નમસ્તે મિત્રો આજે આપણે શીખીશું ઇન્સ્ટન્ટ ફરાળી હાંડવો બનાવવાની રીત. મિત્રો આપણે ઉપવાસ-વ્રત રાખી ત્યારે હંમેશા એ વાતનું ટેન્શન રહેતું હોય છે કે વધુ પડતા બટાકા ,સાવ ખાસુ તો ગેસ એસીડીટી થવાની બીક રહે છે તો વ્રત ઉપવાસમાં ખાઉં સુ ? તો આજે આપણે એક અલગ પ્રકારનો પ્રકારની વાનગી બનાવી શું જે ખાવામાં એકદમ ટેસ્ટી બનાવવામાં ઝડપી તેમજ ગેસ એસીડીટી ની ચિંતા કર્યા વગર ખાઈ શકાય તેવી વાનગી છે તો ચાલો બનાવીએ ઇન્સ્ટન્ટ ફરાળી હાંડવો, Farali handvo recipe in Gujarati.
ફરાળી હાંડવો બનાવવા જરૂરી સામગ્રી
- સાઉ/ મોરૈયો 1 કપ
- સાબુદાણા ½ કપ
- દહીં ½ કપ
- પાણી ½ કપ
- છીણેલી દૂધી 1 કપ
- લીલા ધાણા સુધારેલા ¼ કપ
- 1-2 ચમચી આદુ મરચા ની પેસ્ટ
- 1 ચમચી તજ, લવિંગ, મરી નો ભૂકો
- 2-3 ચમચી સીંગદાણા નો અધ્ધકચરો ભૂકો
- 1 ચમચી ખાંડ
- ½ ચમચી ઇનો
- જીરૂ 2-3 ચમચી
- તલ 2-3 ચમચી
- મીઠા લીમડા ના પાન 8-10
Farali handvo recipe in Gujarati
ઇન્સ્ટન્ટ ફરાળી હાંડવો બનાવવા સૌપ્રથમ એક મિક્સર જારમાં એક કપ સાવ તથા અડધો કપ સાબુદાણા લઇ ઝીણા પીસી લ્યો , હવે પીસેલા સાવ ને સાબુદાણાની એક વાસણમાં લ્યો
તેમાં દહીં અને પાણી ઉમેરી મિક્સ કરો , ત્યારબાદ ઢાંકણ ઢાંકી અડધો કલાક એક બાજુ મૂકી દો , અડધો કલાક થવા આવે એટલે એક કપ જેટલી દૂધીને છીણી લો
હવે છીણેલી લીધી સાવ સાબુદાણાના મિશ્રણમાં નાંખો ,ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું, આદુ મરચાની પેસ્ટ ,લીલા ધાણા, ખાંડ, તજ લવિંગ મરી નો ભૂકો ,સીંગદાણાનો ભૂકો નાખી બધું બરાબર મિક્સ કરી લો
હવે આ મિશ્રણના તમારા પાસે જે પ્રમાણે કડાઈ કે તવી હોય એ મુજબ ભાગ કરી લ્યો, હવે એક ભાગ માં ઇનો નાખી બરોબર મિકસ કરી લ્યો
ત્ગેયારબાદ ગેસ પર એક નોન સ્ટીક તવી કે કડાઈ લ્યો , તેમાં બે-ત્રણ ચમચી તેલ નાખો , ત્યારબાદ તેમાં જીરું, તલ, મીઠો લીમડાનો વઘાર કરો
હવે તેમાં ઇનો મિક્સ કરેલો મિશ્રણ નાખી બધી બાજુ બરોબર રીતે ફેલાવી દો , હવે ઢાંકણ ઢાંકી પાંચથી સાત મિનિટ ચઢાવો , પાંચથી સાત મિનિટ બાદ તવિથા વડે બધી બાજુથી ખાંડવાને કડાઈ થી છૂટો કરો
ફરાળી હાંડવો અલગ થાય એટલે ધીરેથી બીજા વાસણમાં કે થાળીમાં સરકાવી લો , હવે એક જ કડાઈમાં ફરીથી એકથી બે ચમચી તેલ નાખી જીરુ, તલ તેમજ મીઠો લીમડો નાખી વઘાર કરો
અને ધીમેથી હાંડવાની પહેલાં જે ઉપર બાજુ રહેલી હતી તે નીચે આવે તે રીતે હાંડવાને કડાઈમાં મૂકો , ત્યારબાદ ઢાંકણ ઢાંકી ફરીથી ચાર પાંચ મિનિટ બીજી બાજુ પણ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લો તો તૈયાર છે
ગરમા ગરમ હાંડવો હાંડવો તમે લીલી ચટણી સાથે પણ પીરસી શકો છો
