ફરાળ માં એક ની એક સાબુદાણા ખીચડી, સામો, વેફર ખાઈ કંટાળી ગયા છો અને કઈક સ્વાદિષ્ટ અને હેલ્થી ખાવું છે તો આજ ની આપણી વાનગી એમના માટેની જ છે. જે ખૂબ ઓછી સામગ્રી માંથી ખૂબ ઝડપથી બની જસે અને હલકી ફૂલકી ભૂખ ને શાંત કરશે. તો ચાલો Farali khichu banavani rit શીખીએ.
ફરાળી ખીચું બનાવવા જરૂરી સામગ્રી
- સામો / સાવ / મોરૈયો ½ કપ
- જીરું ½ ચમચી
- આદુ પેસ્ટ ½ ચમચી
- લીલા મરચા ની પેસ્ટ 1 ચમચી
- બેકિંગ સોડા ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર જરૂર મુજબ
- લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
- પાણી 1 ¾ કપ
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
Farali khichu banavani rit
ફરાળી ખીચું બનાવવા સૌપ્રથમ સાવ / સામો / મોરૈયો સાફ કરી લ્યો ત્યાર બાદ મિક્સર જાર માં નાખી સામા નો પાઉડર બનાવી સામા નો લોટ તૈયાર કરી લ્યો અને ચારણી વડે એક વખત ચાળી લ્યો અને એક બાજુ મૂકો.
હવે ગેસ પર એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં જીરું, આદુની પેસ્ટ, લીલા મરચાની પેસ્ટ, સ્વાદ મુજબ મીઠું, એક બે ચમચી તેલ નાખી પાણી ને પાંચ સર મિનિટ સુધી ઉકાળો.
સાત મિનિટ પછી ગેસ ધીમો કરી એમાં બેકિંગ સોડા નાખો અને ત્યાર બાદ સામા નો લોટ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ગાંઠા ના રહે એમ મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ધીમા તાપે ઢાંકી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો.
સાત મિનિટ પછી ગેસ બંધ કરી ગરમ ગરમ ખીચું પ્લેટ માં લઇ ઉપરથી તેલ, લાલ મરચાનો પાઉડર અને લીલા ધાણા છાંટી ને સર્વ કરો ફરાળી ખીચું.
Farali khichu NOTES
- અહી ઉપરથી તમે લાલ મરચાનો પાઉડર, સંચળ, આમચૂર પાઉડર ને મિક્સ કરી ને પણ છાંટી શકો છો.
- તેલ માં તમે સીંગતેલ અથવા તલ નું તેલ વાપરશો તો ખીચું વધુ સ્વાદિષ્ટ લાગશે.
ફરાળી ખીચું બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sattvik Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Farali khichu recipe
Farali khichu banavani rit
Equipment
- 1 મિક્સર
- 1 કડાઈ
Ingredients
ફરાળી ખીચું બનાવવા જરૂરી સામગ્રી
- ½ કપ સામો / સાવ / મોરૈયો
- ½ ચમચી જીરું
- ½ ચમચી આદુ પેસ્ટ
- 1 ચમચી લીલા મરચા ની પેસ્ટ
- ½ ચમચી બેકિંગ સોડા
- લાલ મરચાનો પાઉડર જરૂર મુજબ
- 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
- 1 ¾ કપ પાણી
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
Instructions
Farali khichu banavani rit
- ફરાળી ખીચું બનાવવા સૌપ્રથમ સાવ / સામો / મોરૈયો સાફ કરી લ્યો ત્યાર બાદ મિક્સર જાર માં નાખી સામા નો પાઉડર બનાવી સામા નો લોટ તૈયાર કરી લ્યો અને ચારણી વડે એક વખત ચાળી લ્યો અને એક બાજુ મૂકો.
- હવે ગેસ પર એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં જીરું, આદુની પેસ્ટ, લીલા મરચાની પેસ્ટ, સ્વાદ મુજબ મીઠું, એક બે ચમચી તેલ નાખી પાણી ને પાંચ સર મિનિટ સુધી ઉકાળો.
- સાત મિનિટ પછી ગેસ ધીમો કરી એમાં બેકિંગ સોડા નાખો અને ત્યાર બાદ સામા નો લોટ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ગાંઠા ના રહે એમ મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ધીમા તાપે ઢાંકી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો.
- સાત મિનિટ પછી ગેસ બંધ કરી ગરમ ગરમ ખીચું પ્લેટ માં લઇ ઉપરથી તેલ, લાલ મરચાનો પાઉડર અને લીલા ધાણા છાંટી ને સર્વ કરો ફરાળી ખીચું.
Farali khichu NOTES
- અહી ઉપરથી તમે લાલ મરચાનો પાઉડર, સંચળ, આમચૂર પાઉડર ને મિક્સ કરી ને પણ છાંટી શકો છો.
- તેલ માં તમે સીંગતેલ અથવા તલ નું તેલ વાપરશો તો ખીચું વધુ સ્વાદિષ્ટ લાગશે.
આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Farali veg sandwich | ફરાળી વેજ સેન્ડવીચ
Instant farali dosa recipe in Gujarati | ફરાળી ઢોસા બનાવવાની રીત
બફવડા બનાવવાની રીત | farali buff vada banavani rit | farali buff vada recipe in gujarati
ફરાળી મુઠીયા બનાવવાની રીત | Farali muthiya banavani rit