મિત્રો આજે આપણે ઘઉંના લોટ અને બાફેલા બટાકાના વડા બનાવવાની રીત – Ghau na lot ane bafela bataka na vada banavani rit શીખીશું. આ વડા ઘઉંના લોટ માંથી બનતા હોવાથી થોડા હેલ્થી બને છે અને રેગ્યુલર વડા કરતા થોડા અલગ સ્વાદ વાળા બને છે જે ઘરમાં બધાને પસંદ આવશે.
ઘઉંના લોટ અને બાફેલા બટાકાના વડા બનાવવા જરૂરી સામગ્રી
- જીરું 1 ચમચી
- ઘઉંનો લોટ 1 કપ
- લીલા મરચા સુધારેલા 2-3
- સફેદ તલ 1-2 ચમચી
- ચીલી ફ્લેક્સ 1 ચમચી
- મરી અધ કચરી પીસેલી ¼ ચમચી
- બાફેલા બટાકા છીણેલા 2
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી 1 કપ
- તરવા માટે તેલ
ઘઉંના લોટ અને બાફેલા બટાકાના વડા બનાવવાની રીત
ઘઉંના લોટ અને બાફેલા બટાકાના વડા બનાવવા સૌપ્રથમ બટાકા ને બાફી લ્યો અને ઠંડા કરવા મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સફેદ તલ, ઝીણા સમારેલા લીલાં મરચા, મરી અધ કચરી પીસેલી અને ચીલી ફ્લેક્સ નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં પાણી નાખી ને મિક્સ કરી લ્યો.
હવે પાણી ઉકળવા લાગે એટલે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યારબાદ એમાં ચાળી રાખેલ ઘઉંનો લોટ નાખી ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો અને કડાઈ મૂકવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી નાખી અને લોટ ને બીજા વાસણમાં કાઢી ઠંડુ કરી લ્યો.
હવે લોટ ઠંડો થાય એટલે એમાં બાફી રાખેલ બટાકા ને છીણી ને નાખો સાથે લીલા ધાણા સુધારેલા નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો. હવે એક ચમચી તેલ નાખી લોટ ને બરોબર મસળી લ્યો ત્યાર બાદ તૈયાર લોટ માંથી નાના લુવા બનાવી લ્યો અને અને એક એક લુવા ને લઈ ગોળ કરી હથેળી વચ્ચે દબાવી ચપટી બનાવી લ્યો અને આંગળી થી કાણું કરી લ્યો.
આમ એક એક લુવા ને ચપટા કરી આંગળી થી કાણા કરી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ફૂલ ગરમ.થાય એટલે એમાં તૈયાર કરેલ વડા નાખો અને એક થી બે મિનિટ એમજ રહેવા દયો ત્યાર બાદ ઝારા થી હલાવી દયો ને થોડી થોડી વારે ફેરવી ફેરવી ને ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો.
ત્યારબાદ આમ થોડા થોડા કરી બધા જ વડા તરી તૈયાર કરી લ્યો અને ચટણી સોસ કે સાંભાર સાથે સર્વ કરો ઘઉંના લોટ અને બાફેલા બટાકાના વડા.
Vada recipe notes
- જો બાળકો માટે બનાવતા હો તો મરચા નું પ્રમાણ ઓછું રાખવું.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Ghau na lot ane bafela bataka na vada banavani rit
Ghau na lot ane bafela bataka na vada banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
ઘઉંના લોટ અને બાફેલા બટાકાના વડા બનાવવા જરૂરી સામગ્રી
- 1 ચમચી જીરું
- 1 કપ ઘઉંનો લોટ
- 2-3 લીલા મરચા સુધારેલા
- 1-2 ચમચી સફેદ તલ
- 1 ચમચી ચીલી ફ્લેક્સ
- ¼ ચમચી મરી અધ કચરી પીસેલી
- 2 બાફેલા બટાકા છીણેલા
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
- મીઠું સ્વાદ મુજબ
- 1 કપ પાણી
- તરવા માટે તેલ
Instructions
Ghau na lot ane bafela bataka na vada banavani rit
- ઘઉંના લોટ અને બાફેલા બટાકાના વડા બનાવવા સૌપ્રથમ બટાકા ને બાફી લ્યો અને ઠંડા કરવા મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સફેદ તલ, ઝીણા સમારેલા લીલાં મરચા, મરી અધ કચરી પીસેલી અને ચીલી ફ્લેક્સ નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં પાણી નાખી ને મિક્સ કરી લ્યો.
- હવે પાણી ઉકળવા લાગે એટલે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યારબાદ એમાં ચાળી રાખેલ ઘઉંનો લોટ નાખી ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો અને કડાઈ મૂકવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી નાખી અને લોટ ને બીજા વાસણમાં કાઢી ઠંડુ કરી લ્યો.
- હવે લોટ ઠંડો થાય એટલે એમાં બાફી રાખેલ બટાકા ને છીણી ને નાખો સાથે લીલા ધાણા સુધારેલા નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો. હવે એક ચમચી તેલ નાખી લોટ ને બરોબર મસળી લ્યો ત્યાર બાદ તૈયાર લોટ માંથી નાના લુવા બનાવી લ્યો અને અને એક એક લુવા ને લઈ ગોળ કરી હથેળી વચ્ચે દબાવી ચપટી બનાવી લ્યો અને આંગળી થી કાણું કરી લ્યો.
- આમ એક એક લુવા ને ચપટા કરી આંગળી થી કાણા કરી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ફૂલ ગરમ.થાય એટલે એમાં તૈયાર કરેલ વડા નાખો અને એક થી બે મિનિટ એમજ રહેવા દયો ત્યાર બાદ ઝારા થી હલાવી દયો ને થોડી થોડી વારે ફેરવી ફેરવી ને ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો.
- ત્યારબાદ આમ થોડા થોડા કરી બધા જ વડા તરી તૈયાર કરી લ્યો અને ચટણી સોસ કે સાંભાર સાથે સર્વ કરો ઘઉંના લોટ અને બાફેલા બટાકાના વડા.
Vada recipe notes
- જો બાળકો માટે બનાવતા હો તો મરચા નું પ્રમાણ ઓછું રાખવું.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Soya chunks kabab recipe | સોયા ચંકસ કબાબ બનાવવાની રીત
બટાકા ના ભજીયા બનાવવાની રીત | bataka na bhajiya recipe in gujarati
રતલામી સેવ બનાવવાની રીત | ratlami sev banavani rit
લસણીયા ગાંઠિયા બનાવવાની રીત | lasaniya gathiya banavani rit