આ ફરાળી ફરસી પૂરી તમે વ્રત ઉપવાસમાં બનાવી ને રાખી દયો અને મહિના સુંધી સવાર કે સાંજ ના નાસ્તા માં દૂધ, ચા સાથે ખાઈ શકો છો. આ પૂરી બનાવવાની ખૂબ સરળ છે અને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે તો ચાલો Farali farshi puri banavani rit શીખીએ.
ફરાળી ફરસી પૂરી બનાવવા જરૂરી સામગ્રી
- રાજગરા નો લોટ / ફરાળી લોટ 2 કપ
- મરી પાઉડર ½ ચમચી
- સફેદ તલ 2-3 ચમચી
- શેકેલ જીરું પાઉડર 1 ચમચી
- તેલ જરૂર પ્રમાણે
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Farali farshi puri banavani rit
ફરાળી ફરસી પૂરી બનાવવા સૌપ્રથમ એક કથરોટ માં રાજગરાનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ ફરાળી મીઠું, મરી પાઉડર, શેકેલ જીરું પાઉડર, સફેદ તલ અને એક થી બે ચમચી તેલ નાખી બધી સામગ્રી ને હઠબથી બરોબર મિક્સ કરી લ્યો.
હવે એમાં થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ બે મિનિટ મસળી લ્યો અને ત્યાર બાદ બાંધેલા લોટ માંથી લુવા બનાવી લ્યો. હવે કોરા રાજગરાના લોટ નું મદદ થી મિડીયમ જાડી રોટલી બનાવી લ્યો ત્યાર બાદ વાટકા કે કુકી કટર થી પૂરી ને કટ કરી લ્યો.
તૈયાર પુરીમાં કાંટા ચમચીથી કે ચાકુથી કાણા કરી એક થાળી માં અલગ અલગ મૂકો આમ થોડી થોડી કરી બધી પૂરી વણી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં ચોક્ખું તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી એમાં તૈયાર કરેલ પૂરી નાખો અને પૂરી ને ઝારા થી ઉથલાવી ઉથલાવી ને બને બાજુ લાઈટ ગોલન્ડ થાય ત્યાં સુંધી તરી લ્યો.
પૂરી ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી બીજા વાસણમાં નાખી ઠંડી થવા દયો. આમ થોડી થોડી કરી બધી પૂરી ને તરી લ્યો અને મોટા વાસણમાં કાઢી લઈ પૂરી ને ઠંડી થવા દયો. પૂરી ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો ફરાળી ફરસી પૂરી.
Farali farshi puri NOTES
- અહી રાજગરાના લોટ સિવાય બીજો કોઈ ફરાળી લોટ વાપરી શકાય છે.
- મસાલા પણ તમે જે વ્રત માં ખાતા હો એ મસાલા નાખી ને પણ પૂરી તૈયાર કરી શકો છો.
- અહી તમે એક બે બાફેલા બટાકા ને છીણી ને પણ લોટ બાંધતી વખતે નાખી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ફરાળી ફરસી પૂરી બનાવવાની રીત
Farali farshi puri banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
ફરાળી ફરસી પૂરી બનાવવા જરૂરી સામગ્રી
- 2 કપ રાજગરા નો લોટ / ફરાળી લોટ
- ½ ચમચી મરી પાઉડર
- 2-3 ચમચી સફેદ તલ
- 1 ચમચી શેકેલ જીરું પાઉડર
- તેલ જરૂર પ્રમાણે
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
Farali farshi puri banavani rit
- ફરાળી ફરસી પૂરી બનાવવા સૌપ્રથમ એક કથરોટ માં રાજગરાનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ ફરાળી મીઠું, મરી પાઉડર, શેકેલ જીરું પાઉડર, સફેદ તલ અને એક થી બે ચમચી તેલ નાખી બધી સામગ્રી ને હઠબથી બરોબર મિક્સ કરી લ્યો.
- હવે એમાં થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ બે મિનિટ મસળી લ્યો અને ત્યાર બાદ બાંધેલા લોટ માંથી લુવા બનાવી લ્યો. હવે કોરા રાજગરાના લોટ નું મદદ થી મિડીયમ જાડી રોટલી બનાવી લ્યો ત્યાર બાદ વાટકા કે કુકી કટર થી પૂરી ને કટ કરી લ્યો.
- તૈયાર પુરીમાં કાંટા ચમચીથી કે ચાકુથી કાણા કરી એક થાળી માં અલગ અલગ મૂકો આમ થોડી થોડી કરી બધી પૂરી વણી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં ચોક્ખું તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી એમાં તૈયાર કરેલ પૂરી નાખો અને પૂરી ને ઝારા થી ઉથલાવી ઉથલાવી ને બને બાજુ લાઈટ ગોલન્ડ થાય ત્યાં સુંધી તરી લ્યો.
- પૂરી ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી બીજા વાસણમાં નાખી ઠંડી થવા દયો. આમ થોડી થોડી કરી બધી પૂરી ને તરી લ્યો અને મોટા વાસણમાં કાઢી લઈ પૂરી ને ઠંડી થવા દયો. પૂરી ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો ફરાળી ફરસી પૂરી.
Farali farshi puri NOTES
- અહી રાજગરાના લોટ સિવાય બીજો કોઈ ફરાળી લોટ વાપરી શકાય છે.
- મસાલા પણ તમે જે વ્રત માં ખાતા હો એ મસાલા નાખી ને પણ પૂરી તૈયાર કરી શકો છો.
- અહી તમે એક બે બાફેલા બટાકા ને છીણી ને પણ લોટ બાંધતી વખતે નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Farali bhajiya | ફરાળી ભજીયા બનાવવાની રેસીપી
ફરાળી ફ્રુટ કસ્ટર્ડ બનાવવાની રીત | Farali Fruit Custard banavani rit
મખાના બફરી બનાવવાની રીત | Makhana barfi banavani rit
અગિયારસ સ્પેશિયલ પનીર નું ફરાળી શાક | Agiyaras special paneer nu farali shaak
શિંગોડા ના લોટ નો શીરો | singoda na lot no shiro