આજે આપણે ઘરે એક્સ્ટ્રા ક્રિસ્પી ઓનિયન ટોમેટો સેન્ડવીચ બનાવવાની રીત – Extra crispy onion tomato sandwich banavani rit શીખીશું , If you like the recipe do subscribe bharatzkitchen HINDI YouTube channel on YouTube ,અંદર થી ચૂસી અને ઉપર થી ક્રિસ્પી બને છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સવારે કે સાંજે તમે ઓનિયન ટોમેટો સેન્ડવીચ બનાવી શકો છો. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને એક્સ્ટ્રા ક્રિસ્પી ઓનિયન ટોમેટો સેન્ડવીચ બનાવતા શીખીએ.
ઓનિયન ટોમેટો સેન્ડવીચ બનાવવા જરૂરી સામગ્રી
- ઝીણી સુધારેલી ડુંગળી 2
- ઝીણા સુધારેલા ટામેટા 2
- ચીલી ફ્લેક્સ 1 ચમચી
- ઝીણા સુધારેલા લીલાં મરચાં 2
- ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
- મરી પાવડર ½ ચમચી
- બ્રેડ
- બટર
- ચીઝ
એક્સ્ટ્રા ક્રિસ્પી ઓનિયન ટોમેટો સેન્ડવીચ બનાવવાની રીત
ઓનિયન ટોમેટો સેન્ડવીચ બનાવવા માટે સૌથી પહેલાં આપણે તેનું સ્ટફિંગ બનાવી લેશું. સ્ટફિંગ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં ઝીણા સુધારેલા ટામેટા નાખો. હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સુધારેલા લીલાં મરચાં, ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો.
હવે તેમાં ચીલી ફ્લેક્સ અને મારી પાવડર નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણું સ્ટફિંગ.
હવે બે બ્રેડ લ્યો. હવે બને બ્રેડ ની એક તરફ સરસ થી બટર લગાવી લ્યો. હવે બટર વાળો ભાગ ઉપર રહે તે રીતે બને બ્રેડ ને જોઇન્ટ કરી લ્યો.
ગેસ પર એક તવી મૂકો. હવે બ્રેડ ને તેની ઉપર મૂકો. હવે તેની ઉપર પ્લેટ રાખી ને તેની ઉપર કંઈ પણ વજન રાખી ને બ્રેડ ને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ બ્રેડ ને પલટાવી દયો. હવે તેને ખોલી ને વચ્ચે સ્ટફિંગ રાખો. હવે તેની ઉપર મીઠું છાંટી લ્યો. હવે તેની ઉપર ચીઝ ની સ્લાઈસ રાખો.
ફરી થી બ્રેડ ને તેની ઉપર રાખી દયો. હવે ફરી થી તેની ઉપર પ્લેટ રાખી તેની ઉપર વજન રાખી ને બ્રેડ ક્રિસ્પી થાય ત્યાં સુધી ધીમા તાપે સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં રાખી લ્યો.
તૈયાર છે આપણી ટેસ્ટી એક્સ્ટ્રા ક્રિસ્પી ઓનિયન ટોમેટો સેન્ડવીચ. હવે તેને ત્રિકોણ સેપ માં કટ કરી લ્યો. હવે તેને ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરો અને ટેસ્ટી ક્રિસ્પી સેન્ડવીચ ખાવાનો આનંદ માણો.
onion tomato sandwich recipe notes
- સ્ટફિંગ માં મીઠું ન નાખવું. નહિતર ટામેટું પાણી છોડસે તો સેન્ડવીચ એકદમ સોગી બનશે. માટે મીઠું સેન્ડવીચ બનાવતી સમયે સ્ટફિંગ ઉપર છાંટવું. જેથી સેન્ડવીચ એકદમ ક્રિસ્પી બનશે.
