નમસ્તે મિત્રો આજે આપણે ફરાળી અપ્પમ બનાવવાની રીત – Farali appam banavani rit શીખીશું, If you like the recipe do subscribe MadhurasRecipe Hindi YouTube channel on YouTube , આજ થી નવરાત્રી શરૂ થાય છે, અને નવરાત્રિ ના નવ દિવસ ના વ્રત ઉપવાસમાં રોજ ફરાળ શું બનાવું એ પ્રશ્ન હોય છે ? અને રોજ તરેલ પણ ના પસંદ આવે તો રોજ બનવું શું ? તો આજ આપણે એક હેલ્થી ને ટેસ્ટી ને ઓછા તેલ કે ઘી માં તૈયાર કરીશું અપ્પમ તો ચાલો Farali appam recipe in gujarati શીખીએ.
ફરાળી અપ્પમ બનાવવા માટેની સામગ્રી
- સામો / મોરિયો 1 કપ
- સાબુદાણા ¼ કપ
- જીરું ½ ચમચી
- લીલા મરચા ઝીણા સમારેલા 2-3
- ઝીણા સમારેલા લીલાં ધાણા 3-4 ચમચી
- ઇનો ½ ચમચી
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- તેલ / ઘી જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી
- આદુ નો ટુકડો ½ ઇંચ
- લીલા ધાણા સુધારેલા ¼ કપ
- લીલા નારિયળ ના કટકા 1 કપ
- ખાંડ 1 ચમચી
- શેકેલ સીંગદાણા 1-2 ચમચી
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- ઘી 1 ચમચી
- જીરું 1 ચમચી
લીલી ચટણી બનાવવાની રીત
લીલી ચટણી બનાવવા માટે સૌ પ્રથમ લીલા ધાણા ને સાફ કરી પાણીથી બરોબર ધોઇ લ્યો ત્યાર બાદ એનું પાણી નિતારી કોરા કરી લઈ સુધારી ને મિક્સર જારમાં નાખો સાથે લીલા નારિયળ ના કટકા, આદુ નો ટુકડો, ખાંડ, શેકેલ સીંગદાણા, ફરાળી મીઠું સ્વાદ મુજબ નાખી ને પીસી લ્યો ત્યાર બાદ બે ચાર ચમચી પાણી નાખી ને ફરીથી પીસી ને ચટણી તૈયાર કરી એક વાસણમાં કાઢી લ્યો
હવે ગેસ પર વઘરિયા માં ઘી ગરમ કરી લ્યો ઘી ગરમ થયા એટલે એમાં જીરું નાંખી તતડાવી લ્યો ત્યાર બાદ તૈયાર વઘાર ને ચટણીમાં નાખી ને મિક્સ કરી લ્યો તો તૈયાર છે લીલી ચટણી
ફરાળી અપ્પમ બનાવવાની રીત
ફરાળી અપ્પમ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સાફ કરેલ સામો / મોરિયો અને સાબુદાણા નાખી ને બે ત્રણ પાણીથી ધોઈ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એમાં બે ચાર ગ્લાસ પાણી નાખી બે ત્રણ કલાક પલાળી મૂકો ત્રણ કલાક પછી પાણી ને નિતારી લ્યો,
ત્યાર બાદ સાબુદાણા સામો મિક્સર જારમાં નાખો ને પીસી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી મિડીયમ ઘટ્ટ મિશ્રણ પીસી ને તૈયાર કરો
પીસેલા મિશ્રણ ને એક વાસણમાં કાઢી લ્યો આમ બધા સામો અને સાબુદાણા ને પીસી ને તૈયાર કરી લ્યો હવે પીસેલા મિશ્રણ ને દસ મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકો દસ મિનિટ પછી એમાં જીરું, લીલા મરચા ઝીણા સમારેલા, ઝીણા સમારેલા લીલાં ધાણા અને ફરાળી મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં ઇનો નાખી બરોબર મિક્સ કરી લ્યો
