નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Honey Ki Rasoi Se YouTube channel on YouTube આજે આપણે ફરાળી પનીર રોલ સાથે લીલી ચટણી બનાવવાની રીત – farali paneer roll banavani rit શીખીશું. આ પનીર રોલ ને તમે સાબુદાણા વડા પણ કહી શકાય છે જે તમે ફરાળમાં અને ફરાળ વગર પણ ખાઈ શકો છો જે ખાવા માં ખુબ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે તો ચાલો જાણીએ ફરાળી પનીર રોલ બનાવવાની રીત – farali paneer roll recipe in gujarati શીખીએ.
રોલનું ઊપરનું કોતિંગ કરવા માટેની સામગ્રી
- બાફેલા બટાકા 5-6
- સાઉ / સાબુદાણા ½ કપ
- શેકેલ સીંગદાણા પાઉડર 3-4 ચમચી
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- મરી પાઉડર ¼ ચમચી
- ઝીણા સુધારેલ લીલા મરચા 2-3
- ઝીણા સમારેલા લીલા ધાણા 4-5 ચમચી
- લીંબુનો રસ 1 ચમચી
સ્ટફિંગ માટેની સામગ્રી
- પનીર 100 ગ્રામ
- કાજુ ના કટકા 3-4 ચમચી
- કીસમીસ 2-3 ચમચી
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- મરી અધ કચરા ½ ચમચી
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- તરવા માટેનું તેલ
લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી
- લીલા ધાણા સુધારેલા ½ કપ
- શેકેલ સીંગદાણા ¼ કપ
- લીલા મરચા 2-3
- જીરું ½ ચમચી
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- દહીં ¼ કપ
farali paneer roll recipe in gujarati | farali paneer roll banavani rit
સૌપ્રથમ આપણે લીલી ચટણી બનાવવાની રીત શીખીશું ત્યારબાદ ફરાળી પનીર રોલનુ ઉપરનું પડ બનાવવાની રીત, સ્ટફિંગ બનાવવાની રીત, ફરાળી પનીર રોલ બનાવતા શીખીશું
લીલી ચટણી બનાવવાની રીત
મિક્સર જારમાં સાફ કરી ધોઈને લીલા ધાણા સુધારેલા, લીલા મરચા, શેકેલ સીંગદાણા,જીરું, ફરાળી મીઠું સ્વાદ મુજબ અને દહી નાખી ને પીસી લ્યો તો તૈયાર છે લીલી ચટણી
રોલનુ ઉપરનું પડ બનાવવાની રીત
સાબુદાણા / સાઉ ને સાફ કરી લ્યો ત્યાર બાદ મિક્સર જાર માં નાખી પીસી લ્યો ત્યાર બાદ એને એક વાસણમાં ચાળી ને કાઢી લ્યો અને એમાં બાફેલા બટાકા ને છીણી ને નાખો
ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચાં, સીંગદાણા પાઉડર, મરી પાઉડર, સ્વાદ મુજબ ફરાળી મીઠું, લીંબુનો રસ અને લીલા ધાણા સુધારેલા નાખો હવે હાથ વડે મેસ કરી બરોબર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લ્યો
સ્ટફિંગ બનાવવાની રીત
હવે એક વાસણમાં છીણેલું પનીર, કાજુના કટકા , કીસમીસ કટકા ,લીંબુનો રસ, લીલા ધાણા અને મરી પાઉડર નાખી મિક્સ કરી બરોબર મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લ્યો
ફરાળી પનીર રોલ બનાવવાની રીત
બટાકા નું સાબુદાણા નું મિશ્રણ લઈ એમાંથી વાટકા જેવું બનાવી ને એમાં સ્ટફિંગ ની એક થી દોઢ ચમચી નાખી ને પેક કરી લ્યો આમ બધા જ રોલ બનાવી ને તૈયાર કરી લ્યો
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી એમાં તૈયાર કરેલ રોલ નાખી ને થોડી થોડી વારે ફેરવી ને ગોલ્ડન તરી લ્યો આમ બધા રોલ ને ગોલ્ડન તરી લ્યો અને લીલી ચટણી સાથે ગરમ ગરમ સર્વ ફરાળી પનીર રોલ
farali paneer roll recipe in gujarati notes
- તમે સાબુદાણા કે સાઉં માંથી ગમે તેને પીસી ને નાખી શકો છો
- મસાલા માં તમે જે ફરાળ માં ખાતા હો તે નાખી શકો છો
