નાસ્તા સવાર હોય કે સાંજ દરેક ને પસંદ આવતા હોય છે એમાં પણ અલગ અલગ લોટ માંથી બનેલી પૂરી કે પાપડી હોય કે પછી બીજા નાસ્તા હોય નાના મોટા દરેક ને પસંદ હોય છે આજ આપણે ક્રિસ્પી અને હેલ્થી પાપડી બનાવવાની રીત શીખીશું તો ચાલો Ghau na lot ni masala papadi banavani rit શીખીએ.
મસાલા પાપડી બનાવવા જરૂરી સામગ્રી
- ઘઉંનો લોટ 1 કપ
- ઝીણી સોજી ½ કપ
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- હળદર ½ ચમચી
- જીરું 1 ચમચી
- અધ કચેરી પીસેલી વરિયાળી 1 ચમચી
- અજમો 1 ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- કસૂરી મેથી 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- તેલ જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Ghau na lot ni masala papadi banavani rit
ઘઉં ના લોટની મસાલા પાપડી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ને ચાળી લ્યો ત્યાર બાદ એમાં પીસેલી ઝીણી સોજી નાખો સાથે લાલ મરચાનો પાઉડર, હળદર, આમચૂર પાઉડર, કસૂરી મેથી, અજમો હાથ થી મસળી ને નાખો, જીરું, અધ કચેરી પીસેલી વરિયાળી, હિંગ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બે થી ત્રણ ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
હવે એમાં થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને બરોબર મસળી લ્યો અને લોટ ને મસળી લીધા બાદ ઢાંકી દસ પંદર મિનિટ એક બાજુ મૂકો. પંદર મિનિટ પછી ફરી લોટ ને મસળી લ્યો,
ત્યાર બાદ નાના લુવા કરી નાની નાની પૂરી બનાવી લ્યો અને એમાં કાંટા ચમચી થી કાણા કરી લ્યો અથવા મોટા લુવો લ્યો અને મોટી પાતળી રોટલી બનાવી લઈ કાંટા ચમચી થી કાણા કરી વાટકા કે કુકી કટર થી કાપી ને કટકા કરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ પૂરી નાખી ને ધીમા તાપે ક્રિસ્પી થાય એમ ગોલ્ડન થાય ત્યાં સુંધી ઉથલાવી ને બને બાજુ તરી લ્યો.
પૂરી બરોબર તરી લીધા બાદ કાઢી લ્યો આમ બધી જ પાપડી ને તરી લ્યો અને એના પર ચાર્ટ મસાલો અને લાલ મરચાનો પાઉડર છાંટી મિક્સ કરી લ્યો અને ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો તો તૈયાર છે ઘઉંના લોટની મસાલા પાપડી.
masala papadi notes
- અહી તમે મસાલા માં સફેદ તલ. લસણ ખાતા હો તો લસણ ની પેસ્ટ, પેરી પેરી મસાલો અથવા મેગી મસાલો નાખી ને પણ તૈયાર કરી શકો છો.
ઘઉં ના લોટની મસાલા પાપડી બનાવવાની રીત
Ghau na lot ni masala papadi banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
મસાલા પાપડી બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ ઘઉંનો લોટ
- ½ કપ ઝીણી સોજી
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી હળદર
- 1 ચમચી જીરું
- 1 ચમચી અધ કચેરી પીસેલી વરિયાળી
- 1 ચમચી અજમો
- 1 ચમચી આમચૂર પાઉડર
- 1 ચમચી કસૂરી મેથી
- ½ ચમચી હિંગ
- તેલ જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
Ghau na lot ni masala papadi banavani rit
- ઘઉં ના લોટની મસાલા પાપડી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનોલોટ ને ચાળી લ્યો ત્યાર બાદ એમાં પીસેલી ઝીણી સોજી નાખો સાથે લાલ મરચાનો પાઉડર, હળદર, આમચૂર પાઉડર, કસૂરી મેથી, અજમોહાથ થી મસળી ને નાખો, જીરું, અધ કચેરી પીસેલીવરિયાળી, હિંગ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યોત્યાર બાદ એમાં બે થી ત્રણ ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- હવે એમાં થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો અનેબાંધેલા લોટ ને બરોબર મસળી લ્યો અને લોટ ને મસળી લીધા બાદ ઢાંકી દસ પંદર મિનિટ એક બાજુમૂકો. પંદર મિનિટ પછીફરી લોટ ને મસળી લ્યો,
- ત્યાર બાદ નાના લુવા કરી નાની નાની પૂરી બનાવી લ્યો અનેએમાં કાંટા ચમચી થી કાણા કરી લ્યો અથવા મોટા લુવો લ્યો અને મોટી પાતળી રોટલી બનાવીલઈ કાંટા ચમચી થી કાણા કરી વાટકા કે કુકી કટર થી કાપી ને કટકા કરી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમથાય એટલે એમાં તૈયાર કરેલ પૂરી નાખી ને ધીમા તાપે ક્રિસ્પી થાય એમ ગોલ્ડન થાય ત્યાંસુંધી ઉથલાવી ને બને બાજુ તરી લ્યો.
- પૂરી બરોબર તરી લીધા બાદ કાઢી લ્યો આમ બધી જ પાપડી ને તરીલ્યો અને એના પર ચાર્ટ મસાલો અને લાલ મરચાનો પાઉડર છાંટી મિક્સ કરી લ્યો અને ઠંડી થાયએટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો તો તૈયાર છે ઘઉંના લોટની મસાલા પાપડી.
masala papadi notes
- અહી તમે મસાલા માં સફેદ તલ. લસણ ખાતા હો તો લસણ ની પેસ્ટ,પેરી પેરી મસાલો અથવા મેગી મસાલો નાખી ને પણ તૈયાર કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ચોમાસા સ્પેશિયલ બ્રેડ આલું પ્યાઝ ના પકોડા બનાવવાની રીત
ફાફડા બનાવવાની રીત | fafda banavani rit gujarati ma | fafda recipe in gujarati
સેવ ઉસળ બનાવવાની રીત | sev usal banavani rit
ઘૂઘરા બનાવવાની રીત | ghughra banavani rit | ghughra recipe in gujarati
વાટી દાળના ખમણ બનાવવાની રીત | vati dal na khaman banavani rit