મિત્રો આજે આપણે ફરાળી આલું શાક સાથે રાજગરા આલું પૂરી બનાવવાની રીત શીખીશું. આ જન્માષ્ટમી પર વ્રત રાખો તો આ રીતે બનાવો ફરાળી આલું ની શાક અને ફરાળી આલું પૂરી બનાવી ને પરિવાર સાથે પર્વ ની મજા માણો. તો ચાલો Farali aalu shaak sathe rajgara aalu puri banavani rit શીખીએ.
આલું શાક બનાવવા માટેની સામગ્રી
- તેલ 3-4 ચમચી
- જીરું ½ ચમચી
- લીલા મરચા સુધારેલા 2-3
- આદુ પેસ્ટ ½ ચમચી
- મીઠા લીમડા ના પાંદ 5-7
- બાફેલા બટાકા 4-5
- ધાણા જીરું નો પાઉડર 1 ચમચી
- મરી પાઉડર ¼ ચમચી
- શેકેલ સીંગદાણા નો દરદરો પાઉડર ¼ કપ
- લીંબુનો રસ 1-2 ચમચી
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
રાજગરા આલું પૂરી બનાવવા માટેની સામગ્રી
- બાફેલા બટાકા મેસ કરેલ 2 કપ
- લીલા મરચા આદુ પેસ્ટ 2 ચમચી
- ઝીણા સમારેલા લીલાં ધાણા 2-3 ચમચી
- રજગારા નો લોટ 200 ગ્રામ
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તેલ જરૂર મુજબ
ફરાળી આલું શાક બનાવવાની રીત
ફરાળી આલું શાક બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાંખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા, આદુ પેસ્ટ નાખી મિક્સ કરી શેકી લ્યો હવે એમાં મીઠા લીમડા ના પાંદ નાખી મિક્સ કરો અને ત્યાર બાદ બાફેલા બટાકા ના કટકા નાખી મિક્સ કરી બટાકા ને શેકો.
બટાકા શેકાઈ જાય ત્યાર બાદ એમાં શેકેલ સીંગદાણા પાઉડર, ધાણા જીરું પાઉડર, મરી પાઉડર અને સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી મિક્સ કરી ફરી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં પા કપ પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ છેલ્લે એમાં લીંબુનો રસ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો. તો ફરાળી આલુ શાક તૈયાર છે.
ફરાળી રાજગરા આલું પૂરી બનાવવાની રીત
પૂરી બનાવવા સૌપ્રથમ એક કથરોટ માં રાજગરા નો લોટ ચાળી લ્યો એમાં બાફેલા બટાકા ને છીણી કે મેસ કરી ને નાખો ત્યાર બાદ એમાં લીલા મરચા અને આદુની પેસ્ટ, લીલા ધાણા સુધારેલા, ફરાળી મીઠું સ્વાદ મુજબ અને એક બે ચમચી તેલ નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો.
હવે એમાં પૂરી માટે જરૂરી કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને એક ચમચી તેલ નાખી મસળી લ્યો અને ત્યાર બાદ જે સાઇઝ ની પૂરી બનાવી હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી બે પ્લાસ્ટીક પર તેલ લગાવી અથવા બે બટર પેપર વચ્ચે લુવો મૂકી ને વણી લ્યો.
અથવા પૂરી મશીન માં મૂકી દબાવી પૂરી બનાવી લ્યો. હવે તેલ ગરમ થાય એટલે એમાં વણી રાખેલ પૂરી નાખી બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો અને આમ થોડી થોડી કરી બધી પૂરી વણી અને તરી લ્યો.
