નમસ્તે મિત્રો આજે ઘૂઘરા કેસે બનાતે હૈ એવા પ્રશ્ન પૂછતા મિત્રો ને ઘૂઘરા બનાવવાની રીત શીખવીશું. ઘૂઘરા મીઠા ને ખરા(તીખા) એમ બે પ્રકાર ના બને છે મીઠા ઘૂઘરા માં પણ માવા વાળા, ડ્રાય ફ્રુટ વાળા, ચોકલેટ વાળા ને ટ્રેડિશનલ સોજી ના સ્ટફિંગ વાળા એમ અલગ અલગ પ્રકારની સ્ટફિંગ વાળા બનતા હોય છે આજ આપણે ટ્રેડિશનલ રીત વાળા ઘૂઘરા બનાવશું જેને તમે એક વાર બનાવ્યા બાદ ઘણા લાંબા સમય સુધી ખાઈ શકો છો તો ચાલો તીખા મસાલેદાર ઘૂઘરા બનાવવાની રીત, ghughra recipe in gujarati language , ghughra banavani rit ,tikha ghughra banavani rit શીખીએ.
ઘૂઘરા બનાવવા જરૂરી સામગ્રી | ghughra banava jaruri samgree
- મેંદા નો લોટ 1 કપ
- સોજી 4-5 ચમચી
- સૂકા નારિયળ નું છીણ 2-3 ચમચી
- પીસેલી ખાંડ 4-5 ચમચી
- બદામ ની કતરણ 2-3 ચમચી
- કાજુ ની કતરણ 2-3 ચમચી
- પિસ્તા ની કતરણ 1-2 ચમચી
- કીસમીસ 1-2 ચમચી
- એલચી પાવડર ¼ ચમચી
- ઘી ½ કપ તરવા માટે ઘી / તેલ
ઘૂઘરા બનાવવાની રીત | ghughra banavani rit
ઘૂઘરા બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એક કડાઈ ગરમ કરવા મૂકો , હવે કડાઈ માં બે ત્રણ ચમચી ઘી નાખી ઘી ને ગરમ કરો
ઘી બરોબર ગરમ થાય એટલે તેમાં સોજી નાખી ચમચા વડે હલાવી ધીમા તાપે સોજી ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો ( સોજી શેકાવા આવે ત્યારે તેમાં કાજુ ની કતરણ, પીસ્તા ની કતરણ, બદામ ની કતરણ, કીસમીસ નાખી ને સોજી સાથે શેકી લેસો તો ઘૂઘરા માં ડ્રાય ફ્રૂટ વધુ સારા લાગશે)
હવે તેમાં સૂકા નારિયળ નું છીણ નાખી બે ત્રણ મિનિટ શેકો , ત્યાર બાદ ગેસ બંધ કરી શેકેલું મિશ્રણ બીજા વાસણ માં કાઢી લઈ મિશ્રણ ને બિલકુલ ઠંડુ થવા દયો , મિશ્રણ બિલકુલ ઠંડુ થાય એટલે તેમાં એલચી નો પાવડર, પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરો( મીઠાસ તમારા ટેસ્ટ મુજબ વધુ ઓછી કરી શકો છો)
ત્યાર બાદ તેમાં કાજુ ની કતરણ, બદામ ની કતરણ, પીસ્તા ની કતરણ, કીસમીસ નાખી મિક્સ કરી સ્ટફિંગ નું મિશ્રણ તૈયાર કરી લ્યો , હવે એક વાસણમાં ચારણી વડે મેંદો ચારી ને લ્યો
મેંદા માં એક બે ચમચી જેટલું ઘી નું મોણ નાંખી હાથ વડે બરોબર મિક્સ કરો( લોટ ને મૂઠી બંધ કરતા લોટ છૂટો ના પડે એટલું મોણ નાખવું ) , ત્યાર બાદ થોડું થોડુ કરી નોર્મલ પાણી નાખતા જઈ મિડીયમ કઠણ લોટ બાંધવો બાંધેલા લોટ ને ચાર પાંચ મિનિટ મસળવો જેથી લોટ નરમ બને
