જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે ફૂલ ગોબી મંચુરિયન બનાવવાની રીત – Full gobi manchurian banavani rit શીખીશું, If you like the recipe do subscribe Nirmla Nehra YouTube channel on YouTube , આપણે વેજીટેબલ નો ઉપયોગ કરી ને ઘણી વાર મંચુરિયન બનાવતા હોઈએ છીએ. પણ આજે ફૂલ ગોબી નો ઉપયોગ કરીને મંચુરિયન બનાવીશું. ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Full gobi manchurian recipe in gujarati શીખીએ.
ફૂલ ગોબી મંચુરિયન બનાવવા માટે બેટર તૈયાર કરવા માટેની સામગ્રી
- ફુલાવર 2 કપ
- મેંદો ½ કપ
- કોર્ન ફ્લોર ¼ કપ
- મરી પાવડર 1 ચમચી
- આદુ અને લસણ ની પેસ્ટ 1 ચમચી
- સોયા સોસ 1 ચમચી
- સ્વાદ પ્રમાણે મીઠું
- પાણી જરૂર મુજબ
ગ્રેવી બનાવવા માટેની સામગ્રી
- તેલ 1 ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- સ્વાદ પ્રમાણે મીઠું
- ઝીણા સુધારેલા લીલાં મરચાં 2
- ઝીણા સુધારેલા કેપ્સીકમ ½ કપ
- ચીલી સોસ 1 ચમચી
- સોયા સોસ 1 ચમચી
- વિનેગર 1 ચમચી
- ટોમેટો કેચઅપ 1 ચમચી
- કોર્ન ફ્લોર 1 ચમચી
ફૂલ ગોબી મંચુરિયન બનાવવાની રીત
ફૂલ ગોબી ના મંચુરિયન બનાવવા માટે સૌથી પહેલાં ફૂલ ગોબી ના નાના નાના ફૂલ તોડીને લઈ લ્યો. હવે તેને ધોઈ ને સાફ કરીને રાખી લ્યો.
હવે એક બાઉલમાં મેંદો લ્યો. હવે તેમાં કોર્ન ફ્લોર, મરી પાવડર, આદુ અને લસણ ની પેસ્ટ, સોયા સોસ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં થોડું થોડું કરીને પાણી નાખો અને સરસ થી થોડું થીક બેટર તૈયાર કરી લ્યો. એક પણ ગુટલી ના રહે તે રીતે સરસ થી મિક્સ કરી લ્યો.
તેમાં ફૂલગોબી નાખો. અને સરસ થી તેને બેટર માં મિક્સ કરી લ્યો. જેથી સરસ થી ફુલગોબી બેટર થી કોટ થઈ જાશે.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં એક એક કરીને કોટ કરેલા ફુલગોબિ ના ફૂલ નાખતા જાવ. હવે તેને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધી ફુલ્ગોબી ના ફૂલ ને તળી લ્યો.
ફૂલ ગોબી મંચુરિયન માટેની ગ્રેવી તૈયાર કરવાની રીત
ગ્રેવી બનાવવા માટે સૌથી પહેલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક ચમચી જેટલું તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે તેમાં આદુ અને લસણ ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ડુંગળી અને આદુ લસણની પેસ્ટ ને સરસ થી ગોલ્ડન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો.
ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં મરચાં અને ઝીણા સુધારેલા કેપ્સીકમ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવ તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.
હવે તેમાં ચીલી સોસ, સોયા સોસ, વિનેગર અને ટોમેટો કેચઅપ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
એક કટોરી માં એક ચમચી જેટલો કોર્ન ફ્લોર નાખો. હવે તેમાં બે ચમચી જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ગ્રેવી માં નાખો. હવ તેને ગ્રેવી સાથે સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે તેમાં તળી ને રાખેલ ફૂળગોબી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે એક મિનિટ સુધી તેને સેકી ને ગેસ બંધ કરી દયો.
હવે તૈયાર છે આપણા ટેસ્ટી ફૂલગોબિ ના મંચુરિયન. હવે તેને એક પ્લેટ માં નાખી ને સર્વ કરો અને ગરમા ગરમ ફૂલ ગોબી ના મંચુરિયન ખાવાનો આનંદ માણો.
