મિત્રો આજે આપણે ઘઉં સોજી ની નાનખટાઈ બનાવવાની રીત શીખીશું. અત્યાર સુંધી આપણે બહાર ભટ્ટી માં બનાવેલ તૈયાર નાનખટાઈ જ ખાધી છે પણ આજ આપણે ઘરે બનાવતા શખીશું અને એ પણ ઓવેન વગર. હા આજ આપણે કડાઈમાં બેક કરી નાનખટાઈ બનાવતા શીખીશું જે ખૂબ જ સરળ રીતે તૈયાર કરી શકો છો તો ચાલો Ghau Soji ni nankhatai ni recipe શીખીએ.
ઘઉં સોજી ની નાનખટાઈ માટે જરૂરી સામગ્રી
- સોજી 1 કપ
- ઘઉંનો લોટ 1 કપ
- એલચી પાઉડર 1 ચમચી
- બેકિંગ સોડા ½ ચમચી
- બેકિંગ પાઉડર ½ ચમચી
- મીઠું 1-2 ચપટી
- ઝીણો સમારેલો ગોળ 1 કપ
- સૂકા નારિયળ નું છીણ ½ કપ
- ઘી ¼ કપ
- દૂધ ½ કપ
- કાજુ, બદામ, પીસ્તા ની કતરણ જરૂર મુજબ
Ghau Soji ni nankhatai banavani rit
ઘઉં સોજી ની નાનખટાઈ બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં સોજી, ઘઉંનો લોટ, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, એલચી પાઉડર અને મીઠું નાખી મિક્સર નું ઢાંકણ બંધ કરી એક મિનિટ પીસી લ્યો ત્યાર બાદ એમાં જ ઝીણો સમારેલો ગોળ નાખી ફરીથી ઢાંકણ બંધ કરો અને એક થી બે મિનિટ પીસી લ્યો.
પીસેલા મિશ્રણ ને એક કથરોટ માં કાઢી લ્યો અને એમાં સૂકા નારિયળ નું છીણ,અને ઘી નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું દૂધ નાખતા જઈ નરમ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને ઢાંકી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો.
ગેસ પર એક કડાઈમાં કાંઠો મૂકી ઢાંકી ને ગરમ કરવા મૂકો અને ઈડલી સ્ટેન્ડ કે પછી પ્લેટ માં ઘી લગાવી એક બાજુ મૂકો. હવે ડ્રાય ફ્રુટ ની કતરણ ને એક થાળી માં ફેલાવી નાખો અને એક બાજુ મૂકો.
હવે બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો અને એમાં થી જે સાઇઝ ની નાનખટાઈ બનાવી હોય એ સાઇઝ ની બનાવી ડ્રાય ફ્રુટ લગાવી ગ્રીસ કરેલ પ્લેટ માં મૂકો.
પ્લેટ કે સ્ટેન્ડ ને કડાઈ માં મૂકી ધીમા તાપે પચીસ થી ત્રીસ મિનિટ બેક કરી લ્યો. નાનખટાઈ બરોબર બેક થાય એટલે બહાર કાઢી લ્યો અને બીજી નાનખટાઈ ને બેક કરો. આમ થોડી થોડી કરી બધી નાનખટાઈ બેક કરી તૈયાર કરી લ્યો અને ઠંડી કરી એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો ઘઉં સોજી માંથી નાનખટાઈ.
Nankhatai recipe notes
- ગોળ ની મીઠાસ તમારી પસંદ મુજબ વધી ઓછી કરી શકો છો.
- કડાઈ કે ઓવન ને પ્રી હિટ કર્યા પછી જ બેક કરવી જેથી બેક બરોબર થશે.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ઘઉં સોજી ની નાનખટાઈ બનાવવાની રીત
Ghau Soji ni nankhatai banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 પ્લેટ / મોલ્ડ
- 1 મિક્સર
Ingredients
ઘઉં સોજી ની નાનખટાઈ માટે જરૂરી સામગ્રી
- 1 કપ સોજી
- 1 કપ ઘઉંનો લોટ
- 1 ચમચી એલચી પાઉડર
- ½ ચમચી બેકિંગ સોડા
- ½ ચમચી બેકિંગ પાઉડર
- 1-2 ચપટી મીઠું
- 1 કપ ઝીણો સમારેલો ગોળ
- ½ કપ સૂકા નારિયળ નું છીણ
- ¼ કપ ઘી
- ½ કપ દૂધ
- કાજુ બદામ, પીસ્તા ની કતરણ જરૂર મુજબ
Instructions
Ghau Soji ni nankhatai banavani rit
- ઘઉં સોજી ની નાનખટાઈ બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં સોજી, ઘઉંનો લોટ, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, એલચી પાઉડર અને મીઠું નાખી મિક્સર નું ઢાંકણ બંધ કરી એક મિનિટ પીસી લ્યો ત્યાર બાદ એમાં જ ઝીણો સમારેલો ગોળ નાખી ફરીથી ઢાંકણ બંધ કરો અને એક થી બે મિનિટ પીસી લ્યો.
- પીસેલા મિશ્રણ ને એક કથરોટ માં કાઢી લ્યો અને એમાં સૂકા નારિયળ નું છીણ,અને ઘી નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું દૂધ નાખતા જઈ નરમ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને ઢાંકી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો.
- ગેસ પર એક કડાઈમાં કાંઠો મૂકી ઢાંકી ને ગરમ કરવા મૂકો અને ઈડલી સ્ટેન્ડ કે પછી પ્લેટ માં ઘી લગાવી એક બાજુ મૂકો. હવે ડ્રાય ફ્રુટ ની કતરણ ને એક થાળી માં ફેલાવી નાખો અને એક બાજુ મૂકો. હવે બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો અને એમાં થી જે સાઇઝ ની નાનખટાઈ બનાવી હોય એ સાઇઝ ની બનાવી ડ્રાય ફ્રુટ લગાવી ગ્રીસ કરેલ પ્લેટ માં મૂકો.
- પ્લેટ કે સ્ટેન્ડ ને કડાઈ માં મૂકી ધીમા તાપે પચીસ થી ત્રીસ મિનિટ બેક કરી લ્યો. નાનખટાઈ બરોબર બેક થાય એટલે બહાર કાઢી લ્યો અને બીજી નાનખટાઈ ને બેક કરો. આમ થોડી થોડી કરી બધી નાનખટાઈ બેક કરી તૈયાર કરી લ્યો અને ઠંડી કરી એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો ઘઉં સોજી માંથી નાનખટાઈ.
Nankhatai recipe notes
- ગોળ ની મીઠાસ તમારી પસંદ મુજબ વધી ઓછી કરી શકો છો.
- કડાઈ કે ઓવન ને પ્રી હિટ કર્યા પછી જ બેક કરવી જેથી બેક બરોબર થશે.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
Sevai Kheer recipe | સેવઈ ખીર ની રેસીપી
બાલુશાહી બનાવવાની રીત | balushahi banavani rit
ઘઉં ના લોટ ની સુખડી | ghau na lot ni sukhdi
બીટ નો હલાવો બનાવવાની રીત | bit no halvo banavani rit
શ્રાધ્ધ સ્પેશિયલ ખીર બનાવવાની રીત | shradh special kheer banavani rit