શ્રાવણ માસ ની શરૂઆત થઈ ગઈ છે અને ઘણા લોકો ના ફરાળ કે એકટાણા ચાલુ થઈ જશે આમ તો ઘણા લોકો ફક્ત એક ટાઈમ જમી ને વ્રત કરતા હોય છે પણ ઘણા ને અમુક દવાઓ લેવાની હોવાથી બીજા ટાઈમે કઈક ફરાળ કરી ગોળી ખાવા ની હોય ત્યારે રોજ શું બનવું એ પ્રશ્ન થતો હોય છે અને સાથે ઘરના બીજા સભ્યો જેમને વ્રત ના રાખેલ હોય એમના માટે અલગ રસોઈ ના બનાવી હોય ત્યારે આ રીતે ફરાળી આલુ પરોઠા બનાવી વ્રત વાળા અને વ્રત વગર માં પણ ખાઈ લે એવા પરોઠા બનાવતા શીખીશું. તો ચાલો Farali aloo paratha banavani rit શીખીએ.
ફરાળી આલું પરોઠા બનાવવા જરૂરી સામગ્રી
- બાફેલા બટકા મેસ કરેલ 1 કપ
- પીસેલા સાવ નો લોટ / શિંગડા લોટ 1 કપ
- મરી પાઉડર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી ( જો તમે વ્રત માં ખાતા હો તો નાખવું નહિતર ના નાખવું )
- જીરું પાઉડર 1 ચમચી
- લીલા મરચા સુધારેલા 2-3
- લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
- પીસેલી ખાંડ 1 ચમચી (ઓપ્શનલ છે )
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
Farali aloo paratha banavani rit
ફરાળી આલું પરોઠા બનાવવા સૌપ્રથમ બાફેલા બટાકા ને મેસ કરી ને નાખો સાથે એમાં સાવ પીસેલા ( સાવ નો લોટ ), લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા, લાલ મરચાનો પાઉડર, મરી પાઉડર, ખાંડ પીસેલી, ફરાળી મીઠું, એક ચમચી તેલ અને જીરું પાઉડર નાખી બરોબર મિક્સ કરી લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માં એક ચમચી તેલ લગાવી એક બાજુ ઢાંકી પાંચ સાત મિનિટ મૂકો.
હવે ગેસ પર એક તવી મિડીયમ તાપે ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુધી બાંધેલા લોટ મસળી ને એમાંથી એક લુવો લ્યો અને સાવ ના લોટ માં કોટીંગ કરી હલકા હાથે વેલણ વડે વણી લ્યો.
વણેલા પરોઠા ને તવી પર નાખી મીડીયમ તાપે બને બાજુ થોડા થોડા શેકી લ્યો ત્યાર બાદ ઘી કે તેલ લગાવી ને ગોલ્ડન શેકી લ્યો. આમ એક એક કરી પરોઠા વણી અને શેકી ને તૈયાર કરી લ્યો. તૈયાર પરોઠા ને દહી, ફરાળી ચટણી સાથે સર્વ કરો ફરાળી આલું પરોઠા.
Farali aloo paratha NOTES
- જો તમે ફરાળ માં લાલ મરચાનો પાઉડર અને હળદર ખાતા હો તો નાખવા નહિતર ના નાખવા.
- તમે વ્રત માં તેલ ના ખાતા હો તો પરોઠા ને ઘી માં શેકી લેવા.
ફરાળી આલું પરોઠા બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Upasana cooking ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Farali aloo paratha recipe
Farali aloo paratha banavani rit
Equipment
- 1 તવી
- 1 પાટલો
- 1 વેલણ
Ingredients
ફરાળી આલું પરોઠા બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ બાફેલા બટકા મેસ કરેલ
- 1 કપ પીસેલા સાવ નો લોટ / શિંગડા લોટ
- ½ ચમચી મરી પાઉડર
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર જો તમે વ્રત માં ખાતા હો તો નાખવું નહિતર ના નાખવું
- 1 ચમચી જીરું પાઉડર
- 2-3 લીલા મરચા સુધારેલા
- 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
- 1 ચમચી પીસેલી ખાંડ ઓપ્શનલ છે
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
Instructions
Farali aloo paratha
- ફરાળી આલું પરોઠા બનાવવા સૌપ્રથમ બાફેલા બટાકા ને મેસ કરી ને નાખો સાથે એમાં સાવ પીસેલા ( સાવ નો લોટ ), લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા, લાલ મરચાનો પાઉડર, મરી પાઉડર, ખાંડ પીસેલી, ફરાળી મીઠું, એક ચમચી તેલ અને જીરું પાઉડર નાખી બરોબર મિક્સ કરી લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માં એક ચમચી તેલ લગાવી એક બાજુ ઢાંકી પાંચ સાત મિનિટ મૂકો.
- હવે ગેસ પર એક તવી મિડીયમ તાપે ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુધી બાંધેલા લોટ મસળી ને એમાંથી એક લુવો લ્યો અને સાવ ના લોટ માં કોટીંગ કરી હલકા હાથે વેલણ વડે વણી લ્યો.
- વણેલા પરોઠા ને તવી પર નાખી મીડીયમ તાપે બને બાજુ થોડા થોડા શેકી લ્યો ત્યાર બાદ ઘી કે તેલ લગાવી ને ગોલ્ડન શેકી લ્યો. આમ એક એક કરી પરોઠા વણી અને શેકી ને તૈયાર કરી લ્યો. તૈયાર પરોઠા ને દહી, ફરાળી ચટણી સાથે સર્વ કરો ફરાળી આલું પરોઠા.
Farali aloo paratha NOTES
- જો તમે ફરાળ માં લાલ મરચાનો પાઉડર અને હળદર ખાતા હો તો નાખવા નહિતર ના નાખવા.
- તમે વ્રત માં તેલ ના ખાતા હો તો પરોઠા ને ઘી માં શેકી લેવા.
આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ફરાળી બટાટા પૂરી બનાવવાની રીત | Farali batata puri banavani rit
બટાકા ની સુકી ભાજી બનાવવાની રીત રેસીપી | farali bataka ni sukhi bhaji banavani rit
ફરાળી અપ્પમ બનાવવાની રીત | Farali appam banavani rit | Farali appam recipe in gujarati