આ ફરાળી સાબુદાણા ઢોસા તમે કોઈ પણ પ્રકારના આથા વગર ખૂબ ઝડપથી તૈયાર કરી શકો છો અને ફરાળ માં ખાઈ શકો છો. આ ફરાળી ઢોસા સાથે આજ આપણે ચટણી બનાવશું જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ ફરાળી ઢોસા અને ચટણી તમે સવાર સાંજ ની હલકી ફુલકી ભૂખ ને શાંત કરવા બનાવી શકો છો તો ચાલો Farali sanudana dosa sathe chatni banavani recipe શીખીએ.
ફરાળી સાબુદાણા ઢોસા માટેની સામગ્રી
- સાબુદાણા 1 કપ
- બટાકા 1-2 ના કટકા
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
ચટણી માટેની સામગ્રી
- સીંગદાણા 1 કપ
- સૂકા નારિયળ નું છીણ ⅓ કપ
- લીલા મરચા સુધારેલા 2-3
- આદુ ના કટકા ½ ઇંચ
- લીંબુનો રસ 1-2 ચમચી
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- તેલ 1-2 ચમચી
- જીરું ½ ચમચી
- મીઠા લીમડા ના પાન 3-4
Farali sanudana dosa sathe chatni banavani recipe
ફરાળી સાબુદાણા ઢોસા સાથે ચટણી બનાવવા સૌપ્રથમ આપણે ચટણી તૈયાર કરી લેશું ત્યાં બાદ ઢોસા માટેનું મિશ્રણ તૈયાર કરીશું. અને ઢોસા બનાવી લેશું.
ચટણી બનાવવાની રીત
ગેસ પર એક કડાઈમાં સીંગદાણા નાખી ને હલાવતા રહી અને શેકી લ્યો. સીંગદાણા બરોબર શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો અને થોડી ઠંડી થાય એટલે એના ફોતરા હાથ થી મસળી અલગ કરી લ્યો અને ત્યાર બાદ સાફ કરેલ સીંગદાણા મિક્સર જાર માં નાખો.
એમાં નારિયળ નું છીણ, લીલા મરચા સુધારેલા, આદુ ના કટકા, લીંબુનો રસ અને ફરાળી મીઠું સ્વાદ મુજબ નાખી ઢાંકી પહેલા પીસી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી સ્મુથ ચટણી પીસી તૈયાર કરી લ્યો.
હવે વઘરિયા માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને મીઠા લીમડા ના પાંદ નાખી મિક્સ કરી વઘાર તૈયાર કરો અને તૈયાર વઘાર ચટણીમાં નાખી મિક્સ કરી ચટણી તૈયાર કરી લ્યો તો તૈયાર છે ફરાળી ચટણી.
ફરાળી સાબુદાણા ઢોસા બનાવવાની રીત
ઢોસા નું મિશ્રણ તૈયાર કરવા સાબુદાણા ને કડાઈ માં નાખી ગેસ ચાલુ કરી પાંચ સાત મિનિટ સુંધી હલાવી ને શેકી લ્યો સાબુદાણા શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લઈ ઠંડા કરી લ્યો અને સાબુદાણા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખો સાથે બટાકા ને છોલી ધોઈ સાફ કરી કટકા કરી સાબુદાણા સાથે નાખો અને સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી મિક્સર નું ઢાંકણ બંધ કરી પીસી લ્યો.
હવે મિક્સર માં પીસવા માટે જોઈએ એટલું પાણી ( એક કપ જેટલું નાખવું પહેલા ) નાખી પીસી ને ઘટ્ટ પેસ્ટ તૈયાર કરી લ્યો. હવે પેસ્ટ ને એક વાસણમાં કાઢી લ્યો અને જાર માં થોડું પાણી નાખી મિક્સ કરી ઢોસા ના મિશ્રણ માં નાખી મિક્સ કરી ઢાંકી દસ પંદર મિનિટ માટે એક બાજુ મૂકો.
પંદર મિનિટ પછી મિશ્રણ ને ફરીથી મિક્સર જારમાં નાખો અને ફરીથી સ્મુથ પીસી લ્યો અને જરૂર લાગે તો બે ચાર ચમચી પાણી નાખો પીસી ને સ્મુથ મિશ્રણ તૈયાર કરી લ્યો. તૈયાર મિશ્રણ ને એક વાસણમાં કાઢી લ્યો અને એમાં ઢોસા બનાવવા જરૂર લાગે એવું મિશ્રણ તૈયાર કરવા પાણી નાખી મિક્સ કરી લ્યો અને મીઠું ચેક કરી લ્યો.
હવે ગેસ પર એક ઢોસા તવી ને ગરમ કરી લ્યો ત્યાર બાદ એના પર તેલ લાગવી પાણી છાંટી કપડા થી કોરી કરી તૈયાર કરેલ મિશ્રણ નાખી ફેલાવી ઢોસો બનાવી લ્યો. તૈયાર ઢોસા ને જે મુજબ ના ઢોસા પસંદ હોય એ મુજબ તેલ કે માખણ લગાવી શેકી લ્યો અને ગરમ ગરમ ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે ફરાળી સાબુદાણા ઢોસા વિથ ચટણી.
Farali sanudana dosa notes
- અહીં તમે સાબુદાણા સાથે સામા નો ઉપયોગ પણ કરી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ફરાળી સાબુદાણા ઢોસા સાથે ચટણી બનાવવાની રેસીપી
Farali sanudana dosa sathe chatni banavani recipe
Equipment
- 1 મિક્સર
- 1 ઢોસા તવી
- 1 તપેલી
- 1 કડાઈ
Ingredients
ફરાળી સાબુદાણા ઢોસા માટેની સામગ્રી
- 1 કપ સાબુદાણા
- 1-2 બટાકા ના કટકા
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
ચટણી માટેની સામગ્રી
- 1 કપ સીંગદાણા
- ⅓ કપ સૂકા નારિયળ નું છીણ
- 2-3 લીલા મરચા સુધારેલા
- ½ ઇંચ આદુ ના કટકા
- 1-2 ચમચી લીંબુનો રસ
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- 1-2 ચમચી તેલ
- ½ ચમચી જીરું
- 3-4 મીઠા લીમડા ના પાન
Instructions
Farali sanudana dosa sathe chatni banavani recipe
- ફરાળી સાબુદાણા ઢોસા સાથે ચટણી બનાવવા સૌપ્રથમ આપણે ચટણી તૈયાર કરી લેશું ત્યાં બાદ ઢોસા માટેનું મિશ્રણ તૈયાર કરીશું. અને ઢોસા બનાવી લેશું.
ચટણી બનાવવાની રીત
- ગેસ પર એક કડાઈમાં સીંગદાણા નાખી ને હલાવતા રહી અને શેકી લ્યો. સીંગદાણા બરોબર શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો અને થોડી ઠંડી થાય એટલે એના ફોતરા હાથ થી મસળી અલગ કરી લ્યો અને ત્યાર બાદ સાફ કરેલ સીંગદાણા મિક્સર જાર માં નાખો.
- એમાં નારિયળ નું છીણ, લીલા મરચા સુધારેલા, આદુ ના કટકા, લીંબુનો રસ અને ફરાળી મીઠું સ્વાદ મુજબ નાખી ઢાંકી પહેલા પીસી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી સ્મુથ ચટણી પીસી તૈયાર કરી લ્યો.
- હવે વઘરિયા માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને મીઠા લીમડા ના પાંદ નાખી મિક્સ કરી વઘાર તૈયાર કરો અને તૈયાર વઘાર ચટણીમાં નાખી મિક્સ કરી ચટણી તૈયાર કરી લ્યો તો તૈયાર છે ફરાળી ચટણી.
ફરાળી સાબુદાણા ઢોસા બનાવવાની રીત
- ઢોસા નું મિશ્રણ તૈયાર કરવા સાબુદાણા ને કડાઈ માં નાખી ગેસ ચાલુ કરી પાંચ સાત મિનિટ સુંધી હલાવી ને શેકી લ્યો સાબુદાણા શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લઈ ઠંડા કરી લ્યો અને સાબુદાણા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખો સાથે બટાકા ને છોલી ધોઈ સાફ કરી કટકા કરી સાબુદાણા સાથે નાખો અને સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી મિક્સર નું ઢાંકણ બંધ કરી પીસી લ્યો.
- હવે મિક્સર માં પીસવા માટે જોઈએ એટલું પાણી ( એક કપ જેટલું નાખવું પહેલા ) નાખી પીસી ને ઘટ્ટ પેસ્ટ તૈયાર કરી લ્યો. હવે પેસ્ટ ને એક વાસણમાં કાઢી લ્યો અને જાર માં થોડું પાણી નાખી મિક્સ કરી ઢોસા ના મિશ્રણ માં નાખી મિક્સ કરી ઢાંકી દસ પંદર મિનિટ માટે એક બાજુ મૂકો.
- પંદર મિનિટ પછી મિશ્રણ ને ફરીથી મિક્સર જારમાં નાખો અને ફરીથી સ્મુથ પીસી લ્યો અને જરૂર લાગે તો બે ચાર ચમચી પાણી નાખો પીસી ને સ્મુથ મિશ્રણ તૈયાર કરી લ્યો. તૈયાર મિશ્રણ ને એક વાસણમાં કાઢી લ્યો અને એમાં ઢોસા બનાવવા જરૂર લાગે એવું મિશ્રણ તૈયાર કરવા પાણી નાખી મિક્સ કરી લ્યો અને મીઠું ચેક કરી લ્યો.
- હવે ગેસ પર એક ઢોસા તવી ને ગરમ કરી લ્યો ત્યાર બાદ એના પર તેલ લાગવી પાણી છાંટી કપડા થી કોરી કરી તૈયાર કરેલ મિશ્રણ નાખી ફેલાવી ઢોસો બનાવી લ્યો. તૈયાર ઢોસા ને જે મુજબ ના ઢોસા પસંદ હોય એ મુજબ તેલ કે માખણ લગાવી શેકી લ્યો અને ગરમ ગરમ ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે ફરાળી સાબુદાણા ઢોસા વિથ ચટણી.
Farali sanudana dosa notes
- અહીં તમે સાબુદાણા સાથે સામા નો ઉપયોગ પણ કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Farali aalu shaak sathe rajgara aalu puri | ફરાળી આલું શાક સાથે રાજગરા આલું પૂરી
ફરાળી પાણીપુરી બનાવવાની રીત | Farali pani puri banavani rit | Farali pani puri recipe in gujarati
સાબુદાણાની ખીર બનાવવાની રીત | sabudana ni kheer banavani rit
બફવડા બનાવવાની રીત | farali buff vada banavani rit | farali buff vada recipe in gujarati
શિંગોડા ના લોટ નો શીરો | singoda na lot no shiro