અત્યાર સુંધી આપણે ઘણી સામગ્રીઓ માંથી ચટણી બનાવી હોય છે પણ આજ આપણે લીલી દ્રાક્ષ માંથી ચટણી બનાવશું જે ખૂબ જ ચટપટી ખાટી મીઠી બની ને તૈયાર થાય છે અને બનાવવી ખૂબ સરળ છે અને એક વખત બનાવ્યા પછી લાંબા સમય સુંધી ખાઈ પણ શકો છો. તો ચાલો Drax ni chatni – દ્રાક્ષ ની ચટણી બનાવવાની રીત શીખીએ.
Ingredients list
- લીલી દ્રાક્ષ 1 કિલો
- છીણેલો ગોળ 1 કપ
- કોર્ન ફ્લોર 1 ચમચી
- વરિયાળી પાઉડર 1 ચમચી
- જીરું પાઉડર 1 ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- સૂંઠ પાઉડર 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- મરી પાઉડર ½ ચમચી
- હિંગ ⅛ ચમચી
- સંચળ ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- તેલ 2-3 ચમચી
- તરબૂચ ના બીજ 1 ચમચી
Drax ni chatni banavani rit
દ્રાક્ષ ની ચટણી બનાવવા સૌપ્રથમ દ્રાક્ષ ને દાડી થી અલગ કરી ખરાબ દ્રાક્ષ અલગ કરી નાખી સારી દ્રાક્ષ ને બે ત્રણ પાણીથી બરોબર ધોઇ લેશું ત્યાર બાદ સાફ દ્રાક્ષ ને મિક્સર જાર માં પા કપ પાણી નાખી પીસી લ્યો અને દ્રાક્ષ નો જ્યુસ તૈયાર કરી લ્યો. દ્રાક્ષ ના જ્યુસ ને ગરણી થી ગાળી લઈ એક તપેલીમાં નાખો.
હવે જ્યુસ માંથી ચાર ચમચી જ્યુસ એક વાટકા લઈ એમાં કોર્ન ફ્લોર નાખી મિકસ કરી લ્યો અને ત્યાર બાદ કોર્ન ફ્લોર નું મિશ્રણ કડાઈમાં નાખી મિક્સ કરી લ્યો. અને એક બાજુ મૂકો. હવે બીજી કડાઈ માં છીણેલો ગોળ અને એક કપ પાણી નાખી ગેસ ચાલુ કરી ગોળ ને હલાવતા રહી ઓગળી લ્યો. ગોળ ઓગળી જાય એટલે કડાઈ ને એક બાજુ મૂકો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં હિંગ નાંખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ પીગળેલા ગોળ ને ગરણી થી ગાળી ને એમાં નાખો અને ને ચાર મિનિટ ચડાવી લ્યો. ચાર મિનિટ પછી એમાં દ્રાક્ષ ના જ્યુસ ને હલાવી ને નાખો અને બને ને બરોબર મિક્સ કરી ચડાવી લ્યો.
ચટણી ને હલાવતા રહી પાંચ સાત મિનિટ હલાવતા રહી ચડાવી લ્યો. સાત મિનિટ પછી એમાં વરિયાળી પાઉડર, શેકેલ જીરું પાઉડર, સૂંઠ પાઉડર, આમચૂર પાઉડર, લાલ મરચાનો પાઉડર, મરી પાઉડર, સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને ચટણી ને મસાલા સાથે પાંચ મિનિટ ચડાવી લેવી.
ચટણી ને પાંચ મિનિટ ચડાવી લીધા બાદ ગેસ બંધ કરી લ્યો ત્યાર બાદ બીજી કડાઈમાં તરબૂચ ના બીજ ને શેકી લ્યો અને બીજ શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી ચટણી માં નાખી દયો અને ત્યાર બાદ તૈયાર ચટણી ની મજા લ્યો તો તૈયાર છે દ્રાક્ષ ની ચટણી.
