મિત્રો આજે આપણે ઘઉં નો ચેવડો બનાવવાની રીત – ghau no chevdo banavani rit શીખીશું, If you like the recipe do subscribe Swad ka Tadka YouTube channel on YouTube , આ એક અલગ પ્રકારનો ચેવડો છે જે ખાવા માં ક્રિસ્પી, ટેસ્ટી તો લાગે જ છે સાથે હેલ્થી પણ છે અત્યાર સુંધી ઘણા એ આ ચેવડા નું નામ પણ નહિ ખબર હોય પણ આજ પછી એક વખત બનાવ્યા પછી વારંવાર બનાવશો અને જે આ ચેવડો એક વખત ટેસ્ટ કરશે એ ચોક્કસ રેસિપી પૂછશે. તો ચાલો જાણીએ ghau no chevdo recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
ઘઉં નો ચેવડો બનાવવા જરૂરી સામગ્રી
- બેકિંગ સોડા ½ ચમચી
- ઘઉં 1 કપ
- પાપડ ખાર 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- સીંગદાણા ½ કપ
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- હળદર ¼ ચમચી
- ચાર્ટ મસાલો 1 ચમચી
- સૂકા નારિયળ ની કતરણ 10-15
- સંચળ 1 ચમચી
- મીઠા લીમડા ના પાન 8-10
- તેલ જરૂર મુજબ
Ghau no chevdo banavani rit
ઘઉં નો ચેવડો બનાવવા સૌપ્રથમ ઘઉં ને પાણીથી બે ત્રણ વખત બરોબર ધોઈને સાફ કરી લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી પાંચ સાત કલાક પલાળી લ્યો. સાત કલાક પછી એનું પાણી બદલી નાખીશું આમ આપણે ત્રણ દિવસ સુંધી રોજ ઘઉં નું પાણી દર સાત કલાકે બદલતા રહેશું.
ત્રીજા દિવસે ફરી હાથ થી ઘસી ને બે ત્રણ વખત પાણી થી ધોઇ લઈશું અને વધારા નું પાણી નિતારી લઈ ઘઉં ને કુકર માં નાખી દેશુ ત્યાર બાદ એમાં ઘઉં ડૂબે એટલું પાણી નાખી ને કુકર બંધ કરી મીડીયમ તાપે ત્રણ સિટી વગાડી લેશું. ત્રણ સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દેશું.
હવે નીકળી જાય એટલે એમાંથી વધારા નું પાણી કાઢી પા કપ પાણી રહેવા દઇ એમાં સ્વાદ મુજબ મીઠું, પાપડ ખાર અને બેકિંગ સોડા નાખી મિક્સ કરી કુકર ફરી બંધ કરી મિડીયમ તાપે એક સિટી વગાડી લેશું ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી બાફેલા ઘઉંને ચારણી માં કાઢી લેવા.
ઘઉં ને એક કપડા પર એક સરખા ફેલાવી ને બે ત્રણ દિવસ સુકાવી લેવા. ઘઉં બરોબર સુકાઈ જાય (આ સૂકવેલા ઘઉંને તમે આમજ ડબ્બામાં ભરી ને રાખી શકો છો અને જ્યારે ચેવડો બનાવવાનો હોય ત્યારે વાપરી શકો છો )એટલે ગેસ પર એક કડાઈ માં મીઠું નાંખી ગરમ કરી લ્યો મીઠું ગરમ થાય એટલે એમાં સૂકવેલા ઘઉં થોડા નાખી ચમચા થી હલાવી લેવા બે મિનિટ પછી ઘઉં ફૂટી ને ફૂલી જસે એટલે એને બીજા વાસણમાં કાઢી લ્યો. આમ બધા ઘઉં ને ફોડી લ્યો.
ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરી લ્યો ત્યાર બાદ એમાં સીંગદાણા નાખી ને શેકી લ્યો ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના, સૂકા નારિયળ ની કતરણ નાખી ને શેકી લ્યો,
હવે એમાં લાલ મરચાનો પાઉડર, ચાર્ટ મસાલો અને હળદર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ફોડી રાખેલ ઘઉં નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કઢીલ્યો અને ઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો ઘઉંનો ચેવડો.
ઘઉં નો ચેવડો બનાવવાની રીત | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Swad ka Tadka ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ghau no chevdo recipe in gujarati
ઘઉં નો ચેવડો | ghau no chevdo | ઘઉં નો ચેવડો બનાવવાની રીત | ghau no chevdo banavani rit | ghau no chevdo recipe in gujarati
Equipment
- 1 કુકર
Ingredients
ઘઉં નો ચેવડો બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ ઘઉં
- ½ ચમચી બેકિંગ સોડા
- 1 ચમચી પાપડ ખાર
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- ½ કપ સીંગદાણા
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ¼ ચમચી હળદર
- 1 ચમચી ચાર્ટ મસાલો
- 10-15 સૂકા નારિયળ ની કતરણ
- 1 ચમચી સંચળ
- 8-10 મીઠા લીમડા ના પાન
- તેલ જરૂર મુજબ
Instructions
ઘઉં નો ચેવડો બનાવવાની રીત | ghau no chevdo banavani rit
- ઘઉં નો ચેવડો બનાવવા સૌપ્રથમ ઘઉં ને પાણીથી બે ત્રણ વખત બરોબર ધોઈને સાફ કરી લ્યો ત્યારબાદ બે ગ્લાસ પાણી નાખી પાંચ સાત કલાક પલાળી લ્યો. સાત કલાક પછી એનું પાણી બદલી નાખીશું આમઆપણે ત્રણ દિવસ સુંધી રોજ ઘઉં નું પાણી દર સાત કલાકે બદલતા રહેશું.
- ત્રીજા દિવસે ફરી હાથ થી ઘસી ને બે ત્રણ વખત પાણી થી ધોઇ લઈશું અને વધારા નું પાણી નિતારી લઈ ઘઉં ને કુકર માં નાખી દેશુ ત્યાર બાદ એમાં ઘઉં ડૂબે એટલું પાણી નાખી ને કુકર બંધકરી મીડીયમ તાપે ત્રણ સિટી વગાડી લેશું. ત્રણ સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દેશું.
- હવે નીકળી જાય એટલે એમાંથી વધારા નું પાણી કાઢી પા કપ પાણી રહેવા દઇ એમાં સ્વાદ મુજબ મીઠું, પાપડ ખાર અને બેકિંગ સોડા નાખીમિક્સ કરી કુકર ફરી બંધ કરી મિડીયમ તાપે એક સિટી વગાડી લેશું ત્યાર બાદ ગેસ બંધ કરીકુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી બાફેલા ઘઉંને ચારણી માં કાઢી લેવા.
- ઘઉં ને એક કપડા પર એક સરખા ફેલાવી ને બે ત્રણ દિવસ સુકાવી લેવા. ઘઉં બરોબર સુકાઈ જાય(આ સૂકવેલા ઘઉંને તમે આમજ ડબ્બામાં ભરી ને રાખી શકો છો અને જ્યારે ચેવડો બનાવવાનો હોય ત્યારે વાપરી શકો છો )એટલે ગેસ પર એક કડાઈ માં મીઠુંનાંખી ગરમ કરી લ્યો મીઠું ગરમ થાય એટલે એમાં સૂકવેલા ઘઉં થોડા નાખી ચમચા થી હલાવી લેવાબે મિનિટ પછી ઘઉં ફૂટી ને ફૂલી જસે એટલે એને બીજા વાસણમાં કાઢી લ્યો. આમ બધા ઘઉં ને ફોડી લ્યો.
- ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરી લ્યો ત્યાર બાદ એમાં સીંગદાણા નાખી ને શેકી લ્યો ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના, સૂકા નારિયળ ની કતરણ નાખી ને શેકી લ્યો,
- હવે એમાં લાલ મરચાનો પાઉડર, ચાર્ટ મસાલો અને હળદર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ફોડી રાખેલ ઘઉં નાખી મિક્સકરી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કઢીલ્યો અને ઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યોઅને મજા લ્યો ઘઉંનો ચેવડો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
જુવાર સોજી ના ઢોકળા બનાવવાની રીત | Juvar soji na dhokla banavani rit
રબડી ફાલુદા બનાવવાની રીત | Rabdi faluda banavani rit
સીતાફળ બાસુંદી બનાવવાની રીત | sitafal basundi banavani rit | sitafal basundi recipe in gujarati