નમસ્તે મિત્રો ,આજે આપણે ઘણી બધી વ્યક્તિ મેં મુજ્વતો પ્રશ્ન ફાડા લાપસી કેવી રીતે બનાવવાની તેનું નિરાકરણ કરવા ગોળ ની ફાડા લાપસી બનાવવાની રીત લાવ્યા છીએ. આ એક ગુજરાતી વાનગી છે અને ગુજરાત માં ફાડા લાપસી નું ખુબ જ મહત્વ છે . આ લાપસી આપણે લોયા માં જ છૂટી કઈ રીતે બનાવીશું એ જોઈશું તો ચાલો જોઈએ ગુજરાતી ફાડા લાપસી બનાવવા ની સરળ રીત, fada lapsi banavani rit, fada lapsi recipe in gujarati
ગોળ ની ફાડા લાપસી બનાવવા જરૂરી સામગ્રી
- ૧/૨ કપ ઘી
- ૧ કપ ઘઉં ના ફાડા
- ૪ કપ પાણી
- ૧ તજ નો ટુકડો
- ૨ એલચી
- ૩ લવિંગ
- ૧૦ નંગ કાજુ ના ટુકડા
- ૫-૬ બદામ ના ટુકડા
- ૧ કપ ગોળ
- ૧/૪ ચમચી એલચી પાવડર
- ૨ ચમચી ખસખસ- કાજુ – પિસ્તા – બદામ ની કતરણ( સજાવા માટે)
ફાડા લાપસી બનાવવાની રીત
સૌ પ્રથમ એક કડાઈમાં ઘી ગરમ મૂકી તેમાં ઘઉં ના ફાડા નાખો. ઘઉં ના ફાડા ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી શેકો , ગેસ ની આંચ મધ્યમ તાપે રાખવી.
ફાડા ગોલ્ડન બ્રાઉન કલર ના થાય એટલે તેમાં તજ નો ટુકડો , એલચી, લવિંગ, કાજુ ના ટુકડા, બદામ ના ટુકડા નાખી બે મિનિટ બરાબર સેકો, ઘઉં ના ફાડા સેકાય ત્યાં સુધી એક તપેલી માં ૪ કપ પાણી ગરમ કરવા મૂકો . કેમ કે ગરમ પાણી નાખવા થી લપસી જલ્દી તૈયાર થઈ શકે છે
બે મિનિટ પછી ઘઉં ના ફાડા માં થોડું થોડું કરી ગરમ પાણી નાખતા જાઓ અને ફાડા ને હલાવતા જાઓ , બધું પાણી નાખી દીધા બાદ તેને એક ઉકાળો આવે ત્યાં સુધી ઉકળવા દો. ઉકાળો આવે એટલે ગેસ મધ્યમ – ધીમો કરી દો અને લાપસી ને ધીમા તાપે ચડવા દો.
વચ્ચે વચ્ચે લાપસી ને હલાવતા રહેવું જેથી કડાઈ માં ચોંટી ન જાય. લગભગ ૨૦-૨૫ મિનિટ પછી લાપસી માં ૧ કપ ગોળ નાખી બરાબર હલાવી લો , ગોળ નાખ્યા પછી ૫-૬ મિનિટ માં ગોળ નું પાણી બરી જાય એટલે તેમાં એલચી પાવડર નાખી મિક્સ કરો.
હવે તેને એક સર્વિંગ બાઉલ માં કાઢી લો અને તેને ખસખસ, કાજુ, બદામ, પિસ્તા ની કતરણ થી સજાવી પીરસો.
Fada lapsi recipe in Gujarati | ફાડા લાપસી બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sheetal’s Kitchen – Gujarati ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Fada lapsi banavani rit | લાપસી બનાવવાની રીત
ફાડા લાપસી બનાવવાની રીત | લાપસી બનાવવાની રીત | Fada lapsi recipe in gujarati | Fada lapsi banavani rit
Ingredients
ગોળની ફાડા લપસી બનાવવા જરૂરી સામગ્રી
- ૧/૨ કપ ઘી
- ૧ કપ ઘઉં ના ફાડા
- ૪ કપ પાણી
- ૧ તજ નો ટુકડો
- ૨ એલચી
- ૩ લવિંગ
- ૧૦ નંગ કાજુ ના ટુકડા
- ૫-૬ બદામ ના ટુકડા
- ૧ કપ ગોળ
- ૧/૪ ચમચી એલચી પાવડર
- ૨ ચમચી ખસખસ, કાજુ, પિસ્તા, બદામ ની કતરણ( સજાવા માટે)
Instructions
ફાડા લાપસી બનાવવાની રીત – લાપસી બનાવવાની રીત – Fada lapsi recipe in gujarati – Fada lapsi banavani rit
- લાપસી બનાવવાની રીત મા સૌપ્રથમ એક કડાઈમાં ઘી ગરમ મૂકી તેમાં ઘઉં ના ફાડા નાખો. ઘઉં ના ફાડા ગોલ્ડન કલર નાથાય ત્યાં સુધી શેકો.
- ગેસની આંચ મધ્યમ તાપે રાખવી.
- ફાડા ગોલ્ડન બ્રાઉન કલર ના થાય એટલે તેમાં તજ નો ટુકડો , એલચી, લવિંગ,કાજુ ના ટુકડા, બદામ ના ટુકડા નાખી બેમિનિટ બરાબર સેકો.
- ઘઉં ના ફાડા સેકાય ત્યાં સુધી એક તપેલી માં ૪ કપ પાણી ગરમ કરવા મૂકો . કેમ કે ગરમ પાણીનાખવા થી લપસી જલ્દી તૈયાર થઈ શકે છે
- બે મિનિટ પછી ઘઉં ના ફાડા માં થોડું થોડું કરીગરમ પાણી નાખતા જાઓ અને ફાડા ને હલાવતા જાઓ.
- બધું પાણી નાખી દીધા બાદ તેને એક ઉકાળો આવે ત્યાં સુધી ઉકળવા દો. ઉકાળો આવેએટલે ગેસ મધ્યમ – ધીમો કરી દો અને લાપસી ને ધીમા તાપે ચડવા દો.
- વચ્ચે વચ્ચે લાપસી ને હલાવતા રહેવું જેથી કડાઈમાં ચોંટી ન જાય. લગભગ ૨૦-૨૫ મિનિટ પછી લાપસી માં ૧ કપ ગોળ નાખી બરાબર હલાવી લો
- ગોળનાખ્યા પછી ૫-૬ મિનિટ માં ગોળ નું પાણી બરી જાય એટલે તેમાં એલચી પાવડર નાખી મિક્સ કરો
- હવે તેને એક સર્વિંગ બાઉલ માં કાઢી લો અને તેને ખસખસ, કાજુ, બદામ,પિસ્તા ની કતરણ થી સજાવી પીરસો.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
સોજી ના લોટ નો શીરો બનાવવાની રીત | Soji no shiro banavani recipe
ઘઉં ચણા ના ગોળ ના લાડવા બનાવવા ની રીત | Ghau chana na ladva banavani rit