HomeGujaratiGajar mula nu pani varu athanu | ગાજર મૂળા નું પાણી વાળું...

Gajar mula nu pani varu athanu | ગાજર મૂળા નું પાણી વાળું અથાણું

મિત્રો આ અથાણાં ને બનાવું જેટલું સરળ છે ખાવા માં એટલું જ સ્વાદિષ્ટ અને હેલ્થી છે. પેટ માટે તો ખૂબ સારું માનવામાં આવે છે તો એક વખત ચોક્કસ બનાવી શકાય એવું Gajar mula nu pani varu athanu – ગાજર મૂળા નું પાણી વાળું અથાણું બનાવતા શીખીશું.

Ingredients list

  • ગાજર 2
  • મૂળા 2
  • તીખા લીલા મરચા 4-5
  • રાઈ 1 ચમચી
  • રાઈ ના કુરિયા 1 ચમચી
  • વરિયાળી 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • હળદર ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • સરસો તેલ 1 ચમચી
  • વિનેગર 2 ચમચી
  • પાણી 3 કપ

Gajar mula nu pani varu athanu banavani recipe

ગાજર મૂળા નું પાણી વાળું અથાણું બનાવવા સૌપ્રથમ ગાજર, મૂળા અને તીખા લીલા મરચા ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી લેવા હવે ગાજર ના મિડીયમ સાઇઝ ના કટકા કરી બે ભાગ માં કાપી વચ્ચે જે સફેદ ભાગ પિત્ત નો છે તે અલગ કરી લાંબા લાંબા કટકા કરી લ્યો અને ત્યાર બાદ મૂળા ના પણ લાંબા લાંબા કટકા કરી લ્યો.

હવે ખંડણી માં રાઈ, રાઈના કુરિયા અને વરિયાળી નાખી દર્દરા ફૂટી ને તૈયાર કરી લ્યો અને ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર, હિંગ અને હળદર નાખી મિક્સ કરી મસાલો તૈયાર કરી એક બાજુ મૂકો. ત્યાર બાદ ગેસ પર કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય એટલે એમાં સુધારેલ ગાજર, મૂળા નાખો સાથે ધોઇ સાફ કરેલ તીખા લીલા મરચા નાખી ગેસ બંધ કરી નાખો.

બે ત્રણ મિનિટ પછી ગાજર, મૂળા અને મરચા ને તપેલી માં કાઢી એમાં ફૂટી ને રાખેલ મસાલો નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો. મિક્સ કરેલ સામગ્રી ને સાફ કોરી કાંચ ની બરણી માં નાખો અને ત્યાર બાદ એમાં વિનેગર, સરસો તેલ અને જે ગરમ પાણી બચેલું હતું એ બરણી માં નાખો.

ગાજર મૂળા ડૂબે એટલું પાણી નાખી મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ઢાંકણ બંધ કરી ફ્રીઝ માં મૂકો અને બે ત્રણ દિવસ પછી મજા લ્યો ગાજર મૂળા નું પાણી વાળું અથાણું.

Athanu recipe notes

  • આ અથાણું તમે બહાર પણ રાખી શકો છો. પણ એ ઘણા લાંબા સમય સુંધી નહિ ખાઈ શકો અઠવાડિયા દસ દિવસ માં ખાઈ લેવું.
  • અહીં તમે મરચા મિડીયમ તીખા પણ લઈ શકો છો.
  • ગાજર અને મૂળા ને અથાણાં ની રીતે ખાઈ બચેલા પાણી ને પણ પી શકો છો જે પેટ માટે ખૂબ ગુણકારી માનવામાં આવે છે.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ગાજર મૂળા નું પાણી વાળું અથાણું બનાવવાની રેસીપી

Gajar mula nu pani varu athanu - ગાજર મૂળા નું પાણી વાળું અથાણું

Gajar mula nu pani varu athanu banavani recipe

મિત્રો આ અથાણાં ને બનાવું જેટલું સરળ છે ખાવા માં એટલુંજ સ્વાદિષ્ટ અને હેલ્થી છે. પેટ માટે તોખૂબ સારું માનવામાં આવે છે તો એક વખત ચોક્કસ બનાવી શકાય એવું Gajar mula nu pani varu athanu – ગાજર મૂળા નું પાણી વાળું અથાણું બનાવતા શીખીશું.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 10 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 કાંચ ની બરણી
  • 1 તપેલી
  • 1 ખંડણી

Ingredients

Ingredients list

  • 2 ગાજર
  • 2 મૂળા
  • 4-5 તીખા લીલા મરચા
  • 1 ચમચી રાઈ
  • 1 ચમચી રાઈ ના કુરિયા
  • 1 ચમચી વરિયાળી
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી હળદર
  • ¼ ચમચી હિંગ
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 ચમચી સરસો તેલ
  • 2 ચમચી વિનેગર
  • 3 કપ પાણી

Instructions

Gajar mula nu pani varu athanu banavani recipe

  • ગાજર મૂળા નું પાણી વાળું અથાણું બનાવવા સૌપ્રથમ ગાજર, મૂળા અને તીખા લીલા મરચા ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી લેવા હવે ગાજર ના મિડીયમ સાઇઝ ના કટકા કરી બે ભાગ માં કાપી વચ્ચે જે સફેદ ભાગ પિત્ત નો છે તે અલગ કરી લાંબા લાંબા કટકા કરી લ્યો અને ત્યાર બાદ મૂળા ના પણ લાંબા લાંબા કટકા કરી લ્યો.
  • હવે ખંડણી માં રાઈ, રાઈના કુરિયા અને વરિયાળી નાખી દર્દરા ફૂટી ને તૈયાર કરી લ્યો અને ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર, હિંગ અને હળદર નાખી મિક્સ કરી મસાલો તૈયાર કરી એક બાજુ મૂકો. ત્યાર બાદ ગેસ પર કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય એટલે એમાં સુધારેલ ગાજર, મૂળા નાખો સાથે ધોઇ સાફ કરેલ તીખા લીલા મરચા નાખી ગેસ બંધ કરી નાખો.
  • બે ત્રણ મિનિટ પછી ગાજર, મૂળા અને મરચા ને તપેલી માં કાઢી એમાં ફૂટી ને રાખેલ મસાલો નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો. મિક્સ કરેલ સામગ્રી ને સાફ કોરી કાંચ ની બરણી માં નાખો અને ત્યાર બાદ એમાં વિનેગર, સરસો તેલ અને જે ગરમ પાણી બચેલું હતું એ બરણી માં નાખો.
  • ગાજર મૂળા ડૂબે એટલું પાણી નાખી મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ઢાંકણ બંધ કરી ફ્રીઝ માં મૂકો અને બે ત્રણ દિવસ પછી મજા લ્યો ગાજર મૂળા નું પાણી વાળું અથાણું.

Notes

  • આ અથાણું તમે બહાર પણ રાખી શકો છો. પણ એ ઘણા લાંબા સમય સુંધી નહિ ખાઈ શકો અઠવાડિયા દસ દિવસ માં ખાઈ લેવું.
  • અહીં તમે મરચા મિડીયમ તીખા પણ લઈ શકો છો.
  • ગાજર અને મૂળા ને અથાણાં ની રીતે ખાઈ બચેલા પાણી ને પણ પી શકો છો જે પેટ માટે ખૂબ ગુણકારી માનવામાં આવે છે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular