નમસ્તે મિત્રો આજે આપણે ગીસોડા નું ભરેલું શાક બનાવવાની રીત – gisoda nu bharelu shaak banavani rit શીખીશું. ગીસોડા નું નામ આવતાં જ ઘરમાં બધાનું મોઢું બગડી જતું હોય છે કોઈ ને ખાવું નથી હોતું, If you like the recipe do subscribe Sangeeta’s World YouTube channel on YouTube , પણ આજ આપણે થોડું અલગ રીતે ખૂબ જ સ્વાદિષ્ટ શાક બનાવવાની રીત શીખીશું જે એક વખત ચાખ્યા પછી બીજી વખત બનાવવાનું ચોક્કસ કહે છે તો ચાલો ભરેલા ગિસોડા નું શાક બનાવવાની રીત – gisoda nu bharelu shaak recipe in gujarati શીખીએ.
ગીસોડા નું ભરેલું શાક બનાવવા જરૂરી સામગ્રી
- ગિસોડા 250 ગ્રામ
- તેલ 2-3 ચમચી
- જીરું 1 ચમચી
- હિંગ ¼ + ¼ ચમચી
- કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 2-3 ચમચી
- ધાણા જીરું પાઉડર 2-3 ચમચી
- હળદર ½ ચમચી
- ગરમ મસાલો ¼ ચમચી
- લસણ ની કણી 12-15
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
ગીસોડા નું ભરેલું શાક બનાવવાની રીત | ભરેલા ગિસોડા નું શાક બનાવવાની રીત
ગીસોડા નું ભરેલું શાક બનાવવા સૌપ્રથમ ગિસોડા ને ધોઇ લ્યો ત્યારે બાદ એને ચાકુથી છોલી ને સાફ કરી લ્યો. અને ફરીથી ધોઇ લ્યો. હવે આંગળી ની સાઇઝ ના લાંબા લાંબા કાપી ને કટકા કરી લ્યો ને દરેક કટકા માં વચ્ચે એક લાંબો કાપો પાડી એક બાજુ મૂકો આમ બધા જ કટકા માં કાપા પાડી લ્યો.
હવે એક લસણ અને લાલ મરચા નો પાઉડર લઈ ને ફૂટી ને પેસ્ટ બનાવી લ્યો ત્યાર બાદ એમાં ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, હળદર, મીઠું અને હિંગ નાખી ફૂટી ને પેસ્ટ બનાવી લ્યો ત્યાર બાદ એમાં તેલ અને લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો. આમ મસાલો બનાવી ને તૈયાર કરી લ્યો.
હવે ફૂટી ને તૈયાર કરેલ મસાલા ને એક એક ગિસોડા ના કાપા માં બરોબર દબાવી ને ભરી લ્યો આમ બધા જ ગિસોડા ભરી ને તૈયાર કરી લ્યો .
ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં ભેરલા ગિસોડા નાખી દયો ને ગેસ ધીમો કરી ઢાંકી ને દસ મિનિટ ચડવા દયો વચ્ચે બે ત્રણ મિનિટ એ ગિસોડા ને ચમચા થી ફેરવતા રહો જેથી બધી બાજુથી બરોબર ચડી જાય.
દસ મિનિટ પછી એમાં જો મસાલો બચેલ હોય તો એ નાખી ને હલકા હાથે મિક્સ કરી બીજી બે ચાર મિનિટ ચડાવી લ્યો ચાર મિનિટ પછી ગેસ બંધ કરી ગરમ ગરમ રોટલી પરોઠા સાથે સર્વ કરો ભરેલા ગિસોડા નું શાક.
gisoda nu bharelu shaak recipe in gujarati notes
- અહી તમે શાક ને થોડું તીખું બનાવું હોય તો થોડો તીખા લાલ મરચાનો પાઉડર પણ નાખી શકો છો.
- મસાલા ને તમે મિક્સર જાર માં પણ ફૂટી શકો છો.
gisoda nu bharelu shaak banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sangeeta’s World ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
gisoda nu bharelu shaak recipe in gujarati
ગીસોડા નું ભરેલું શાક | gisoda nu bharelu shaak banavani rit | gisoda nu bharelu shaak recipe in gujarati | ભરેલા ગિસોડા નું શાક બનાવવાની રીત
Equipment
- 1 કડાઈ
Ingredients
ગીસોડા નું ભરેલું શાક બનાવવા જરૂરી સામગ્રી
- 250 ગ્રામ ગિસોડા
- 2-3 ચમચી તેલ
- 1 ચમચી જીરું
- ¼ + ¼ ચમચી હિંગ
- 2-3 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
- 2-3 ચમચી ધાણા જીરું પાઉડર
- ½ ચમચી હળદર
- ¼ ચમચી ગરમ મસાલો
- 12-15 લસણની કણી
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
Instructions
ગીસોડા નું ભરેલું શાક | gisoda nu bharelu shaak banavani rit | gisoda nu bharelu shaak recipe in gujarati | ભરેલા ગિસોડા નું શાક
- ગીસોડા નું ભરેલું શાક બનાવવા સૌપ્રથમ ગિસોડા ને ધોઇ લ્યો ત્યારે બાદ એને ચાકુથી છોલી ને સાફ કરી લ્યો. અને ફરીથી ધોઇ લ્યો. હવે આંગળી ની સાઇઝ ના લાંબા લાંબા કાપી ને કટકા કરીલ્યો ને દરેક કટકા માં વચ્ચે એક લાંબો કાપો પાડી એક બાજુ મૂકો આમ બધા જ કટકા માં કાપાપાડી લ્યો.
- હવે એક લસણ અને લાલ મરચા નો પાઉડર લઈ ને ફૂટી ને પેસ્ટ બનાવી લ્યો ત્યાર બાદ એમાં ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, હળદર, મીઠું અને હિંગનાખી ફૂટી ને પેસ્ટ બનાવી લ્યો ત્યાર બાદ એમાં તેલ અને લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો. આમ મસાલો બનાવી ને તૈયાર કરી લ્યો.
- હવે ફૂટી ને તૈયાર કરેલ મસાલા ને એક એક ગિસોડા ના કાપા માં બરોબર દબાવી નેભરી લ્યો આમ બધા જ ગિસોડા ભરી ને તૈયાર કરી લ્યો .
- ત્યારબાદગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં ભેરલા ગિસોડા નાખી દયો ને ગેસ ધીમો કરી ઢાંકી ને દસ મિનિટ ચડવા દયોવચ્ચે બે ત્રણ મિનિટ એ ગિસોડા ને ચમચા થી ફેરવતા રહો જેથી બધી બાજુથી બરોબર ચડી જાય.
gisoda nu bharelu shaak recipe in gujarati notes
- અહીતમે શાક ને થોડું તીખું બનાવું હોય તો થોડો તીખા લાલ મરચાનો પાઉડર પણ નાખી શકો છો.
- મસાલાને તમે મિક્સર જાર માં પણ ફૂટી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
ત્રણ ફ્લેવર્સ ક્રિસ્પી નાસ્તો બનાવવાની રીત | crispy nasto banavani rit
દૂધીના થેપલા | dudhi na thepla | dudhi na thepla recipe
લીલી મકાઈ ની કટલેસ બનાવવાની રીત | lili makai ni cutlet banavani rit