હવે બાંધેલા લોટ માંથી નાની પૂરી બની સકે એટલે નાના લુવા બનાવી લેવા , બનેલા લુવા માંથી પાતળી પુરી બનાવી લેવી , થોડી પુરી બની જાય ત્યાર પછી એક પુરી લઈ વચ્ચે સ્ટફિંગ ની એક બે ચમચી મૂકી પુરી ની બધી કિનારી પ્ર દૂધ ની આંગળી કે પાણી ની આંગળી લગાવી બીજી બાજુ થી પુરી ને બરોબર બંધ કરી અર્ધ ગોળ કરવી
હવે એક બાજુ થી હાથ ની મદદ થી કિનારીઓ ને થોડી થોડી વાર્તા જાઓ , આમ બધા જ ઘૂઘરા તૈયાર કરી લેવા , ઘૂઘરા તૈયાર થાય એટલે ગેસ પર એક કડાઈમાં મિડીયમ તાપે ઘી અથવા તેલ ગરમ કરો
ઘી કે તેલ ગરમ થાય એટલે એક એક કરી થોડા થોડા ઘૂઘરા નાખતા જઈ બધી બાજુ થી ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લેવા ,આમ બધા ઘૂઘરા તારાઈ જાય એટલે ઘૂઘરા ને ઠંડા થવા દેવા બિલકુલ ઠંડા થાય પછી એર ટાઇટ ડબ્બામાં ભરી મૂકી શકો છો ને જ્યારે ખાવા ની ઈચ્છા થાય ત્યારે ખાઈ શકો છો
Ghughra tips
- ઘૂઘરા ઘી તરેલાં માં વધારે સારા લાગે છે પણ તમે તેલ માં પણ બનાવી શકો છો
- તમે એના સ્ટફિંગ માટે તમને ગમતા ડ્રાય ફ્રુટ નાખી શકો છો
- આપણે આ ઘૂઘરા માં માવા નો ઉપયોગ નથી કરતા એટલે તેને વધુ દિવસ સાચવી શકાય છે
- તમે હાથ વડે ઘૂઘરા બનાવવા ના ફાવે તો તમે મોલ્ડમાં પણ બનાવી શકો છો
Ghughra recipe in gujarati language
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
tikha ghughra banavani rit | ઘૂઘરા બનાવવાની રીત
ઘૂઘરા બનાવવાની રીત | ghughra banavani rit | ghughra recipe in gujarati | tikha ghughra banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
ઘૂઘરા બનાવવા જરૂરી સામગ્રી – ghughrabanava jaruri samgree
- 1 કપ મેંદાનો લોટ
- 4-5 ચમચી સોજી
- 2-3 ચમચી સૂકા નારિયળ નું છીણ
- 4-5 ચમચી પીસેલી ખાંડ
- 2-3 ચમચી બદામ ની કતરણ
- 2-3 ચમચી કાજુ ની કતરણ
- 1-2 ચમચી પિસ્તા ની કતરણ
- 1-2 ચમચી કીસમીસ
- ¼ ચમચી એલચી પાવડર
- ½ કપ ઘી
- તરવા માટે ઘી / તેલ
Instructions
ઘૂઘરા બનાવવાની રીત | ghughra banavani rit | tikha ghughra banavani rit
- ઘૂઘરા બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એક કડાઈ ગરમ કરવા મૂકો
- હવે કડાઈ માં બે ત્રણ ચમચી ઘી નાખી ઘી ને ગરમ કરો
- ઘી બરોબર ગરમ થાય એટલે તેમાં સોજી નાખી ચમચા વડે હલાવી ધીમા તાપે સોજી ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો ( સોજી શેકાવા આવે ત્યારે તેમાં કાજુ ની કતરણ, પીસ્તા ની કતરણ, બદામ ની કતરણ, કીસમીસ નાખી ને સોજી સાથે શેકી લેસો તોઘૂઘરા માં ડ્રાય ફ્રૂટ વધુ સારા લાગશે)
- હવે તેમાં સૂકા નારિયળ નું છીણ નાખી બે ત્રણ મિનિટ શેકો
