આજે રાઈસ એટલે કે ભાત અલગ અલગ વ્યક્તિને અલગ અલગ રીતે પસંદ આવતા હોય છે ઘણા ને પ્લેન રાઈસ તો ઘણા ને જીરા રાઈસ, તો ઘણા ને લેમન રાઈસ તો ઘણા ને ટોમેટો રાઈસ આમ અલગ અલગ પ્રકારના રાઈસ પસંદ કરતા હોય છે આના સિવાય પણ અલગ અલગ ફ્લેવર્સ ના રાઈસ બનતા અને પસંદ આવતા હોય છે આજ એમાંથી જ એક સ્વાસ્થ્ય માટે સારા અને સ્વાદિષ્ટ એવા ફુદીના માંથી રાઈસ બનાવશું જે ખાવા માં તો ટેસ્ટી લાગશે જ સાથે હેલ્થી પણ બને છે તો ચાલો Fudina rice banavani rit શીખીએ.
ફુદીના રાઈસ બનાવવા જરૂરી સામગ્રી
- બાસમતી ચોખા 1 કપ
- ફુદીના ના પાંદ 1 કપ
- લીલા ધાણા સુધારેલા ½ કપ
- લસણ ની કણી 2-3
- લીલા મરચા સુધારેલા 2-3
- આદુનો ટુકડો ½ ઇંચ
- નારિયળ ના કટકા / છીણ 3-4 ચમચી
- ઘી 3-4 ચમચી
- જીરું 1 ચમચી
- તમાલપત્ર 1
- તજ નો ટુકડો 1
- જાવેત્રી 1 કટકો
- એલચી 1-2
- લવિંગ 2-3
- મરી 4-5
- સ્ટાર ફૂલ 1-2
- કાજુ ના કટકા 3-4 ચમચી
- ડુંગળી સુધારેલી 1 -2
- ટમેટા સુધારેલ 1
- ગાજર 1 માં કટકા
- બટાકા 1 ના કટકા
- ફણસી સુધારેલ 5-7
- વટાણા ¼ કપ
- ગરમ મસાલો ½ ચમચી
- લીંબુ નો રસ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Fudina rice banavani rit
ફુદીના રાઈસ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બાસમતી ચોખા લ્યો એને બે પાણીથી બરોબર ધોઇ લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી અડધા કલાક માટે પલાળી મુકો. હવે એક મિક્સર જાર માં ધોઇ સાફ કરેલ ફુદીના ના પાંદ, ધોઇ સાફ કરેલ લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા, લસણ ની કણી અને આદુનો ટુકડો નાખી પીસી લ્યો ત્યાર બાદ પીસવા માટે જરૂરી બે ચાર ચમચી પાણી નાખી ને ફરીથી સ્મુથ પીસી લ્યો અને એક બાજુ મૂકો.
હવે ગેસ પર એક કૂકરમાં ઘી ગરમ કરવા મૂકી ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં જીરું નાંખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં તમાલપત્ર. તજ નો ટુકડો, લવિંગ, એલચી, જાવેત્રી, સ્ટાર ફૂલ, મરી નાખી બરોબર મિક્સ કરી લ્યો. હવે એમાં કાજુના કટકા નાખો અને ને મિનિટ કાજૂને શેકી લ્યો.
કાજુ શેકાઈ જાય એટલે ગેસ ફૂલ કરી એમાં સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી બે ચાર મિનિટ ડુંગળી ને શેકી લ્યો ડુંગળી શેકાઈ જાય એટલે એમાં સુધારેલ ટમેટા નાખી મિક્સ કરી લ્યો અને ટમેટા બરોબર ચડી જાય અને ઘી અલગ થવા લાગે એટલે એમાં સુધારેલ ગાજર, ફણસી, બટાકા અને વટાણા નાખી બરોબર મિક્સ કરી પાંચ સાત મિનિટ શેકી લ્યો.
હવે શેકેલ શાક માં પીસી રાખેલ ફુદીના ની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી લ્યો.અને પેસ્ટ સાથે બે મિનિટ શેકી લ્યો પેસ્ટ બરોબર શેકાઈ જાય એટલે એમાં પલાળી રાખેલ ચોખા નું પાણી નિતારી ચોખા નાખો અને હલકા હાથે બરોબર મિક્સ કરી લ્યો.
હવે એમાં સવા કપ પાણી નાખો અને સાથે સ્વાદ મુજબ મીઠું, ગરમ મસાલો અને લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ કુકર નું ઢાંકણ બંધ કરી મિડીયમ તાપે એક સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી પાંચ મિનિટ ચડવા દયો અને પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો.
કુકર માંથી હવા બિલકુલ નીકળી જાય એટલે કુકર નું ઢાંકણ ખોલી નાખો અને કુકર ઉપર પાતળું કપડું કે ડિશ અડધી ઢાંકી મુકો દસ મિનિટ પછી દહી સાથે તૈયાર ફુદીના રાઈસ ની મજા લ્યો.
Fudina rice notes
- શાક તમે તમારી પસંદ ના નાખી શકો છો.
- આ રાઈસ તમે કડાઈ માં પણ બનાવી શકો છો.
