નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું ગોળ લીંબુનું શરબત આમ જોવા જઈએ તો બધા લીંબુ પાણી ના ફાયદા લીંબુ શરબત ના ફાયદા લીંબુ સોડા ના ફાયદા વિશે ઘણું જાણતા જ હોય છે પરંતુ ખાંડ કરતાં પણ વધારે ગોળ હેલ્દી તેમજ સ્વાસ્થ્યવર્ધક હોય છે તેથી જ જ્યારે લીંબુ અને ગોળ નું મિશ્રણ કરી આપણે શરબત તૈયાર કરીએ છીએ તો એ શરબત વધુ હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક કારક થાય છે અત્યારે જ્યારે બધાને પોતાની ઇમ્યુનિટી સારી રાખવાની છે ત્યારે આ શરબત શરીરને ઠંડક તો આપે છે સાથે સાથે શરીરમાં ઇમ્યુનિટી પણ વધારે રાખે છે તો ચાલો આજે આપણે બનાવતા શીખીએ ગોળ લીંબુ નો શરબત બનાવવાની રીત, god limbu no sarbat recipe in Gujarati.
ગોળ લીંબુ નો શરબત બનાવવા જરૂરી સામગ્રી
- 100 ગ્રામ ગોળ
- 4 ગ્લાસ પાણી
- 1½ લીંબુ નો રસ
- ½ ચમચી સંચળ
- ½ ચમચી મીઠું
- 5-6 પાન ફુદીનો
- 1 નાનો ટુકડો આદુ
God limbu no sarbat recipe in Gujarati
ગોળ લીંબુનો શરબત બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં ગોળ લ્યો , તેમાં ચાર ગ્લાસ પાણી નાખી બરોબર મિક્સ કરો
હવે તેમાં આદુ છીની નાખો , દસ મિનિટ ગોળ આદુ ને પલળવા ઢાંકણ ઢાંકી એક બાજુ મૂકી દો , ગોળ પાલડી જાય એટલે તેને ચમચા વડે બરોબર હલાવી તેમાં સ્વાદ મુજબ મીઠું સંચળ અને લીંબુનો રસ નાંખી બરાબર મિક્સ કરો
ત્યારબાદ મિશ્રણને એક બીજા વાસણમાં ગરણી વડે ગળી લેવી જેથી છીણેલું આદુના અલગ થઈ જાય , ત્યારબાદ સર્વિસ ગ્લાસમાં બરફના ટુકડા ફુદીનાના પાન અને લીંબુની સ્લાઈસથી નાખી તેમાં શરબત નાખો
ઠંડા ઠંડા શરબત ની મજા માણો ગોળ લીંબુનો શરબત
NOTES
શરબતમાં જો તમને ગમે તો મરી પાવડર, શેકેલા જીરાનો ભૂકો અથવા વરિયાળીનો ભૂકો પણ નાંખી શકો છો
ગોળ લીંબુ નો શરબત બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Unsullied Foods ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ગોળ લીંબુ નો શરબત
ગોળ લીંબુ નો શરબત બનાવવાની રીત | God limbu no sarbat recipe
Ingredients
ગોળ લીંબુ નો શરબત બનાવવા જરૂરી સામગ્રી
- 100 ગ્રામ ગોળ
- 4 ગ્લાસ પાણી
- 1½ લીંબુ નો રસ
- ½ ચમચી સંચળ
- ½ ચમચી મીઠું
- 5-6 પાન ફુદીનો
- 1 નાનો ટુકડો આદુ
Instructions
ગોળ લીંબુ નો શરબત બનાવવાની રીત – God limbu no sarbat recipe
- ગોળ લીંબુનો શરબત બનાવવા સૌ પ્રથમ એક વાસણમાંગોળ લ્યો
- તેમાં ચાર ગ્લાસ પાણી નાખી બરોબર મિક્સ કરો
- હવે તેમાં આદુ છીની નાખો
- દસ મિનિટ ગોળ આદુ ને પલળવા ઢાંકણ ઢાંકી એક બાજુમૂકી દો
- ગોળ પાલડી જાય એટલે તેને ચમચા વડે બરોબર હલાવીતેમાં સ્વાદ મુજબ મીઠું સંચળ અને લીંબુનો રસ નાંખી બરાબર મિક્સ કરો
- ત્યારબાદ મિશ્રણને એક બીજા વાસણમાં ગરણી વડેગળી લેવી જેથી છીણેલું આદુના અલગ થઈ જાય
- ત્યારબાદ સર્વિસ ગ્લાસમાં બરફના ટુકડા ફુદીનાનાપાન અને લીંબુની સ્લાઈસથી નાખી તેમાં શરબત નાખો
- ઠંડા ઠંડા શરબત ની મજા માણો ગોળ લીંબુનો શરબત
Notes
આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
આમ પન્ના બનાવવાની રીત | Aam panna recipe in Gujarati
સતુ નો શરબત બનાવવાની સરળ રીત | Sattu sharbat recipe in Gujarati
બદામ શેક બનાવવાની રીત | Badam milk shake recipe in Gujarati