મિત્રો આજે આપણે ગુજરાતી ફાફડા પૂરી બનાવવાની રીત – Fafda puri banavani rit શીખીશું. હા બરોબર વાંચ્યું તમે ફાફડા પૂરી , If you like the recipe do subscribe Rasoi Ghar YouTube channel on YouTube , અત્યાર સુંધી તમે વાર તહેવાર પર લાંબા લાંબા ફાફડા બજાર માંથી કે ઘરે બનાવી ને મજા લીધી હસે પણ આજ જેમને ઘરે ફાફડા બનાવવા નથી આવડતા એમને ઘરે બનાવેલ ફાફડા નો સ્વાદ લેવો હોય તો આ રીતે ફાફડા પૂરી બનાવી ને ઘરે જ શુધ્ધ, ટેસ્ટી, ક્રિસ્પી ફાફડા બનાવી મજા લઈ શકે છે.
ફાફડા પૂરી બનાવવા જરૂરી સામગ્રી
- બેસન 2 ½ કપ
- અજમો 1 ચમચી
- પાણી ½ કપ
- પાપડ ખાર 1 ચમચી
- બેકિંગ સોડા ¼ ચમચી
- તેલ જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
મસાલા માટેની સામગ્રી
- હિંગ ½ ચમચી
- સંચળ ½ ચમચી
- મરી પાઉડર ½ ચમચી
ફાફડા પૂરી બનાવવાની રીત
ફાફડા પૂરી બનાવવા સૌપ્રથમ કથરોટ માં બેસન ને ચારણી થી ચાળી લ્યો ત્યાર બાદ અજમાં ને હાથ થી મસળી ને નાખો અને બને ને બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો. હવે એક વાટકા માં પાણી, મીઠું, પાપડ ખાર, બે ચમચી તેલ અને બેકિંગ સોડા નાખી બરોબર મિસ્ક કરો આઠ દસ મિનિટ સુંધી જેથીનપાની નો રંગ સફેદ થઈ જાય.
હવે ચાળી રાખેલ લોટ માં તૈયાર કરેલ પાણી નું મિશ્રણ નાખી ને કઠણ લોટ બાંધી લ્યો ત્યાર બાદ બાંધેલા લોટ ને દસ પંદર મિનિટ સુંધી અથવા સમૂથ થઈ ને થોડો તાણો તોય તૂટે નહિ એવો બને ત્યાં સુંધી મસળી લ્યો અને ત્યાર બાદ ઢાંકી ને દસ મિનિટ રાખી દયો.
દસ મિનિટ પછી એક વાટકા માં હિંગ, મરી પાઉડર અને સંચળ નાખી મિક્સ કરી મસાલો બનાવી લ્યો અને એક બાજુ મૂકો. હવે બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો અને જે સાઇઝ ની પૂરી બનાવી હોય એ સાઇઝ માં લુવા બનાવી લ્યો અને લૂવાને ઢાંકી એક બાજુ મૂકો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય ત્યાં સુંધી પાટલા તથા વેલણ પર તેલ લગાવી લુવા ને પાતળી પાતળી પૂરી વણી એક બાજુ મૂકતા જાઓ આમ બધી પૂરી વણી એક બાજુ મૂકો.
તેલ ગરમ થાય એટલે તૈયાર પૂરી ને ગરમ તેલ માં નાખી અને બને બાજુ બરોબર તરી લ્યો. આમ એક એક કરી બધી પૂરી ને તરી લ્યો છેલ્લે પૂરી પર તૈયાર કરેલ મસાલો છાંટી ને ચા, જલેબી કે ચટણી સાથે મજા લ્યો ફાફડા પૂરી.
Fafda puri recipe notes
- મિક્સર જારમાં પાણી માં મીઠું, તેલ , સોડા અને પાપડ ખાર નાખી મિક્સર જાર નું ઢાંકણ બંધ કરી બે ચાર મિનિટ ફેરવી ને પણ મિશ્રણ તૈયાર કરી શકો છો.
