નમસ્તે આજે આપણે દામણી ઢોકળા શીખીશું. નામ થોડું અટપટું લાગ્યું ને ? નામ જેટલું અટપટું છે વાનગી એટલી જ ટેસ્ટી અને હેલ્થી છે. આજ ની આપણી આ વાનગી જૂના જમાના માં બનતી વાનગીઓ માંથી એક છે. આ વાનગીમાં સારી માત્રા માં આનાજ, દાળ, ચોખા અને શાકભાજી નો ઉપયોગ થાય છે જેથી ખૂબ જ હેલ્થી બને છે તો ચાલો Damni Dhokla banavani rit શીખીએ.
દામણી ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી
- જુવાર ½ કપ
- બાજરો ½ કપ
- અડદ દાળ ½ કપ
- ચણા દાળ ½ કપ
- ચોખા ½ કપ
- બાફી રાખેલ ચણા ¼ કપ
- ઝીણા સમારેલા ગાજર ¼ કપ
- બાફેલા વટાણા ½ કપ
- લીલા મરચા સુધારેલા 3-4
- આચાર મસાલો 1 ચમચી
- છીણેલો ગોળ 1 ચમચી
- હળદર ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- આદુ ની પેસ્ટ ½ ચમચી
- લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
- હિંગ ¼ ચમચી
- તેલ 2-3 ચમચી
- ઈનો 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Damni Dhokla banavani rit
દામણી ઢોકળા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સાફ કરેલ ચોખા, ચણા દાળ, અડદ દાળ, બાજરો, જુવાર નાખો અને ત્રણ ચાર પાણી થી બરોબર ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ત્રણ ચાર ગ્લાસ પાણી નાખી ને ઢાંકી પાંચ છ કલાક અથવા આખી રાત પલાડી મૂકો.
છ કલાક પછી પાણી નિતારી દાળ ચોખા ને મિક્સર જાર માં નાખી પીસી લ્યો અને પીસવા જરૂર લાગે તો પેલા દહી નાખી ને પીસી લ્યો અને ત્યાર બાદ ઘટ્ટ મિશ્રણ રહે એને સ્મુથ પીસવા માટે જરૂરી પાણી નાખી પીસી લ્યો.
પીસેલા મિશ્રણ ને ફરી થી મોટા વાસણમાં કાઢી ઢાંકી ને છ સાત કલાક અથવા આખી રાત / આખો દિવસ આથો આવવા મૂકી દયો. મિશ્રણ માં આથો બરોબર આવી જાય એટલે એમાં બાફેલા ચણા, સુધારેલ ગાજર, બાફેલા લીલા વટાણા, લીલા મરચા સુધારેલા, આચાર મસાલા, ગોળ, હળદર, લાલ મરચાનો પાઉડર, હિંગ, આદુ પેસ્ટ, તેલ, મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
હવે ગેસ પર એક મોટા વાસણમાં બે ત્રણ ગ્લાસ પાણી નાખી ઢાંકણ ઢાંકી પાણી ગરમ થવા દયો. પાણી ગરમ થાય ત્યાં સુંધી માં મિશ્રણ માં ઈનો અને એના પર એક બે ચમચી પાણી નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો અને વડ ના સાફ કરેલ પાંદ ને કોન નો આકાર આપી લાકડી થી પેક કરી નાખો અને એમાં બફેલ ચણા નો એક દાણો નાખી એમાં તૈયાર મિશ્રણ નાખો અથવા ગ્રીસ કરેલ થાળી કે વાટકા માં નાખો અને અને ગરમ કરવા મૂકેલા વાસણમાં ચારણી માં મૂકી ને વાસણમાં મૂકી ઢાંકી દયો.
ઢોકળા ને દસ થી પંદર મિનિટ સુંધી ચડવા દયો. પંદર મિનિટ પછી ઢોકળા ચડી જાય એટલે બહાર કાઢી લ્યો અને થોડા ઠંડા થવા દયો અને ઠંડા થાય એટલે ડી મોલ્ડ કરી લ્યો. આમ બધા જ ઢોકળા ને ડી મોલ્ડ કરી લ્યો અને ઉપર થી આચાર મસાલો અને લીલા ધાણા છાંટી ને સર્વ કરો દામણી ઢોકળા.
Damni Dhokla NOTES
- અહીં તમે તમારી ગમતી દાળ નો ઉપયોગ કરી શકો છો પણ બાજરી અને જુવાર ચોક્કસ નાખવા.
- શાક માં પણ તમે તમારી પસંદ માં શાક ઉમેરી શકો છો.
- તમે ઢોકળા નો વઘાર પણ કરી શકો છો.
