નમસ્તે મિત્રો આજે આપણે ફરાળી શક્કરિયા ના વડા બનાવવાની રેસીપી શીખીશું. આ વડા તમે વ્રત ઉપવાસમાં બનાવી ને ખાઈ શકો છો. આ વડા ને તમે ચટણી સાથે અથવા તો ફરાળી દહી વડા જેમ વડા પર દહીં અને ચટણીઓ નાખો ને પણ મજા લઇ શકો છો. આ Farali shkkariya na vada banavani recipe ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે.
ફરાળી વડા બનાવવા જરૂરી સામગ્રી
- સામો 1 કપ
- શક્કરિયા 250 ગ્રામ
- શેકેલ સીંગદાણા ½ કપ
- સૂકા નારિયળ નું છીણ ¼ કપ
- લીલા મરચા ની પેસ્ટ 1-2 ચમચી
- આદુ ની પેસ્ટ 1 ચમચી
- સંચળ ½ ચમચી
- શેકેલ જીરું પાઉડર 1 ચમચી
- મરી પાઉડર ½ ચમચી
- લીંબુનો રસ 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા ¼ કપ
- સફેદ તલ 3-4 ચમચી
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તરવા માટે તેલ
Farali shkkariya na vada banavani recipe
ફરાળી શક્કરિયા વડા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સામો લ્યો એને બે ત્રણ પાણીથી બરોબર ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એક બે ગ્લાસ પાણી નાખી સામા ને પાંચ દસ મિનિટ પલાળી લ્યો. દસ મિનિટ પછી સામા નું પાણી નિતારી સામો કુકર માં નાખો સાથે શક્કરિયા ને છોલી ધોઇ ને નાના કટકા કરી કુકર માં નાખો અને એમાં બે વાટકી પાણી નાખો.
કુકર નું ઢાંકણ બંધ કરી મિડીયમ તાપે બે સીટી વગાડી લ્યો અને ને મિનિટ પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. કુકર ની હવા નીકળે ત્યાં સુંધી માં ગેસ પર કડાઈમાં સીંગદાણા ને શેકી લ્યો અને સીંગદાણા ને થાળી માં કાઢી ઠંડા કરી લ્યો ત્યાર બાદ એના ફોતરા અલગ કરી લ્યો અને મિક્સર જારમાં નાખી અધ કચરા પીસી લ્યો.
કુકર ઠંડુ થઈ ગયા બાદ કુકર ખોલી લ્યો અને કથરોટ માં કાઢી અને ચમચા થી મેસ કરી લ્યો અને ત્યાર બાદ એમાં પીસેલા સીંગદાણા, નારિયળ નું છીણ. લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા, સંચળ, મરી પાઉડર, આદુ ની પેસ્ટ, સફેદ તલ, લીંબુનો રસ શેકેલ જીરું પાઉડર અને સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
હવે હાથ પર તેલ લગાવો બાંધેલા લોટ માંથી મિશ્રણ લઈ મનગમતા આકાર માં વડા બનાવી લ્યો અને વડા ની બને બાજુ થોડા સફેદ તલ લગાવી લ્યો આમ એક એક કરી બધા જ વડા બનાવી તૈયાર કતી કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર વડા નાખો.
વડા નાખ્યા પછી એક મિનિટ પછી ઝારા થી હલાવી લ્યો અને ગેસ ને મિડીયમ તાપ કરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરી લ્યો. આમ થોડા થોડા કરી બધા જ વડા ને તરી ને તૈયાર કરી લ્યો. તૈયાર વડા ને ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે ફરાળી શક્કરિયા વડા.
Farali vada recipe notes
- શક્કરિયા ને મેસ કરતી વખતે એમાં રહેલ રેસા પસંદ ના હોય તો અલગ કરી નાખવા.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ફરાળી શક્કરિયા ના વડા બનાવવાની રેસીપી
Farali shkkariya na vada banavani recipe
Equipment
- 1 ડાઈ
- 1 મિક્સર
Ingredients
ફરાળી વડા બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ સામો
- 250 ગ્રામ શક્કરિયા
- ½ કપ શેકેલ સીંગદાણા
- ¼ કપ સૂકા નારિયળ નું છીણ
- 1-2 ચમચી લીલા મરચા ની પેસ્ટ
- 1 ચમચી આદુ ની પેસ્ટ
- ½ ચમચી સંચળ
- 1 ચમચી શેકેલ જીરું પાઉડર
- ½ ચમચી મરી પાઉડર
- 1 ચમચી લીંબુનો રસ
- ¼ કપ લીલા ધાણા સુધારેલા
- 3-4 ચમચી સફેદ તલ
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તરવા માટે તેલ
Instructions
Farali shkkariya na vada banavani recipe
- ફરાળી શક્કરિયા વડા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સામો લ્યો એને બે ત્રણ પાણીથી બરોબર ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એક બે ગ્લાસ પાણી નાખી સામા ને પાંચ દસ મિનિટ પલાળી લ્યો. દસ મિનિટ પછી સામા નું પાણી નિતારી સામો કુકર માં નાખો સાથે શક્કરિયા ને છોલી ધોઇ ને નાના કટકા કરી કુકર માં નાખો અને એમાં બે વાટકી પાણી નાખો.
- કુકર નું ઢાંકણ બંધ કરી મિડીયમ તાપે બે સીટી વગાડી લ્યો અને ને મિનિટ પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. કુકર ની હવા નીકળે ત્યાં સુંધી માં ગેસ પર કડાઈમાં સીંગદાણા ને શેકી લ્યો અને સીંગદાણા ને થાળી માં કાઢી ઠંડા કરી લ્યો ત્યાર બાદ એના ફોતરા અલગ કરી લ્યો અને મિક્સર જારમાં નાખી અધ કચરા પીસી લ્યો.
- કુકર ઠંડુ થઈ ગયા બાદ કુકર ખોલી લ્યો અને કથરોટ માં કાઢી અને ચમચા થી મેસ કરી લ્યો અને ત્યાર બાદ એમાં પીસેલા સીંગદાણા, નારિયળ નું છીણ. લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા, સંચળ, મરી પાઉડર, આદુ ની પેસ્ટ, સફેદ તલ, લીંબુનો રસ શેકેલ જીરું પાઉડર અને સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
- હવે હાથ પર તેલ લગાવો બાંધેલા લોટ માંથી મિશ્રણ લઈ મનગમતા આકાર માં વડા બનાવી લ્યો અને વડા ની બને બાજુ થોડા સફેદ તલ લગાવી લ્યો આમ એક એક કરી બધા જ વડા બનાવી તૈયાર કતી કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર વડા નાખો.
- વડા નાખ્યા પછી એક મિનિટ પછી ઝારા થી હલાવી લ્યો અને ગેસ ને મિડીયમ તાપ કરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરી લ્યો. આમ થોડા થોડા કરી બધા જ વડા ને તરી ને તૈયાર કરી લ્યો. તૈયાર વડા ને ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે ફરાળી શક્કરિયા વડા.
Farali vada recipe notes
- શક્કરિયા ને મેસ કરતી વખતે એમાં રહેલ રેસા પસંદ ના હોય તો અલગ કરી નાખવા.
આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
સામા ની ખીર અને સામા ની પૂરી ની રેસીપી | Sama ni kheer ane sama ni puri recipe
ફરાળી મિસળ બનાવવાની રીત | farali misal recipe in gujarati
શક્કરિયા નું શાક બનાવવાની રીત | shakkariya nu shaak banavani rit
ફરાળી ઢોકળા બનાવવાની રીત | farali dhokla banavani rit