આજે આપણે ઘઉંના લોટ અને ગોળ ના ગુડપારા બનાવવાની રીત શીખીશું. આ ગૂડપારા ને મીઠી મઠરી, મીઠા શક્કરપારા પણ કહેતા હોય છે. આ એક ક્રિસ્પી સોફ્ટ મીઠાઈ છે જે બિસ્કીટ કે બીજી મીઠાઈ ને પણ પાછળ મૂકી દે છે અને એક વખત બનાવ્યા પછી વારંવાર અને દરેક વાર તહેવાર પર બનાવી ઘરના સભ્યો સાથે મજા લેશો તો ચાલો Ghau na lot ane gol na gud para banavani rit શીખીએ.
ગુડપારા બનાવવા જરૂરી સામગ્રી
- ઘઉંનો લોટ 2 કપ
- સોજી 4-5 ચમચી
- ઘી 5-6 ચમચી
- સફેદ તલ 2-3 ચમચી
- એલચી પાઉડર ¼ ચમચી
- છીણેલો ગોળ ½ કપ
- પાણી ½ કપ
- તરવા માટે તેલ
Gud para banavani rit
ઘઉંના લોટ અને ગોળ ના ગુડપારા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં પાણી નાખો અને એમાં છીણેલો ગોળ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી ગોળ ઓગળી લ્યો અને પાણી માં એક ઉભરો આવે એટલે ગેસ બંધ કરી ગોળ નું પાણી ગરણી થી બીજા વાસણમાં ગાળી લ્યો અને ઠંડુ થવા દયો.
હવે કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સોજી , એલચી પાઉડર, સફેદ તલ, ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો બધી સામગ્રી બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં ઠંડુ થયેલ ગોળ નું પાણી થોડું થોડું નાખી કઠણ લોટ બાંધી લ્યો અને જો લોટ બાંધવા પાણી ની જરૂર લાગે પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો.
બાંધેલા લોટ ને ઢાંકી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો. હવે પંદર મિનિટ પછી લોટ ને ફરીથી મસળી બે ચાર લુવા બનાવી લ્યો અને એક લુવા ને લઈ વેલણ વડે મીડીયમ જાડી રોટલી બનાવી મનગમતા આકાર ના કટકા કરી પ્લેટ માં લ્યો આમ બધા લુવા ને વણી કટકા કરી એક પ્લેટ માં મૂકો.
ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં કટકા કરેલ પારા નાખી થોડી વાર એમજ રહેવા દયો ને બે મિનિટ પછી ઝારા થી હલાવી લ્યો અને ત્યાર બાદ લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો.
આમ થોડા થોડા કરી બધા ગુડપારા તરી લ્યો અને ઠંડા કરો. તૈયાર ગુડપારા ઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો ઘઉંના લોટ અને ગોળ ના ગુડપારા.
Gud para recipe notes
- તમે ઘી ની જગ્યાએ તેલ પણ વાપરી શકો છો.
- ગુડપારા ને ધીમા તાપે તરવા જેથી અંદર સુંધી બરોબર ચડી જાય અને ક્રિસ્પી બને.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ગુડપારા બનાવવાની રીત
Ghau na lot ane gol na gud para banavani rit
Equipment
- 1 કથરોટ
- 1 કડાઈ
Ingredients
ગુડપારા બનાવવા જરૂરી સામગ્રી
- 2 કપ ઘઉંનો લોટ
- 4-5 ચમચી સોજી
- 5-6 ચમચી ઘી
- 2-3 ચમચી સફેદ તલ
- ¼ ચમચી એલચી પાઉડર
- ½ કપ છીણેલો ગોળ
- ½ કપ પાણી
- તરવા માટે તેલ
Instructions
gud para banavani rit
- ઘઉંના લોટ અને ગોળ ના ગુડપારા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં પાણી નાખો અને એમાં છીણેલો ગોળ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી ગોળ ઓગળી લ્યો અને પાણી માં એક ઉભરો આવે એટલે ગેસ બંધ કરી ગોળ નું પાણી ગરણી થી બીજા વાસણમાં ગાળી લ્યો અને ઠંડુ થવા દયો.
- હવે કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સોજી , એલચી પાઉડર, સફેદ તલ, ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો બધી સામગ્રી બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં ઠંડુ થયેલ ગોળ નું પાણી થોડું થોડું નાખી કઠણ લોટ બાંધી લ્યો અને જો લોટ બાંધવા પાણી ની જરૂર લાગે પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો.
- બાંધેલા લોટ ને ઢાંકી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો. હવે પંદર મિનિટ પછી લોટ ને ફરીથી મસળી બે ચાર લુવા બનાવી લ્યો અને એક લુવા ને લઈ વેલણ વડે મીડીયમ જાડી રોટલી બનાવી મનગમતા આકાર ના કટકા કરી પ્લેટ માં લ્યો આમ બધા લુવા ને વણી કટકા કરી એક પ્લેટ માં મૂકો.
- ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં કટકા કરેલ પારા નાખી થોડી વાર એમજ રહેવા દયો ને બે મિનિટ પછી ઝારા થી હલાવી લ્યો અને ત્યાર બાદ લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો.
- આમ થોડા થોડા કરી બધા ગુડપારા તરી લ્યો અને ઠંડા કરો. તૈયાર ગુડપારા ઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો ઘઉંના લોટ અને ગોળ ના ગુડપારા.
Gud para recipe notes
- તમે ઘી ની જગ્યાએ તેલ પણ વાપરી શકો છો.
- ગુડપારા ને ધીમા તાપે તરવા જેથી અંદર સુંધી બરોબર ચડી જાય અને ક્રિસ્પી બને.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Soji na Biscuit | સોજી ના બિસ્કીટ બનાવવાની રેસીપી
આલુ છોલે ટિક્કી ચાટ બનાવવાની રીત | Aloo chole tikki chat banavani rit
પંજાબ ના ફેમસ મેથી ના શર્લે બનાવવાની રીત | Methi na Sharley banavani rit
ફૂલ ગોબી મંચુરિયન બનાવવાની રીત | Full gobi manchurian banavani rit
પાલકની ચકરી બનાવવાની રીત | palak ni chakri banavani rit