તમે વ્રત માં એક ની એક વાનગીઓ ખાઈ ને કંટાળી ગયા છો તો હવે જ્યારે વ્રત હોય ત્યાર આ વાનગી બનાવી શકો છો જે ખાવા માં ટેસ્ટી અને બનાવવા માં ખુબજ સરળ એવા Farali dahi vada – ફરાળી દહીંવડા આજ આપણે બનાવતા શીખીશું.
Ingredients list
- સામો ½ કપ
- બટાકા 1-2 ના કટકા
- લીલા મરચા સુધારેલા 2-3 ચમચી
- મરી પાઉડર ½ ચમચી
- લીલા ધાણા સુધારેલા 1-2 ચમચી
- આદુ પેસ્ટ ½ ચમચી
- કાજુ ના કટકા 2 ચમચી
- કીસમીસ 1-2 ચમચી
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- પાણી 2 કપ
- દહીં 1 કપ
- ખાંડ 2-3 ચમચી
- તરવા માટે તેલ
ગાર્નિશ માટેની સામગ્રી
- મીઠી ચટણી જરૂર મુજબ
- શેકેલ જીરું પાઉડર જરૂર મુજબ
- લીલી ચટણી સ્વાદ મુજબ
- લાલ મરચાનો પાઉડર જરૂર મુજબ
- સંચળ પાઉડર
- મીઠું દહીં
Farali dahi vada banavani rit
ફરાળી દહીંવડા બનાવવા સૌપ્રથમ કે વાસણમાં સાફ કરેલ સામો લઈ એને બે ત્રણ પાણીથી ધોઈ અડધા કલાક માટે પલાળી મુકો અડધા કલાક પછી સામા નું પાણી નિતારી કુકર માં નાખો સાથે બટાકા ને છોલી મિડીયમ સાઇઝ ના કટકા કરી નાખો અને એક કપ જેટલું પાણી નાખી ઢાંકણ બંધ કરી બે ત્રણ સીટી વગાડી ગેસ બંધ કરી નાખો અને કુકર માંથી હવા નીકળવા દયો.
હવે સામા અને બટાકા ને બીજા વાસણમાં કાઢી લ્યો અને મેસર વડે બરોબર મેસ કરી લ્યો. ત્યાર બાદ એમાં મરી પાઉડર, ઝીણા સમારેલા લીલાં મરચા, ઝીણા સમારેલા લીલાં ધાણા, કાજુ ના કટકા, કીસમીસ સ્વાદ મુજબ ફરાળી મીઠું અને આદુની પેસ્ટ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી સ્મુથ મિશ્રણ તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય ત્યાં સુધી તૈયાર મિશ્રણ માંથી જે સાઇઝ ના વડા બનાવવા છે એ સાઇઝ ના ગોળ અથવા ચપટા વડા બનાવી લ્યો. તૈયાર વડા ને મિડીયમ ફૂલ તાપે લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો આમ થોડા થોડા કરી બધા વડા ને તરી લ્યો.
તરેલ વડા માંથી જેટલા વડા ખાવા ના હોય એટલા વડા ને પાણીમાં પાંચ મિનિટ નાખો.હવે દહી માં ખાંડ નાખી ખાંડ ને ઓગળી લ્યો, પાંચ મિનિટ પછી હલકા હાથે દબાવી વડા ને પાણી માંથી કાઢી લ્યો.
દહીંવડા ગાર્નિશ કરવાની રીત
પ્લેટ માં નીતરેલ વડા મૂકો એના પર ખાંડ વાળું દહી નાખો અને ઉપર લીલી ચટણી, મીઠી ચટણી, સંચળ, શેકેલ જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર છાંટી મજા લ્યો. તો તૈયાર છે ફરાળી દહીંવડા.
Farali recipe notes
- અહી તમે જે સામગ્રી નો ઉપયોગ ફરાળ માં ના કરતા હો એ ના નાખવી.
