ઘણા લોકો દ્વારા પૂછવામાં આવતો પ્રશ્ન દુધી ના મુઠીયા બનાવવાની પરફેક્ટ રીત રેસીપી બતાવો, એકદમ પોચા અને ટેસ્ટી દુધી ના મુઠીયા બનાવવાની રીત લવ્યા છીએ જે ઘર ના દરેક વ્યક્તિ ને પસંદ આવશે ,dudhi na muthiya banavani rit, dudhi na muthiya gujarati recipe, dudhi muthiya recipe in gujarati language.
દુધી ના મુઠીયા બનાવવા જરૂરી સામગ્રી
- પાણી ૪ ગ્લાસ
- દૂધી ૨૫૦ ગ્રામ
- લીલા ધાણા ૧/૪ કપ સુધારેલા
- આદું મરચાં લસણ ની પેસ્ટ ૧.૫ ચમચો
- ખાંડ ૧ ચમચો
- મીઠું ૧.૫ ચમચી
- હિંગ ૧/૪ ચમચી
- હળદર પાઉડર ૧/૨ ચમચી
- ધાણજીરૂ પાઉડર ૧ ચમચી
- વરિયાળી ૧ ચમચી
- ૧/૨ લીંબુ નો રસ
- ઘઉં નો લોટ ૧/૨ કપ
- ૧/૨ કપ ચણા નો લોટ
- ૧ ચમચો તેલ ( મોણ માટે)
- ૧/૪ કપ જુવાર / જાર નો લોટ
મુઠીયા ના વઘાર માટે જરૂરી સામગ્રી
- તેલ ૨-૩ ચમચી
- રાઈ ૧ ચમચી
- સફેદ તલ ૧ ચમચી
- હિંગ ૧ ચપટી
- ૧ સૂકું લાલ મરચું
- ૫-૬ મીઠા લીમડા ના પાન
- લીલા ધાણા ૨-૩ ચમચી સુધારેલા
દુધી ના મુઠીયા બનાવવાની રીત | dudhi na muthiya banavani rit
સૌપ્રથમ ગેસ પર એક એવું વાસણ મુકવું કે જેમાં તમે ચારણી અથવા જારી વારો વાસણ મૂકી મુઠીયા બાફી શકો. આ વાસણમાં ચાર ગ્લાસ પાણી નાખી ધીમા તાપે ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય ત્યાં સુધી મુઠીયા ની લોટની તૈયારી કરી લઈએ.
એક બાઉલમાં 250 ગ્રામ દૂધી ને છોલી છાલ ઉતારી છીણી લેવું. હવે તેમાં આદુ-લસણ-મરચાંની પેસ્ટ ,લીલા સુધારેલા ધાણા, ખાંડ, મીઠું, હિંગ, હળદર પાવડર, ધાણાજીરું પાવડર, વળીયારી, લીંબુનો રસ નાંખી બરાબર મિક્સ કરી લેવું. પછી તેમાં અડધો કપ ઘઉંનો લોટ અડધો કપ, ચણાનો લોટ, એક ચમચો તેલ, ૧/૪ કપ જુવારનો લોટ નાખી વ્યવસ્થિત લોટ બાંધી લેવો.
જો જરૂરત પડે તો જ વધારે લોટ નાખો.
હવે બાંધેલા લોટને સિલિન્ડર આકાર જેવા મુઠીયા વારી લેવા અને ગેસ પર ગરમ કરવા મૂકી રાખેલા વાસણ માં ચારણી માં મુઠીયા બાફવા મૂકવા.
શરુ ના ૫ મિનિટ ફુલ તાપે બાફવા મૂકવા અને પછી ની ૨૫ મિનિટ માધ્યમ તાપે બાફવા. ૨૫ મિનિટ પછી ગેસ બંધ કરી દો. અને ચાલુ થી ચેક કરી લો બરાબર બફાઈ ગયા છે.
બાફેલા મુઠીયા ને ૧૦ મિનિટ ઠંડા પાડવા રાખવા. જેથી મુઠીયા ના કાપા વ્યવસ્થિત પડશે. હવે મુઠીયા ને કાપી લેવા.
દુધી ના મુઠીયા વઘારવાની રીત | dudhi na muthiya vagharvani rit
એક કડાઈ માં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, તલ, હિંગ, લીમડા ના પાન,સૂકું લાલ મરચું નાખો અને તેમાં બાફેલા મુઠીયા ના કટકા નાખી બરાબર હલાવી લો.
જો તમને ક્રીસ્પી મુઠીયા કરવા હોય તો ૨-૩ મિનિટ ધીમા સેકવા.
હવે તેમાં લીલા ધાણા નાખી મિક્સ કરીને ચટણી સાથે પીરસો.
