વ્રત ઉપવાસમાં એક ની એક વાનગીઓ ખાઈ કંટાળી ગયા હો તો આજ આપણે કઈક નવું વાનગી લઈ આવ્યા છીએ જે બહાર થી ક્રિસ્પી અને અંદર થી એકદમ સોફ્ટ બની તૈયાર થાય છે બનાવવા ખૂબ સરળ છે તેથી હવે પછી ના વ્રત માં આ Farali mendu vada – ફરાળી મેન્દુવડા ચોક્કસ એક વખત બનાવો.
Ingredients list
- શક્કરિયા 250 ગ્રામ
- બટાકા 250 ગ્રામ
- સાબુદાણા ½ કપ
- ઝીણા સમારેલા લીલાં મરચા 1-2 ચમચી
- આદુ પેસ્ટ 1 ચમચી
- શેકેલ સીંગદાણા નો પાઉડર ¼ કપ
- લીલા ધાણા સુધારેલા 5-7 ચમચી
- પાણી જરૂર મુજબ
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- તરવા માટે તેલ
Farali mendu vada banavani rit
ફરાળી મેન્દુવડા બનાવવા સૌપ્રથમ બટાકા અને શક્કરિયા ને ધોઇ સાફ કરી લઈ લ્યો ત્યાર બાદ કુકર મા નાખી પાણી નાખી ઢાંકણ બંધ કરી એક સીટી વગાડી પાંચ સાત મિનિટ ધીમા તાપે બાફી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળી જાય એટલે બહાર કાઢી ઠંડા કરી છોલી સાફ કરી લ્યો. છોલી રાખેલ બટાકા અને શક્કરિયા ને છીણી વડે છીણી લ્યો.
હવે મિક્સર જારમાં સાબુદાણા ને પીસી પાઉડર બનાવી લ્યો અને ઝીણી ચારણી થી ચાળી લ્યો અને એક બાજુ મૂકો. હવે છીણેલા શક્કરિયા અને બટાકા ને કથરોટ માં લઇ એમાં ફરાળી મીઠું સ્વાદ મુજબ, લીલા મરચા સુધારેલા, આદુ પેસ્ટ, લીલા ધાણા સુધારેલા, શેકેલ સીંગદાણા પાઉડર, શેકેલ જીરું પાઉડર નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
હવે એમાં પીસી રાખેલ સાબુદાણા પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને દસ પંદર મિનિટ ઢાંકી એક બાજુ મૂકો. દસ મિનિટ પછી ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી હાથ માં તેલ લગાવી તૈયાર કરેલ મિશ્રણ માંથી થોડું થોડું મિશ્રણ લઈ ગોળ બનાવી વચ્ચે કાણું કરી વડા તૈયાર કરી લ્યો.
તૈયાર વડા ને મિડીયમ તાપે ગરમ તેલ માં નાખી બે ચાર મિનિટ એમજ રહેવા દયો ત્યાર બાદ ઝારા થી ઉથલાવી ગોલ્ડન થાય ત્યાં સુધી તરી તૈયાર કરી લ્યો. આમ બધા વડા તૈયાર કરી ગોલ્ડન તરી લ્યો અને તૈયાર વડા ને ફરાળી ચટણી, સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે ફરાળી મેન્દુવડા.
Farali menduvada recipe notes
- અહી આદુ મરચા તમે પસંદ હોય એ મુજબ નાખવા.
- સાબુદાણા ના લોટ ની જગ્યાએ તમે કોઈ પણ ફરાળી લોટ નો ઉપયોગ કરી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ફરાળી મેન્દુવડા બનાવવાની રીત

Farali mendu vada banavani rit
Equipment
- 1 મિક્સર
- 1 કથરોટ
- 1 કુકર
- 1 કડાઈ
Ingredients
Ingredients list
- 250 ગ્રામ શક્કરિયા
- 250 ગ્રામ બટાકા
- ½ કપ સાબુદાણા
- 1-2 ચમચી ઝીણા સમારેલા લીલાં મરચા
- 1 ચમચી આદુ પેસ્ટ
- ¼ કપ શેકેલ સીંગદાણા નો પાઉડર
- 5-7 ચમચી લીલા ધાણા સુધારેલા
- પાણી જરૂર મુજબ
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- તરવા માટે તેલ
Instructions
Farali mendu vada banavani rit
- ફરાળી મેન્દુવડા બનાવવા સૌપ્રથમ બટાકા અને શક્કરિયા ને ધોઇ સાફ કરી લઈ લ્યો ત્યાર બાદ કુકર મા નાખી પાણી નાખી ઢાંકણ બંધ કરી એક સીટી વગાડી પાંચ સાત મિનિટ ધીમા તાપે બાફી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળી જાય એટલે બહાર કાઢી ઠંડા કરી છોલી સાફ કરી લ્યો. છોલી રાખેલ બટાકા અને શક્કરિયા ને છીણી વડે છીણી લ્યો.
- હવે મિક્સર જારમાં સાબુદાણા ને પીસી પાઉડર બનાવી લ્યો અને ઝીણી ચારણી થી ચાળી લ્યો અને એક બાજુ મૂકો. હવે છીણેલા શક્કરિયા અને બટાકા ને કથરોટ માં લઇ એમાં ફરાળી મીઠું સ્વાદ મુજબ, લીલા મરચા સુધારેલા, આદુ પેસ્ટ, લીલા ધાણા સુધારેલા, શેકેલ સીંગદાણા પાઉડર, શેકેલ જીરું પાઉડર નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
- હવે એમાં પીસી રાખેલ સાબુદાણા પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને દસ પંદર મિનિટ ઢાંકી એક બાજુ મૂકો. દસ મિનિટ પછી ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી હાથ માં તેલ લગાવી તૈયાર કરેલ મિશ્રણ માંથી થોડું થોડું મિશ્રણ લઈ ગોળ બનાવી વચ્ચે કાણું કરી વડા તૈયાર કરી લ્યો.
- તૈયાર વડા ને મિડીયમ તાપે ગરમ તેલ માં નાખી બે ચાર મિનિટ એમજ રહેવા દયો ત્યાર બાદ ઝારા થી ઉથલાવી ગોલ્ડન થાય ત્યાં સુધી તરી તૈયાર કરી લ્યો. આમ બધા વડા તૈયાર કરી ગોલ્ડન તરી લ્યો અને તૈયાર વડા ને ફરાળી ચટણી, સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે ફરાળી મેન્દુવડા.
Farali menduvada recipe notes
- અહી આદુ મરચા તમે પસંદ હોય એ મુજબ નાખવા.
- સાબુદાણા ના લોટ ની જગ્યાએ તમે કોઈ પણ ફરાળી લોટ નો ઉપયોગ કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Farali bataka parotha banavani rit | ફરાળી બટાકા પરોઠા બનાવવાની રીત
Farali veg sandwich | ફરાળી વેજ સેન્ડવીચ
sabudana bataka ni chakri banavani rit | સાબુદાણા બટાકા ની ચકરી બનાવવાની રીત
farali sukhdi banavani rit | ફરાળી સુખડી બનાવવાની રીત
farali ladoo banavani rit | ફરાળી લાડવા બનાવવાની રીત
Instant farali dosa recipe in Gujarati | ફરાળી ઢોસા બનાવવાની રીત