આખા મહિના ના કે ચાતુરમાસ રાખેલ હોય ત્યારે વરસાદ ની સીઝન માં ભજીયા ને મીસ ના કરો એટલા માટે આજ આપણે ફરાળી ભજીયા બનાવવાની રીત જે વરસતા વરસાદ માં તમારી ભજીયા ખાવાની ઈચ્છા તો પૂરી કરશે જ સાથે જો કોઈ ફરાળી થાળી તૈયાર કરતા હો તો થાળી માં ફરસાણ પણ બની શકે છે તો ચાલો Farali bhajiya banavani rit શીખીએ.
ફરાળી ભજીયા બનાવવા જરૂરી સામગ્રી
- પલાળેલા સાબુદાણા 1 કપ
- બાફેલા બટકા 1-2
- સીંગદાણા અધ કચરા પીસેલા ½ કપ
- લીલા મરચા ની પેસ્ટ 1 ચમચી
- આદુ પેસ્ટ ½ ચમચી
- મરી પાઉડર ¼ ચમચી
- શેકેલ જીરું પાઉડર ½ ચમચી
- સંચળ ½ ચમચી
- ખાંડ 1 ચમચી
- લીંબુનો રસ 1-2 ચમચી
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- તરવા માટે તેલ
- પાણી જરૂર મુજબ
ફરાળી ભજીયા બનાવવાની રેસીપી
ફરાળી ભજીયા બનાવવા સૌપ્રથમ સાબુદાણા ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ એક કપ પાણી નાખી સાબુદાણા ને પાણીમાં પલાળી નાખી ઢાંકી ને પાંચ સાત કલાક પલાળી મુકો. બટાકા ને કુકર માં બાફી લ્યો અને એની છાલ ઉતારી સાફ કરી લ્યો.
સાત કલાક પછી સાબુદાણા પલાળી લીધા બાદ એક વાસણમાં લ્યો ત્યાર બાદ એમાં બાફી રાખેલ બટાકા ને મેસ કરી નાખો અથવા છીણી વડે પણ છીણી ને નાખો ત્યાર બાદ એમાં સીંગદાણા નો અધ કચરો પાઉડર, લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા, મરી પાઉડર, શેકેલ જીરું પાઉડર, ખાંડ, લીંબુનો રસ, સંચળ અને સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખો.
હવે હાથ બદે બધી સામગ્રી ને બરોબર મેસ કરી મિક્સ કરતા જાઓ અને ભજીયા માટેનું મિશ્રણ તૈયાર કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તૈયાર કરેલ મિશ્રણ માંથી જે સાઇઝ ના ભજીયા બનાવવા હોય એ સાઇઝ ના ભજીયા બનાવી ગરમ તેલ માં નાખતા જાઓ.
એક વખત માં સમાય એટલા ભજીયા નાખી ને બધી બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો. ભજીયા ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો અને આમ થોડા થોડા કરી ને બધા ભજીયા તરી લ્યો અને ગરમ ગરમ ચટણી સાથે સર્વ કરો ફરાળી ભજીયા.
Farali bhajiya notes
- અહી બટાકા ની જગ્યાએ બાફેલા શક્કરિયા કે પછી બાફેલા કેળા પણ નાખી શકો છો.
- લીંબુના રસ ની જગ્યાએ આમચૂર પાઉડર પણ વાપરી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Farali bhajiya banavani rit
Farali bhajiya banavani rit
Equipment
- 1 kadai
Ingredients
ફરાળી ભજીયા બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ પલાળેલા સાબુદાણા
- 1-2 બાફેલા બટકા
- ½ કપ સીંગદાણા અધ કચરા પીસેલા
- 1 ચમચી લીલા મરચા ની પેસ્ટ
- ½ ચમચી આદુ પેસ્ટ
- ¼ ચમચી મરી પાઉડર
- ½ ચમચી શેકેલ જીરું પાઉડર
- ½ ચમચી સંચળ
- 1 ચમચી ખાંડ
- 1-2 ચમચી લીંબુનો રસ
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- તરવા માટે તેલ
- પાણી જરૂર મુજબ
Instructions
Farali bhajiya banavani rit
- ફરાળી ભજીયા બનાવવા સૌપ્રથમ સાબુદાણા ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ એક કપ પાણી નાખી સાબુદાણા ને પાણીમાં પલાળી નાખી ઢાંકી ને પાંચ સાત કલાક પલાળી મુકો. બટાકા ને કુકર માં બાફી લ્યો અને એની છાલ ઉતારી સાફ કરી લ્યો.
- સાત કલાક પછી સાબુદાણા પલાળી લીધા બાદ એક વાસણમાં લ્યો ત્યાર બાદ એમાં બાફી રાખેલ બટાકા ને મેસ કરી નાખો અથવા છીણી વડે પણ છીણી ને નાખો ત્યાર બાદ એમાં સીંગદાણા નો અધ કચરો પાઉડર, લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા, મરી પાઉડર, શેકેલ જીરું પાઉડર, ખાંડ, લીંબુનો રસ, સંચળ અને સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખો.
- હવે હાથ બદે બધી સામગ્રી ને બરોબર મેસ કરી મિક્સ કરતા જાઓ અને ભજીયા માટેનું મિશ્રણ તૈયાર કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તૈયાર કરેલ મિશ્રણ માંથી જે સાઇઝ ના ભજીયા બનાવવા હોય એ સાઇઝ ના ભજીયા બનાવી ગરમ તેલ માં નાખતા જાઓ.
- એક વખત માં સમાય એટલા ભજીયા નાખી ને બધી બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો. ભજીયા ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો અને આમ થોડા થોડા કરી ને બધા ભજીયા તરી લ્યો અને ગરમ ગરમ ચટણી સાથે સર્વ કરો ફરાળી ભજીયા.
Farali bhajiya notes
- અહી બટાકા ની જગ્યાએ બાફેલા શક્કરિયા કે પછી બાફેલા કેળા પણ નાખી શકો છો.
- લીંબુના રસ ની જગ્યાએ આમચૂર પાઉડર પણ વાપરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Farali sama vada recipe | ફરાળી સામા વડા બનાવવાની રીત
ફરાળી ઢોસા બનાવવાની રીત | farali dosa recipe in Gujarati
ફરાળી કઢી બનાવવાની રીત | farali kadhi recipe in gujarati | farali kadhi banavani rit
દુધી ની બરફી બનાવવાની રીત | dudhi ni barfi banavani rit
સાબુદાણા થાલીપીઠ બનાવવાની રીત | Sabudana Thalipeeth banavani rit