હવે ગેસ પર અપ્પમપાત્ર માં પા ચમચી ઘી કે તેલ નાખી ગરમ કરી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી નાખો ને એમાં તૈયાર કરેલ મિશ્રણ અપ્પમ પાત્રમાં એક એક ચમચી નાખો ને ત્યાર બાદ ઢાંકી ને બે ત્રણ મિનિટ ચડવા દયો ત્રણ મિનિટ પછી એના પર ફરીથી પા ચમચી ઘી કે તેલ નાખી ચમચીથી બધા અપ્પમ ને ઉથલાવી લ્યો ને ફરીથી ઢાંકી ને બીજી બે ત્રણ મિનિટ ચડાવી લ્યો
આમ બને બાજુ ગોલ્ડન શેકી લીધા બાદ તૈયાર ફરાળી અપ્પમ ને કાઢી લ્યો ને બીજા અપ્પમ નું મિશ્રણ નાખી ગોલ્ડન શેકી લ્યો ને બીજા ફરાળી અપ્પમ બનાવી ને તૈયાર કરી લ્યો તો તૈયાર છે ફરાળી અપ્પમ અને લીલી ચટણી
Farali appam recipe in gujarati notes
અહી તમે સાબુદાણા સામો ને પલાળી લીધા બાદ દહી નાખી પીસી ને છ સાત કલાક મૂકી ને આથો આવી જાય ત્યાર બાદ પણ ફરાળી અપ્પમ બનાવી શકો છો
તમે જે સામગ્રી ફરાળ માં ખાતા હો એ નાખી શકો છો અને જે ફરાળ માં ના ખાતા હો એ ના નાખવા
અહી તમે છિનેલ બટાકા, દૂધી કે શક્કરિયા પણ નાખી શકો છો
Farali appam banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર MadhurasRecipe Hindi ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Farali appam recipe in gujarati
ફરાળી અપ્પમ બનાવવાની રીત | Farali appam banavani rit | Farali appam recipe in gujarati
Equipment
- 1 અપ્પમ પાત્ર
Ingredients
ફરાળી અપ્પમ બનાવવા માટેની સામગ્રી
- 1 કપ સામો / મોરિયો
- ¼ કપ સાબુદાણા
- ½ ચમચી જીરું
- 2-3 લીલા મરચા ઝીણા સમારેલા
- 3-4 ચમચી ઝીણા સમારેલા લીલાં ધાણા
- ½ ચમચી ઇનો
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- તેલ / ઘી જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી
- ½ ઇંચ આદુનો ટુકડો
- ¼ કપ લીલા ધાણા સુધારેલા
- 1 કપ લીલા નારિયળ ના કટકા
- 1 ચમચી ખાંડ
- 1-2 ચમચી શેકેલ સીંગદાણા
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- 1 ચમચી ઘી
- 1 ચમચી જીરું
Instructions
ફરાળી અપ્પમ | Farali appam | Farali appam recipe
- સૌપ્રથમ આપણે ફરાળી લીલી ચટણી બનાવતા શીખીશું ત્યારબાદ ફરાળી અપ્પમ બનાવવાતા શીખીશું
લીલી ચટણી બનાવવાની રીત
- લીલી ચટણી બનાવવા માટે સૌ પ્રથમ લીલા ધાણા ને સાફ કરી પાણીથી બરોબર ધોઇ લ્યો ત્યાર બાદ એનું પાણી નિતારી કોરા કરી લઈ સુધારી ને મિક્સર જારમાં નાખો સાથે લીલા નારિયળ ના કટકા, આદુ નો ટુકડો, ખાંડ, શેકેલ સીંગદાણા, ફરાળી મીઠુંસ્વાદ મુજબ નાખી ને પીસી લ્યો ત્યાર બાદ બે ચાર ચમચી પાણી નાખી ને ફરીથી પીસી ને ચટણી તૈયાર કરી એક વાસણમાં કાઢી લ્યો