Dudhi muthiya recipe in gujarati
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sheetal’s Kitchen – Gujarati ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
દુધી ના મુઠીયા બનાવવાની પરફેક્ટ રીત રેસીપી | dudhi na muthiya recipe in gujarati language
દુધી ના મુઠીયા બનાવવાની રીત | dudhi na muthiya banavani rit | dudhi muthiya recipe in gujarati | dudhi na muthiya recipe in gujarati language
Ingredients
દુધી ના મુઠીયા બનાવવા જરૂરી સામગ્રી
- પાણી ૪ ગ્લાસ
- દૂધી ૨૫૦ ગ્રામ
- લીલા ધાણા ૧/૪ કપ સુધારેલા
- આદું મરચાં લસણ ની પેસ્ટ ૧.૫ ચમચો
- ખાંડ ૧ ચમચો
- મીઠું ૧.૫ ચમચી
- હિંગ ૧/૪ ચમચી
- હળદર પાઉડર ૧/૨ ચમચી
- ધાણ જીરૂ પાઉડર ૧ ચમચી
- વરિયાળી ૧ ચમચી
- ૧/૨ લીંબુ નો રસ
- ઘઉં નો લોટ ૧/૨ કપ
- ૧/૨ કપ ચણા નો લોટ
- ૧ ચમચો તેલ ( મોણ માટે)
- ૧/૪ કપ જુવાર / જાર નો લોટ
મુઠીયાના વઘાર માટે જરૂરી સામગ્રી
- તેલ ૨-૩ ચમચી
- રાઈ ૧ ચમચી
- સફેદ તલ ૧ચમચી
- હિંગ ૧ ચપટી
- ૧ સૂકું લાલ મરચું
- ૫-૬ મીઠા લીમડા ના પાન
- લીલા ધાણા ૨-૩ ચમચી સુધારેલા
Instructions
દુધી ના મુઠીયા બનાવવાની રીત – dudhi na muthiya banavani rit – dudhi muthiya recipe in gujarati – dudhi na muthiya recipe in gujarati language
- સૌ પ્રથમ ગેસ પર એક એવું વાસણ મુકવું કે જેમાં તમે ચારણી અથવા જારી વારો વાસણ મૂકી મુઠીયા બાફી શકો. આ વાસણમાં ચાર ગ્લાસ પાણી નાખી ધીમા તાપે ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય ત્યાં સુધી મુઠીયા ની લોટની તૈયારી કરી લઈએ.
- એક બાઉલમાં 250 ગ્રામ દૂધી ને છોલી છાલ ઉતારી છીણી લેવું. હવે તેમાં આદુ-લસણ-મરચાંની પેસ્ટ,લીલા સુધારેલા ધાણા, ખાંડ, મીઠું, હિંગ, હળદર પાવડર,ધાણાજીરું પાવડર, વળીયારી, લીંબુનો રસ નાંખી બરાબર મિક્સ કરી લેવું. પછી તેમાં અડધો કપ ઘઉંનો લોટ અડધો કપ, ચણાનો લોટ, એક ચમચો તેલ, ૧/૪ કપ જુવાર નો લોટ નાખી વ્યવસ્થિત લોટ બાંધી લેવો.
- જો જરૂરત પડે તો જ વધારે લોટ નાખો.
- હવે બાંધેલા લોટને સિલિન્ડર આકાર જેવા મુઠીયા વારી લેવા અને ગેસ પર ગરમ કરવા મૂકી રાખેલાવાસણ માં ચારણી માં મુઠીયા બાફવા મૂકવા.
- શરુ ના ૫ મિનિટ ફુલ તાપે બાફવા મૂકવા અને પછી ની ૨૫ મિનિટ માધ્યમ તાપે બાફવા. ૨૫ મિનિટ પછીગેસ બંધ કરી દો. અને ચાલુ થી ચેક કરી લો બરાબરબફાઈ ગયાછે.
- બાફેલા મુઠીયા ને ૧૦ મિનિટ ઠંડા પાડવા રાખવા. જેથી મુઠીયા ના કાપા વ્યવસ્થિત પડશે. હવે મુઠીયા ને કાપી લેવા.
દુધી ના મુઠીયા વઘારવાની રીત | dudhi na muthiya vagharvani rit
- એકકડાઈ માં તેલ ગરમ કરો, તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, તલ,હિંગ, લીમડા ના પાન,સૂકું લાલ મરચું નાખો અને તેમાં બાફેલા મુઠીયા ના કટકા નાખી બરાબર હલાવી લો.
- જો તમને ક્રીસ્પી મુઠીયા કરવા હોય તો ૨-૩ મિનિટ ધીમા સેકવા.
- હવે તેમાં લીલા ધાણા નાખી મિક્સ કરીને ચટણી સાથે પીરસો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ફાફડા બનાવવાની રીત | fafda banavani rit gujarati ma | fafda recipe in gujarati