વ્રત ઉપવાસમાં હમેશા એજ બટાકા નું ફરાળી શાક, સાબુદાણા, સાવ જેમ એક નું એક ખાઈ ને કંટાળી ગયા છો. તો આવો આજ કઈક નવું ટેસ્ટી અને હેલ્થી ફરાળી વેજ સેન્ડવીચ બનાવતા શીખીએ. સ્વાદિષ્ટ ની સાથે ફરાળી છે જેને વ્રત ઉપવાસમાં ખાઈ શકાય છે તો ચાલો Farali veg sandwich banavani rit શીખીએ.
ફરાળી વેજ સેન્ડવીચ બનાવવા જરૂરી સામગ્રી
- શક્કરિયા 500 ગ્રામ
- આદુ પેસ્ટ ½ ચમચી
- ઝીણા સમારેલા લીલાં મરચા 1-2
- રાજગરાનો લોટ / ફરાળી લોટ 4-5 ચમચી
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર પ્રમાણે
સ્ટફિંગ માટેની સામગ્રી
- ઝીણા સમારેલા ટામેટા 1 -2
- ઝીણા સમારેલા કેપ્સીકમ 1 કપ
- લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
- લીલા મરચા સુધારેલા 1-2
- મરી પાઉડર ½ ચમચી
- શેકેલ જીરું પાઉડર ½ ચમચી
- મોઝરેલા ચીઝ 1 કપ
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
Farali veg sandwich banavani rit
ફરાળી વેજ સેન્ડવીચ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઝીણા સમારેલા કેપ્સીકમ, ઝીણા સમારેલા ટામેટા, લીલા ધાણા સુધારેલા, ઝીણા સમારેલા લીલાં મરચા, મરી પાઉડર, શેકેલ જીરું પાઉડર, ફરાળી મીઠું સ્વાદ મુજબ અને ત્યાર બાદ મોઝરેલા ચીઝ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને સ્ટફિંગ તૈયાર કરી લ્યો.
શક્કરિયા ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુથી છોલી સાફ કરી પાણી માં નાખી દયો. ( શક્કરિયા ને પાણીમાં નાખવાથી કાળા નથી પડતાં ) હવે છીણી વડે એક વાસણમાં એક એક કરી બધા જ શક્કરિયા ને છીણી લ્યો.
હવે બધા શક્કરિયા છીણી લીધા પછી છીણેલા શક્કરિયા ને બને હાથ માં લઇ દબાવી એમાંથી વધારાનું પાણી નિતારી લઈ બીજા વાસણમાં કાઢી લ્યો હવે એમાં છીણેલું આદુ, ઝીણા સમારેલા લીલાં મરચા, સ્વાદ મુજબ ફરાળી મીઠું અને ફરાળી લોટ નાખો અને બરોબર મિક્સ કરી લ્યો.
ગેસ પર એક સાફ તવી ને ધીમા તાપે ગરમ કરવા મૂકો ત્યાર બાદ એમાં એક બે ચમચી તેલ લગાવી ફેલાવી લ્યો અને એમાં તૈયાર કરેલ મિશ્રણ માંથી અડધું મિશ્રણ નાખો અને એક સરખું તવી માં હાથથી અથવા ચમચા થી દબાવી દબાવી ફેલાવી લ્યો અને ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો હવે ઉપર ના ભાગે એક બે ચમચી તેલ લગાવી હલકા હાથે ધ્યાન રાખી ઉથલાવી લ્યો અને બીજી બાજુ પણ લાઈટ ગોલ્ડન શેકી લ્યો.
બરોબર વચ્ચે થી બે ભાગ કરી લ્યો અને એક ભાગ માં તૈયાર કરેલ સ્ટફિંગ ને મૂકો અને બીજો ભાગ સ્ટફિંગ ઉપર મૂકી થોડો દબાવી લ્યો અને બીજી એક બે મિનિટ સાવ ધીમા તાપે ચડાવી લ્યો અને ત્યાર બાદ ધ્યાન થી ઉથલાવી બીજી બાજુ પણ બે ચાર મિનિટ અથવા ચીઝ ઓગળે ત્યાં સુંધી ચડાવી લ્યો આમે બને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય એટલે સેન્ડવીચ ને ઉતારી લ્યો.
આમ બાકી રહેલા મિશ્રણ માંથી બીજી સેન્ડવિચ તૈયાર કરી લ્યો અને તૈયાર સેન્ડવીચ કાપી ને ગરમ ગરમ ચટણી કે સોસ સાથે સર્વ કરો ફરાળી વેજ સેન્ડવીચ.
Farali veg sandwich NOTES
- અહી તમે બટાકા ને છીણી એમાંથી પણ બ્રેડ બનાવી સેન્ડવીચ બનાવી શકો છો.
- તમે ફરાળ માં જે સામગ્રી ના ખાતા હો એ સામગ્રી ને સ્કીપ કરી નાખવી.