દામણી ઢોકળા બનાવવાની રીત
Damni Dhokla banavani rit
Equipment
- 1 મોટી તપેલી
- 1 ઢોકરિયું
- 3-4 તેલ થી ગ્રીસ નાની વાટકી / વડ ના પાંદ
Ingredients
દામણી ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી
- ½ કપ જુવાર
- ½ કપ બાજરો
- ½ કપ અડદ દાળ
- ½ કપ ચણા દાળ
- ½ કપ ચોખા
- ¼ કપ બાફી રાખેલ ચણા
- ¼ કપ ઝીણા સમારેલા ગાજર
- ½ કપ બાફેલા વટાણા
- 3-4 લીલા મરચા સુધારેલા
- 1 ચમચી આચાર મસાલો
- 1 ચમચી છીણેલો ગોળ
- ¼ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી આદુ ની પેસ્ટ
- 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
- ¼ ચમચી હિંગ
- 2-3 ચમચી તેલ
- 1 ચમચી ઈનો
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
Damni Dhokla banavani rit
- દામણી ઢોકળા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સાફ કરેલ ચોખા, ચણા દાળ, અડદ દાળ, બાજરો, જુવાર નાખો અનેત્રણ ચાર પાણી થી બરોબર ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ત્રણ ચાર ગ્લાસ પાણી નાખી નેઢાંકી પાંચ છ કલાક અથવા આખી રાત પલાડી મૂકો.
- છ કલાક પછી પાણી નિતારી દાળ ચોખા ને મિક્સર જાર માં નાખીપીસી લ્યો અને પીસવા જરૂર લાગે તો પેલા દહી નાખી ને પીસી લ્યો અને ત્યાર બાદ ઘટ્ટ મિશ્રણરહે એને સ્મુથ પીસવા માટે જરૂરી પાણી નાખી પીસી લ્યો.
- પીસેલા મિશ્રણ ને ફરી થી મોટા વાસણમાં કાઢી ઢાંકી ને છસાત કલાક અથવા આખી રાત / આખો દિવસ આથો આવવા મૂકી દયો. મિશ્રણ માં આથો બરોબર આવીજાય એટલે એમાં બાફેલા ચણા, સુધારેલ ગાજર, બાફેલા લીલા વટાણા, લીલા મરચા સુધારેલા, આચાર મસાલા, ગોળ, હળદર,લાલ મરચાનો પાઉડર, હિંગ, આદુ પેસ્ટ, તેલ, મીઠું સ્વાદ મુજબનાખી બરોબર મિક્સ કરી લ્યો.
- હવે ગેસ પર એક મોટા વાસણમાં બે ત્રણ ગ્લાસ પાણી નાખી ઢાંકણઢાંકી પાણી ગરમ થવા દયો. પાણી ગરમ થાય ત્યાં સુંધી માં મિશ્રણમાં ઈનો અને એના પર એક બે ચમચી પાણી નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો અને વડ ના સાફકરેલ પાંદ ને કોન નો આકાર આપી લાકડી થી પેક કરી નાખો અને એમાં બફેલ ચણા નો એક દાણોનાખી એમાં તૈયાર મિશ્રણ નાખો અથવા ગ્રીસ કરેલ થાળી કે વાટકા માં નાખો અને અને ગરમ કરવામૂકેલા વાસણમાં ચારણી માં મૂકી ને વાસણમાં મૂકી ઢાંકી દયો.
- ઢોકળા ને દસ થી પંદર મિનિટ સુંધી ચડવા દયો. પંદર મિનિટ પછી ઢોકળા ચડી જાયએટલે બહાર કાઢી લ્યો અને થોડા ઠંડા થવા દયો અને ઠંડા થાય એટલે ડી મોલ્ડ કરી લ્યો.આમ બધા જ ઢોકળા ને ડી મોલ્ડ કરી લ્યો અને ઉપર થી આચાર મસાલો અને લીલાધાણા છાંટી ને સર્વ કરો દામણી ઢોકળા.
Damni Dhokla NOTES
- અહીં તમે તમારી ગમતી દાળ નો ઉપયોગ કરી શકો છો પણ બાજરીઅને જુવાર ચોક્કસ નાખવા.
- શાક માં પણ તમે તમારી પસંદ માં શાક ઉમેરી શકો છો.
- તમે ઢોકળા નો વઘાર પણ કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
બચેલી રોટલી ના નૂડલ્સ બનાવવાની રીત | Bacheli rotli na noodles banavani rit
ક્લબ સેન્ડવિચ બનાવવાની રીત | club sandwich banavani rit
બેબી કોર્ન ચીલી ડ્રાય | baby corn chilli dry banavani rit
દૂધીના થેપલા | dudhi na thepla | dudhi na thepla recipe
દાબેલીનો મસાલો બનાવવાની રીત | dabeli no masalo banavani rit