HomeGujaratiદૂધી નું મસાલા પનીર શાક બનાવવાની રીત | Dudhi nu masal paneer...

દૂધી નું મસાલા પનીર શાક બનાવવાની રીત | Dudhi nu masal paneer shaak banavni rit

જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે દૂધી નું નવી રીતે શાક બનાવતા શીખીશું – દૂધી નું મસાલા પનીર શાક બનાવવાની રીત – Dudhi nu masal paneer shaak banavni rit , If you like the recipe do subscribe Priyanka Kitchen Zone  YouTube channel on YouTube , ખૂબ જ ટેસ્ટી બને છે. સાથે બનાવામાં પણ સરળ છે. બાળકો હોય કે મોટા દરેક ને આ શાક ભાવે છે. એક વાર બનાવ્યા પછી બીજી વાર આ શાક જરૂર થી બનાવશો એટલું ટેસ્ટી બને છે .આ શાક ને તમે પરાઠા, રોટલી કે ફૂલચા સાથે ખાઈ શકો છો. તો ચાલો આજે આપણે Dudhi nu masal paneer shaak recipe in gujarati શીખીએ.

દૂધી નું મસાલા પનીર શાક બનાવવા જરૂરી સામગ્રી

  • દૂધી ૧
  • છડિયા દાળ ૧ કપ
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા ૨ ચમચી
  • લાલ મરચું ૧ ચમચી
  • આદુ ની પેસ્ટ ૧ ચમચી
  • જીરું ૧ ચમચી
  • હિંગ ૧ ચપટી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • બેસન ૨ ચમચી
  • ડુંગળી ૨
  • ટામેટા ૨
  • સુખા લાલ મરચાં ૨
  • તેજ પત્તા ૨
  • એલચી ૨
  • જીરું ૧ ચમચી
  • મારી ૭-૮
  • પાણી ૧ ગ્લાસ

વઘાર કરવા માટે ની સામગ્રી

  • તેલ ૨ ચમચી
  • જીરું ૧/૨ ચમચી
  • હિંગ ૧ ચપટી
  • ધાણા પાવડર ૧ ચમચી
  • હળદર ૧/૪ ચમચી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • લાલ મરચું પાવડર ૧ ચમચી
  • ગરમ મસાલો ૧/૨ ચમચી
  • કાજુ ૭-૮
  • મગજ ના બીજ ૧ ચમચી
  • દૂધ ૨ ચમચી
  • કસૂરી મેથી ૧ ચમચી

દૂધી નું મસાલા પનીર શાક બનાવવાની રીત

દૂધી નું મસાલા પનીર શાક બનાવવા માટે સૌથી પહેલા દૂધી ને ધોઈ ને તેને છોલી લ્યો. ત્યાર બાદ તેના ટુકડા કરી લ્યો. હવે એક મિક્સર જારમાં દૂધી ના ટુકડા અને પલાળી ને રાખેલી છડિય દાળ નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.

હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા, લાલ મરચું પાવડર, આદુ ની પેસ્ટ, જીરું, હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં બેસન નાખી ફરી થી હલાવી ને મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ એક થાળી ને તેલ થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં સરસ થી ફેલાવી ને દૂધી નું મિશ્રણ નાખો.

હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેની વચ્ચે એક ડબો મૂકો. હવે તે ડબા માં ડુંગળી, ટામેટા, સુખા લાલ મરચા, તેજ પત્તા, એલચી, જીરું, મરી અને એક ગ્લાસ પાણી નાખો. હવે તે ડબા ની ઉપર દૂધી ના મિશ્રણ વાળી થાળી મૂકો. હવે તેને સરસ થી ઢાંકી દયો. સાત થી આઠ મિનિટ સુધી હવે તેને ચડવા દયો.

હવે સાત થી આઠ મિનિટ પછી ગેસ બંધ કરી દયો. હવે દૂધી ના મિશ્રણ વાળી થાળી નીચે ઉતારી લ્યો. ત્યાર બાદ ડબા ને બાહર કાઢી લ્યો. હવે દૂધી નું  મિશ્રણ ઠંડુ પડે ત્યારે એના ચાકુ ની મદદ થી ચોરસ પીસ કરી લ્યો. એક દમ પનીર જેવા સરસ સોફ્ટ પીસ થશે.

ત્યાર બાદ ડબા માં રાખેલા મસાલા ને ગારણી ની મદદ થી ગાળી લ્યો. પાણી ને એક કટોરા માં ભરી લેવું. તેને શાક બનાવતી વખતે ગ્રેવી માં નાખવા કામ આવશે. ત્યાર બાદ મસાલા ને પીસી ને ગ્રેવી તૈયાર કરી લ્યો.

ત્યાર બાદ એક મિક્સર જાર માં કાજુ, મગજ ના બીજ અને દૂધ નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. હવે આ વ્હાઇટ ગ્રેવી ને એક કટોરી માં કાઢી લ્યો.

વઘાર કરવા માટે ની રીત

દૂધી નું શાક બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. હવે તેમાં હિંગ નાખો. ત્યાર બાદ તેમાં ધાણા પાઉડર, હળદર, મીઠું, કાશ્મીરી લાલ મરચું પાવડર અને  ગરમ મસાલો નાખો. હવે બધા ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે તેમાં પાણી કટોરી માં કાઢી ને રાખ્યું તું તે બે ચમચી જેટલું પાણી નાખો. અને મસાલા ને સરસ થી બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં મસાલા ની ગ્રેવી બનાવી ને રાખી હતી તે નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ત્રણ થી ચાર મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં વ્હાઇટ ગ્રેવી નાખો. હવે તેને પણ બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો.

હવે તેમાં કસૂરી મેથી ને હાથ થી થોડી મસળી ને નાખો. અને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં કટોરી માં કાઢી ને રાખેલું મસાલા વાળું પાણી નાખો. હવે તેમાં દૂધી ના મિશ્રણ ના ટુકડા નાખો. હવે શાક ને ચાર થી પાંચ મિનિટ સુધી ઉકળવા દયો.

ત્યાર બાદ ઝીણા સુધારેલા લીલાં ધાણા તેમાં નાખી. સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

હવે તૈયાર છે ટેસ્ટી અને પનીર ના શાક ને ભુલાવી દે તેવું દૂધી નું શાક. હવે તેને પરાઠા, રોટલી કે કુલ્ચા સાથે ખાવાનો આનંદ માણો.

Dudhi nu masal paneer shaak recipe in gujarati notes

  • દૂધી નું મિશ્રણ થોડુ પાતળું લાગે તો બેસન થોડું વધારે નાખી શકો છો.

Dudhi nu masal paneer shaak banavni rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Priyanka Kitchen Zone ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Dudhi nu masal paneer shaak recipe in gujarati

દૂધી નું મસાલા પનીર શાક બનાવવાની રીત - Dudhi nu masal paneer shaak banavni rit - Dudhi nu masal paneer shaak recipe in gujarati

દૂધી નું મસાલા પનીર શાક બનાવવાની રીત | Dudhi nu masal paneer shaak banavni rit | Dudhi nu masal paneer shaak recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે દૂધીનું નવી રીતે શાક બનાવતા શીખીશું – દૂધી નું મસાલા પનીર શાક બનાવવાની રીત – Dudhi nu masal paneer shaak banavni rit ,ખૂબ જ ટેસ્ટી બને છે. સાથે બનાવામાં પણ સરળ છે.બાળકો હોય કે મોટા દરેક ને આ શાક ભાવે છે. એક વારબનાવ્યા પછી બીજી વાર આ શાક જરૂર થી બનાવશો એટલું ટેસ્ટી બને છે .આ શાક ને તમે પરાઠા, રોટલી કે ફૂલચા સાથે ખાઈ શકો છો.તો ચાલો આજે આપણે Dudhi nu masal paneer shaak recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કઢાઇ

Ingredients

દૂધી નું મસાલા પનીર શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 1 દૂધી
  • 1 કપ છડિયા દાળ
  • 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
  • 1 ચમચી લાલ મરચું
  • 1 ચમચી આદુની પેસ્ટ
  • 1 ચમચી જીરું
  • 1 ચપટી હિંગ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 2 ચમચી બેસન
  • 2 ડુંગળી
  • 2 ટામેટા
  • 2 સુખા લાલ મરચાં
  • 2 તેજ પત્તા
  • 2 એલચી
  • 1 ચમચી જીરું
  • 7-8 મરી
  • 1 ગ્લાસ પાણી

વઘાર કરવા માટે ની સામગ્રી

  • 2 ચમચી તેલ
  • ½ ચમચી જીરું
  • 1 ચપટી હિંગ
  • 1 ચમચી ધાણાપાવડર
  • ¼ ચમચી હળદર
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 1 ચમચી લાલ મરચું પાવડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 7-8 કાજુ
  • 1 ચમચી મગજના બીજ
  • 2 ચમચી દૂધ
  • 1 ચમચી કસૂરી મેથી

Instructions

દૂધી નું મસાલા પનીર શાક બનાવવાની રીત | Dudhi nu masal paneer shaak banavni rit | Dudhi nu masal paneer shaak recipe in gujarati

