નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું ફરાળી કચોરી મિત્રો આપણા દેશમાં અલગ અલગ ધર્મના લોકો રહે છે તેમના વાર તહેવાર વ્રત-ઉપવાસ ભિન્ન ભિન્ન પ્રકારના હોય છે તેમાં હિન્દુઓમાં ખાસ વ્રત-તહેવારો મા ઉપવાસ, ફરાળ, એકટાણા ની રીત જોવા મળે છે તેમાં પણ ફરાળમાં વિવિધતા હોય છે સાબુદાણાની ખીચડી, ફરાળી કચોરી, ફરાળી શાક ખાતા હોય છે તો આજે આપણે એમાંની જ એક વાનગી ફરાળી કચોરી બનાવવાની રીત શીખીશું,farali kachori banavani rit, farali kachori recipe in Gujarati.
ફરાળી કચોરી બનાવવા જરૂરી સામગ્રી
- તરવા માટે તેલ
સ્ટફિંગ માટે જરૂરી સામગ્રી
- ¼ કપ લીલા નારિયલ/સૂકા નારિયલ નું છીણ
- ¼ કપ શેકેલા સીંગદાણા નો ભૂકો
- 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
- 2-3 ચમચી મોરો માવો
- 8-10 કીસમીસ
- 2-3 ચમચી આદુ મરચા ની પેસ્ટ
- 8-10 કાજુ ના કટકા
- ½ ચમચી લીંબુ નો રસ
- ½ ચમચી ખાંડ
- સ્વાદ મુજબ મીઠું
કચોરી માટે જરૂરી સામગ્રી
- 3-4 બટાકા બાફેલા
- 1 ચમચી શેકેલું જીરું
- સ્વાદ મુજબ મીઠું
- ½ કપ આરા લોટ/સાવ નો લોટ
Farali kachori recipe in Gujarati
કચોરી બનાવવા સૌપ્રથમ તેના સ્ટફિંગ માટે એક વાસણમાં નારિયેળનું છીણ ,શેકેલી સીંગનો ભૂકો, સુધારેલા લીલા ધાણા ,આદુ મરચાની પેસ્ટ ,કાજુના કટકા, કીસમીસ, મોરો માવો, સ્વાદ પ્રમાણે મીઠું ,ખાંડ ,લીંબુ નાખી બધું બરોબર મિક્સ કરી લો
હવે ઉપરનું કોટિંગ બનાવવા સૌ પ્રથમ બટાકાને બાફી ત્યારબાદ મેસર વડે મેસ બરાબર પેસ્ટ તૈયાર કરી લો ,ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું, શેકેલું જીરું, ૧ થી ૨ ચમચા આરાલોટ અથવા સાવ નો લોટ નાખી મિક્સ કરી લો
હવે બટાકાના મિશ્રણના નાના નાના ભાગ કરી હાથમાં થોડું તેલ લગાડી બટાકા નો માવો લઈ હથેળી વડે ગોળ કરી સહેજ દબાવી પેડા જેમ કરી વચમાં નારીયલ વાળો સ્ટફિંગ મૂકો
ધીમા હાથે ફરીથી ગોળા વાળી કચોરી તૈયાર કરી લો ,કચોરી તૈયાર કરતી વખતે ધ્યાન રાખો કે અંદર મૂકેલું સ્ટફિંગ બારે ના નીકળી જાય
આમ બધી જ કચોરી તૈયાર થઇ જાય એટલે તેમને આરા લોટ માં બધી બાજુ કોટિંગ કરી લોબધી કચોરી તૈયાર થઇ જાય એટલે એક બાજુ મૂકી દો , હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે બે ત્રણ બે ત્રણ કચોરી નાખી ગોલ્ડન થાય ત્યાં સુધી બધી બાજુ તળી લો
બધી જ કચોરી તળાઈ જાય એટલે તેને આમલીની ચટણી અથવા લીલી ચટણી અથવા મીઠા દહીં સાથે ગરમાગરમ પીરસો
ફરાળી કચોરી બનાવવાની રીત | Farali kachori banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Maithili’s Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ફરાળી કચોરી બનાવવાની રીત લખેલી
