મિત્રો આજે આપડે કંઈક નવીજ રીત ના ધાણી અને મમરા નો ચેવડો બનાવાતા શીખીશું . જે ખુબજ ઓછા તેલ માં મહિના સુધી સ્ટોર કરી ને ખાઈ શકાય છે અને ખાવા માં પણ સ્વીટ , ચટપટું અને મસ્ત તીખાશ પડતો ટેસ્ટ લાગે છે . તો ચાલો આ નવીજ રીત થી dhani mamra no chevdo – ધાણી મમરા નો ચેવડો બનાવાતા શીખીશું .
Ingredients
- ધાણી 400 ગ્રામ
- મમરા 400 ગ્રામ
- સિંગદાણા 100 gram
- દાળિયા 100 ગ્રામ
- મીઠું સ્વાદ મુજબ
- હળદર પાવડર 3 ચમચી
- ખાંડ 3-4 ચમચી
- તીખા લીલા મરચા ના નાના નાના ટુકડા 10-12 નંગ
- મીઠા લીમડાનાં પાંદ ¼ કપ
- ગરમ મસાલો ½ ચમચી
- આમચૂર પાઉડર 1.5 ચમચી
- કાજુ 25 ગ્રામ
- અડદ ની દાળ ના પાપડ 3-4 નાના હોય તો 6 પાપડ
- મરી 10-12 નંગ
- વરિયાળી 1 ચમચી
- સંચળ 1.5 ચમચી
dhani mamra no chevdo banavani recipe
ધાણી મમરા નો ચેવડો બનાવવા માટે સૌ પ્રથમ આપડે તેનો સ્પેશિયલ મસાલો તૈયાર કરી લેશું તેના માટે એક મિક્ષ્ચર જાર લેશું તેમાં 10-12 કાળા મરી , વરિયાળી 1 ચમચી વરિયાળી થી એકદમ સારો ટેસ્ટ આવે છે . ખાંડ 2-3 ચમચી ખાંડ તમે તમારી પસંદ મુજબ વધારે કે ઓછી કરી શકો છો . મીઠું 2 ચમચી , સંચળ 1.5 ચમચી , ગરમ મસાલો ½ ચમચી , આમચૂર પાવડર 1.5 ચમચી , હિંગ ½ ચમચી , હળદર પાવડર 1 ચમચી થી થોડી ઉપર હળદર નાખીશું થોડી હળદર ને સાઇડ માં વગાર માટે રાખીશું . ત્યાર બાદ બધી વસ્તુ ને સારી રીતે પીસી લેશું .
હવે બધી વસ્તુ ને સારી રીતે પીસી લીધા બાદ ગેસ પર એક મોટી કડાઈ લેશું તેમાં 4-5 ચમચી તેલ નાખશું તેલ ગરમ થાય એટલે તેમાં સિંગદાણા નાખીશું સિંગદાણા નો કલર થોડો ચેન્જ થાય ત્યાર સુધી તળવા ને છે થોડા સિંગદાણા કાચા હોય ત્યારે તેમાં દાડિયા , અને કાજુ પણ નાખી દેશું અને વધુ વસ્તુ ક્રિસ્પી અને હલકો તેનો કલર બદલાય એટલે તેને એક થાળી માં કાઢી અને ઠંડા થવા દેશું .
ત્યાર બાદ એજ તેલ માં આપણે પાપડ ને મીડીયમ તાપે તરી લેશું અને પાપડ ને પણ એક થાળી માં કાઢી લેશું . હવે ફરીથી ઇજ તેલ માં આપડે લીલા મરચા અને મીઠા લીંબડા ના પાંદ નાખી અને એક દમ ક્રિસ્પી થાય ત્યાર સુધી સાંતળી લેવાનું છે સંતળાઈ જાય એટલે આપડે તેને સિંગ અને દાડિયા તર્યા છે તેમાંજ કાઢી લેશું . અને ત્યારે જે બધી વસ્તુ ગરમ ગરમ હોય ત્યારેજ આપડે જે મસાલો બનાવ્યો છે તે મસાલો 2 ચમચી જેવો નાખી દેશું .