Fafda puri banavani rit | Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Rasoi Ghar ને Subscribe કરજો
Fafda puri recipe in gujarati
ફાફડા પૂરી | Fafda puri | Fafda puri recipe in gujarati
Equipment
- 1 કથરોટ
- 1 કડાઈ
Ingredients
ફાફડા પૂરી બનાવવા જરૂરી સામગ્રી
- 2 ½ કપ બેસન
- 1 ચમચી અજમો
- ½ કપ પાણી
- 1 ચમચી પાપડ ખાર
- ¼ ચમચી બેકિંગ સોડા
- તેલ જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
મસાલા માટેની સામગ્રી
- ½ ચમચી હિંગ
- ½ ચમચી સંચળ
- ½ ચમચી મરી પાઉડર
Instructions
ફાફડા પૂરી બનાવવાની રીત | Fafda puri banavani rit
- ફાફડા પૂરી બનાવવા સૌપ્રથમ કથરોટ માં બેસન ને ચારણી થી ચાળી લ્યો ત્યાર બાદ અજમાં ને હાથથી મસળી ને નાખો અને બને ને બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો. હવે એક વાટકા માં પાણી,મીઠું, પાપડ ખાર, બે ચમચી તેલ અને બેકિંગ સોડા નાખી બરોબર મિસ્ક કરો આઠ દસ મિનિટ સુંધી જેથીન પાની નો રંગ સફેદ થઈ જાય.
- હવે ચાળી રાખેલ લોટ માં તૈયાર કરેલ પાણી નું મિશ્રણ નાખી ને કઠણ લોટ બાંધી લ્યો ત્યાર બાદ બાંધેલા લોટ ને દસ પંદર મિનિટ સુંધી અથવા સમૂથ થઈ ને થોડો તાણો તોય તૂટે નહિ એવો બને ત્યાં સુંધી મસળી લ્યો અને ત્યાર બાદ ઢાંકી ને દસ મિનિટ રાખી દયો.
- દસ મિનિટ પછી એક વાટકા માં હિંગ, મરી પાઉડર અને સંચળ નાખી મિક્સ કરી મસાલો બનાવી લ્યો અને એક બાજુ મૂકો.હવે બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો અને જે સાઇઝ ની પૂરી બનાવી હોય એ સાઇઝ માં લુવા બનાવી લ્યો અને લૂવાને ઢાંકી એક બાજુ મૂકો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય ત્યાં સુંધી પાટલા તથા વેલણ પર તેલ લગાવી લુવા ને પાતળી પાતળી પૂરી વણી એક બાજુ મૂકતા જાઓ આમ બધી પૂરી વણી એક બાજુ મૂકો.
- તેલ ગરમ થાય એટલે તૈયાર પૂરી ને ગરમતેલ માં નાખી અને બને બાજુ બરોબર તરી લ્યો. આમ એક એક કરી બધી પૂરી ને તરી લ્યો છેલ્લે પૂરી પર તૈયાર કરેલ મસાલો છાંટી ને ચા, જલેબી કે ચટણી સાથે મજા લ્યો ફાફડા પૂરી.
Fafda puri recipe notes
- મિક્સર જારમાં પાણી માં મીઠું, તેલ , સોડા અને પાપડ ખાર નાખી મિક્સર જાર નું ઢાંકણ બંધકરી બે ચાર મિનિટ ફેરવી ને પણ મિશ્રણ તૈયાર કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
સોજી ઈડલી | સોજીની ઈડલી | soji ni idli banavani rit
ખમણ ઢોકળા બનાવવાની રેસીપી | ખમણ બનાવવાની રીત | dhokla recipe in Gujarati
ભૂંગળા બટાકા બનાવવાની રીત | Bhungla batata recipe in Gujarati | bhungara bateta banavani rit
પાણીપુરી નું પાણી બનાવવાની રીત | panipuri pani recipe in gujarati | pani puri nu pani banavani rit