Chatni recipe notes
- તમે બધા મસાલા થોડા શેકી લઈ ત્યાર બાદ ઠંડા કરી પીસી ને નાખશો તો સ્વાદ વધુ સારો આવશે.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
દ્રાક્ષ ની ચટણી બનાવવાની રીત
Drax ni chatni banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 ગરણી
- 1 મિક્સર
Ingredients
Ingredients list
- 1 કિલો લીલી દ્રાક્ષ
- 1 કપ છીણેલો ગોળ
- 1 ચમચી કોર્ન ફ્લોર
- 1 ચમચી વરિયાળી પાઉડર
- 1 ચમચી જીરું પાઉડર
- 1 ચમચી આમચૂર પાઉડર
- 1 ચમચી સૂંઠ પાઉડર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી મરી પાઉડર
- ⅛ ચમચી હિંગ
- ½ ચમચી સંચળ
- મીઠું સ્વાદ મુજબ
- 2-3 ચમચી તેલ
- 1 ચમચી તરબૂચ ના બીજ
Instructions
Drax ni chatni banavani rit
- દ્રાક્ષ ની ચટણી બનાવવા સૌપ્રથમ દ્રાક્ષ ને દાડી થી અલગ કરી ખરાબ દ્રાક્ષ અલગ કરી નાખી સારી દ્રાક્ષ ને બે ત્રણ પાણીથી બરોબર ધોઇ લેશું ત્યાર બાદ સાફ દ્રાક્ષ ને મિક્સર જાર માં પા કપ પાણી નાખી પીસી લ્યો અને દ્રાક્ષ નો જ્યુસ તૈયાર કરી લ્યો. દ્રાક્ષ ના જ્યુસ ને ગરણી થી ગાળી લઈ એક તપેલીમાં નાખો.
- હવે જ્યુસ માંથી ચાર ચમચી જ્યુસ એક વાટકા લઈ એમાં કોર્ન ફ્લોર નાખી મિકસ કરી લ્યો અને ત્યાર બાદ કોર્ન ફ્લોર નું મિશ્રણ કડાઈમાં નાખી મિક્સ કરી લ્યો. અને એક બાજુ મૂકો. હવે બીજી કડાઈ માં છીણેલો ગોળ અને એક કપ પાણી નાખી ગેસ ચાલુ કરી ગોળ ને હલાવતા રહી ઓગળી લ્યો. ગોળ ઓગળી જાય એટલે કડાઈ ને એક બાજુ મૂકો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં હિંગ નાંખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ પીગળેલા ગોળ ને ગરણી થી ગાળી ને એમાં નાખો અને ને ચાર મિનિટ ચડાવી લ્યો. ચાર મિનિટ પછી એમાં દ્રાક્ષ ના જ્યુસ ને હલાવી ને નાખો અને બને ને બરોબર મિક્સ કરી ચડાવી લ્યો.
- ચટણી ને હલાવતા રહી પાંચ સાત મિનિટ હલાવતા રહી ચડાવી લ્યો. સાત મિનિટ પછી એમાં વરિયાળી પાઉડર, શેકેલ જીરું પાઉડર, સૂંઠ પાઉડર, આમચૂર પાઉડર, લાલ મરચાનો પાઉડર, મરી પાઉડર, સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને ચટણી ને મસાલા સાથે પાંચ મિનિટ ચડાવી લેવી.
- ચટણી ને પાંચ મિનિટ ચડાવી લીધા બાદ ગેસ બંધ કરી લ્યો ત્યાર બાદ બીજી કડાઈમાં તરબૂચ ના બીજ ને શેકી લ્યો અને બીજ શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી ચટણી માં નાખી દયો અને ત્યાર બાદ તૈયાર ચટણી ની મજા લ્યો તો તૈયાર છે દ્રાક્ષ ની ચટણી.
Notes
- તમે બધા મસાલા થોડા શેકી લઈ ત્યાર બાદ ઠંડા કરી પીસી ને નાખશો તો સ્વાદ વધુ સારો આવશે.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Dahi valu ringna nu bharthu | દહીં વાળું રીંગણા નું ભરથુ
Daal preminx banavani rit | દાળ પ્રિ મિક્સ બનાવવાની રીત
Chamba na rajma banavani rit | ચંબા ના રાજમા બનાવવાની રીત
Mirchi dhokla banavani rit | મિર્ચી ઢોકળા બનાવવાની રીત
Chana ni daal ane kobi nu shaak banavani rit | ચણા ની દાળ અને કોબી નું શાક બનાવવાની રીત
dahi banavani rit | દહીં બનાવવાની રીત