હવે આપડે જે પાપડ તરી ને રાખ્યા છે તેને અધકચરા તોડી ને નાખી દેશું અને ફરીથી તેના પર 1 ચમચી મસાલો નાખી દેશું અને બધી વસ્તુ ને ચમચા વડે મિક્સ કરી લેશું . હવે તેને સાઇડ માં મૂકી અને ઠંડું થવા દેશું . હવે ફરીથી મોટી કડાઈ લેશું તેલ બચ્યું હોય તો એજ તેલ વાપરી લેવાનું નહીંતર બીજું તેલ 2-3 ચમચી જેટલું કડાઈ માં નાખી દેશું.
ત્યાર બાદ તેલ ગરમ થાય એટલે તેમાં ¼ ચમચી હિંગ , 1 ચમચી હળદર પાવડર નાખી અને મિક્સ કરી દેશું ત્યાર બાદ ગેસ ની ફ્લેમ ધીમી રાખશું અને 400 ગ્રામ જેટલા મમરા નાખી અને સારી રીતે મિક્સ કરી લેશું અને ક્રિસ્પી થાય ત્યાર સુધી મિડયમ તાપે સતત હલાવતા રહેશું જેથી નીચે ના મમરા બળી ના જાય ઈ ધ્યાન રાખશું . હવે મમરા ક્રિસ્પી થઈ ગયા બાદ ફરીથી જે મસાલો તૈયાર કર્યો છે તે 1.5 ચમચી જેટલો મસાલો નાખી અને બધું બરાબર મિક્સ કરી દેશું.
હવે તેને આપડે એક બાઉલ માં કાઢી લેશું . ત્યાર બાદ ધાણી ને વગારવા માટે પણ ગેસ પર ફરીથી એક કડાઈ માં 2-3 ચમચી તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે તેમાં પણ ½ ચમચી હિંગ , 1 ચમચી હળદર નાખી અને ફરીથી બધું મિક્સ કરી મિડયમ તાપ જ રાખશું અને ત્યાર બાદ તેમાં ધાણી નાખી અને ફરીથી 2 ચમચી મસાલો નાખી અને ધાણી અને મસાલા ને સારી રીતે મિક્સ કરી લેશું .અને ધાણી ને ઉપર નીચે કરી અને ધાણી માં હળદર અને મસાલો મિક્સ થઈ જાય ત્યાર સુધી જ સેકી લેશું ધાણી ને બઉ સેકવાની જરૂર નથી .
ત્યાર બાદ ધાણી સેકી જાય અને હળદર નો કલર અને મસાલો મિક્સ થઈ જાય એટલે હવે એક મોટું સ્ટીલ નું ગમેલું કે કોઈ પણ એકદમ મોટું વાસણ લઈ લેશું તેમાં મમરા અને વગારેલી ધાણી અને સાથે તેમાં સિંગ , દાડિયા અને પાપડ જે મિશ્રણ રેડી કર્યું છે તે ઉમેરી દેશું અને બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લેશું . ચેવડો મિક્સ થઈ જાય એટલે તેને સાવ ઠંડો કરી દેશું અને સાવ ઠંડો થઈ ગયા બાદ કોઈ પણ એયર ટાઈટ ડબ્બા માં ભરી દેશું .
તો તૈયાર છે આપડો ક્રિસ્પી ધાણા મમરા નો ચેવડો સ્ટોર કરવા માટે અને સર્વ કરવા માટે તૈયાર થઈ ગયો છે અને જ્યારે પણ ખાવો હોય તયારે તમે ખાઈ સકો છો .
