જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે ઘઉં ના લોટ ની ચટપટી પાપડી બનાવવાની રીત – Ghau na lot ni chatpati papdi banavani rit શીખીશું. ખૂબ જ ટેસ્ટી અને ખસ્તા બને છે, If you like the recipe do subscribe Khushi Recipe YouTube channel on YouTube , સવાર ના કે સાંજ ના સમયે ચાય સાથે આ પાપડી ખાય શકાય છે. એક વાર આ ચટપટી પાપડી બનાવી ને તેને સ્ટોર પણ કરી શકાય છે. તો ચાલો આજે આપણે Ghau na lot ni chatpati papdi recipe In gujarati શીખીએ.
ઘઉં ના લોટ ની ચટપટી પાપડી બનાવવા જરૂરી સામગ્રી
- ઘઉં નો લોટ ૧ બાઉલ
- તેલ ૨ ચમચી
- મીઠું સ્વાદ પ્રમાણે
- અજમો ૧/૨ ચમચી
- વરિયાળી ૧/૨ ચમચી
- જીરું પાવડર ૧/૨ ચમચી
- આમચૂર પાવડર ૧/૨ ચમચી
- કસૂરી મેથી ૧ ચમચી
- તળવા માટે તેલ
ઘઉં ના લોટ ની ચટપટી પાપડી બનાવવાની રીત
ઘઉં ના લોટ ની ચટપટી પાપડી બનાવવા માટે સૌથી પેહલા એક મોટા બાઉલમાં ઘઉં નો લોટ લ્યો. હવે તેમાં તેલ, સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું પાવડર, બને હાથ થી મસળી ને અજમો, થોડી કૂટી ને વરિયાળી, જીરું પાવડર, આમચૂર પાવડર અને બને હાથ થી મસળી ને કસૂરી મેથી નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે તેમાં થોડું થોડું કરી ને પાણી નાખો. અને સરસ થી ટાઈટ લોટ ગુંથી લ્યો. ત્યાર બાદ તેને ઢાંકી ને દસ મિનિટ સુધી રેસ્ટ કરવા દયો.
હવે દસ મિનિટ પછી તેમાં એક ચમચી જેટલું તેલ નાખો. અને લોટ ને ફરી થી સરસ થી ગુંથી લ્યો. હવે તેને ત્રણ ભાગ માં વેહચી દયો. ત્યાર બાદ તેના સરસ થી લુવા બનાવી લ્યો.
ત્યારબાદ હવે તેમાંથી એક લુવો લ્યો. તેમાં થોડું તેલ લગાડી સરસ થી પાતળી રોટલી વણી લ્યો. ત્યાર બાદ કાંટા વારી ચમચી ની મદદ થી તમે હોલ કરી લ્યો. જેથી પાપડી ફૂલે નહિ અને સરસ થી ક્રિસ્પી બને.
ત્યાર બાદ ધાર વારા ગ્લાસ ની મદદ થી નાની નાની પૂરી તૈયાર કરી લ્યો. અને એક્સ્ટ્રા લોટ ને કાઢી ને ફરી થી પાપડી બનાવવા માં યુઝ કરી લ્યો. આ રીતે બધી પાપડી બનાવી ને તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટે પાપડી નાખો. ઘીમાં તાપે બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સરસ થી પાપડી ને તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધી પાપડી તળી ને તૈયાર કરી લ્યો.
હવે તૈયાર છે ઘઉં ના લોટ ની ચટપટી પાપડી. હવે તેને એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી શકો છો. અને જ્યારે પણ કંઈ ચટપટું ખાવાનું મન થાય ત્યારે ઘઉં ના લોટ ની ચટપટી પાપડી ખાવાનો આનંદ માણો.