farali paneer roll banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Honey Ki Rasoi Se ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ફરાળી પનીર રોલ બનાવવાની રીત | farali paneer recipe
ફરાળી પનીર રોલ બનાવવાની રીત | farali paneer roll recipe in gujarati | farali paneer roll banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
રોલનું ઊપરનું કોટિંગ કરવા માટેની સામગ્રી
- 5-6 બાફેલા બટાકા
- ½ કપ સાઉ / સાબુદાણા
- 3-4 ચમચી શેકેલ સીંગદાણા પાઉડર
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- ¼ ચમચી મરી પાઉડર
- 2-3 ઝીણા સુધારેલ લીલા મરચા
- ચમચી ઝીણા સમારેલા લીલા ધાણા4-5
- 1 ચમચી લીંબુનો રસ
સ્ટફિંગ માટેની સામગ્રી
- 100 ગ્રામ પનીર
- 3-4 ચમચી કાજુના કટકા
- 2-3 ચમચી કીસમીસ
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- ½ ચમચી મરી અધ કચરા
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- તરવા માટેનું તેલ
લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી
- ½ કપ લીલા ધાણા સુધારેલા
- ¼ કપ શેકેલ સીંગદાણા
- 2-3 લીલા મરચા
- ½ ચમચી જીરું
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- ¼ કપ દહીં
Instructions
farali paneer roll recipe in gujarati | farali paneer roll banavani rit
- સૌપ્રથમ આપણે લીલી ચટણી બનાવવાની રીત શીખીશું ત્યારબાદ ફરાળી પનીર રોલનુ ઉપરનું પડ બનાવવાની રીત, સ્ટફિંગ બનાવવાની રીત, ફરાળી પનીર રોલ બનાવતા શીખીશું
લીલી ચટણી બનાવવાની રીત
- મિક્સ રજારમાં સાફ કરી ધોઈને લીલા ધાણા સુધારેલા, લીલા મરચા, શેકેલ સીંગદાણા,જીરું,ફરાળી મીઠું સ્વાદ મુજબ અને દહી નાખી ને પીસી લ્યો તો તૈયાર છે લીલીચટણી
રોલનુ ઉપરનું પડ બનાવવાની રીત
- સાબુદાણા / સાઉ ને સાફ કરી લ્યો ત્યારબાદ મિક્સર જાર માં નાખી પીસી લ્યો ત્યાર બાદ એને એક વાસણમાં ચાળી ને કાઢી લ્યો અનેએમાં બાફેલા બટાકા ને છીણી ને નાખો
- ત્યારબાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચાં, સીંગદાણા પાઉડર, મરી પાઉડર, સ્વાદમુજબ ફરાળી મીઠું, લીંબુનો રસ અને લીલા ધાણા સુધારેલા નાખો હવેહાથ વડે મેસ કરી બરોબર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લ્યો
સ્ટફિંગ બનાવવાની રીત
- હવે એક વાસણમાં છીણેલું પનીર, કાજુના કટકા , કીસમીસ કટકા ,લીંબુનોરસ, લીલા ધાણા અને મરી પાઉડર નાખી મિક્સ કરી બરોબર મિક્સ કરીસ્ટફિંગ તૈયાર કરી લ્યો
ફરાળી પનીર રોલ બનાવવાની રીત
- બટાકાનું સાબુદાણા નું મિશ્રણ લઈ એમાંથી વાટકા જેવું બનાવી ને એમાં સ્ટફિંગ ની એક થી દોઢચમચી નાખી ને પેક કરી લ્યો આમ બધા જ રોલ બનાવી ને તૈયાર કરી લ્યો
- ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી એમાં તૈયાર કરેલરોલ નાખી ને થોડી થોડી વારે ફેરવી ને ગોલ્ડન તરી લ્યો આમ બધા રોલ ને ગોલ્ડન તરી લ્યો અને લીલી ચટણી સાથે ગરમ ગરમ સર્વ ફરાળી પનીર રોલ
farali paneer roll recipe in gujarati notes
- તમે સાબુદાણા કે સાઉં માંથી ગમે તેને પીસી ને નાખી શકો છો
- મસાલામાં તમે જે ફરાળ માં ખાતા હો તે નાખી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ફરાળી કઢી બનાવવાની રીત | farali kadhi recipe in gujarati | farali kadhi banavani rit
ફરાળી ચેવડો બનાવવાની રીત | farali chevdo recipe in gujarati | farali chevdo banavani rit
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.