- હવે ગેસ પર વઘરિયા માં ઘી ગરમ કરી લ્યો ઘી ગરમ થયા એટલે એમાં જીરું નાંખી તતડાવી લ્યો ત્યારબાદ તૈયાર વઘાર ને ચટણીમાં નાખી ને મિક્સ કરી લ્યો તો તૈયાર છે લીલી ચટણી
ફરાળી અપ્પમ બનાવવાની રીત | Farali appam banavani rit
- ફરાળી અપ્પમ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સાફ કરેલ સામો / મોરિયો અને સાબુદાણા નાખી ને બે ત્રણ પાણીથી ધોઈ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એમાં બે ચાર ગ્લાસ પાણી નાખી બે ત્રણ કલાક પલાળીમૂકો ત્રણ કલાક પછી પાણી ને નિતારી લ્યો ત્યાર બાદ સાબુદાણા સામો મિક્સર જારમાં નાખોને પીસી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી મિડીયમ ઘટ્ટ મિશ્રણ પીસી ને તૈયાર કરો
- પીસેલા મિશ્રણ ને એક વાસણમાં કાઢી લ્યો આમ બધા સામો અને સાબુદાણા ને પીસી ને તૈયાર કરી લ્યો હવે પીસેલા મિશ્રણ ને દસ મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકો દસ મિનિટ પછી એમાં જીરું, લીલા મરચા ઝીણા સમારેલા,ઝીણા સમારેલા લીલાં ધાણા અને ફરાળી મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં ઇનો નાખી બરોબર મિક્સ કરી લ્યો
- હવે ગેસ પર અપ્પમપાત્ર માં પા ચમચી ઘી કે તેલ નાખી ગરમ કરી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી નાખો ને એમાં તૈયાર કરેલ મિશ્રણ અપ્પમ પાત્રમાં એક એક ચમચી નાખો ને ત્યાર બાદ ઢાંકીને બે ત્રણ મિનિટ ચડવા દયો ત્રણ મિનિટ પછી એના પર ફરીથી પા ચમચી ઘી કે તેલ નાખી ચમચીથી બધા અપ્પમ ને ઉથલાવી લ્યો ને ફરીથી ઢાંકી ને બીજી બે ત્રણ મિનિટ ચડાવી લ્યો
- આમ બને બાજુ ગોલ્ડન શેકી લીધા બાદ તૈયાર ફરાળી અપ્પમ ને કાઢી લ્યો ને બીજા અપ્પમ નું મિશ્રણ નાખી ગોલ્ડન શેકી લ્યો ને બીજા ફરાળી અપ્પમ બનાવી ને તૈયાર કરી લ્યો તો તૈયાર છે ફરાળી અપ્પમ અને લીલી ચટણી
Farali appam recipe in gujarati notes
- અહી તમે સાબુદાણા સામો ને પલાળી લીધા બાદ દહી નાખી પીસી ને છ સાત કલાક મૂકી ને આથો આવી જાય ત્યાર બાદ પણ ફરાળી અપ્પમ બનાવી શકો છો
- તમે જે સામગ્રી ફરાળ માં ખાતા હો એ નાખી શકો છો અને જે ફરાળ માં ના ખાતા હો એ ના નાખવા
- અહી તમે છિનેલ બટાકા, દૂધી કે શક્કરિયા પણ નાખી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
રાજગરા ની પુરી બનાવવાની રીત | rajgara ni puri in gujarati | rajgira ni puri banavani rit
ફરાળી કચોરી બનાવવાની રીત | Farali kachori recipe in Gujarati | Farali kachori banavani rit
ફરાળી ઢોસા બનાવવાની રીત | ઇન્સ્ટન્ટ ફરાળી ઢોસા બનાવવાની રીત | Instant farali dosa recipe in Gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.