હેલ્લો ફ્રેન્ડ કેમ છો મજામાં ને ફરા રોટી એ એક છત્તીસગઢ ની વાનગી છે. આ ફરા રોટી ચોખાના લોટ માંથી બનાવવામાં આવતી હોય છે , If you like the recipe do subscribe The shubhi’s kitchen YouTube channel on YouTube , જે ખાવા માં ખુબજ ટેસ્ટી લાગે છે અને બનાવવી ખૂબ સરળ છે. જો કોઈ નાસ્તો બનાવો ના સુજે તો તમે બાળકો ને ટિફિન માં કે પ્રવાસમાં પણ આ નાસ્તો બનાવી ને આપી શકો છો તો ચાલો ફરા રોટી બનાવવાની રીત – Fara roti banavani rit શીખીએ.
ફરા રોટી બનાવવા જરૂરી સામગ્રી
- ચોખા નો લોટ 1 કપ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તેલ જરૂર મુજબ
- રાઈ 1 ચમચી
- જીરું ½ ચમચી
- સફેદ તલ 1 ચમચી
- સૂકા લાલ મરચા 1-2
- મીઠા લીમડા ના પાન 8-10
- હિંગ ¼ ચમચી
ફરા રોટી બનાવવાની રીત
ફરા રોટી બનાવવા સૌપ્રથમ એક કથરોટ માં ચોખા નો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખતા જઈ મિડીયમ નરમ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને થોડી વાર મસળી લ્યો. હવે હાથ સાફ કરી કોરા કરી લ્યો.
થોડું તેલ વાટકી માં લ્યો એમાંથી આંગળી બોળી તેલ લઇ હથેળી માં લગાવી ને બાંધેલા લોટ માંથી થોડો લોટ લઈ લાંબા ફરા બનવી લ્યો. ( લાંબી લાંબી લંબગોળ આંગળી જેટલા લુવા બનાવવા) આમ તેલ વાળા હાથ થી બધા ફરા બનાવી લ્યો.
ગેસ પર એક ઢોકરિયાં માં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો એના પર તેલ લગાવેલ ચારણી મૂકો અને એમાં તૈયાર કરેલ ફરા મૂકો અને ઢાંકી ને પંદર મિનિટ બાફી લ્યો. પંદર મિનિટ પછી ગેસ બંધ કરી નાખો અને પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી બાફેલા ફરા ને બહાર કાઢી ઠંડા થવા દયો.
હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને હિંગ નાખી મિક્સ કરી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સૂકા લાલ મરચા અને મીઠા લીમડા ના પાન નાખી મિક્સ કરી લ્યો ત્યાં બાદ સફેદ તલ નાખી મિક્સ કરી લ્યો.
એમાં બાફી રાખેલ ફરા નાખો અને ગેસ ને ધીમો કરી બરોબર મિક્સ કરી ત્યાર બાદ દસ મિનિટ સુધી થોડી થોડી વારે હલાવતા રહો અને શેકી લ્યો અને દસ મિનિટ પછી ગેસ બંધ કરી ચટણી કે સોસ સાથે મજા લ્યો ફરા રોટી.
Fara roti recipe notes
- અહી તમે લોટ બાંધતી વખતે પણ મનગમતા મસાલા નાખી શકો છો.
Fara roti banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર The shubhi’s kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Fara roti recipe in gujarati
ફરા રોટી બનાવવાની રીત | Fara roti banavani rit
Equipment
- 1 ઢોકરીયું
- 1 કડાઈ
Ingredients
ફરા રોટી બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ ચોખા નો લોટ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તેલ જરૂર મુજબ
- 1 ચમચી રાઈ
- ½ ચમચી જીરું
- 1 ચમચી સફેદ તલ
- 1-2 સૂકા લાલ મરચા
- 8-10 મીઠા લીમડા ના પાન
- ¼ ચમચી હિંગ
Instructions
ફરા રોટી બનાવવાની રીત | Fara roti banavani rit
- ફરા રોટી બનાવવા સૌપ્રથમ એક કથરોટ માં ચોખા નો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખતા જઈ મિડીયમ નરમ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને થોડી વાર મસળી લ્યો. હવે હાથ સાફ કરી કોરા કરી લ્યો.
- થોડું તેલ વાટકી માં લ્યો એમાંથી આંગળી બોળી તેલ લઇ હથેળી માં લગાવી ને બાંધેલાલોટ માંથી થોડો લોટ લઈ લાંબા ફરા બનવી લ્યો. ( લાંબી લાંબી લંબગોળઆંગળી જેટલા લુવા બનાવવા) આમ તેલ વાળા હાથ થી બધા ફરા બનાવી લ્યો.
- ગેસ પર એક ઢોકરિયાં માં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો એના પર તેલ લગાવેલ ચારણી મૂકો અને એમાં તૈયાર કરેલ ફરા મૂકો અને ઢાંકી ને પંદર મિનિટ બાફી લ્યો. પંદર મિનિટ પછી ગેસ બંધ કરી નાખો અને પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી બાફેલા ફરા ને બહાર કાઢી ઠંડા થવા દયો.
- હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને હિંગ નાખી મિક્સ કરી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સૂકા લાલ મરચા અને મીઠા લીમડા ના પાન નાખી મિક્સ કરીલ્યો ત્યાં બાદ સફેદ તલ નાખી મિક્સ કરી લ્યો.
- એમાં બાફી રાખેલ ફરા નાખો અને ગેસ ને ધીમો કરી બરોબર મિક્સ કરી ત્યાર બાદ દસ મિનિટ સુધી થોડી થોડી વારે હલાવતા રહો અને શેકી લ્યો અને દસ મિનિટ પછી ગેસ બંધ કરી ચટણી કે સોસ સાથે મજા લ્યો ફરા રોટી.
Fara roti recipe notes
- અહીતમે લોટ બાંધતી વખતે પણ મનગમતા મસાલા નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
વેજ લીફાફા પરોઠા બનાવવાની રીત | veg lifafa paratha banavani rit
મમરા નો ચેવડો બનાવવાની રીત | mamra no chevdo banavani rit | mamra no chevdo recipe in gujarati
અમદાવાદ ના ફેમસ સેન્ડવીચ ઢોકળા બનાવવાની રીત | Ahmedabad na famous sandwich dhokla banavani rit
અળવી નું શાક બનાવવાની રીત | advi nu shaak banavani rit | advi nu shaak recipe in gujarati