ફરાળી વેજ સેન્ડવીચ બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Krishna’s Cuisine ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Farali veg sandwich recipe
Farali veg sandwich banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
ફરાળી વેજ સેન્ડવીચ બનાવવા જરૂરી સામગ્રી
- 500 ગ્રામ શક્કરિયા
- ½ ચમચી આદુ પેસ્ટ
- 1-2 ઝીણા સમારેલા લીલાં મરચા
- 4-5 ચમચી રાજગરાનો લોટ / ફરાળી લોટ
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર પ્રમાણે
સ્ટફિંગ માટેની સામગ્રી
- 1-2 ઝીણા સમારેલા ટામેટા
- 1 કપ ઝીણા સમારેલા કેપ્સીકમ
- 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
- 1-2 લીલા મરચા સુધારેલા
- ½ ચમચી મરી પાઉડર
- ½ ચમચી શેકેલ જીરું પાઉડર
- 1 કપ મોઝરેલા ચીઝ
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
Instructions
Farali veg sandwich banavani rit
- ફરાળી વેજ સેન્ડવીચ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઝીણા સમારેલા કેપ્સીકમ, ઝીણા સમારેલા ટામેટા, લીલા ધાણા સુધારેલા, ઝીણા સમારેલા લીલાં મરચા, મરી પાઉડર, શેકેલ જીરું પાઉડર, ફરાળી મીઠું સ્વાદ મુજબ અને ત્યાર બાદ મોઝરેલા ચીઝ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને સ્ટફિંગ તૈયાર કરી લ્યો.
- શક્કરિયા ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુથી છોલી સાફ કરી પાણી માં નાખી દયો. ( શક્કરિયા ને પાણીમાં નાખવાથી કાળા નથી પડતાં ) હવે છીણી વડે એક વાસણમાં એક એક કરી બધા જ શક્કરિયા ને છીણી લ્યો.
- હવે બધા શક્કરિયા છીણી લીધા પછી છીણેલા શક્કરિયા ને બને હાથ માં લઇ દબાવી એમાંથી વધારાનું પાણી નિતારી લઈ બીજા વાસણમાં કાઢી લ્યો હવે એમાં છીણેલું આદુ, ઝીણા સમારેલા લીલાં મરચા, સ્વાદ મુજબ ફરાળી મીઠું અને ફરાળી લોટ નાખો અને બરોબર મિક્સ કરી લ્યો.
- ગેસ પર એક સાફ તવી ને ધીમા તાપે ગરમ કરવા મૂકો ત્યાર બાદ એમાં એક બે ચમચી તેલ લગાવી ફેલાવી લ્યો અને એમાં તૈયાર કરેલ મિશ્રણ માંથી અડધું મિશ્રણ નાખો અને એક સરખું તવી માં હાથથી અથવા ચમચા થી દબાવી દબાવી ફેલાવી લ્યો અને ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો હવે ઉપર ના ભાગે એક બે ચમચી તેલ લગાવી હલકા હાથે ધ્યાન રાખી ઉથલાવી લ્યો અને બીજી બાજુ પણ લાઈટ ગોલ્ડન શેકી લ્યો.
- બરોબર વચ્ચે થી બે ભાગ કરી લ્યો અને એક ભાગ માં તૈયાર કરેલ સ્ટફિંગ ને મૂકો અને બીજો ભાગ સ્ટફિંગ ઉપર મૂકી થોડો દબાવી લ્યો અને બીજી એક બે મિનિટ સાવ ધીમા તાપે ચડાવી લ્યો અને ત્યાર બાદ ધ્યાન થી ઉથલાવી બીજી બાજુ પણ બે ચાર મિનિટ અથવા ચીઝ ઓગળે ત્યાં સુંધી ચડાવી લ્યો આમે બને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય એટલે સેન્ડવીચ ને ઉતારી લ્યો.
- આમ બાકી રહેલા મિશ્રણ માંથી બીજી સેન્ડવિચ તૈયાર કરી લ્યો અને તૈયાર સેન્ડવીચ કાપી ને ગરમ ગરમ ચટણી કે સોસ સાથે સર્વ કરો ફરાળી વેજ સેન્ડવીચ.
Farali veg sandwich NOTES
- અહી તમે બટાકા ને છીણી એમાંથી પણ બ્રેડ બનાવી સેન્ડવીચ બનાવી શકો છો.
- તમે ફરાળ માં જે સામગ્રી ના ખાતા હો એ સામગ્રી ને સ્કીપ કરી નાખવી.
આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Farali aloo paratha | ફરાળી આલું પરોઠા બનાવવાની રેસીપી
ફરાળી પાણીપુરી બનાવવાની રીત | Farali pani puri banavani rit | Farali pani puri recipe in gujarati
ફરાળી ઢોકળા બનાવવાની રીત | farali dhokla banavani rit