આપણા દરેક પ્રસંગમાં આપણે મીઠાઈ વગર હમેશા અધૂરી હોય છે ને ઘરમાં કોઈ પૂજા હોય ત્યારે કંઈ મીઠાઈ બનાવી ને એમાં પણ વધારે પડતી માથાકૂટ વગર ને ઝડપી બની જાય એવી ને નાના થી લઇ ને મોટા સુંધી દરેક ને ભાવતી મીઠાઈ ને એમાં પણ ગણપતિ ના સૌથી વધારે પ્રિય હોય તો એ છે લડવા તો આજ આપણે બનાવીશું ઘઉં ચણા ના લાડવા,ghau chana na ladva banavvani rit,ghau chana na ladoo banavani rit.
લડવા બનાવવા જરૂરી સામગ્રી
- ૨ કપ ઘઉં નો કરકરો લોટ
- પા કપ બેસન
- પા કપ સોજી
- ૧ કપ ગોળ
- ૨ કપ ઘી
- પા ચમચી એલચી નો ભૂકો
- અડધી ચમચી જાયફળ નો ભૂકો
- અડધો કપ કાજુ ,બાદમ ના કટકા , કીસમીસ
- ૧-૨ ચમચી ખસખસ
- ૧-૨ ચમચી દૂધ(ઓપેશનલ)
ઘઉં ચણા ના ગોળ ના લાડવા બનાવવાની રીત
ઘઉં ચણાના ગોળ વાળા લડવા બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો કરકરો લોટ લ્યો એમાં સોજી, બેસન નાખી મિક્સ કરો ને એમાં પા કપ ઘી નાખી મિક્સ કરો
ત્યારે બાદ એમાં પા કપ દૂધ નાખી મિક્સ કરો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખતા જઈ કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ માંથી નાના નાના મુઠીયા બનાવી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ/ઘી મિડીયમ તાપે ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં એક એક કરી ને બધાજ મુઠીયા ને મિડીયમ તાપે તરી લ્યો , તરેલા મુઠીયા ને ઠંડા થવા દયો મુઠીયા ઠંડા થાય એટલે એના હાથ વડે નાના કટકા કરી મિકસરમાં પીસી ને ભૂકો તૈયાર કરી લ્યો
હવે ગેસ પર દોઢ કપ ઘી ગરમ કરો એમાં સુધારેલો ગોળ નાખી હલાવી પીગળાવી લ્યો , ગોળ પીગળે એટલે ગેસ બંધ કરી ને ગોળ ના મિશ્રણ ને પહેલા તૈયાર કરેલા ઘઉં ચણા ના ભૂકામાં નાખી મિક્સ કરો
ત્યાર બાદ એમાં કાજુ બદામ ના કટકા , કીસમીસ ને એલચી નો પાવડર, જાયફળ નો પાવડર ને ખસખસ નાખી બરોબર મિક્સ કરો ને લડવા બનવા ના મોલ્ડ માં કે હાથ વડે લડવા બનાવી લ્યો
ને લડવા બનાવતા તૂટી જતાં હોય જો તો ઘી ને ગરમ કરી ઉમેરી સકો છો ને લડવા તૈયાર કરી લ્યો ને ઉપર થી થોડી ખસખસ છાંટી દયો તો તૈયાર છે ઘઉં ચણાના લાડવા.
ઘઉં ચણા ના લાડવા બનાવવાની રીત નો વિડીયો | ghau chana na ladoo
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર FOOD COUTURE by Chetna Patel ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Ghau chana na ladva banavani rit | ghau chana na ladoo banavani rit
ઘઉં ચણા ના ગોળ ના લાડવા બનાવવાની રીત | ghau chana na ladva banavvani rit | ghau chana na ladva recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
ઘઉં ચણા ના ગોળ ના લાડવા બનાવવા જરૂરી સામગ્રી
- 2 કપ ઘઉં નો કરકરો લોટ
- પા કપ બેસન
- પા કપ સોજી
- 1 કપ ગોળ
- 2 કપ ઘી
- પા ચમચી એલચી નો ભૂકો
- ½ ચમચી જાયફળ નો ભૂકો
- ½ કપ કાજુ ,બાદમ ના કટકા , કીસમીસ
- 1 ચમચી ખસખસ
- 1 ચમચી દૂધ ઓપેશનલ
Instructions
ઘઉં ચણા ના ગોળ ના લાડવા બનાવવાની રીત – ghau chana na ladva banavvani rit recipe in gujarati
- ઘઉં ચણાના ગોળ વાળા લાડવા બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો કરકરો લોટ લ્યો એમાં સોજી, બેસન નાખી મિક્સ કરો ને એમાં પા કપ ઘી નાખી મિક્સ કરો
- ત્યારે બાદ એમાં પા કપ દૂધ નાખી મિક્સ કરો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખતા જઈ કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ માંથી નાના નાના મુઠીયા બનાવી લ્યો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ/ઘી મિડીયમ તાપે ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં એક એક કરી ને બધાજ મુઠીયા ને મિડીયમ તાપે તરી લ્યો
- તારેલા મુઠીયા ને ઠંડા થવા દયો મુઠીયા ઠંડા થાય એટલે એના હાથ વડે નાના કટકા કરી મિકસરમાં પીસી ને ભૂકો તૈયાર કરી લ્યો
- હવે ગેસ પર દોઢ કપ ઘી ગરમ કરો એમાં સુધારેલો ગોળ નાખી હલાવી પીગળાવી લ્યો
- ગોળ પીગળે એટલે ગેસ બંધ કરી ને ગોળ ના મિશ્રણ ને પહેલા તૈયાર કરેલા ઘઉં ચણા ના ભૂકામાં નાખી મિક્સ કરો
- ત્યાર બાદ એમાં કાજુ બદામ ના કટકા , કીસમીસ ને એલચી નો પાવડર, જાયફળ નો પાવડર ને ખસખસ નાખી બરોબર મિક્સ કરો ને લાડવા બનવા ના મોલ્ડ માં કે હાથ વડે લડવા બનાવી લ્યો
- જો લડવા બનાવતા તૂટી જતાં હોય જો તો ઘી ને ગરમ કરી ઉમેરી સકો છો ને લડવા તૈયાર કરી લ્યો ને ઉપર થી થોડી ખસખસ છાંટી દયો તો તૈયાર છે ઘઉં ચણાના લાડવા.
ghau chana na ladva recipe in gujarati notes
- જો લાડવા તમારે વધારે સમય સુંધી રાખવા હોય તો દૂધ નો ઉપયોગ ટાળવો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
સોજી ના લોટ નો શીરો બનાવવાની રીત | Soji no shiro banavani recipe
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.