આ ફરાળી સામા વડા તમે વ્રત ઉપવાસમાં તો બનાવી ખાઈ જ શકો સાથે વ્રત ઉપવાસ વગર પણ બનાવી ને ખાઈ શકાય છે જે અંદર થી એકદમ સોફ્ટ અને બહાર થી ક્રિસ્પી બને છે. જે બનાવવા ખૂબ સરળ છે અને ઘરમાં રહેલ સામગ્રી માંથી તૈયાર કરી શકાય છે. તો ચાલો Farali sama vada banavani rit શીખીએ.
વડા બનાવવા માટેની સામગ્રી
- સામો ½ કપ
- બટાકા 2 ના કટકા
- શેકેલ સીંગદાણા ¼ કપ
- લીલા મરચા ની પેસ્ટ 1-2 ચમચી
- આદુ પેસ્ટ ½ ચમચી
- શેકેલ જીરું પાઉડર ½ ચમચી
- સંચળ ¼ ચમચી
- મરી પાઉડર ½ ચમચી
- ખાંડ 1 ચમચી
- લીંબુનો રસ 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- સફેદ તલ જરૂર મુજબ
- તરવા માટે તેલ
- જરૂર મુજબ પાણી
દહી ની ચટણી બનાવવા માટેની સામગ્રી
- દહી 1 કપ
- લીલા મરચા સુધારેલા 1-2
- મરી પાઉડર ¼ ચમચી
- લીલા ધાણા સુધારેલા 1-2 ચમચી
- ખાંડ 1 ચમચી
- શેકલ સીંગદાણા પાઉડર 1-2 ચમચી
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
ફરાળી સામા વડા બનાવવાની રીત
ફરાળી સામા વડા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સામો લ્યો અને બે થી ત્રણ વખત પાણી થી બરોબર ધોઇ સાફ કરી લ્યો. ત્યાર બાદ એનું પાણી નિતારી કુકર માં નાખો અને સાથે બટાકા ના કટકા નાખી એમાં એક કપ પાણી અને સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી મિક્સ કરી લ્યો અને કૂકરની ઢાંકણ બંધ કરી મિડીયમ તાપે બે સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકરથી હવા નીકળી જવા દયો.
હવે બાફેલા સામો કુકર માંથી કાઢી લ્યો અને મેસર વડે મેસ કરી લ્યો અને ઠંડો કરી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચા, આદુ પેસ્ટ, જીરું પાઉડર, મરી પાઉડર, સંચળ, સફેદ તલ, ખાંડ, લીંબુનો રસ, શેકેલ સીંગદાણા નો પાઉડર અને લીલા ધાણા સુધારેલા નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
તૈયાર મિશ્રણ માંથી જે સાઇઝ ના વડા બનાવવા ના હોય એ સાઇઝ માં લુવા કરી હથેળી વચ્ચે દબાવી ચપટા કરી લ્યો અને બને બાજુ સફેદ તેલ લગાવી એક બાજુ મૂકો. આમ એક એક કરી બધા વડા તલ લગાવી તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં તૈયાર કરેલ વડા નાખી બને બાજુ ગોલ્ડન તરી લ્યો અને વડા ને બધી બાજુથી બરોબર તરી લ્યો અને વડા ગોલ્ડન બ્રાઉન થાય એટલે ઝારા થી કાઢી લ્યો.
દહી ની ચટણી બનાવવાની રીત.
એક વાસણમાં દહીં લ્યો ત્યાર બાદ એમાં ફરાળી મીઠું સ્વાદ મુજબ, શેકેલ જીરું પાઉડર, શેકેલ સીંગદાણા નો પાઉડર, લીલા મરચા સુધારેલા, મરી પાઉડર, ખાંડ અને લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો
Farali sama vada NOTES
- અહી તમારા મિશ્રણ જો નરમ પડી ગયું હોય તો ફરાળી લોટ નાખી મિક્સ કરી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Farali sama vada banavani rit
Farali sama vada banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 કથરોટ
Ingredients
વડા બનાવવા માટેની સામગ્રી
- ½ કપ સામો
- 2 બટાકા ના કટકા
- ¼ કપ શેકેલ સીંગદાણા
- 1-2 ચમચી લીલા મરચા ની પેસ્ટ
- ½ ચમચી આદુ પેસ્ટ
- ½ ચમચી શેકેલ જીરું પાઉડર
- ¼ ચમચી સંચળ
- ½ ચમચી મરી પાઉડર
- 1 ચમચી ખાંડ
- 1 ચમચી લીંબુનો રસ
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- સફેદ તલ જરૂર મુજબ
- તરવા માટે તેલ
- જરૂર મુજબ પાણી
દહી ની ચટણી બનાવવા માટેની સામગ્રી
- 1 કપ દહી
- 1-2 લીલા મરચા સુધારેલા
- ¼ ચમચી મરી પાઉડર
- 1-2 ચમચી લીલા ધાણા સુધારેલા
- 1 ચમચી ખાંડ
- 1-2 ચમચી શેકલ સીંગદાણા પાઉડર
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
Instructions
Farali sama vada banavani rit
- ફરાળી સામા વડા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સામો લ્યો અને બે થી ત્રણ વખત પાણી થી બરોબર ધોઇ સાફ કરી લ્યો. ત્યાર બાદ એનું પાણી નિતારી કુકર માં નાખો અને સાથે બટાકા ના કટકા નાખી એમાં એક કપ પાણી અને સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી મિક્સ કરી લ્યો અને કૂકરની ઢાંકણ બંધ કરી મિડીયમ તાપે બે સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકરથી હવા નીકળી જવા દયો.
- હવે બાફેલા સામો કુકર માંથી કાઢી લ્યો અને મેસર વડે મેસ કરી લ્યો અને ઠંડો કરી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચા, આદુ પેસ્ટ, જીરું પાઉડર, મરી પાઉડર, સંચળ, સફેદ તલ, ખાંડ, લીંબુનો રસ, શેકેલ સીંગદાણા નો પાઉડર અને લીલા ધાણા સુધારેલા નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
- તૈયાર મિશ્રણ માંથી જે સાઇઝ ના વડા બનાવવા ના હોય એ સાઇઝ માં લુવા કરી હથેળી વચ્ચે દબાવી ચપટા કરી લ્યો અને બને બાજુ સફેદ તેલ લગાવી એક બાજુ મૂકો. આમ એક એક કરી બધા વડા તલ લગાવી તૈયાર કરી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં તૈયાર કરેલ વડા નાખી બને બાજુ ગોલ્ડન તરી લ્યો અને વડા ને બધી બાજુથી બરોબર તરી લ્યો અને વડા ગોલ્ડન બ્રાઉન થાય એટલે ઝારા થી કાઢી લ્યો.
દહી ની ચટણી બનાવવાની રીત.
- એક વાસણમાં દહીં લ્યો ત્યાર બાદ એમાં ફરાળી મીઠું સ્વાદ મુજબ, શેકેલ જીરું પાઉડર, શેકેલ સીંગદાણા નો પાઉડર, લીલા મરચા સુધારેલા, મરી પાઉડર, ખાંડ અને લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો
Farali sama vada NOTES
- અહી તમારા મિશ્રણ જો નરમ પડી ગયું હોય તો ફરાળી લોટ નાખી મિક્સ કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Farali hariyali sabudana khichdi | ફરાળી હરિયાલી સાબુદાણા ખીચડી
રાજગરા નો હલવો બનાવવાની રીત | rajgara no shiro recipe in gujarati | Rajgara no shiro banavani rit
શિંગોડા ના લોટ નો શીરો | singoda na lot no shiro