હવે ગરમ ગરમ ફરાળી આલું શાક અને ફરાળી રજગરા આલું પૂરી ની મજા લ્યો.
aalu shaak sathe rajgara aalu puri notes
- અહી જો તમે ફરાળ માં હળદર અને લાલ મરચાનો પાઉડર નાખી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Farali aalu shaak sathe rajgara aalu puri banavani rit
Farali aalu shaak sathe rajgara aalu puri banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 કથરોટ
Ingredients
આલું શાક બનાવવા માટેની સામગ્રી
- 3-4 ચમચી તેલ
- ½ ચમચી જીરું
- 2-3 લીલા મરચા સુધારેલા
- ½ ચમચી આદુ પેસ્ટ
- 5-7 મીઠા લીમડા ના પાંદ
- 4-5 બાફેલા બટાકા
- 1 ચમચી ધાણા જીરું નો પાઉડર
- ¼ ચમચી મરી પાઉડર
- ¼ કપ શેકેલ સીંગદાણા નો દરદરો પાઉડર
- 1-2 ચમચી લીંબુનો રસ
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
રાજગરા આલું પૂરી બનાવવા માટેની સામગ્રી
- 2 કપ બાફેલા બટાકા મેસ કરેલ
- 2 ચમચી લીલા મરચા આદુ પેસ્ટ
- 2-3 ચમચી ઝીણા સમારેલા લીલાં ધાણા
- 200 ગ્રામ રજગારા નો લોટ
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તેલ જરૂર મુજબ
Instructions
ફરાળી આલું શાક બનાવવાની રીત | Faraliaalu shaak banavani rit
- ફરાળી આલું શાક બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાંખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા, આદુ પેસ્ટ નાખી મિક્સ કરી શેકી લ્યો હવે એમાં મીઠા લીમડા ના પાંદ નાખી મિક્સ કરો અને ત્યાર બાદ બાફેલા બટાકા ના કટકા નાખી મિક્સ કરી બટાકા ને શેકો.
- બટાકા શેકાઈ જાય ત્યાર બાદ એમાં શેકેલ સીંગદાણા પાઉડર, ધાણા જીરું પાઉડર, મરી પાઉડર અને સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી મિક્સ કરી ફરી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં પા કપ પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ છેલ્લે એમાં લીંબુનો રસ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો. તો ફરાળી આલુ શાક તૈયાર છે.
ફરાળી રાજગરા આલું પૂરી બનાવવાની રીત | farali rajgara aalu puri banavani rit
- પૂરી બનાવવા સૌપ્રથમ એક કથરોટ માં રાજગરા નો લોટ ચાળી લ્યો એમાં બાફેલા બટાકા ને છીણી કે મેસ કરી ને નાખો ત્યાર બાદ એમાં લીલા મરચા અને આદુની પેસ્ટ, લીલા ધાણા સુધારેલા, ફરાળી મીઠું સ્વાદ મુજબ અને એક બે ચમચી તેલ નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો.
- હવે એમાં પૂરી માટે જરૂરી કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને એક ચમચી તેલ નાખી મસળી લ્યો અને ત્યાર બાદ જે સાઇઝ ની પૂરી બનાવી હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી બે પ્લાસ્ટીક પર તેલ લગાવી અથવા બે બટર પેપર વચ્ચે લુવો મૂકી ને વણી લ્યો.
- અથવા પૂરી મશીન માં મૂકી દબાવી પૂરી બનાવી લ્યો. હવે તેલ ગરમ થાય એટલે એમાં વણી રાખેલ પૂરી નાખી બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો અને આમ થોડી થોડી કરી બધી પૂરી વણી અને તરી લ્યો.
- હવે ગરમ ગરમ ફરાળી આલું શાક અને ફરાળી રજગરા આલું પૂરી ની મજા લ્યો.
aalu shaak sathe rajgara aalu puri notes
- અહી જો તમે ફરાળ માં હળદર અને લાલ મરચાનો પાઉડર નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ફરાળી ફરસી પૂરી બનાવવાની રીત | Farali farshi puri
બટાકા ની ફરાળી ખીચડી બનાવવાની રીત | bataka ni farali khichdi banavani rit
શિંગોડા ના લોટ ના પરોઠા બનાવવાની રીત | singoda na lot na paratha banavani rit
સાબુદાણા થાલીપીઠ બનાવવાની રીત | Sabudana Thalipeeth banavani rit
ટમટમ ખમણ બનાવવાની રીત | Tam Tam Khaman banavani rit