નમસ્તે મિત્રો આજે આપણે ફરાળી સાબુદાણાની ખીચડી બનાવવાની રીત શીખીશું. દેશમાં અલગ-અલગ પ્રકારના વ્રત ઉપવાસ રાખતા લોકો હોય છે અને તેમના માટે આજ કલ બજારમાં ફરાળી વાનગીઓની લાંબુ લિસ્ટ જોવા મળે છે અને આજકાલ તો વ્રત-ઉપવાસ વગર પણ ફરાળી વસ્તુઓ ખાવાની ચલણ છે પહેલાં ના સમય માં આજ કાલ જેટલી ફરાળી વાનગી ના બનતી ત્યારે તો ફરાળી બટાકાનું શાક , સાવ કે પછી સાબુદાણા ની રેસીપી જ વધુ બનતી, તો આજ આપણે સાબુદાણા બટાકા ની ખીચડી બનાવવાની રીત શીખીએ farali sabudana khichdi recipe in gujarati, farali sabudana khichdi banavani rit gujarati ma.
સાબુદાણા ની ખીચડી બનાવવા જરૂરી સામગ્રી | sabudana ni khichdi banava jaruri samgree
- સાબુદાણા 1 કપ
- શેકેલા સીંગદાણા ½ કપ
- 2-3 બટાકા ના કટકા
- તેલ 1-2 ચમચી
- જીરું 1 ચમચી
- 1-2 લીલા મરચા ના કટકા
- 8-1 મીઠા લીમડા ના પાન
- ખાંડ 1 ચમચી
- 1 લીંબુ નો રસ
- સ્વાદ મુજબ મીઠું
- 5-6 ચમચી લીલા ધાણા સુધારેલા
- પાણી 1 કપ
સાબુદાણા બટાકા ની ખીચડી બનાવવાની રીત | Farali sabudana khichdi recipe in gujarati
સૌ પ્રથમ એક વાસણમાં સાબુદાણા લ્યો , ત્યારબાદ સાબુદાણા ને ચોખ્ખા પાણીથી એકથી બે વાર બરોબર ધોઈ લો , સાબુદાણા ધોઇ લીધા બાદ તેનું બધું જ પાણી નિતારી લો.
હવે નીતરેલા સાબુદાણા માં એક કપ પાણી નાખી સાબુદાણા ને ચારથી પાંચ કલાક ઢાંકણ ઢાંકી પલાળી મૂકો, 4-5 કલાક બાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો ,તેલ ગરમ થાય એટલે તેમાં જીરુ નાખો
જીરું તતડે એટલે તેમાં મરચાના કટકા નાખી મિક્સ કરો , ત્યારબાદ તેમાં સુધારેલા મીડિયમ સાઇઝના બટાકાના કટકા નાખી ધીમા તાપે બટેકા ચઢે ત્યાં સુધી સાંતળો
બટેકા બરોબર ચડી જાય એટલે તેમાં મીઠો લીમડો નાખો, હવે તેમાં સેકેલા સિંગદાણા નો અઘ્ધ કચરો કરેલો ભૂકો નાંખી સેકો , હવે તેમાં પલાળેલા સાબુદાણા ,સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરો
સાબુદાણા ને ધીમે તાપે હલાવતા રહી સાબુદાણા ચડીને ટ્રાન્સફર થાય ત્યાં સુધી ચઢાવો, સાબુદાણા ચઢવા આવે એટલે તેમાં ખાંડ અને લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરો , ત્યારબાદ ગેસ બંધ કરી સાબુદાણા ની ખીચડીમાં લીલા ધાણા નાખી દો અને ગરમા ગરમ ફરાળી સાબુદાણાની ખીચડી નો આનંદ માણો
NOTES
- તેલ ની જગ્યાએ ઘી પણ વાપરી સકો છો
- કાચા બટાકા ની જગ્યાએ બાફેલા બટકા ના કટકા પણ લઈ સકો છો
ફરાળી સાબુદાણાની ખીચડી બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Your Food Lab ને Subscribe કરજો
Farali sabudana khichdi banavani rit gujarati ma
ફરાળી સાબુદાણાની ખીચડી બનાવવાની રીત | farali sabudana khichdi banavani rit recipe in gujarati
Ingredients
સાબુદાણા ની ખીચડી બનાવવા જરૂરી સામગ્રી| sabudana ni khichdi banava jarurisamgree
- સાબુદાણા 1 કપ
- શેકેલા સીંગદાણા ½ કપ
- 2-3 બટાકા ના કટકા
- તેલ 1-2 ચમચી
- જીરું 1 ચમચી
- 1-2 લીલા મરચા ના કટકા
- 8-1 મીઠા લીમડા ના પાન
- ખાંડ 1 ચમચી
- 1 લીંબુ નો રસ
- સ્વાદ મુજબ મીઠું
- 5-6 ચમચી લીલા ધાણા સુધારેલા
- પાણી 1 કપ
Instructions
ફરાળી સાબુદાણાની ખીચડી બનાવવાની રીત – સાબુદાણા બટાકા ની ખીચડી – farali sabudana khichdi recipe in gujarati – farali sabudana khichdi banavani rit gujarati ma
- સૌ પ્રથમ એક વાસણમાં સાબુદાણા લ્યો
- ત્યારબાદ સાબુદાણા ને ચોખ્ખા પાણીથી એકથી બે વાર બરોબર ધોઈ લો
- સાબુદાણા ધોઇ લીધા બાદ તેનું બધું જ પાણી નિતારી લો
- હવે નીતરેલા સાબુદાણા માં એક કપ પાણી નાખી સાબુદાણા ને ચારથી પાંચ કલાક ઢાંકણ ઢાંકી પલાળી મૂકો
- 4-5 કલાક બાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો ,તેલ ગરમ થાય એટલે તેમાં જીરુ નાખો
- જીરું તતડે એટલે તેમાં મરચાના કટકા નાખી મિક્સ કરો
- ત્યારબાદ તેમાં સુધારેલા મીડિયમ સાઇઝના બટાકાના કટકા નાખી ધીમા તાપે બટેકા ચઢે ત્યાં સુધી સાંતળો
- બટેકા બરોબર ચડી જાય એટલે તેમાં મીઠો લીમડો નાખો, હવે તેમાં સેકેલા સિંગદાણા નો અઘ્ધ કચરો કરેલો ભૂકો નાંખી સેકો
- હવે તેમાં પલાળેલા સાબુદાણા ,સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરો
- સાબુદાણાને ધીમે તાપે હલાવતા રહી સાબુદાણા ચડીને ટ્રાન્સફર થાય ત્યાં સુધી ચઢાવો
- સાબુદાણા ચઢવા આવે એટલે તેમાં ખાંડ અને લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરો
- ત્યાર બાદ ગેસ બંધ કરી સાબુદાણા ની ખીચડીમાં લીલા ધાણા નાખી દો અને ગરમા ગરમ ફરાળી સાબુદાણા ની ખીચડી નો આનંદ માણો
Notes
આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ફરાળી ચેવડો બનાવવાની રીત | farali chevdo recipe in gujarati | farali chevdo banavani rit
khub j saras receipe. sabudani khichadi.
Thank you
khub j saras recipe. Sabudana ni khichadi. Faral ma te best.
Thank you..:)
best yummy recipe.
Thank you so much..:)