ઇન્સ્ટન્ટ ફરાળી હાંડવો બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sheetal’s Kitchen – Gujarati ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ઇન્સ્ટન્ટ ફરાળી હાંડવો બનાવવાની રીત
ફરાળી હાંડવો બનાવવાની રીત | Farali handvo recipe in Gujarati | Farali handvo banavani rit
Ingredients
- 1 કપ સાઉ/ મોરૈયો
- ½ કપ સાબુદાણા
- ½ કપ દહીં
- ½ કપ પાણી
- 1 કપ છીણેલી દૂધી
- ¼ કપ લીલા ધાણા સુધારેલા
- 1-2 ચમચી આદુ મરચા ની પેસ્ટ
- 1 ચમચી તજ, લવિંગ, મરી નો ભૂકો
- 2-3 ચમચી સીંગદાણા નો અધ્ધકચરો ભૂકો
- 1 ચમચી ખાંડ
- ½ ચમચી ઇનો
- 2-3 ચમચી જીરૂ
- 2-3 ચમચી તલ
- 8-10 મીઠા લીમડા ના પાન
Instructions
ફરાળી હાંડવો બનાવવાની રીત | Farali handvo banavani rit
- ઇન્સ્ટન્ટ ફરાળી હાંડવો બનાવવા સૌપ્રથમ એક મિક્સરજારમાં એક કપ સાવ તથા અડધો કપ સાબુદાણા લઇ ઝીણા પીસી લ્યો
- હવે પીસેલા સાવ ને સાબુદાણાની એક વાસણમાં લ્યો
- તેમાં દહીં અને પાણી ઉમેરી મિક્સ કરો
- ત્યારબાદ ઢાંકણ ઢાંકી અડધો કલાક એક બાજુ મૂકીદો
- અડધો કલાક થવા આવે એટલે એક કપ જેટલી દૂધીનેછીણી લો
- હવે છીણેલી લીધી સાવ સાબુદાણાના મિશ્રણમાં નાંખો
- ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું, આદુ મરચાની પેસ્ટ ,લીલા ધાણા,ખાંડ, તજ લવિંગ મરી નો ભૂકો ,સીંગદાણાનો ભૂકો નાખી બધું બરાબર મિક્સ કરી લો
- હવે આ મિશ્રણના તમારા પાસે જે પ્રમાણે કડાઈકે તવી હોય એ મુજબ ભાગ કરી લ્યો
- હવે એક ભાગ માં ઇનો નાખી બરોબર મિકસ કરી લ્યો
- હવે ગેસ પર એક નોન સ્ટીક તવી કે કડાઈ લ્યો
- તેમાં બે-ત્રણ ચમચી તેલ નાખો
- ત્યારબાદ તેમાં જીરું, તલ, મીઠો લીમડાનો વઘાર કરો
- હવે તેમાં ઇનો મિક્સ કરેલો મિશ્રણ નાખી બધીબાજુ બરોબર રીતે ફેલાવી દો
- હવે ઢાંકણ ઢાંકી પાંચથી સાત મિનિટ ચઢાવો
- પાંચથી સાત મિનિટ બાદ તવિથા વડે બધી બાજુથીખાંડવાને કડાઈ થી છૂટો કરો
- ફરાળી હાંડવો અલગ થાય એટલે ધીરેથી બીજા વાસણમાંકે થાળીમાં સરકાવી લો
- હવે એક જ કડાઈમાં ફરીથી એકથી બે ચમચી તેલ નાખીજીરુ, તલ તેમજ મીઠો લીમડો નાખી વઘાર કરો અને ધીમેથી હાંડવાની પહેલાં જે ઉપર બાજુ રહેલીહતી તે નીચે આવે તે રીતે હાંડવાને કડાઈમાં મૂકો
- ત્યારબાદ ઢાંકણ ઢાંકી ફરીથી ચાર પાંચ મિનિટબીજી બાજુ પણ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લો તો તૈયાર છે
- ગરમા ગરમ હાંડવો હાંડવો તમે લીલી ચટણી સાથેપણ પીરસી શકો છો
Farali handvo recipe in Gujarati notes
- જો દુધીનો ફરાળમાં ઉપયોગ ન કરતા હો તો દૂધ ની જગ્યાએ આવેલું બટાકા અથવા ફરાળી ગાજરનો ઉપયોગ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ઇન્સ્ટન્ટ ફરાળી ઢોસા બનાવવાની રીત | Instant farali dosa recipe in Gujarati