ફરાળી કચોરી બનાવવાની રીત | Farali kachori recipe in Gujarati | Farali kachori banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
- તરવા માટે તેલ
સ્ટફિંગ માટે જરૂરી સામગ્રી
- ¼ કપ લીલા નારિયલ/સૂકા નારિયલ નું છીણ
- ¼ કપ ¼ કપ શેકેલા સીંગદાણા નો ભૂકો
- 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
- 2-3 ચમચી ચમચી મોરો માવો
- 8-10 કીસમીસ
- 2-3 ચમચી આદુ મરચા ની પેસ્ટ
- 8-10 કાજુ ના કટકા
- ½ ચમચી ચમચી લીંબુ નો રસ
- ½ ચમચી ચમચી ખાંડ
- સ્વાદ મુજબ મીઠું
કચોરી માટે જરૂરી સામગ્રી
- 3-4 બટાકા બાફેલા
- 1 ચમચી શેકેલું જીરું
- સ્વાદ મુજબ મીઠું
- ½ કપ આરા લોટ/સાવ નો લોટ
Instructions
ફરાળી કચોરી બનાવવાની રીત | Farali kachori recipe in Gujarati
- કચોરી બનાવવા સૌપ્રથમ તેના સ્ટફિંગ માટે એકવાસણમાં નારિયેળનું છીણ ,શેકેલી સીંગનો ભૂકો,સુધારેલા લીલા ધાણા ,આદુ મરચાની પેસ્ટ,કાજુના કટકા, કીસમીસ, મોરોમાવો, સ્વાદ પ્રમાણે મીઠું ,ખાંડ,લીંબુ નાખી બધું બરોબર મિક્સ કરી લો
- હવે ઉપરનું કોટિંગ બનાવવા સૌ પ્રથમ બટાકાનેબાફી ત્યારબાદ મેસર વડે મેસ બરાબર પેસ્ટ તૈયાર કરી લો
- ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું, શેકેલું જીરું, ૧ થી ૨ ચમચા આરાલોટ અથવાસાવ નો લોટ નાખી મિક્સ કરી લો
- હવે બટાકાના મિશ્રણના નાના નાના ભાગ કરી હાથમાંથોડું તેલ લગાડી બટાકા નો માવો લઈ હથેળી વડે ગોળ કરી સહેજ દબાવી પેડા જેમ કરી વચમાં નારીયલ વાળો સ્ટફિંગ મૂકો
- ધીમા હાથે ફરીથી ગોળા વાળી કચોરી તૈયાર કરીલો
- કચોરી તૈયાર કરતી વખતે ધ્યાન રાખો કે અંદર મૂકેલુંસ્ટફિંગ બારે ના નીકળી જાય
- આમ બધી જ કચોરી તૈયાર થઇ જાય એટલે તેમને આરાલોટ માં બધી બાજુ કોટિંગ કરી લોબધી કચોરી તૈયાર થઇ જાય એટલે એક બાજુ મૂકી દો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમથાય એટલે બે ત્રણ બે ત્રણ કચોરી નાખી ગોલ્ડન થાય ત્યાં સુધી બધી બાજુ તળી લો
- બધી જ કચોરી તળાઈ જાય એટલે તેને આમલીની ચટણીઅથવા લીલી ચટણી અથવા મીઠા દહીં સાથે ગરમાગરમ પીરસો
Notes
આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ફરાળી ઢોસા બનાવવાની રીત | ઇન્સ્ટન્ટ ફરાળી ઢોસા બનાવવાની રીત | Instant farali dosa recipe in Gujarati | farali dosa recipe in Gujarati
Farali handvo recipe in Gujarati | ફરાળી હાંડવો બનાવવાની રીત | ઇન્સ્ટન્ટ ફરાળી હાંડવો બનાવવાની રીત
ફરાળી કઢી બનાવવાની રીત | farali kadhi recipe in gujarati | farali kadhi banavani rit
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.