Dhani mamra chevdo recipe notes
- જો તમારે પાપડ સેકી ને લેવા હોય તો તમે પાપડ સેકી ને પણ લઈ સકો છો
- તમે ધાણી અને મમરા 200 ગ્રામ જેટલા પણ લઈ સકો છો તેમાં તમારો ચેવડો 500 ગ્રામ જેટલો બનશે.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ધાણી મમરા નો ચેવડો બનાવવાની રેસીપી

dhani mamra no chevdo banavani recipe
Equipment
- 1 કડાઈ મોટી
- 1 મોટું સ્ટીલ નું ગમેલું/ મોટું કોઈ પણ પહોળું વાસણા
- 1 બાઉલ મોટો
- 1 મિક્ષ્ચર જાર
Ingredients
- 400 ગ્રામ ધાણી
- 400 ગ્રામ મમરા
- 100 ગ્રામ સિંગદાણા
- 100 ગ્રામ દાળિયા
- મીઠું સ્વાદ મુજબ
- 3 ચમચી હળદર પાવડર
- 3-4 ચમચી ખાંડ
- 10-12 નંગ તીખા લીલા મરચા ના નાના નાના ટુકડા
- ¼ કપ મીઠા લીમડાનાં પાંદ
- ½ ચમચી ગરમ મસાલો
- 1.5 ચમચી આમચૂર પાઉડર
- 25 ગ્રામ કાજુ
- 3-4 અડદ ની દાળ ના પાપડ નાના હોય તો 6 પાપડ
- 10-12 નંગ મરી
- 1 ચમચી વરિયાળી
- 1.5 ચમચી સંચળ
Instructions
dhani mamra no chevdo banavani recipe
- ધાણી મમરા નો ચેવડો બનાવવા માટે સૌ પ્રથમ આપડે તેનો સ્પેશિયલ મસાલો તૈયાર કરી લેશું તેના માટે એક મિક્ષ્ચર જાર લેશું તેમાં 10-12 કાળા મરી , વરિયાળી 1 ચમચી વરિયાળી થી એકદમ સારો ટેસ્ટ આવે છે . ખાંડ 2-3 ચમચી ખાંડ તમે તમારી પસંદ મુજબ વધારે કે ઓછી કરી શકો છો . મીઠું 2 ચમચી , સંચળ 1.5 ચમચી , ગરમ મસાલો ½ ચમચી , આમચૂર પાવડર 1.5 ચમચી , હિંગ ½ ચમચી , હળદર પાવડર 1 ચમચી થી થોડી ઉપર હળદર નાખીશું થોડી હળદર ને સાઇડ માં વગાર માટે રાખીશું . ત્યાર બાદ બધી વસ્તુ ને સારી રીતે પીસી લેશું .
- હવે બધી વસ્તુ ને સારી રીતે પીસી લીધા બાદ ગેસ પર એક મોટી કડાઈ લેશું તેમાં 4-5 ચમચી તેલ નાખશું તેલ ગરમ થાય એટલે તેમાં સિંગદાણા નાખીશું સિંગદાણા નો કલર થોડો ચેન્જ થાય ત્યાર સુધી તળવા ને છે થોડા સિંગદાણા કાચા હોય ત્યારે તેમાં દાડિયા , અને કાજુ પણ નાખી દેશું અને વધુ વસ્તુ ક્રિસ્પી અને હલકો તેનો કલર બદલાય એટલે તેને એક થાળી માં કાઢી અને ઠંડા થવા દેશું .
- ત્યાર બાદ એજ તેલ માં આપણે પાપડ ને મીડીયમ તાપે તરી લેશું અને પાપડ ને પણ એક થાળી માં કાઢી લેશું . હવે ફરીથી ઇજ તેલ માં આપડે લીલા મરચા અને મીઠા લીંબડા ના પાંદ નાખી અને એક દમ ક્રિસ્પી થાય ત્યાર સુધી સાંતળી લેવાનું છે સંતળાઈ જાય એટલે આપડે તેને સિંગ અને દાડિયા તર્યા છે તેમાંજ કાઢી લેશું . અને ત્યારે જે બધી વસ્તુ ગરમ ગરમ હોય ત્યારેજ આપડે જે મસાલો બનાવ્યો છે તે મસાલો 2 ચમચી જેવો નાખી દેશું .
- હવે આપડે જે પાપડ તરી ને રાખ્યા છે તેને અધકચરા તોડી ને નાખી દેશું અને ફરીથી તેના પર 1 ચમચી મસાલો નાખી દેશું અને બધી વસ્તુ ને ચમચા વડે મિક્સ કરી લેશું . હવે તેને સાઇડ માં મૂકી અને ઠંડું થવા દેશું . હવે ફરીથી મોટી કડાઈ લેશું તેલ બચ્યું હોય તો એજ તેલ વાપરી લેવાનું નહીંતર બીજું તેલ 2-3 ચમચી જેટલું કડાઈ માં નાખી દેશું.