Gobi Manchurian recipe notes
- ગ્રેવી માં તેમે ઝીણી સુધારેલી લીલી ડુંગળી અને ઝીણા સુધારેલા ગાજર નાખી શકો છો.
Full gobi manchurian banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nirmla Nehra ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Full gobi manchurian recipe in gujarati
ફૂલ ગોબી મંચુરિયન બનાવવાની રીત | Full gobi manchurian banavani rit | Full gobi manchurian recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
ફૂલગોબી મંચુરિયન બનાવવા માટે બેટર તૈયાર કરવા માટેની સામગ્રી
- ફુલાવર 2 કપ
- મેંદો ½ કપ
- કોર્ન ફ્લોર ¼ કપ
- મરી પાવડર 1 ચમચી
- આદુ અને લસણ ની પેસ્ટ 1 ચમચી
- સોયા સોસ 1 ચમચી
- સ્વાદ પ્રમાણે મીઠું
- પાણી જરૂર મુજબ
ગ્રેવી બનાવવા માટેની સામગ્રી
- તેલ 1 ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- સ્વાદ પ્રમાણે મીઠું
- ઝીણા સુધારેલા લીલાં મરચાં 2
- ઝીણા સુધારેલા કેપ્સીકમ ½ કપ
- ચીલી સોસ 1 ચમચી
- સોયા સોસ 1 ચમચી
- વિનેગર 1 ચમચી
- ટોમેટો કેચઅપ 1 ચમચી
- કોર્ન ફ્લોર 1 ચમચી
Instructions
ફૂલગોબી મંચુરિયન બનાવવાની રીત | Full gobi manchurian banavani rit | Full gobi manchurian recipe in gujarati
- ફૂલગોબી ના મંચુરિયન બનાવવા માટે સૌથી પહેલાં ફૂલ ગોબી ના નાના નાના ફૂલ તોડીને લઈ લ્યો. હવે તેને ધોઈ ને સાફ કરીને રાખી લ્યો.
- તેમાં ફૂલગોબી નાખો. અને સરસ થી તેને બેટર માં મિક્સકરી લ્યો. જેથી સરસ થી ફુલગોબી બેટર થી કોટ થઈ જાશે.
- ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં એક એક કરીને કોટ કરેલા ફુલગોબિ ના ફૂલ નાખતા જાવ.હવે તેને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધી ફુલ્ગોબી ના ફૂલ ને તળી લ્યો.
ફૂલગોબી મંચુરિયન માટેની ગ્રેવી તૈયાર કરવાની રીત
- ગ્રેવી બનાવવા માટે સૌથી પહેલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક ચમચી જેટલું તેલ નાખો. તેલ ગરમ થાય એટલેતેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠુંનાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- હવે તેમાં આદુ અને લસણ ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ડુંગળી અને આદુ લસણની પેસ્ટ ને સરસ થી ગોલ્ડન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો.
- ત્યારબાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં મરચાં અને ઝીણા સુધારેલા કેપ્સીકમ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થીહલાવી ને મિક્સ કરી લ્યો. હવ તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.
- હવે તેમાં ચીલી સોસ, સોયા સોસ, વિનેગર અને ટોમેટો કેચઅપ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- એક કટોરી માં એક ચમચી જેટલો કોર્ન ફ્લોર નાખો. હવે તેમાંબે ચમચી જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરીલ્યો. હવે તેને ગ્રેવી માં નાખો. હવ તેનેગ્રેવી સાથે સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- તેમાં તળી ને રાખેલ ફૂળગોબી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે એક મિનિટ સુધી તેને સેકી ને ગેસ બંધ કરી દયો.
- હવે તૈયાર છે આપણા ટેસ્ટી ફૂલગોબિ ના મંચુરિયન. હવે તેને એક પ્લેટ માં નાખી ને સર્વ કરો અને ગરમા ગરમ ફૂલ ગોબી ના મંચુરિયનખાવાનો આનંદ માણો.
Gobi Manchurian recipe notes
- ગ્રેવી માં તેમે ઝીણી સુધારેલી લીલી ડુંગળીઅને ઝીણા સુધારેલા ગાજર નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
સેવૈયા ઉપમા બનાવવાની રીત | Seviyan Upma banavani rit | Seviyan Upma recipe in gujarati
ચણાની દાળના દાળવડા બનાવવાની રીત | chana ni dal na vada banavani rit