાણી નાખી ઢાંકણ ઢાંકી પાણી ઉકાળો , પાણી ઉકળવા લાગે એટલે એમાં કાંઠો મૂકી ગોલી વાળી ચારણી મૂકો ને ઢાંકણ ઢાંકી દસ પંદર મિનિટ ચડાવો
પંદર મિનિટ ગોલી ચડવ્યા બાદ ગોલી વાળી ચારણી બહાર કાઢી ઠંડી થવા દયો , હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરો , તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, ચણા દાળ, ઉદળ દાળ , તલ ને સૂકા લાલ મરચા નાખી હલાવો
ત્યાર બાદ હિંગ , મીઠા લીમડા ના પાન, લીલા મરચા સુધારેલા ને છીણેલું આદુ નાખી મિક્સ કરો , ત્યાર બાદ એમાં બાફેલી ગોલી નાખી મિક્સ કરો ત્યાર બાદ ઢાંકણ ઢાંકી 4-5 મિનિટ ચડાવો ,છેલ્લે ગેસ બંધ કરો ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ચટણી સાથે પીરસો
Goli recipe NOTES
- છેલ્લે ગોલી ઈડલી માં તમે સંભાર મસાલો 1-2 ચમચી નાખશો તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે
Goli idli banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Goli idli recipe in gujarati
ગોલી ઈડલી બનાવવાની રીત | goli idli recipe in gujarati | goli idli banavani rit
Equipment
- 1 ઢોકરિયું
- 1 કડાઈ
Ingredients
ગોલી બનાવવા જરૂરી સામગ્રી | goli idli recipe in gujarati
- 1 ½ કપ ચોખા નો લોટ
- 1 ½ કપ પાણી
- 1 ચમચી ઘી
- સ્વાદ મુજબ મીઠું
ગોલી ઈડલી ના વઘાર માટે ની સામગ્રી
- 2 ચમચી તેલ
- 1 ચમચી રાઈ
- 1 ચમચી ચણા દાળ
- 1 ચમચી ઉદડ દાળ
- 2 ચમચી તલ
- 1-2 સૂકા લાલ મરચા
- 1 છીણેલું આદુ 1
- ¼ ચમચી હિંગ
- 1-2 સુધારેલા લીલા મરચા
- 8-10 મીઠા લીમડા ના પાન
- ¼ કપ લીલા ધાણા સુધારેલા
Instructions
ગોલી ઈડલી બનાવવાની રીત – goli idli recipe in gujarati – goli idli banavani rit
- ગોલી ઈડલી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં દોઢ કપ પાણી ગરમ કરવા મૂકો
- પાણી ગરમ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું નાખો
- ત્યારબાદ એમાં એક ચમચી ઘી / તેલ નાખો ને પાણી ને ઉકાળો
- પાણી ઉકળે એટલે એમાં દોઢ કપ ચોખા નો લોટ નાખી ચમચા વડે બરોબર મિક્સ કરો
- ત્યારબાદ ઢાંકણ ઢાંકી ધીમા તાપે 4-5 મિનિટ ચડાવો
- પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી ને ચોખા નું મિશ્રણ બીજા વાસણ માં કાઢી થોડું ઠંડુ થવા દયો
- મિશ્રણ ઠંડુ થાય એટલે હાથ વડે મસળી ને સોફ્ટ લોટ બાંધી લ્યો ( લોટ બાંધવા જરૂર લાગે તો થોડુંગરમ પાણી નાખવું)
- લોટ બરોબર સમુથ થઈ જાય એટલે એમાંથી નાની નાની ગોળી બનાવી લ્યો બનાવેલી ગોલી ને ચારણીમાંમૂકો
- હવે ગેસ પર એક ઢોકરિયા માં પાણી નાખી ઢાંકણ ઢાંકી પાણી ઉકાળો
- પાણી ઉકળવા લાગે એટલે એમાં કાંઠો મૂકી ગોલી વાળી ચારણી મૂકો ને ઢાંકણ ઢાંકી દસ પંદર મિનિટચડાવો
- પંદર મિનિટ ગોલી ચડવ્યા બાદ ગોલી વાળી ચારણી બહાર કાઢી ઠંડી થવા દયો
- હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરો
- તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, ચણા દાળ, ઉદળ દાળ , તલ ને સૂકા લાલ મરચા નાખી હલાવો
- ત્યારબાદ હિંગ , મીઠા લીમડાના પાન, લીલા મરચા સુધારેલા ને છીણેલું આદુ નાખી મિક્સ કરો
- ત્યારબાદ એમાં બાફેલી ગોલી નાખી મિક્સ કરો ત્યાર બાદ ઢાંકણ ઢાંકી 4-5 મિનિટ ચડાવો
- છેલ્લે ગેસ બંધ કરો ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ચટણી સાથે પીરસો
goli idli recipe notes
- છેલ્લે ગોલી ઈડલી માં તમે સંભાર મસાલો 1-2 ચમચી નાખશો તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે
આવીજ બીજી સ્વાદિષ્ટ સાઉથ ઇન્ડિયન રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
ઈડલી સંભાર બનાવવાની રીત | idli sambar banavani rit | idli sambar recipe in gujarati
મેંદુ વડા બનાવવાની રેસીપી | Medu vada banavani rit | medu vada recipe in gujarati
Wah ખુબજ સરળ રેસીપી રીત છે.. થેંક્યું share કરવા બદલ
welcome
આજ જરૂરથી બનાવીશ બાળકો માટે.. થેક્યું
વેલકમ બનાવ્યા પછી ફરીથી અભિપ્રાય જરૂર થી જણાવશો સ્વાદમા કેવી લાગી વાનગી