HomeGujaratiદાલ ખીચડી બનાવવાની રીત | dal khichdi banavani rit | dal khichdi...

દાલ ખીચડી બનાવવાની રીત | dal khichdi banavani rit | dal khichdi recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Your Food Lab YouTube channel on YouTube આજે આપણે દાલ ખીચડી બનાવવાની રીત – dal khichdi banavani rit શીખીશું. જ્યારે કંઇજ બનાવવાની ઈચ્છા ન હોય ત્યારે આ રીતે માત્ર એકજ વાનગી બનાવી ને તૈયાર કરી શકાય છે જે દહી કે છાસ સાથે સર્વ કરી શકો છો ને બનાવવી પણ ખૂબ સરળ છે તો ચાલો દાલ ખીચડી રેસીપી – dal khichdi recipe in gujarati શીખીએ.

દાલ ખીચડી બનાવવા જરૂરી સામગ્રી | dal khichdi ingredients

દાળ બાફવા માટેની સામગ્રી

  • તુવેર દાળ ½ કપ
  • મસુર દાળ 2 ચમચી
  • ચણા દાળ 2 ચમચી
  • ઘી 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • આદુ ની કતરણ 1 ઇંચ
  • લીલા મરચા સુધારેલા 1
  • હળદર ¼ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ

ચોખા બાફવા માટેની સામગ્રી

  • બાસમતી ચોખા ¾ કપ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • પાણી જરૂર મુજબ

ખીચડી નો પહેલા વઘાર માટેની સામગ્રી

  • ઘી 1-2 ચમચી
  • જીરું 1 ચમચી
  • ડુંગરી ઝીણી સુધારેલી 1
  • લસણ ની કતરણ 1 ચમચી
  • આદુ ની કતરણ 1 ચમચી
  • લીલા મરચા સુધારેલા 1-2
  • સૂકા લાલ મરચા 1-2
  • ટમેટા સુધારેલ 1
  • મીઠું સ્વાદ મુજબ
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • આમચૂર પાઉડર ½ ચમચી
  • કસુરી મેથી ¼ ચમચી
  • લીંબુ નો રસ ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • બાફેલી દાળ
  • બાફેલા ચોખા
  • ગરમ પાણી જરૂર મુજબ

ખીચડી ના બીજા  વઘાર માટે ની સામગ્રી

  • ઘી 1 ચમચી
  • સૂકા લાલ મરચા 1-2
  • હિંગ ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • બિસ્તા (બ્રાઉન ડુંગરી) 1 ચમચી. (ઓપ્શનલ છે)

દાલ ખીચડી બનાવવાની રીત | dal khichdi recipe in gujarati

સૌપ્રથમ આપણે દાળ બાફવા ની રીત શીખીશું ત્યારબાદ ખીચડીનો વઘાર કરવાની રીત શીખીશું.

દાળ બાફવા ની રીત

સૌ પ્રથમ એક વાસણમાં તુવેર દાળ સાફ કરી ને લ્યો એને બે ત્રણ પાણી ઘસી ને ધોઇ લ્યો ને એક બે ગ્લાસ પાણી નાખી પલાળી લ્યો

ત્યાર બાદ બીજા વાટકા માં મસૂર દાળ લ્યો એને પણ બે ત્રણ પાણી ઘસી ને ધોઇ લ્યો ને અડધો કપ પાણી નાખી પલાળી નાખો ને બીજા વાટકામાં ચણા દાળ લ્યો એને પણ બે ત્રણ પાણી ધોઇ અડધો કપ પાણી નાખી પલાળી નાખો આમ બધી દાળ ને ત્રણ થી ચાર કલાક પલળી નાખો

બધી દાળ ત્રણ કલાક બરોબર પલળી જાય એટલે પાણી નિતારી નાખો ને ગેસ પર એક કૂકરમાં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં જીરું નાંખી તતડાવો

 ત્યાર બાદ એમાં આદુની કતરણ ને લીલા મરચા સુધારેલ નાખી અડધી મિનિટ શેકી લ્યો હવે એમાં પલાળી ને નિતારી રાખેલ દાળ નાખો જે જરૂર મુજબ પાણી નાખી મિક્સ કરો ( પાણી આશરે દોઢ કપ થી પોણા બે કપ જોઈએ અથવા દાળ થી એક ઇંચ ઉપર રહે એટલું પાણી નાખવું)

હવે એમાં સ્વાદ મુજબ મીઠું ને હળદર નાખી બરોબર મિક્સ કરી લ્યો ને કુકર નું ઢાંકણ બંધ કરી મિડીયમ તાપે બે ત્રણ સીટી કરી લ્યો. ત્રણ સીટી થાય એટલે ગેસ બંધ કરી નાખો ને કુકર માંથી હવા નીકળવા દયો.

ચોખા બનાવવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં બાસમતી ચોખા લ્યો એને બે ત્રણ પાણી થી ધસીને ધોઇ લ્યો ત્યાર બાદ એક બે ગ્લાસ પાણી નાખી ને અડધા થી એક કલાક સુધી પલાળી મુકો

એકાદ કલાક પછી ગેસ પર એક મોટા વાસણમાં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ મૂકો પાણી ગરમ થઇ ને ઉકળે એટલે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી ને પલાળી રાખેલ ચોખા ને નિતારી ને નાખી ને મિક્સ કરો

ચોખાનો આઠ દસ મિનિટ સુધી ચડાવો અથવા ચોખા 70-80 % સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ ચારણીમાં કાઢી ને છુટા કરી નાખો ને એક બાજુ મૂકો.

ખીચડીનો પહેલો વઘાર કરવાની રીત

સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે જીરું નાંખી તતડાવી લ્યો ને એમાં સુધારેલ ડુંગળી, લસણ કતરણ ને આદુ કતરણ નાખી ત્રણ ચાર મિનિટ ફૂલ તાપે શેકી લ્યો

ત્યાર બાદ એમાં સૂકા લાલ મરચા ને ટમેટા ને વઘાર પૂરતું મીઠું નાખી મિક્સ કરી ને ટમેટા ને ગરી જાય ત્યાં સુધી ચડાવી લ્યો

ટમેટા બરોબર ગરી જાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને હળદર ને ગરમ મસાલો ને પા કપ ગરમ પાણી નાખી મિક્સ કરી ને ફૂલ તાપે શેકો

 મસાલા બરોબર શેકાઈ જાય એટલે એમાં બાફી રાખેલ દાળ ને ચોખા નાખી ને મિક્સ કરી લ્યો ને જરૂર લાગે તો પા કપ થી અડધો કો ગરમ પાણી નાખી મિક્સ કરી ત્રણ ચાર મિનિટ ચડાવી લ્યો

ત્રણ મિનિટ ચડી જાય એટલે છેલ્લે એમાં આમચૂર પાઉડર, લીંબુનો રસ, કસુરી મેથી હાથ થી મસળી ને નાખો ને સાથે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી તૈયાર ખીચડી ને સર્વિંગ પ્લેટમાં નાખો.

ખીચડી નો બીજો વઘાર કરવાની રીત

વઘરીયા માં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે ગેસ બંધ કરી એમાં સૂકા લાલ મરચા, હિંગ ને લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ  કરી ને તૈયાર વઘાર ને ખીચડી પર નાખી દયો ને સાથે જો તરેલી ડુંગરી હોય તો એ પણ નાખો

dal khichdi recipe in gujarati notes

  • અહી તમારે દાળ ને ચોખા ને ઓછા માં ઓછા એકાદ કલાક સુંધી પલાળી લેશો તો ચાલશે અને બને ને અલગ અલગ બાફી ને લેવાનાં રહેશે
  • ખીચડીમાં સ્મોકી સ્વાદ આપવા ખીચડી છેલ્લે ગેસ બંધ કરી નાખો ત્યારે પછી વાટકામાં ગરમ કરેલ કોલસો મૂકો ને એને ખીચડી વચ્ચે મૂકી એના પ્ર એક ચમચી ઘી નાખી ઢાંકી ને પાંચ મિનિટ રહેવા દેવી
  • ડુંગરી નો બિરિસ્તા બનાવવા માટે ડુંગરી ને લાંબી જીની જીની સુધારી લ્યો ને તેલ ને ગરમ કરી ગેસ ધીમો કરી એમાં ડુંગરી ને સાવ ધીમા તાપે બ્રાઉન થાય ત્યાં સુધી તરી લેવી તો તૈયાર છે બીરિસ્તા

દાલ ખીચડી રેસીપી | dal khichdi recipe video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Your Food Lab ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

dal khichdi banavani rit | દાલ ખીચડી બનાવવાની રીત

દાલ ખીચડી - દાલ ખીચડી બનાવવાની રીત - દાલ ખીચડી રેસીપી - dal khichdi recipe in gujarati - dal khichdi banavani rit

દાલ ખીચડી બનાવવાની રીત | dal khichdi recipe in gujarati | dal khichdi banavani rit | દાલ ખીચડી રેસીપી | દાલ ખીચડી

આજે આપણે દાલ ખીચડી બનાવવાની રીત – dal khichdi banavani ritશીખીશું. જ્યારે કંઇજ બનાવવાની ઈચ્છા ન હોય ત્યારે આ રીતે માત્ર એક જ વાનગી બનાવી ને તૈયાર કરી શકાય છે જે દહી કે છાસ સાથે સર્વ કરી શકો છો ને બનાવવી પણ ખૂબ સરળ છે તો ચાલો દાલ ખીચડી રેસીપી – dal khichdi recipe in gujarati શીખીએ
5 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 2 hours
Total Time: 2 hours 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કુકર
  • 1 વઘારીયું
  • 1 કડાઈ

Ingredients

દાળ બાફવા માટેની સામગ્રી |dal khichdi ingredients

  • ½ કપ તુવેર દાળ
  • 2 ચમચી મસુર દાળ
  • 2 ચમચી ચણા દાળ
  • 1 ચમચી ઘી
  • 1 ચમચી જીરું
  • 1 ઇંચ આદુની કતરણ
  • 1 લીલા મરચા સુધારેલ
  • ¼ ચમચી હળદર
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણીજરૂર મુજબ

ચોખા બાફવા માટેની સામગ્રી

  • બાસમતી ચોખા ¾ કપ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • પાણી જરૂર મુજબ

ખીચડીનો પહેલા વઘાર માટેની સામગ્રી

  • 1-2 ચમચી ઘી
  • 1 ચમચી જીરું
  • 1 ડુંગરી ઝીણી સુધારેલી
  • 1 ચમચી લસણની કતરણ
  • 1 ચમચી આદુની કતરણ
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 1-2 સૂકા લાલ મરચા
  • 1 ટમેટા સુધારેલ
  • મીઠું સ્વાદ મુજબ
  • ¼ ચમચી હળદર
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • ½ ચમચી આમચૂર પાઉડર
  • ¼ ચમચી કસુરી મેથી
  • ½ ચમચી લીંબુનો રસ
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • બાફેલી દાળ
  • બાફેલા ચોખા
  • ગરમ પાણી જરૂર મુજબ

ખીચડીના બીજા  વઘાર માટે ની સામગ્રી

  • 1 ચમચી ઘી
  • 1-2 સૂકા લાલ મરચા
  • ½ ચમચી હિંગ
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી બિસ્તા (બ્રાઉન ડુંગરી) (ઓપ્શનલ છે)

Instructions

દાલ ખીચડી બનાવવાની રીત| dal khichdi recipe in gujarati | dal khichdi banavani rit

  • સૌપ્રથમ આપણે દાળ બાફવા ની રીત શીખીશું ત્યારબાદ ખીચડીનો વઘાર કરવાની રીત શીખીશું

દાળ બાફવા ની રીત

  • સૌ પ્રથમ એક વાસણમાં તુવેર દાળ સાફ કરી ને લ્યો એને બે ત્રણ પાણી ઘસી ને ધોઇ લ્યો ને એક બે ગ્લાસ પાણી નાખી પલાળી લ્યો
  • ત્યાર બાદ બીજા વાટકા માં મસૂર દાળ લ્યો એને પણ બે ત્રણ પાણી ઘસી ને ધોઇ લ્યો ને અડધો કપ પાણી નાખી પલાળી નાખો ને બીજા વાટકામાં ચણા દાળ લ્યો એને પણ બે ત્રણ પાણી ધોઇ અડધો કપ પાણી નાખી પલાળી નાખો આમ બધી દાળ ને ત્રણ થી ચાર કલાક પલળી નાખો
  • બધી દાળ ત્રણ કલાક બરોબર પલળી જાય એટલે પાણી નિતારી નાખો ને ગેસ પર એક કૂકરમાં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં જીરું નાંખી તતડાવો
  •  ત્યાર બાદ એમાં આદુની કતરણ ને લીલા મરચા સુધારેલ નાખી અડધી મિનિટ શેકી લ્યો હવે એમાં પલાળી ને નિતારી રાખેલ દાળ નાખો જેજરૂર મુજબ પાણી નાખી મિક્સ કરો ( પાણી આશરે દોઢ કપ થી પોણા બેકપ જોઈએ અથવા દાળ થી એક ઇંચ ઉપર રહે એટલું પાણી નાખવું)
  • હવે એમાં સ્વાદ મુજબ મીઠું ને હળદર નાખી બરોબર મિક્સ કરી લ્યો ને કુકર નું ઢાંકણ બંધ કરી મિડીયમ તાપે બે ત્રણ સીટી કરી લ્યો. ત્રણ સીટી થાય એટલે ગેસ બંધ કરી નાખો ને કુકર માંથી હવા નીકળવા દયો

ચોખા બાફવાની રીત

  • સૌ પ્રથમ એક વાસણમાં બાસમતી ચોખા લ્યો એને બે ત્રણ પાણી થી ધસીને ધોઇ લ્યો ત્યાર બાદ એક બે ગ્લાસ પાણી નાખી ને અડધા થી એક કલાક સુધી પલાળી મુકો
  • એકાદ કલાક પછી ગેસ પર એક મોટા વાસણમાં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ મૂકો પાણી ગરમ થઇ ને ઉકળે એટલે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી ને પલાળી રાખેલ ચોખા ને નિતારી ને નાખી ને મિક્સ કરો
  • ચોખાનો આઠ દસ મિનિટ સુધી ચડાવો અથવા ચોખા70-80 % સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ ચારણીમાં કાઢી ને છુટા કરી નાખોને એક બાજુ મૂકો

ખીચડીનો પહેલો વઘાર કરવાની રીત

  • સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે જીરું નાંખી તતડાવી લ્યો ને એમાં સુધારેલ ડુંગળી, લસણ કતરણ નેઆદુ કતરણ નાખી ત્રણ ચાર મિનિટ ફૂલ તાપે શેકી લ્યો
  • ત્યારબાદ એમાં સૂકા લાલ મરચા ને ટમેટા ને વઘાર પૂરતું મીઠું નાખી મિક્સ કરી ને ટમેટા ને ગરી જાય ત્યાં સુધી ચડાવી લ્યો
  • ટમેટા બરોબર ગરી જાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને હળદર ને ગરમ મસાલો ને પા કપ ગરમ પાણી નાખી મિક્સ કરીને ફૂલ તાપે શેકો
  •  મસાલા બરોબર શેકાઈ જાય એટલે એમાં બાફી રાખેલ દાળ ને ચોખા નાખી ને મિક્સ કરી લ્યો ને જરૂર લાગે તો પા કપ થી અડધો કો ગરમ પાણી નાખી મિક્સ કરી ત્રણ ચાર મિનિટ ચડાવી લ્યો
  • ત્રણ મિનિટ ચડી જાય એટલે છેલ્લે એમાં આમચૂર પાઉડર, લીંબુનો રસ, કસુરી મેથી હાથ થી મસળી ને નાખો ને સાથે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી તૈયાર ખીચડી ને સર્વિંગ પ્લેટમાં નાખો

ખીચડીનો બીજો વઘાર કરવાની રીત

  • વઘરીયા માં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે ગેસ બંધ કરી એમાં સૂકા લાલ મરચા, હિંગ ને લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ  કરી ને તૈયાર વઘારને ખીચડી પર નાખી દયો ને સાથે જો તરેલી ડુંગરી હોય તો એ પણ નાખો

dal khichdi recipe in gujarati notes

  • અહી તમારે દાળ ને ચોખા ને ઓછા માં ઓછા એકાદ કલાક સુંધી પલાળી લેશો તો ચાલશે અને બને ને અલગ અલગ બાફી ને લેવાનાં રહેશે
  • ખીચડીમાં સ્મોકી સ્વાદ આપવા ખીચડી છેલ્લે ગેસ બંધ કરી નાખો ત્યારે પછી વાટકામાં ગરમ કરેલ કોલસો મૂકો ને એને ખીચડી વચ્ચે મૂકી એના પ્ર એક ચમચી ઘી નાખી ઢાંકી ને પાંચ મિનિટ રહેવા દેવી
  • ડુંગરીનો બિરિસ્તા બનાવવા માટે ડુંગરી ને લાંબી જીની જીની સુધારી લ્યો ને તેલ ને ગરમ કરી ગેસ ધીમો કરી એમાં ડુંગરી ને સાવ ધીમા તાપે બ્રાઉન થાય ત્યાં સુધી તરી લેવી તો તૈયારછે બીરિસ્તા
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ટીંડોળા બટાકા નું શાક બનાવવાની રીત | tindora batata nu shaak banavani rit | tindora batata nu shaak recipe in gujarati

ગટ્ટાનું શાક બનાવવાની રીત | gatta nu shaak banavani rit | gatta nu shaak recipe in gujarati | rajasthani gatta nu shaak recipe

સરગવાનું શાક બનાવવાની રીત | saragva nu shaak banavani rit | saragva nu shaak recipe in gujarati

કઢી પકોડા બનાવવાની રીત | kadhi pakoda banavani rit | kadhi pakora recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular