મિત્રો આજે આપણે ફરાળી ફ્રુટ સલાડ બનાવવાની રીત શીખીશું. આ ફ્રુટ સલાડ એકદમ ક્રીમી બની ને તૈયાર થશે અને વ્રત ઉપવાસમાં ખાઈ શકાય એટલા માટે એમાં કોઈ પ્રકારના કસ્ટર્ડ પાઉડર નો ઉપયોગ નહીં કરીએ તો પણ એકદમ ટેસ્ટી બની ને તૈયાર થશે તો ચલો Farali fruit salad શીખીએ.
ફરાળી ફ્રુટ સલાડ માટેની જરૂરી સામગ્રી
- પીસેલા સાબુદાણા 2 ચમચી
- ફૂલ ક્રીમ દૂધ ½ લીટર
- ખાંડ ½ કપ
- કેસર ના તાંતણા 15-20
- સફરજન ના કટકા ¼ કપ
- કેળા ના કટકા ½ કપ
- દાડમ ના દાણા ½ કપ
- દ્રાક્ષ ના કટકા ¼ કપ
- ચીકુ ના કટકા ¼ કપ
- પિસ્તા ના કટકા 2 ચમચી
- કીસમીસ 1-2 ચમચી
- બદામ ના કટકા 2-3 ચમચી
- કાજુના કટકા 3-4 ચમચી
- એલચી પાઉડર ¼ ચમચી
- પાણી જરૂર મુજબ
Farali fruit salad banavani rit
ફરાળી ફ્રુટ સલાડ બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં સાબુદાણા નાખો અને જાર નું ઢાંકણ બંધ કરી સાબુદાણા નો સાવ ઝીણો પાઉડર બનાવી લ્યો અને ઝીણી ચારણી વડે ચાળી લ્યો ત્યાર બાદ એક વાટકામાં કાઢી લ્યો અને સાબુદાણા પલાળી શકાય એટલું પાણી નાખી મિક્સ કરી ઢાંકી એક બાજુ મૂકો.
હવે ગેસ પર એક કડાઈમાં બે ચમચી પાણી નાખો ત્યાર બાદ એમાં ફૂલ ક્રીમ દૂધ નાખી ગરમ કરવા મૂકો દૂધ ગરમ થાય એટલે બે ચાર ચમચી દૂધ એક વાટકા માં કાઢી એમાં ક્રશ કરેલ કેસરના તાંતણા નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. હવે દૂધ ઉકળવા લાગે એટલે ઉકળતા દૂધ માં પલાળી રાખેલ સાબુદાણા ની એક ચમચી નાખો અને મિક્સ કરી લ્યો.
ત્યારબાદ બીજી ચમચી સાબુદાણા નાખી દૂધ માં મિક્સ કરી લ્યો ત્યાર બાદ ત્રીજી ચમચી નાખી દૂધ માં મિક્સ કરો આમ થોડી થોડી માત્રા માં પલાળેલા સાબુદાણા નું મિશ્રણ નાખતા જઈ દૂધ સાથે બરોબર મિક્સ કરી હલાવતા રહો. દૂધ અને સાબુદાણા ને પાંચ સાત મિનિટ ચડવા દયો. સાત મિનિટ પછી એમાં કેસર વાળું દૂધ અને ખાંડ નાખી મિક્સ કરી લ્યો.
હવે ખાંડ ઓગળી જાય એમ બીજી પાંચ મિનિટ દૂધ ને ઉકાળી લ્યો ત્યાર બાદ એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો અને તૈયાર દૂધ ને બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડુ કરી લ્યો. દૂધ ઠંડુ થાય એટલે ફ્રીઝ માં એક બે કલાક મૂકો અને ઠંડુ કરી લ્યો.
ઠંડા દૂધ માં કેળા ના કટકા, સફરજન ના કટકા, ચીકુના કટકા, દ્રાક્ષ ના કટકા, દાડમ ના દાણા નાખો સાથે ( ખાટા ના હોય એવા જે ફ્રુટ તમારા પાસે હોય એ બધા ને સુધારી ને નાખી શકો છો) એમાં કાજુના કટકા, બદામ ના કટકા, પીસ્તા ના કટકા, કીસમીસ નાખી મિક્સ કરી લ્યો અને ઠંડી ઠંડી મજા લ્યો ફરાળી ફ્રુટ સલાડ.
fruit salad notes
- અહી બને ત્યાં સુંધી ખાટા ફળ દૂધ માં ના નાખવા નહિતર દૂધ ઝડપથી ખરાબ થઈ જશે.
- ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ કે ઓછી કરી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ફરાળી ફ્રુટ સલાડ બનાવવાની રીત
Farali fruit salad banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
ફરાળી ફ્રુટ સલાડ માટેની જરૂરી સામગ્રી
- 2 ચમચી પીસેલા સાબુદાણા
- ½ લીટર ફૂલ ક્રીમ દૂધ
- ½ કપ ખાંડ
- 15-20 કેસર ના તાંતણા
- ¼ કપ સફરજન ના કટકા
- ½ કપ કેળા ના કટકા
- ½ કપ દાડમ ના દાણા
- ¼ કપ દ્રાક્ષ ના કટકા
- ¼ કપ ચીકુ ના કટકા
- 2 ચમચી પિસ્તા ના કટકા
- 1-2 ચમચી કીસમીસ
- 2-3 ચમચી બદામ ના કટકા
- 3-4 ચમચી કાજુના કટકા
- ¼ ચમચી એલચી પાઉડર
- પાણી જરૂર મુજબ
Instructions
Farali fruit salad banavani rit
- ફરાળી ફ્રુટ સલાડ બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં સાબુદાણા નાખો અને જાર નું ઢાંકણ બંધ કરી સાબુદાણા નો સાવ ઝીણો પાઉડર બનાવી લ્યો અને ઝીણી ચારણી વડે ચાળી લ્યો ત્યાર બાદ એક વાટકામાં કાઢી લ્યો અને સાબુદાણા પલાળી શકાય એટલું પાણી નાખી મિક્સ કરી ઢાંકી એક બાજુ મૂકો.
- હવે ગેસ પર એક કડાઈમાં બે ચમચી પાણી નાખો ત્યાર બાદ એમાં ફૂલ ક્રીમ દૂધ નાખી ગરમ કરવા મૂકો દૂધ ગરમ થાય એટલે બે ચાર ચમચી દૂધ એક વાટકા માં કાઢી એમાં ક્રશ કરેલ કેસરના તાંતણા નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. હવે દૂધ ઉકળવા લાગે એટલે ઉકળતા દૂધ માં પલાળી રાખેલ સાબુદાણા ની એક ચમચી નાખો અને મિક્સ કરી લ્યો.
- ત્યારબાદ બીજી ચમચી સાબુદાણા નાખી દૂધ માં મિક્સ કરી લ્યો ત્યાર બાદ ત્રીજી ચમચી નાખી દૂધ માં મિક્સ કરો આમ થોડી થોડી માત્રા માં પલાળેલા સાબુદાણા નું મિશ્રણ નાખતા જઈ દૂધ સાથે બરોબર મિક્સ કરી હલાવતા રહો. દૂધ અને સાબુદાણા ને પાંચ સાત મિનિટ ચડવા દયો. સાત મિનિટ પછી એમાં કેસર વાળું દૂધ અને ખાંડ નાખી મિક્સ કરી લ્યો.
- હવે ખાંડ ઓગળી જાય એમ બીજી પાંચ મિનિટ દૂધ ને ઉકાળી લ્યો ત્યાર બાદ એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો અને તૈયાર દૂધ ને બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડુ કરી લ્યો. દૂધ ઠંડુ થાય એટલે ફ્રીઝ માં એક બે કલાક મૂકો અને ઠંડુ કરી લ્યો.
- ઠંડા દૂધ માં કેળા ના કટકા, સફરજન ના કટકા, ચીકુના કટકા, દ્રાક્ષ ના કટકા, દાડમ ના દાણા નાખો સાથે ( ખાટા ના હોય એવા જે ફ્રુટ તમારા પાસે હોય એ બધા ને સુધારી ને નાખી શકો છો) એમાં કાજુના કટકા, બદામ ના કટકા, પીસ્તા ના કટકા, કીસમીસ નાખી મિક્સ કરી લ્યો અને ઠંડી ઠંડી મજા લ્યો ફરાળી ફ્રુટ સલાડ.
fruit salad notes
- અહી બને ત્યાં સુંધી ખાટા ફળ દૂધ માં ના નાખવા નહિતર દૂધ ઝડપથી ખરાબ થઈ જશે.
- ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ કે ઓછી કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
churmu banavani rit | ચુરમુ બનાવવાની રીત
મગદાળ નો હલવો બનાવવાની રીત | moong dal halwa recipe in gujarati | moong dal no halvo banavani rit
સોન પાપડી બનાવવાની રીત | soan papdi banavani rit