- ત્યાર બાદ તેલ ગરમ થાય એટલે તેમાં ¼ ચમચી હિંગ , 1 ચમચી હળદર પાવડર નાખી અને મિક્સ કરી દેશું ત્યાર બાદ ગેસ ની ફ્લેમ ધીમી રાખશું અને 400 ગ્રામ જેટલા મમરા નાખી અને સારી રીતે મિક્સ કરી લેશું અને ક્રિસ્પી થાય ત્યાર સુધી મિડયમ તાપે સતત હલાવતા રહેશું જેથી નીચે ના મમરા બળી ના જાય ઈ ધ્યાન રાખશું . હવે મમરા ક્રિસ્પી થઈ ગયા બાદ ફરીથી જે મસાલો તૈયાર કર્યો છે તે 1.5 ચમચી જેટલો મસાલો નાખી અને બધું બરાબર મિક્સ કરી દેશું.
- હવે તેને આપડે એક બાઉલ માં કાઢી લેશું . ત્યાર બાદ ધાણી ને વગારવા માટે પણ ગેસ પર ફરીથી એક કડાઈ માં 2-3 ચમચી તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે તેમાં પણ ½ ચમચી હિંગ , 1 ચમચી હળદર નાખી અને ફરીથી બધું મિક્સ કરી મિડયમ તાપ જ રાખશું અને ત્યાર બાદ તેમાં ધાણી નાખી અને ફરીથી 2 ચમચી મસાલો નાખી અને ધાણી અને મસાલા ને સારી રીતે મિક્સ કરી લેશું .અને ધાણી ને ઉપર નીચે કરી અને ધાણી માં હળદર અને મસાલો મિક્સ થઈ જાય ત્યાર સુધી જ સેકી લેશું ધાણી ને બઉ સેકવાની જરૂર નથી .
- ત્યાર બાદ ધાણી સેકી જાય અને હળદર નો કલર અને મસાલો મિક્સ થઈ જાય એટલે હવે એક મોટું સ્ટીલ નું ગમેલું કે કોઈ પણ એકદમ મોટું વાસણ લઈ લેશું તેમાં મમરા અને વગારેલી ધાણી અને સાથે તેમાં સિંગ , દાડિયા અને પાપડ જે મિશ્રણ રેડી કર્યું છે તે ઉમેરી દેશું અને બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લેશું . ચેવડો મિક્સ થઈ જાય એટલે તેને સાવ ઠંડો કરી દેશું અને સાવ ઠંડો થઈ ગયા બાદ કોઈ પણ એયર ટાઈટ ડબ્બા માં ભરી દેશું .
- તો તૈયાર છે આપડો ક્રિસ્પી ધાણા મમરા નો ચેવડો સ્ટોર કરવા માટે અને સર્વ કરવા માટે તૈયાર થઈ ગયો છે અને જ્યારે પણ ખાવો હોય તયારે તમે ખાઈ સકો છો .
Notes
- જો તમારે પાપડ સેકી ને લેવા હોય તો તમે પાપડ સેકી ને પણ લઈ સકો છો
- તમે ધાણી અને મમરા 200 ગ્રામ જેટલા પણ લઈ સકો છો તેમાં તમારો ચેવડો 500 ગ્રામ જેટલો બનશે .
- આ રેસિપી માં તમે જે સુકુ ટોપરું આવે તેની પણ સ્લાઈસ કરી ક્રિસ્પી કરી અને તેને પણ ઉમેરી શકો છો . અને લાલ મરચું તમારે ઉમેરવું હોય તો તે પણ તમે ઉમેરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Mag na lot ane chana na lot nu khichu | મગ ના લોટ અને ચણા ના લોટ નું ખીચું
mango frooti banavani rit | મેંગો ફ્રુટી બનાવવાની રીત
crispy nasto banavani rit | ત્રણ ફ્લેવર્સ ક્રિસ્પી નાસ્તો બનાવવાની રીત
Bataka na samosa roll | બટાકા ના સમોસા રોલ બનાવવાની રીત