ફુદીના રાઈસ બનાવવાની રીત
ફુદીના રાઈસ બનાવવાની રીત | Fudina rice banavani rit
Equipment
- 1 કુકર
- 1 મિક્સર
Ingredients
ફુદીના રાઈસ બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ બાસમતી ચોખા
- 1 કપ ફુદીના ના પાંદ
- ½ કપ લીલા ધાણા સુધારેલા
- 2-3 લસણ ની કણી
- 2-3 લીલા મરચા સુધારેલા
- ½ ઇંચ આદુનો ટુકડો
- 3-4 ચમચી નારિયળ ના કટકા / છીણ
- 3-4 ચમચી ઘી
- 1 ચમચી જીરું
- 1 તમાલપત્ર
- 1 તજ નો ટુકડો
- 1 કટકો જાવેત્રી
- 1-2 એલચી
- 2-3 લવિંગ
- 4-5 મરી
- 1-2 સ્ટાર ફૂલ
- 3-4 ચમચી કાજુ ના કટકા
- 1-2 ડુંગળી સુધારેલી
- 1 ટમેટા સુધારેલ
- 1 ગાજર માં કટકા
- 1 બટાકા ના કટકા
- 5-7 ફણસી સુધારેલ
- ¼ કપ વટાણા
- ½ ચમચી ગરમ મસાલો
- 1 ચમચી લીંબુ નો રસ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
Fudina rice banavani rit
- ફુદીના રાઈસ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બાસમતી ચોખા લ્યોએને બે પાણીથી બરોબર ધોઇ લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી અડધા કલાક માટે પલાળી મુકો. હવે એક મિક્સર જાર માં ધોઇસાફ કરેલ ફુદીના ના પાંદ, ધોઇ સાફ કરેલ લીલા ધાણા સુધારેલા,લીલા મરચા સુધારેલા, લસણ ની કણી અને આદુનો ટુકડોનાખી પીસી લ્યો ત્યાર બાદ પીસવા માટે જરૂરી બે ચાર ચમચી પાણી નાખી ને ફરીથી સ્મુથ પીસીલ્યો અને એક બાજુ મૂકો.
- હવે ગેસ પર એક કૂકરમાં ઘી ગરમ કરવા મૂકી ઘી ગરમ થાય એટલેગેસ ધીમો કરી એમાં જીરું નાંખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં તમાલપત્ર. તજ નો ટુકડો, લવિંગ, એલચી, જાવેત્રી,સ્ટાર ફૂલ, મરી નાખી બરોબર મિક્સ કરી લ્યો.હવે એમાં કાજુના કટકા નાખો અને ને મિનિટ કાજૂને શેકી લ્યો.
- કાજુ શેકાઈ જાય એટલે ગેસ ફૂલ કરી એમાં સુધારેલી ડુંગળીનાખી મિક્સ કરી બે ચાર મિનિટ ડુંગળી ને શેકી લ્યો ડુંગળી શેકાઈ જાય એટલે એમાં સુધારેલટમેટા નાખી મિક્સ કરી લ્યો અને ટમેટા બરોબર ચડી જાય અને ઘી અલગ થવા લાગે એટલે એમાંસુધારેલ ગાજર, ફણસી, બટાકા અને વટાણા નાખી બરોબર મિક્સ કરી પાંચ સાતમિનિટ શેકી લ્યો.
- હવે શેકેલ શાક માં પીસી રાખેલ ફુદીના ની પેસ્ટ નાખી બરોબરમિક્સ કરી લ્યો.અને પેસ્ટ સાથે બે મિનિટ શેકી લ્યો પેસ્ટ બરોબર શેકાઈ જાય એટલે એમાં પલાળીરાખેલ ચોખા નું પાણી નિતારી ચોખા નાખો અને હલકા હાથે બરોબર મિક્સ કરી લ્યો.
- હવે એમાં સવા કપ પાણી નાખો અને સાથે સ્વાદ મુજબ મીઠું, ગરમ મસાલો અને લીંબુનો રસ નાખીબરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ કુકર નું ઢાંકણ બંધ કરી મિડીયમ તાપે એક સીટી વગાડીલ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી પાંચ મિનિટ ચડવા દયો અને પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી કુકરમાંથી હવા નીકળવા દયો.
- કુકર માંથી હવા બિલકુલ નીકળી જાય એટલે કુકર નું ઢાંકણ ખોલીનાખો અને કુકર ઉપર પાતળું કપડું કે ડિશ અડધી ઢાંકી મુકો દસ મિનિટ પછી દહી સાથે તૈયાર ફુદીના રાઈસ ની મજા લ્યો.
Fudina rice notes
- શાક તમે તમારી પસંદ ના નાખી શકો છો.
- આ રાઈસ તમે કડાઈ માં પણ બનાવી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
લસણ મરચાની ચટણી બનાવવાની રીત | Lasan marcha ni chatni banavani rit
ફ્લાવર બટાકાનું રસાવાળું શાક | fulavar bataka nu rasavalu shaak
મેથીના રસિયા મુઠીયા બનાવવાની રીત | methi na rasiya muthiya banavani rit
પંડોલી બનાવવાની રીત | pandoli banavani rit | Pandoli Recipe in gujarati
કેપ્સીકમ નું શાક બનાવવાની રીત | capsicum nu shaak banavani rit