અત્યાર સુંધી આપણે ગાજર માંથી વિવિધ વાનગીઓ બનાવતા જ હોઈએ છીએ અને આજ આપણે એક એવીજ વાનગી બનાવતા શીખીશું. આપણે બધા ને ગાજર નો હલવો તો ખૂબ પસંદ આવતો હોય છે પણ આજ આપણે ગાજર ના હલવા ની જગ્યાએ Gajar ni barfi – ગાજર ની બરફી બનાવતા શીખીશું જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે.
Ingredients list
- ગાજર 600 ગ્રામ
- ફૂલ ક્રીમ દૂધ 1 લીટર
- ઘી 3-4 ચમચી
- ક્રીમ ½ કપ
- ખાંડ ½ કપ
- કાજુ, બદામ, પીસ્તા ની કતરણ 4-5 ચમચી
Gajar ni barfi banavani rit
ગાજર ની બરફી બનાવવા સૌપ્રથમ ગાજર ને ધોઇ સાફ કરી લીધા બાદ છોલી સાફ કરી લ્યો બધા ગાજર છોલી લીધા બાદ ફરી એક વખત ધોઇ લ્યો અને ત્યાર બાદ ચાકુ થી કાપી અને એનો સફેદ ભાગ અલગ કરી લ્યો. ત્યાર બાદ ચોપર થી અથવા છીણી વડે છીણી ને ગાજર ને છીણ લ્યો. આમ બધા જ ગાજર ને છીણી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં ઘી નાખી ગરમ કરવા મૂકો ત્યાર બાદ છીણેલા ગાજર નાખો અને ફૂલ તાપે હલાવતા રહી પાંચ સાત મિનિટ શેકી લ્યો. સાત મિનિટ પછી એમાં ફૂલ ક્રીમ દૂધ નાખી હલાવતા રહો અને દૂધ ઊકળવા લાગે એટલે મિડીયમ તાપે થોડી થોડી વારે હલાવતા રહો અને ધીરે ધીરે દૂધ ઘટ્ટ થવા લાગશે. મિશ્રણ થોડુ ઘટ્ટ થવા લાગે એટલે એમાં ક્રીમ નાખી મિક્સ કરી લ્યો અને ફરી હલાવતા રહો અને મિશ્રણ ને ઘટ્ટ કરી લ્યો.
મિશ્રણ ઘટ્ટ થાય એટલે એમાં ખાંડ નાખી મિક્સ કરી લ્યો અને હલાવતા રહો અને મિશ્રણ ઘટ્ટ થઈ જાય અને કડાઈ મૂકવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો. મિશ્રણ કડાઈ મૂકવા લાગે ત્યાં સુંધી ચડાવી લીધા બાદ ગ્રીસ કરેલ થાળી માં તૈયાર મિશ્રણ નાખી એક સરખું ફેલાવી દયો ત્યાર બાદ ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટી ને મિશ્રણ ને સેટ થવા પાંચ છ કલાક મૂકો.
મિશ્રણ સેટ થાય એટલે ચાકુ થી કાપી કટકા કરી લ્યો ત્યાર બાદ પીસ અલગ કરી લ્યો અને કટકા ને ડબ્બા માં ભરી ને મજા લ્યો. તો તૈયાર છે ગાજર બરફી.
Gajar barfi recipe notes
- ગાજર ચડાવતી વખતે એમાં રહેલ દૂધ બિલકુલ બારી લેવું અને ખાંડ નું પાણી પણ પૂરું બારી લેવું નહિતર બરફી ના પીસ નહિ બને.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ગાજર ની બરફી બનાવવાની રીત
Gajar ni barfi banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
Ingredients list
- 600 ગ્રામ ગાજર
- 1 લીટર ફૂલ ક્રીમ દૂધ
- 3-4 ચમચી ઘી
- ½ કપ ક્રીમ
- ½ કપ ખાંડ
- 4-5 ચમચી કાજુ , બદામ, પીસ્તા ની કતરણ
Instructions
Gajar ni barfi banavani rit
- ગાજર ની બરફી બનાવવા સૌપ્રથમ ગાજર ને ધોઇ સાફ કરી લીધા બાદ છોલી સાફ કરી લ્યો બધા ગાજર છોલી લીધા બાદ ફરી એક વખત ધોઇ લ્યો અને ત્યાર બાદ ચાકુ થી કાપી અને એનો સફેદ ભાગ અલગ કરી લ્યો. ત્યાર બાદ ચોપર થી અથવા છીણી વડે છીણી ને ગાજર ને છીણ લ્યો. આમ બધા જ ગાજર ને છીણી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં ઘી નાખી ગરમ કરવા મૂકો ત્યાર બાદ છીણેલા ગાજર નાખો અને ફૂલ તાપે હલાવતા રહી પાંચ સાત મિનિટ શેકી લ્યો. સાત મિનિટ પછી એમાં ફૂલ ક્રીમ દૂધ નાખી હલાવતા રહો અને દૂધ ઊકળવા લાગે એટલે મિડીયમ તાપે થોડી થોડી વારે હલાવતા રહો અને ધીરે ધીરે દૂધ ઘટ્ટ થવા લાગશે. મિશ્રણ થોડુ ઘટ્ટ થવા લાગે એટલે એમાં ક્રીમ નાખી મિક્સ કરી લ્યો અને ફરી હલાવતા રહો અને મિશ્રણ ને ઘટ્ટ કરી લ્યો.
- મિશ્રણ ઘટ્ટ થાય એટલે એમાં ખાંડ નાખી મિક્સ કરી લ્યો અને હલાવતા રહો અને મિશ્રણ ઘટ્ટ થઈ જાય અને કડાઈ મૂકવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો. મિશ્રણ કડાઈ મૂકવા લાગે ત્યાં સુંધી ચડાવી લીધા બાદ ગ્રીસ કરેલ થાળી માં તૈયાર મિશ્રણ નાખી એક સરખું ફેલાવી દયો ત્યાર બાદ ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટી ને મિશ્રણ ને સેટ થવા પાંચ છ કલાક મૂકો.
- મિશ્રણ સેટ થાય એટલે ચાકુ થી કાપી કટકા કરી લ્યો ત્યાર બાદ પીસ અલગ કરી લ્યો અને કટકા ને ડબ્બા માં ભરી ને મજા લ્યો. તો તૈયાર છે ગાજર બરફી.
Gajar barfi recipe notes
- ગાજર ચડાવતી વખતે એમાં રહેલ દૂધ બિલકુલ બારી લેવું અને ખાંડ નું પાણી પણ પૂરું બારી લેવું નહિતર બરફી ના પીસ નહિ બને.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
Be prakar ni suka nariyal ni chikki | બે પ્રકાર ની સૂકા નારિયળ ની ચીક્કી
milk powder na gulab jambu | મિલ્ક પાવડર ના ગુલાબ જાંબુ
mava vagar adadiya banavani rit | માવા વગરના અડદિયા બનાવવાની રીત
gajar no halvo banavani rit |ગાજર નો હલવો બનાવવાની રીત