  • દૂધી નું મસાલા પનીર શાક બનાવવા માટે સૌથી પહેલા દૂધી ને ધોઈને તેને છોલી લ્યો. ત્યાર બાદ તેના ટુકડા કરી લ્યો. હવે એક મિક્સર જારમાંદૂધી ના ટુકડા અને પલાળી ને રાખેલી છડિય દાળ નાખો. હવે તેને સરસથી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.
  • હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા, લાલ મરચું પાવડર, આદુ ની પેસ્ટ, જીરું, હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે તેમાં બેસન નાખી ફરી થી હલાવી ને મિક્સકરી લ્યો.
  • ત્યારબાદ એક થાળી ને તેલ થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં સરસ થી ફેલાવી ને દૂધી નું મિશ્રણ નાખો.
  • હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેની વચ્ચેએક ડબો મૂકો. હવે તે ડબા માં ડુંગળી, ટામેટા,સુખા લાલ મરચા, તેજ પત્તા, એલચી, જીરું, મરી અને એક ગ્લાસપાણી નાખો. હવે તે ડબા ની ઉપર દૂધી ના મિશ્રણ વાળી થાળી મૂકો.હવે તેને સરસ થી ઢાંકી દયો. સાત થી આઠ મિનિટ સુધીહવે તેને ચડવા દયો.
  • હવે સાત થી આઠ મિનિટ પછી ગેસ બંધ કરી દયો. હવે દૂધી ના મિશ્રણ વાળી થાળી નીચે ઉતારી લ્યો. ત્યારબાદ ડબા ને બાહર કાઢી લ્યો. હવે દૂધી નું  મિશ્રણ ઠંડુ પડે ત્યારે એના ચાકુની મદદ થી ચોરસ પીસ કરી લ્યો. એક દમ પનીર જેવા સરસ સોફ્ટ પીસથશે.
  • ત્યા રબાદ ડબા માં રાખેલા મસાલા ને ગારણી ની મદદ થી ગાળી લ્યો. પાણી ને એક કટોરા માં ભરી લેવું.તેને શાક બનાવતી વખતે ગ્રેવી માં નાખવા કામ આવશે. ત્યાર બાદ મસાલા ને પીસી ને ગ્રેવી તૈયાર કરી લ્યો.
  • ત્યારબાદ એક મિક્સર જાર માં કાજુ, મગજ ના બીજ અને દૂધ નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો.હવે આ વ્હાઇટ ગ્રેવી ને એક કટોરી માં કાઢી લ્યો.

વઘાર કરવા માટે ની રીત

  • દૂધી નું શાક બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેલ ગરમ થાય એટલે તેમાંજીરું નાખો. હવે તેમાં હિંગ નાખો. ત્યારબાદ તેમાં ધાણા પાઉડર, હળદર, મીઠું,કાશ્મીરી લાલ મરચું પાવડર અને  ગરમ મસાલો નાખો. હવે બધા ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે તેમાં પાણી કટોરી માં કાઢી ને રાખ્યું તું તે બે ચમચી જેટલું પાણી નાખો. અને મસાલા ને સરસ થી બે થીત્રણ મિનિટ સુધી સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં મસાલા ની ગ્રેવી બનાવી ને રાખી હતી તે નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ત્રણ થી ચાર મિનિટ સુધી સેકી લ્યો.ત્યાર બાદ તેમાં વ્હાઇટ ગ્રેવી નાખો. હવે તેનેપણ બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો.
  • હવે તેમાં કસૂરી મેથી ને હાથ થી થોડી મસળી ને નાખો. અને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે તેમાં કટોરી માં કાઢી ને રાખેલું મસાલા વાળું પાણી નાખો.હવે તેમાં દૂધી ના મિશ્રણ ના ટુકડા નાખો. હવે શાકને ચાર થી પાંચ મિનિટ સુધી ઉકળવા દયો.

ત્યારબાદ ઝીણા સુધારેલા લીલાં ધાણા તેમાં નાખી. સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરીદયો.

  • હવેતૈયાર છે ટેસ્ટી અને પનીર ના શાક ને ભુલાવી દે તેવું દૂધી નું શાક. હવે તેને પરાઠા, રોટલી કે કુલ્ચા સાથે ખાવાનો આનંદ માણો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

બેદમી પુરી અને ડુબકી આલુ બનાવવાની રીત | Bedmi puri ane dabki aalu banavani rit

પનીર કુલચા બનાવવાની રીત | paneer kulcha banavani rit | paneer kulcha recipe in gujarati

લાપસી બનાવવાની રીત| lapsi banavani rit | lapsi recipe in gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular