મિત્રો આ એક બિહાર ની પ્રખ્યાત વાનગી છે જેને ગરમ કરી અથવા ઠંડી કરી ખવાય છે. જે બંગાળ ની રસ મલાઈ જેવીજ ટેસ્ટી લાગે છે. તો ચાલો Dudh pitha – દૂધ પીઠા બનાવવાની રીત શીખીએ.
Ingredients list
- ચોખા નો લોટ 1 ½ કપ
- પાણી 1 કપ
- ઘી 1- 2 ચમચી
- માવો 1 કપ
- ફૂલ ક્રીમ દૂધ 1 લીટર
- છીણેલું નારિયળ 1-2 ચમચી
- કાજુ ની કતરણ 2 ચમચી
- બદામ ની કતરણ 2 ચમચી
- પિસ્તા ની કતરણ 1 ચમચી
- એલચી પાઉડર ¼ ચમચી
- કીસમીસ 1 ચમચી
- પીસેલી ખાંડ 2 ચમચી
- કેસર ના તાંતણા 10- 12
- ખાંડ ¼ કપ
Dudh pitha banavani rit
દૂધ પીઠા બનાવવા સૌપ્રથમ ગેસ પર કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય એટલે એમાં ઘી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ચોખા નો લોટ ચાળી ને નાખો અને મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી મિશ્રણ ને પાંચ દસ મિનિટ ઢાંકી એક બાજુ મૂકો. દસ મિનિટ પછી લોટ ને બીજા વાસણમાં કાઢી થોડું ઠંડુ કરી લ્યો ત્યાર બાદ મિશ્રણ નવશેકું રહે ત્યારે હાથથી મસળી મસળી મિક્સ કરી લોટ બાંધી બાંધી તૈયાર કરી એક બાજુ મૂકો.
હવે ગેસ પર બીજી કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ નાખી ગરમ કરવા મૂકો. દૂધ ઊકળી ને પોણું થાય ત્યાં સુંધી ઉકળવા મૂકો. દૂધ ઉકળે એટલે એમાં કેસર ના તાંતણા નાખો અને દૂધ ને ઉકળવા દયો. દૂધ ઉકળે ત્યાં સુંધી મોરા માવા ને છીણી એમાં નારિયળ નું છીણ, કાજુ ની કતરણ, બદામ ની કતરણ, પિસ્તા ની કતરણ , એલચી પાઉડર અને પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી નાની નાની ગોલી બનાવી લ્યો.
હવે ચોખા ના લોટ ને ફરી મસળી લ્યો અને એમાંથી જે સાઇઝ ના પીઠા બનાવવા હોય એ સાઇઝ ના લુવા કરી લ્યો હવે એક લુવો લઈ એને હથેળી વચ્ચે ફેલાવી પુરી બનાવી લ્યો અને વચ્ચે તૈયાર કરેલ માવા ની ગોળી મૂકી બધી બાજુથી બરોબર બંધ કરી હથેળી વચ્ચે ગોળ ફેરવી એક બાજુ મૂકો. આમ બધી ગોળી તૈયાર કરી લ્યો.
દૂધ ઊકળી ને પોણા ભાગ જેટલું રહે એટલે એમાં ચોખા ની પીઠા નાખો અને બે મિનિટ એમજ રહેવા દયો ત્યાર બાદ થોડી થોડી વારે ચમચા થી હલાવી બધી બાજુ ચડાવી લ્યો પાંચ સાત મિનિટ ચડાવી લીધા બાદ એમાં ખાંડ નાખો અને ખાંડ પણ ઓગળી જાય ત્યાર બાદ બીજી પાંચ મિનિટ ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ અથવા ઠંડી કરી મજા લ્યો. તો તૈયાર છે દૂધ પીઠા.
Pitha recipe notes
- ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
- દૂધ ને વધુ ઘટ્ટ કરવા મિલ્ક પાઉડર પણ નાખી શકો છો.
- ઉકાળેલા દૂધ માં ડ્રાય ફ્રુટ ની કતરણ પણ નાખી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
દૂધ પીઠા બનાવવાની રીત

Dudh pitha banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
Ingredients list
- 1 ½ કપ ચોખા નો લોટ
- 1 કપ પાણી
- 1-2 ચમચી ઘી
- 1 કપ માવો
- 1 લીટર ફૂલ ક્રીમ દૂધ
- 1-2 ચમચી છીણેલું નારિયળ
- 2 ચમચી કાજુ ની કતરણ
- 2 ચમચી બદામ ની કતરણ
- 1 ચમચી પિસ્તા ની કતરણ
- ¼ ચમચી એલચી પાઉડર
- 1 ચમચી કીસમીસ
- 2 ચમચી પીસેલી ખાંડ
- 10-12 કેસર ના તાંતણા
- ¼ કપ ખાંડ
Instructions
Dudh pitha banavani rit
- દૂધ પીઠા બનાવવા સૌપ્રથમ ગેસ પર કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય એટલે એમાં ઘી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ચોખા નો લોટ ચાળી ને નાખો અને મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી મિશ્રણ ને પાંચ દસ મિનિટ ઢાંકી એક બાજુ મૂકો. દસ મિનિટ પછી લોટ ને બીજા વાસણમાં કાઢી થોડું ઠંડુ કરી લ્યો ત્યાર બાદ મિશ્રણ નવશેકું રહે ત્યારે હાથથી મસળી મસળી મિક્સ કરી લોટ બાંધી બાંધી તૈયાર કરી એક બાજુ મૂકો.
- હવે ગેસ પર બીજી કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ નાખી ગરમ કરવા મૂકો. દૂધ ઊકળી ને પોણું થાય ત્યાં સુંધી ઉકળવા મૂકો. દૂધ ઉકળે એટલે એમાં કેસર ના તાંતણા નાખો અને દૂધ ને ઉકળવા દયો. દૂધ ઉકળે ત્યાં સુંધી મોરા માવા ને છીણી એમાં નારિયળ નું છીણ, કાજુ ની કતરણ, બદામ ની કતરણ, પિસ્તા ની કતરણ , એલચી પાઉડર અને પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી નાની નાની ગોલી બનાવી લ્યો.
- હવે ચોખા ના લોટ ને ફરી મસળી લ્યો અને એમાંથી જે સાઇઝ ના પીઠા બનાવવા હોય એ સાઇઝ ના લુવા કરી લ્યો હવે એક લુવો લઈ એને હથેળી વચ્ચે ફેલાવી પુરી બનાવી લ્યો અને વચ્ચે તૈયાર કરેલ માવા ની ગોળી મૂકી બધી બાજુથી બરોબર બંધ કરી હથેળી વચ્ચે ગોળ ફેરવી એક બાજુ મૂકો. આમ બધી ગોળી તૈયાર કરી લ્યો.
- દૂધ ઊકળી ને પોણા ભાગ જેટલું રહે એટલે એમાં ચોખા ની પીઠા નાખો અને બે મિનિટ એમજ રહેવા દયો ત્યાર બાદ થોડી થોડી વારે ચમચા થી હલાવી બધી બાજુ ચડાવી લ્યો પાંચ સાત મિનિટ ચડાવી લીધા બાદ એમાં ખાંડ નાખો અને ખાંડ પણ ઓગળી જાય ત્યાર બાદ બીજી પાંચ મિનિટ ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ અથવા ઠંડી કરી મજા લ્યો. તો તૈયાર છે દૂધ પીઠા.
Notes
- ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
- દૂધ ને વધુ ઘટ્ટ કરવા મિલ્ક પાઉડર પણ નાખી શકો છો.
- ઉકાળેલા દૂધ માં ડ્રાય ફ્રુટ ની કતરણ પણ નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
Gol ane ghau na lot ni Walnut Brownie | ગોળ અને ઘઉંના લોટ ની વોલન્ટ બ્રાઉની
chocolate barfi banavani rit | ચોકલેટ બરફી બનાવવાની રીત
milk powder na gulab jambu banavani rit | મિલ્ક પાવડર ના ગુલાબ જાંબુ બનાવવાની રીત
Paanch prakar ni lassi banavani rit | પાંચ પ્રકારની લસ્સી બનાવવાની રીત