Ghau na lot ni chatpati papdi banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Khushi Recipe ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Ghau na lot ni chatpati papdi recipe In gujarati
ઘઉં ના લોટ ની ચટપટી પાપડી | Ghau na lot ni chatpati papdi | ઘઉં ના લોટ ની ચટપટી પાપડી બનાવવાની રીત | Ghau na lot ni chatpati papdi banavani rit | Ghau na lot ni chatpati papdi recipe In gujarati
Equipment
- 1 કઢાઇ
Ingredients
ઘઉંના લોટ ની ચટપટી પાપડી બનાવવા જરૂરી સામગ્રી
- 1 બાઉલ ઘઉંનો લોટ
- 2 ચમચી તેલ
- મીઠું સ્વાદ પ્રમાણે
- ½ ચમચી અજમો
- ½ ચમચી વરિયાળી
- ½ ચમચી જીરું પાવડર
- ½ ચમચી આમચૂર પાવડર
- 1 ચમચી કસૂરી મેથી
- તળવા માટે તેલ
Instructions
ઘઉંના લોટ ની ચટપટી પાપડી બનાવવાની રીત | Ghau na lot ni chatpati papdi banavani rit | Ghau na lot ni chatpati papdi recipe In gujarati
- ઘઉં ના લોટ ની ચટપટી પાપડી બનાવવા માટે સૌથી પેહલા એક મોટા બાઉલમાં ઘઉં નો લોટ લ્યો. હવે તેમાં તેલ, સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું પાવડર, બને હાથ થી મસળી ને અજમો, થોડી કૂટી ને વરિયાળી,જીરું પાવડર, આમચૂર પાવડર અને બને હાથ થી મસળીને કસૂરી મેથી નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- હવે તેમાં થોડું થોડું કરી ને પાણી નાખો. અને સરસ થી ટાઈટ લોટ ગુંથી લ્યો. ત્યાર બાદ તેને ઢાંકીને દસ મિનિટ સુધી રેસ્ટકરવા દયો.
- હવે દસ મિનિટ પછી તેમાં એક ચમચી જેટલું તેલ નાખો. અને લોટ ને ફરી થી સરસ થી ગુંથી લ્યો. હવે તેને ત્રણ ભાગ માં વેહચી દયો. ત્યાર બાદ તેના સરસ થી લુવા બનાવી લ્યો.
- ત્યારબાદ હવે તેમાંથી એક લુવો લ્યો. તેમાં થોડું તેલ લગાડી સરસ થી પાતળી રોટલી વણી લ્યો. ત્યાર બાદ કાંટા વારી ચમચી ની મદદ થી તમે હોલ કરી લ્યો. જેથી પાપડી ફૂલે નહિ અને સરસ થી ક્રિસ્પી બને.
- ત્યારબાદ ધાર વારા ગ્લાસ ની મદદ થી નાની નાની પૂરી તૈયાર કરી લ્યો. અને એક્સ્ટ્રા લોટ ને કાઢીને ફરી થી પાપડી બનાવવા માં યુઝ કરી લ્યો. આ રીતે બધી પાપડી બનાવીને તૈયાર કરી લ્યો.
- હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટેપાપડી નાખો. ઘીમાં તાપે બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાંસુધી સરસ થી પાપડી ને તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માંકાઢી લ્યો. આવી રીતે બધી પાપડી તળી ને તૈયાર કરી લ્યો.
- હવે તૈયાર છે ઘઉં ના લોટ ની ચટપટી પાપડી. હવે તેને એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી શકો છો. અને જ્યારે પણ કંઈ ચટપટું ખાવાનું મન થાય ત્યારે ઘઉં ના લોટ ની ચટપટી પાપડી ખાવાનો આનંદ માણો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
મેથી ખાખરા બનાવવાની રીત | methi khakhra banavani rit | methi khakhra recipe in gujarati
પનીર મોમોસ બનાવવાની રીત | paneer momos banavani rit | paneer momos recipe in gujarati
પનીર ચીલી બનાવવાની રીત | paneer chilli dry banavani rit | paneer chilli dry
ચીઝ લોચો બનાવવાની રીત | cheese locho banavani rit | cheese locho recipe in gujarati