Extra crispy onion tomato sandwich banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર bharatzkitchen HINDI ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
onion tomato sandwich recipe in gujarati
એક્સ્ટ્રા ક્રિસ્પી ઓનિયન ટોમેટો સેન્ડવીચ | Extra crispy onion tomato sandwich | એક્સ્ટ્રા ક્રિસ્પી ઓનિયન ટોમેટો સેન્ડવીચ બનાવવાની રીત
Equipment
- 1 તવી
Ingredients
ઓનિયન ટોમેટો સેન્ડવીચ બનાવવા જરૂરી સામગ્રી
- 2 ઝીણી સુધારેલી ડુંગળી
- 2 ઝીણા સુધારેલા ટામેટા
- 1 ચમચી ચીલી ફ્લેક્સ
- 2 ઝીણા સુધારેલા લીલાં મરચાં
- 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
- ½ ચમચી મરી પાવડર
- બ્રેડ
- બટર
- ચીઝ
Instructions
એક્સ્ટ્રા ક્રિસ્પી ઓનિયન ટોમેટો સેન્ડવીચ | Extra crispy onion tomato sandwich
- ઓનિયન ટોમેટો સેન્ડવીચ બનાવવા માટેસૌથી પહેલાં આપણે તેનું સ્ટફિંગ બનાવી લેશું. સ્ટફિંગ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં ઝીણા સુધારેલા ટામેટા નાખો. હવેતેમાં ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સુધારેલા લીલાં મરચાં,ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો.
- હવે તેમાં ચીલી ફ્લેક્સ અને મારી પાવડર નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણું સ્ટફિંગ.
- હવે બે બ્રેડ લ્યો. હવે બને બ્રેડ ની એક તરફ સરસ થી બટર લગાવી લ્યો. હવેબટર વાળો ભાગ ઉપર રહે તે રીતે બને બ્રેડ ને જોઇન્ટ કરી લ્યો.
- ગેસ પર એક તવી મૂકો. હવે બ્રેડ ને તેની ઉપર મૂકો. હવે તેની ઉપર પ્લેટ રાખીને તેની ઉપર કંઈ પણ વજન રાખી ને બ્રેડ ને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો.ત્યાર બાદ બ્રેડ ને પલટાવી દયો. હવે તેને ખોલીને વચ્ચે સ્ટફિંગ રાખો. હવે તેની ઉપર મીઠું છાંટી લ્યો.હવે તેની ઉપર ચીઝ ની સ્લાઈસ રાખો.
- ફરી થી બ્રેડ ને તેની ઉપર રાખી દયો.હવે ફરી થી તેની ઉપર પ્લેટ રાખી તેની ઉપર વજન રાખી ને બ્રેડ ક્રિસ્પી થાય ત્યાં સુધી ધીમા તાપે સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટમાં રાખી લ્યો.
- તૈયાર છે આપણી ટેસ્ટી એક્સ્ટ્રા ક્રિસ્પી ઓનિયન ટોમેટો સેન્ડવીચ. હવે તેને ત્રિકોણ સેપ માં કટકરી લ્યો. હવે તેને ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરો અને ટેસ્ટીક્રિસ્પી સેન્ડવીચ ખાવાનો આનંદ માણો.
onion tomato sandwich recipe notes
- સ્ટફિંગ માં મીઠું ન નાખવું. નહિતર ટામેટું પાણી છોડસે તો સેન્ડવીચ એકદમ સોગી બનશે. માટે મીઠું સેન્ડવીચ બનાવતી સમયે સ્ટફિંગ ઉપર છાંટવું. જેથી સેન્ડવીચ એકદમ ક્રિસ્પી બનશે.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ચોખા ની સોફ્ટ ઈડલી બનાવવાની રીત | Chokha ni soft idli banavani rit
મુરુક્કુ બનાવવાની રીત | Murukku banavani rit | Murukku recipe in gujarati
મેથી ખાખરા બનાવવાની રીત | methi khakhra banavani rit | methi khakhra recipe in gujarati