મિત્રો રેગ્યુલર ઉપમા ખાઇ ને કંટાળી ગયા હો તો એક વખત ઘઉંના ફાડા માંથી બનેલ ઉપમા ટ્રાય કરવા જેવો છે જે સ્વાદિસ્ટ ની સાથે હેલ્થી બની ને તૈયાર થાય છે તો ચાલો Ghau na fada no upma – ઘઉં ના ફાડા નો ઉપમા બનાવવાની રીત શીખીએ.
Ingredients
- ઘઉં ના ફાડા- 1 કપ
- તેલ 1- 2 ચમચી
- ચણાની દાળ એ1ચમચી
- અડદ દાળ – 1 ચમચી
- રાઈ – 1 ચમચી
- જીરું – 1 ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી – 1
- ઝીણા સમારેલા લીલા મરચાં – ૩ – 4
- આદુ પેસ્ટ ½ ચમચી
- લીલા વટાણા 3- 4 ચમચી
- બિન્સ ઝીણી સુધારેલી 2- 3 ચમચી
- ગાજર સુધારેલ 1
- મીઠું સ્વાદ મુજબ
- હિંગ ¼ ચમચી
- મીઠા લીમડા ના પાંદ 8- 10
- પાણી – ૩ કપ
- ઘી 1- 2 ચમચી
- શેકેલા કાજુ 2- 3 ચમચી
Ghau na fada no upma banavani recipe
ઘઉં ના ફાડા નો ઉપમા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં કાજુ ના કટકા નાખી ગોલ્ડન શેકી લઈ બીજા વાસણમાં કાઢી લ્યો ,
ત્યાર બાદ ગરમ તેલમાં અડદ દાળ, ચણા દાળ, જીરું, રાઈ નાખી બરોબર શેકી લ્યો ત્યાર બાદ એમાં હિંગ, મીઠા લીમડા ના પાંદ નાખી શેકો. હવે એમાં ઝીણી સમારેલી ડુંગળી નાખો અને ડુંગળી ને ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. ત્યાર બાદ એમાં આદુ પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો.
ડુંગળી શેકાઈ જાય એટલે એમાં લીલા મરચા સુધારેલા વટાણા, સુધારેલ બીન્સ, સુધારેલ ગાજર નાખી ચાર પાંચ મિનિટ શેકી લ્યો. શાક ને શેકી લીધા બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને ચાર પાંચ મિનિટ ચડાવી લીધા બાદ એમાં ઘઉંના ફાડા નાખો અને મિક્સ કરી લ્યો.
હવે ગેસ ને ધીમો કરી ઢાંકણ ઢાંકી દસ મિનિટ ચડાવી લ્યો. દસ મિનિટ માં વચ્ચે એકાદ વખત હલાવી લેવું. દસ મિનિટ પછી ગેસ બંધ કરી લ્યો અને એના પર ઘી અને શેકેલ કાજુ ના કટકા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે ઘઉં ના ફાડા નો ઉપમા.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ઘઉં ના ફાડા નો ઉપમા બનાવવાની રેસીપી

Ghau na fada no upma banavani recipe
Equipment
- 1 કડાઈ
Ingredients
- 1 કપ ઘઉં ના ફાડા
- 1-2 ચમચી તેલ
- 1 ચમચી ચણાની દાળ
- 1 ચમચી અડદ દાળ
- 1 ચમચી રાઈ
- 1 ચમચી જીરું
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- 3-4 ઝીણા સમારેલા લીલા મરચાં
- ½ ચમચી આદુ પેસ્ટ
- 3-4 ચમચી લીલા વટાણા
- 2-3 ચમચી બિન્સ ઝીણી સુધારેલી
- 1 ગાજર સુધારેલ
- મીઠું સ્વાદ મુજબ
- ¼ ચમચી હિંગ
- 8-10 મીઠા લીમડા ના પાંદ
- 3 કપ પાણી
- 1-2 ચમચી ઘી
- 2-3 ચમચી શેકેલા કાજુ
Instructions
Ghau na fada no upma banavani recipe
- ઘઉં ના ફાડા નો ઉપમા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં કાજુ ના કટકા નાખી ગોલ્ડન શેકી લઈ બીજા વાસણમાં કાઢી લ્યો ,
- ત્યાર બાદ ગરમ તેલમાં અડદ દાળ, ચણા દાળ, જીરું, રાઈ નાખી બરોબર શેકી લ્યો ત્યાર બાદ એમાં હિંગ, મીઠા લીમડા ના પાંદ નાખી શેકો. હવે એમાં ઝીણી સમારેલી ડુંગળી નાખો અને ડુંગળી ને ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. ત્યાર બાદ એમાં આદુ પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો.
- ડુંગળી શેકાઈ જાય એટલે એમાં લીલા મરચા સુધારેલા વટાણા, સુધારેલ બીન્સ, સુધારેલ ગાજર નાખી ચાર પાંચ મિનિટ શેકી લ્યો. શાક ને શેકી લીધા બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને ચાર પાંચ મિનિટ ચડાવી લીધા બાદ એમાં ઘઉંના ફાડા નાખો અને મિક્સ કરી લ્યો.
- હવે ગેસ ને ધીમો કરી ઢાંકણ ઢાંકી દસ મિનિટ ચડાવી લ્યો. દસ મિનિટ માં વચ્ચે એકાદ વખત હલાવી લેવું. દસ મિનિટ પછી ગેસ બંધ કરી લ્યો અને એના પર ઘી અને શેકેલ કાજુ ના કટકા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે ઘઉં ના ફાડા નો ઉપમા.
Notes
- અહીં જો તમે બીજા કોઈ મસાલા પસંદ હોય તો એનો પણ ઉપયોગ કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
chokha na lot ni full chakri banavni rit | ચોખાના લોટ ની ફૂલકચરી બનાવવાની રીત
cheese shakarpara banavani rit | ચીઝ શક્કરપારા બનાવવાની રીત
Bachela bhat na pakoda | બચેલા ભાત ના પકોડા
papad roll banavani rit | પાપડ રોલ બનાવવાની રીત
Makhana roll banavani rit | મખાના રોલ બનાવવાની રીત