- ત્યારબાદ ગેસ બંધ કરી શેકેલું મિશ્રણ બીજા વાસણ માં કાઢી લઈ મિશ્રણ ને બિલકુલ ઠંડુ થવા દયો
- મિશ્રણ બિલકુલ ઠંડુ થાય એટલે તેમાં એલચી નો પાવડર, પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરો( મીઠાસ તમારા ટેસ્ટમુજબ વધુ ઓછી કરી શકો છો)
- ત્યારબાદ તેમાં કાજુ ની કતરણ, બદામ ની કતરણ, પીસ્તા ની કતરણ, કીસમીસ નાખી મિક્સ કરી સ્ટફિંગ નું મિશ્રણ તૈયાર કરી લ્યો
- હવે એક વાસણમાં ચારણી વડે મેંદો ચારી ને લ્યો
- મેંદામાં એક બે ચમચી જેટલું ઘી નું મોણ નાંખી હાથ વડે બરોબર મિક્સ કરો( લોટ ને મૂઠી બંધ કરતા લોટ છૂટોના પડે એટલું મોણ નાખવું)
- ત્યારબાદ થોડું થોડુ કરી નોર્મલ પાણી નાખતા જઈ મિડીયમ કઠણ લોટ બાંધવો બાંધેલા લોટ ને ચારપાંચ મિનિટ મસળવો જેથી લોટ નરમ બને
- હવે બાંધેલા લોટ માંથી નાની પૂરી બની સકે એટલે નાના લુવા બનાવી લેવા
- બનેલા લુવા માંથી પાતળી પુરી બનાવી લેવી
- થોડીપુરી બની જાય ત્યાર પછી એક પુરી લઈ વચ્ચે સ્ટફિંગ ની એક બે ચમચી મૂકી પુરી ની બધી કિનારી પર દૂધ ની આંગળી કે પાણી ની આંગળી લગાવી બીજી બાજુ થી પુરી ને બરોબર બંધ કરી અર્ધગોળ કરવી
- હવે એક બાજુ થી હાથ ની મદદ થી કિનારીઓ ને થોડી થોડી વાર્તા જાઓ આમ બધાજ ઘૂઘરા તૈયાર કરી લેવા
- ઘૂઘરા તૈયાર થાય એટલે ગેસ પર એક કડાઈમાં મિડીયમ તાપે ઘી અથવા તેલ ગરમ કરો
- ઘી કે તેલ ગરમ થાય એટલે એક એક કરી થોડા થોડા ઘૂઘરા નાખતા જઈ બધી બાજુ થી ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લેવા
- આમ બધા ઘૂઘરા તારાઈ જાય એટલે ઘૂઘરા ને ઠંડા થવા દેવા બિલકુલ ઠંડા થાય પછી એર ટાઇટ ડબ્બામાં ભરી મૂકી શકો છો ને જ્યારે ખાવા ની ઈચ્છા થાય ત્યારે ખાઈ શકો છો
ghughra recipe in gujarati notes
- ઘૂઘરા ઘી તરેલાં માં વધારે સારા લાગે છે પણ તમે તેલ માં પણ બનાવી શકો છો
- તમે એના સ્ટફિંગ માટે તમને ગમતા ડ્રાય ફ્રુટ નાખી શકો છો
- આપણે આ ઘૂઘરા માં માવા નો ઉપયોગ નથી કરતા એટલે તેને વધુ દિવસ સાચવી શકાય છે
- તમે હાથ વડે ઘૂઘરા બનાવવા ના ફાવે તો તમે મોલ્ડમાં પણ બનાવી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.
મે બનાવેલ આજ રીતે ખુબજ સ્વાદિષ્ટ બનેલ.. ખુબ ખુબ આભાર
તમારો અભિપ્રાય આપવા બદલ ખુબ ખુબ અભાર…
your recepie is excellent measurmemt and ingredients perfect given honestly. 1st time visited site now try or make. thank you. Anil sheth 79yrs old retired living alone in usa.
Thank you so much…happy to see such a valuable feedback…