નમસ્તે મિત્રો આજે આપણે ફરાળી હરિયાલી સાબુદાણા ખીચડી બનાવવાની રીત શીખીશું. સાબુદાણા ની ખીચડી અને સાબુદાણા માંથી બીજી અનેક ફરાળી વાનગી બનાવી ને તમે મજા લીધી હસે પણ આજ આપણે થોડા અલગ સ્વાદ સાથે ફરાળી હરિયાલી સાબુદાણા ખીચડી બનાવશું જે રેગ્યુલર ખીચડીથી બિલકુલ અલગ જ લાગશે તો ચાલો Farali hariyali sabudana khichdi banavani rit શીખીએ.
હરિયાલી સાબુદાણા ખીચડી બનાવવા જરૂરી સામગ્રી
- સાબુદાણા 1 કપ
- બટાકા 2-3 નાના સુધારેલ
- તેલ 2-3 ચમચી
- જીરું 1 ½ ચમચી
- મીઠા લીમડા ના પાંદ 7-8
- શેકેલ સીંગદાણા પીસેલા ½ કપ
- લીલા ધાણા સુધારેલા 1 કપ
- ફુદીના ના પાંદ ½ કપ
- લીલા મરચા સુધારેલા 2-3
- આદુ ½ ઇંચ
- લીંબુનો રસ 1 ચમચી
- સ્વાદ મુજબ ફરાળી મીઠું
- પાણી જરૂર મુજબ
Farali hariyali sabudana khichdi banavani rit
ફરાળી હરિયાલી સાબુદાણા ખીચડી બનાવવા સૌપ્રથમ સાબુદાણા ને બે ત્રણ પાણી થી ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાળપણની નિતારી લ્યો અને અડધો કપ પાણી નાખી ચાર પાંચ કલાક અથવા સાત આઠ કલાક પલાળી મુકો. ચાર કલાક પછી સાબુદાણા બરોબર પલાળી લીધા બાદ એક બાજુ મૂકો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં એક ચમચી જીરું નાંખી તતડાવી લ્યો ત્યાર બાદ મીઠા લીમડા ના પાંદ અને સુધારેલા બટાકા નાખી બરોબર મિક્સ કરી ધીમા તાપે ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો અને વચ્ચે વચ્ચે હલાવી લ્યો.
બટાકા ચડે ત્યાં સુંધી માં મિક્સર જારમાં લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાંદ, લીલા મરચા સુધારેલા, આદુનો ટુકડો, જીરું અને લીંબુનો રસ નાખી પીસી લ્યો અને પીસવા માટે જરૂર લાગે તો બે ચાર ચમચી પાણી નાખી પીસી પેસ્ટ બનાવી લ્યો.
હવે બટાકા બરોબર ચડી જાય એટલે એમાં પીસેલા પેસ્ટ ને નાખો અને મિક્સ કરી લ્યો અને બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં પલાળેલા સાબુદાણા અને ફરાળી મીઠું નાંખી બરોબર મિક્સ કરી લ્યો અને સાબુદાણા બરોબર ચડી જાય ત્યાં સુંધી બીજી આઠ દસ મિનિટ ચડાવી લ્યો અને વચ્ચે વચ્ચે હલાવતા રહો.
સાબુદાણા બરોબર ચડી જાય એટલે એમાં શેકેલ સીંગદાણા નો પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને છેલ્લે એમાં લીલા ધાણા નાખી બરોબર મિક્સ કરી તૈયાર ખીચડી ને ગરમ ગરમ દહી સાથે સર્વ કરો ફરાળી હરિયાલી સાબુદાણા ખીચડી.
hariyali sabudana khichdi NOTES
- સાબુદાણા ને તમે આખી રાત કે પછી જો રાત્રે બનાવવા હોય ત્યારે સવારથી પલાળી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ફરાળી હરિયાલી સાબુદાણા ખીચડી બનાવવાની રીત
Farali hariyali sabudana khichdi banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
હરિયાલી સાબુદાણા ખીચડી બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ સાબુદાણા 1
- 2-3 બટાકા નાના સુધારેલ
- 2-3 ચમચી તેલ
- 1½ ચમચી જીરું
- 7-8 મીઠા લીમડા ના પાંદ
- ½ કપ શેકેલ સીંગદાણા પીસેલા
- 1 કપ લીલા ધાણા સુધારેલા
- ½ કપ ફુદીના ના પાંદ
- 2-3 લીલા મરચા સુધારેલા
- ½ ઇંચ આદુ
- 1 ચમચી લીંબુનો રસ
- સ્વાદ મુજબ ફરાળી મીઠું
- પાણી જરૂર મુજબ
Instructions
Farali hariyali sabudana khichdi banavani rit
- ફરાળી હરિયાલી સાબુદાણા ખીચડી બનાવવા સૌપ્રથમ સાબુદાણા ને બે ત્રણ પાણી થી ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાળપણની નિતારી લ્યો અને અડધો કપ પાણી નાખી ચાર પાંચ કલાક અથવા સાત આઠ કલાક પલાળી મુકો. ચાર કલાક પછી સાબુદાણા બરોબર પલાળી લીધા બાદ એક બાજુ મૂકો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં એક ચમચી જીરું નાંખી તતડાવી લ્યો ત્યાર બાદ મીઠા લીમડા ના પાંદ અને સુધારેલા બટાકા નાખી બરોબર મિક્સ કરી ધીમા તાપે ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો અને વચ્ચે વચ્ચે હલાવી લ્યો.
- બટાકા ચડે ત્યાં સુંધી માં મિક્સર જારમાં લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાંદ, લીલા મરચા સુધારેલા, આદુનો ટુકડો, જીરું અને લીંબુનો રસ નાખી પીસી લ્યો અને પીસવા માટે જરૂર લાગે તો બે ચાર ચમચી પાણી નાખી પીસી પેસ્ટ બનાવી લ્યો.
- હવે બટાકા બરોબર ચડી જાય એટલે એમાં પીસેલા પેસ્ટ ને નાખો અને મિક્સ કરી લ્યો અને બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં પલાળેલા સાબુદાણા અને ફરાળી મીઠું નાંખી બરોબર મિક્સ કરી લ્યો અને સાબુદાણા બરોબર ચડી જાય ત્યાં સુંધી બીજી આઠ દસ મિનિટ ચડાવી લ્યો અને વચ્ચે વચ્ચે હલાવતા રહો.
- સાબુદાણા બરોબર ચડી જાય એટલે એમાં શેકેલ સીંગદાણા નો પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને છેલ્લે એમાં લીલા ધાણા નાખી બરોબર મિક્સ કરી તૈયાર ખીચડી ને ગરમ ગરમ દહી સાથે સર્વ કરો ફરાળી હરિયાલી સાબુદાણા ખીચડી.
hariyali sabudana khichdi NOTES
- સાબુદાણા ને તમે આખી રાત કે પછી જો રાત્રે બનાવવા હોય ત્યારે સવારથી પલાળી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Farali khichu recipe | ફરાળી ખીચું બનાવવાની રીત
ફરાળી ફ્રુટ કસ્ટર્ડ બનાવવાની રીત | Farali Fruit Custard banavani rit
ફરાળી આલું ટીક્કી ચાટ બનાવવાની રીત | farali aloo tikki chaat recipe in gujarati
સાબુદાણા થાલીપીઠ બનાવવાની રીત | Sabudana Thalipeeth banavani rit
ફરાળી આલું ટીક્કી બનાવવાની રીત | farali aloo aloo tikki banavani rit