- આ વડા ને તમે અપ્પમ પાત્ર કે એર ફાયર માં પણ શેકી ને તૈયાર કરી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Farali dahi vada banavani rit

Farali dahi vada banavani rit
Equipment
- 1 તપેલી
- 1 કડાઈ
- 1 કુકર
Ingredients
Ingredients list
- ½ કપ સામો
- 1-2 બટાકા ના કટકા
- 2-3 ચમચી લીલા મરચા સુધારેલા
- ½ ચમચી મરી પાઉડર
- 1-2 ચમચી લીલા ધાણા સુધારેલા
- ½ ચમચી આદુ પેસ્ટ
- 2 ચમચી કાજુ ના કટકા
- 1-2 ચમચી કીસમીસ
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- 2 કપ પાણી
- 1 કપ દહીં
- 2-3 ચમચી ખાંડ
- તરવા માટે તેલ
ગાર્નિશ માટેની સામગ્રી
- મીઠી ચટણી જરૂર મુજબ
- શેકેલ જીરું પાઉડર જરૂર મુજબ
- લીલી ચટણી સ્વાદ મુજબ
- લાલ મરચાનો પાઉડર જરૂર મુજબ
- સંચળ પાઉડર
- મીઠું દહીં
Instructions
Farali dahi vada banavani rit
- ફરાળી દહીંવડા બનાવવા સૌપ્રથમ કે વાસણમાં સાફ કરેલ સામો લઈ એને બે ત્રણ પાણીથી ધોઈ અડધા કલાક માટે પલાળી મુકો અડધા કલાક પછી સામા નું પાણી નિતારી કુકર માં નાખો સાથે બટાકા ને છોલી મિડીયમ સાઇઝ ના કટકા કરી નાખો અને એક કપ જેટલું પાણી નાખી ઢાંકણ બંધ કરી બે ત્રણ સીટી વગાડી ગેસ બંધ કરી નાખો અને કુકર માંથી હવા નીકળવા દયો.
- હવે સામા અને બટાકા ને બીજા વાસણમાં કાઢી લ્યો અને મેસર વડે બરોબર મેસ કરી લ્યો. ત્યાર બાદ એમાં મરી પાઉડર, ઝીણા સમારેલા લીલાં મરચા, ઝીણા સમારેલા લીલાં ધાણા, કાજુ ના કટકા, કીસમીસ સ્વાદ મુજબ ફરાળી મીઠું અને આદુની પેસ્ટ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી સ્મુથ મિશ્રણ તૈયાર કરી લ્યો.
- હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય ત્યાં સુધી તૈયાર મિશ્રણ માંથી જે સાઇઝ ના વડા બનાવવા છે એ સાઇઝ ના ગોળ અથવા ચપટા વડા બનાવી લ્યો. તૈયાર વડા ને મિડીયમ ફૂલ તાપે લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો આમ થોડા થોડા કરી બધા વડા ને તરી લ્યો.
- તરેલ વડા માંથી જેટલા વડા ખાવા ના હોય એટલા વડા ને પાણીમાં પાંચ મિનિટ નાખો.હવે દહી માં ખાંડ નાખી ખાંડ ને ઓગળી લ્યો, પાંચ મિનિટ પછી હલકા હાથે દબાવી વડા ને પાણી માંથી કાઢી લ્યો.
દહીંવડા ગાર્નિશ કરવાની રીત
- પ્લેટ માં નીતરેલ વડા મૂકો એના પર ખાંડ વાળું દહી નાખો અને ઉપર લીલી ચટણી, મીઠી ચટણી, સંચળ, શેકેલ જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર છાંટી મજા લ્યો. તો તૈયાર છે ફરાળી દહીંવડા.
Farali recipe notes
- અહી તમે જે સામગ્રી નો ઉપયોગ ફરાળ માં ના કરતા હો એ ના નાખવી.
- આ વડા ને તમે અપ્પમ પાત્ર કે એર ફાયર માં પણ શેકી ને તૈયાર કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Farali mendu vada banavani rit | ફરાળી મેન્દુવડા બનાવવાની રીત
farali misal recipe in gujarati | ફરાળી મિસળ બનાવવાની રીત
sabudana na papad banavani rit | સાબુદાણા ના પાપડ બનાવવાની રીત
farali ladoo banavani rit | ફરાળી લાડવા બનાવવાની રીત
singoda na lot na paratha banavani rit | શિંગોડા ના લોટ ના પરોઠા બનાવવાની રીત